The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 190

ડેડિયાપાડા : મહારાષ્ટ્રથી 12 લાખનો વિદેશી દારૂ ભરી અમદાવાદ જતો ટેમ્પો ઝડપાયો

મહારાષ્ટ્ર માંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવા માટે બોર્ડર નો જિલ્લો નર્મદા જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સુચનાનાં પગલે સાગબારા અને ડેડીયાપાડા પોલીસ સતર્ક છે.

તાજેતરમાં LCB નર્મદાની ટીમને મળેલ બાતમી અનુસાર અ.હે.કો. અશોકભાઇ તથા વિજયભાઇ સ્ટાફના તથા એલ.સી.બી. પોલીસ માણસો ડેડીયાપાડા વિસ્તારમાં આવેલ માચ ચોકડી ખાતે વોચ તેમજ વાહન ચેકીંગમાં હતા. દરમ્યાન એક ટાટા ટેમ્પો (મીની કન્ટેનર) એક ચાલક લઈને આવતો હતો. એટલે LCB ની ટીમને શંકા જતા તેને રોકી મીની કન્ટેનરના વાહન ચાલકની પૂછ પરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા પોલીસ ટીમે ટેમ્પા પાર ચઢીને જોતા અંદર મહારાષ્ટ્ર બ્રાન્ડ ની વિદેશી દારૂની પેટીઓ નજરે પડી હતી.જેથી એલ.સી.બી. પી.આઇ. પટેલ અનને તેમની ટીમે ચાલક સાથે મુદ્દામાલ પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

દેવુ વધી જતાં હાંસોટના બાલોટા ગામના ખેડૂતોએ ઉચ્ચારી આત્મ વિલોપન કરવાની ચીમકી

હાંસોટ તાલુકાના બાલોટા ગામ ના 31 જેટલા મત્સ્ય ખેડૂતો પોતાના ઝીગા તળાવ છીનવતા હાલ કાનૂની લડત હાઇકોર્ટ માં ચલાવી રહ્યા છે. 2019 માં સરકારે માસ્ટર મેપિંગ કરી મેપ તૈયાર કરી કીમ ખાડી થી 200 થી 1200 મીટર દૂર તળાવ ફાળવણી કરી હતી. સર્વે નંબર 1043 નવો સર્વે નંબર 973 માં રી સર્વેમાં ભૂલને કારણે ખોટી માપણી શીટ તૈયાર થતા સમસ્યા સર્જાઇ છે.

બ્રેકીશ વોટર રિસર્ચ સેન્ટર 2020 માં ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા હાઇકોર્ટ પિટિશન દાખલ થતા કીમ ખાડી ના અવરોધો દૂર કરવાનો હુકમ કર્યો હતો. રી સર્વે માં મેપિંગ ભૂલ થી ઝીંગા તળાવ કીમ નદી ના વહેણ માં દર્શાવતા આવ્યા હતા જેને લઇ 2019 માં ફાળવેલ તળાવ પરત લેવાનો હુકમ તંત્ર એ કર્યો હતો અને તળાવ સી.આર.ઝેડ ઝોનમાં આવી રહ્યા હોવાનું તંત્ર એ જણાવ્યું હતું જે અંગે ખેડૂતો હાઈકોર્ટમાં જતા હાઇકોર્ટ દ્વારા જિલ્લા કલેક્ટર ખેડૂતો સાથે રાખી સ્થળ તપાસ કરી 10 દિવસમાં રિપોર્ટ કરવા હુકમ કર્યો હતો.

જેમાં નાયબ કલેકટર અને ડી.આઈ.આર.એલ., જીપીસીબી સહીત સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા રી સર્વે ના મંજૂરી સાચા ની ખરાઈ સ્થળ તપાસ કર્યા વગર કે ખેડૂતો ને સાથે રાખ્યા વગર કરી હતી જેને લઇ હવે ખેડૂતો આજીવિકા પ્રશ્ન ઉભો થયો હોવાનો અને તંત્ર ની ભૂલ ને લઇ આ સમસ્યા સર્જાઈ છે. તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું. વધુ માં જીપીસીબી દ્વારા સેટેલાઇટ અને બોઈસેગ દ્વારા સુપર ઇમ્પોજ કર્યું હતું. બાયસેગ દ્વારા જોતા જે વિસ્તાર સી.આર.ઝેડ માં આવેલ હોવાનું દર્શાવ્યું છે. સી.આર.ઝેડ આ વિસ્તાર આવ્યો હોવાનું દર્શાવ્યું છે.

જેથી સર્વે ની ભૂલ સુધારવા માટે સુધારો કરી પુનઃ સ્થળ તપાસ કરવા ખેડૂતો દ્વારા ગત સપ્તાહે પુનઃ જિલ્લા કલેક્ટર ભરૂચ ને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. અને 35 થી 45 લાખ રૂપિયા ના ખર્ચે તળાવ કર્યા બાદ હવે પાક ના લઇ શકતા દેવું વધી ગયું છે. જેને લઇ હવે તેની પાસે આપઘાત કરવાનો વારો આવ્યો છે.

જે અપધાત ખેડૂતો કરશે તો તેના પાછળ ના કારણો માં તેવો દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓ જેમને ભૂલ કરી છે. તેને જવાબદાર ગણવા તેવી ચીમકી ઉચ્ચારી હતી. એટલું જ નહિ વહેલી તકે સંબંધિત વિભાગ ના અધિકારીઓ રી સર્વે કરવામાં આવે તેમજ થયેલી ભૂલો સુધારવામાં આવે તેવી માંગ કરી હતી.

વાગરા તાલુકા હિન્દૂ સમાજ દ્વારા ધંધુકા ના કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

વાગરા તાલુકા સમસ્ત હિંદુ સમાજ દ્વારા ધંધુકા માં કિશન ભરવાડ (બોળીયા) ની વિધર્મી યુવકો દ્વારા કરવામાં આવેલ હત્યા ની સખત નિંદા કરવામાં આવી હતી.કિશન ભરવાડની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

શ્રદ્ધાંજલિ બાદ કિશન ને ત્વરિત ન્યાય મળે તે માટે વાગરા મામલતદાર ને આવેદન સુપ્રત કરાયું હતું.વધુમાં તેમની ૨૦ દિવસ ની દીકરી ને સરકાર તરફ થી યોગ્ય સહાય મળે તે માટે પણ  આવેદન માં ખાસ ઉલ્લેખ કરાયો હતો.આ તબક્કે વાગરા માલધારી સમાજના ઈશ્વરભાઈ ઊર્ફે સિંધાભાઈ આહીર,હિન્દૂ સમાજના કાર્યકર્તા પિયુષ મકવાણા તેમજ રામી તીર્થ ખાસ ઉપસ્થિત રહયા હતા.

અંકલેશ્વરના જૂના બોરભાઠામાં સ્ટેટ વિજીલન્સના દરોડા : ૪ ઝડપાયા,૧ ફરાર

  • પોલીસે ૩ પુરૂષ અને ૧ મહિલાને વિદેશી દારૂનો વેપલો કરતા ઝડપી પાડ્યા
  • ગાંધીનગર સ્ટેટ વિજીલન્સે ૧ લાખ ૫૯૦ રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબ્જે

ભરૂચ જિલ્લામાં વધતા જતા વિદેશી દારૂના વેપલા ઉપર અંકુશ લાવવા પોલીસે કમ્મર કસી ઠેર ઠેર છાપામારી શરૂ કરી છે. જેમાં અંકલેશ્વરના જૂના બોરભાઠા ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરે બાતમીના આધારે છાપામારી કરી વિદેશી દારૂનો વેપલાનો પર્દાફાસ કર્યો છે. વિજીલન્સ ટીમે ૩ પુરૂષ બુટલેગરો અને ૧ મહિલાની વિદેશી દારૂ સાથે અટકાયત કરવા સાથે કુલ ૧ લાખ ૫૯૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અંકલેશ્વરના જૂના બોરભાઠા વિસ્તારમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો ધમધમતો હોવાની મળેલ બાતમીને આધારે ગાંધીનગર સ્ટેટ વિજીલન્સ મોનીટરીંગ સેલે ગત રોજ અચાનક છાપામારી કરતા બોરભાઠા બેટના સડક ફળીયામાં પોતાના મકાનમાં દારૂનો વેપલો ચલાવતા ગંગા ઉક્કડ વસાવા અને ઉક્કડ મગન વસાવાને પારસ રાકેશ વસાવા અને પંકજ નરેશ વસાવાને ઝડપી પાડ્યા હતા.

છાપામારી દરમિયાન વિજીન્સ ટીમે અલગ-અલગ બ્રાંડની વિદેશી દારૂની કુલ ૨૭૦ નંગ નાની મોટી બોટલો કિંમત રૂપિયા ૩૯,૦૦૦/-, રૂપિયા ૧૦,૦૨૦/ રોકડા, ૪ એક સી.બીજેડ બાઇક,એક સ્પેન્ડર તથા ૪ મોબાઇલ મળી કુલ ૧ લાખ ૫૯૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને અંકલેશ્વર શહેર પોલીસને હસ્તગત કરવા સાથે લાલા નામના એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ બનાવની વધુ તપાસ અંકલેશ્વર રૂરલ પોલીસને સોંપવામાં આવી છે.

અંકલેશ્વરમાં એક વર્ષ બાદ ફરી ગઠિયાઓ સક્રિય,પેટ્રોલપંપ ઉપર ફેરવ્યું રૂ.૧.૩૦ લાખનું ફૂલેકુ

  • મહાવીર ટર્નિંગ પાસે આવેલ રામેશ્વર પેટ્રોલિયમના કર્મચારીને નોટ બદલાવનું કહી ગઠિયો છેતરી ગયો
  • અગાઉ 3 પેટ્રોલપંપ ઉપર નોટ બદલવાના નામે કેશ લઈ ફરાર થઈ ગયા હતા

અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે આવેલા રામેશ્વર પેટ્રોલિયમના કર્મચારી પાસે ૫૦૦ અને બે હજારના દરની ચલણી નોટો બદલાવવાના બહાને ગઠિયો રૂ.૧.૩૦ લાખની છેતરપિંડી કરી ફરાર થયો ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ગત વર્ષે પણ આવી ૩ ઘટનાઓ બની હતી જેમાં નાના દરની નોટો આપી મોટા દરની નોટો આપવાના ખેલમાં ગઠિયો રોકડા લઈ ફરાર થઇ ગયો હતો.

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં દેવસારી ગામમાં રહેતો વિનોદ શિવરામ વસાવા અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે આવેલા રામેશ્વર પેટ્રોલિયમ ખાતે ફિલર તરીકે નોકરી કરે છે. જેઓ ગતરોજ નોકરી પર અન્ય કર્મચારી સાથે પંપ પર હતા તે દરમિયાન રાતે આશરે ૪૦ વર્ષીય અજાણ્યો યુવાન નંબર પ્લેટ વિનાની મોટર સાઇકલ લઈને આવ્યો હતો.

રૂપિયા ૧૦૦ ના દરની નોટો આપી ૫૦૦ અને ૨૦૦૦ ના દરની નોટો મળી રૂ.૨ લાખ રૂપિયા જોઈએ છે તેમ કહ્યું હતું. ફિલરને તારા શેઠ વિનેશ ધનુ પટેલ સાથે વાત થઈ છે તેમ કહેતા. કર્મચારીએ માલિક સાથે ફોન કરતાં તેની પાસેથી ફોન છીનવી તે વાત કરવા લાગ્યો હતો. શેઠના ઓળખીતા હોવાનું અનુમાન લગાવી કર્મચારીએ ડીઝલના પડેલા રૂ. ૧.૩૦ લાખ રૂપિયા તેને આપ્યા હતા જેના બદલે ૧૦૦ની નોટો માંગતા તેણે સામે આવેલ બાળકોની હોસ્પિટલના ડોકટર આશિષ પટેલ અને જિગર પટેલ પાસે છે ત્યાથી અપાવું છું તેમ કહેતા પેટ્રોલ પંપના બંને કર્મચારી તેની સાથે ગયા હતા.

જયાં કર્મચારી મંગળદાસ વસાવાને પીઝા આપવાની વાત કહી બીજા કર્મચારી વિનોદ વસાવાને ડોકટર પાસે મોકલ્યો હતો. જ્યાં ડોકટરે રૂપિયા મંગાવ્યા નથી તેમ કહેતા તેણે મંગળદાસ વસાવાને ફોન કરતાં તેણે જણાવેલ કે તે ઈસમ ચાવી લેવાનું કહી ફરાર થઈ ગયો છે. આ અંગે બંને કર્મચારીઓ છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેઓએ છેતરપિંડી અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જોકે આ છેતરપિંડી કરનાર ગઠિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

નેત્રંગ: ચાસવડ દુધ મંડળીના દરેક સભાસદોને રૂ.૫ લાખનો મેડીક્લેમ અપાયો

  • નવી ચુંટાયેલ વ્યવસ્થાપક કમિટીને એક વર્ષ પુર્ણ

ચાસવડ દુધ મંડળીની વ્યવસ્થાપક સમિતિને એક વર્ષ પુર્ણ થતાં તમામ સભાસદોને રૂ.૫ લાખની મેડીક્લેમ પોલીસીથી સુરક્ષા-કવચ પુરૂ પડાવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકાના ગામે-ગામ વસવાટ કરતાં પશુપાલકો-દુધ ઉત્પાદકો માટે ચાસવડ ડેરી આશિવૉદરૂપ છે.ગતવર્ષ યોજાયેલ વ્યવસ્થાપક સમિતિની ચુંટણીમાં આદિવાસી સમાજ સમપઁણ પેનલનો વિજય થયો હતો.ઇતિહાસમાં પ્રથમવાર ચાસવડ ડેરીમાં સત્તાનું સુકાન આદિવાસીઓના હાથમાં આવ્યું હતું.જેમાં પ્રમુખ કવિભાઇ વસાવા અને ઉપપ્રમુખ અરવિંદભાઈ વસાવાએ સભાસદો- પશુપાલકોના હિતને કેન્દ્રમાં રાખીને વહીવટ કરતાં દુધના ભાવ પ્રતિ લીટરે રૂ.૩૦.૨૭ પૈસા રહેવા પામેલ છે.હિસાબી વર્ષ ૨૦૨૦-૨૧ નો ભાવફેર પ્રતિ લીટરે ૫.૧૫ પૈસા દુધ ઉત્પાદકોને ચુકવવામાં આવેલ છે.  દૈનિક દુધ સંપાદન અંદાજીત ૪૭,૦૦૦ લીટર થવા પામેલ છે.

જેમાં મુખ્યત્વે ચાસવડ ડેરીના તમામ સભાસદોને પ્રોત્સાહન ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સભાસદોની રૂ.૨.૫૦લાખ ની  ગ્રુપ અકસ્માત વિમા પોલીસીની રકમ વધારીને રૂ.૪ લાખ ની ગ્રુપ અકસ્માત વિમા પોલીસી ની સાથે રૂ.૧ લાખની મેડીક્લેમ પોલીસી મળી રૂ. ૫ લાખની વિમા પોલીસી લેવામાં આવેલ છે.તમામ કર્મચારીઓં માટે રૂ.૫ લાખની મેડીક્લેમ પોલીસી થકી સુરક્ષા કવચ પુરૂ પાડવાનો અગત્યનો નિર્ણય કરવામાં આવતા સભાસદોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.જ્યારે પશુપાલકો માટે કે.સી.સી ધિરાણ યોજનાનો સભાસદ જાગૃતિ શિબિરનું આયોજન કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે,નવી ચુંટાયેલ વ્યવસ્થાપક કમિટીને એક વર્ષ પુણઁ થતાં ચુંટણીમાં સભાસદોને આપેલ વચનો પુર્ણ કરવા પ્રમુખ-ઉપપ્રમુખે તૈયારી બતાવી હતી.

પાલિકાના દૂષિત પાણીથી જંબુસરના ખાનપુર દેહ ગામે ૫૫ પશુના મોત

  • પાલિકાના બની રહેલ સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની લાઈન લીકેજ થતા બની ઘટના
  • પાલિકાના નિર્માણ થતા સુએઝ ટ્રીટમેન્ટ લાઇન લિકેજ થતા તળાવમાં દૂષિત પાણી ભળ્યાં

જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગામ ખાતે રહેતા ગામના પશુ પાલકોના અંદાજે ૫૫ જેટલાં નાના-મોટા પશુ તબક્કાવાર મૃત્યુ પામતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. નગર પાલિકાના દુષિત પાણીના કારણે આ પશુના મોત થયા હોવાની રજૂઆત સાથે વળતરની માગણી કરતી લેખિત અરજી પશુપાલકોએ જંબુસર પ્રાંત અધિકારીને પાઠવી છે.

જંબુસર તાલુકાના ખાનપુર દેહગામ નજીક જંબુસર નગર પાલિકા દ્વારા સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જોકે આ કામગીરી હજી અધુરી છે. સાથે નગર પાલિકામાંથી દૂષિત પાણી માટે નાખવામાં આવેલ પાઈપલાઈનમાં લિકેજ થતું હોવાથી પાલિકા વિસ્તારનું દૂષિત પાણી નજીકની જમીન અને તળાવોમાં ભળી રહ્યું છે.

છેલ્લા એક સપ્તાહથી આ ગામના પશુપાલકોના દુધાળા પશુ મોતને ભેટી રહ્યા છે. આ પશુઓના મોતનું કારણ પાલિકાનું દૂષિત પાણી હોવાથી ગામ લોકોએ અનેક વખત પાલિકામાં રજૂઆત પણ કરી હતી. પરંતુ તેમણે આ જવાબદારી પાલિકાની નથી તેમ કહી સત્તાધિશોએ છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. આખરે ગામના સરફરાજ યુસુફ ભુજી જેમણે પોતાના ૨૧ પશુ ગુમાવતા આખરે જંબુસર પ્રાંત અધિકારીને આ અંગે લેખિત રજૂઆત કરી પશુઓના મોત બાદ તેનું વળતર ચૂકવવાની માંગ કરી હતી. જેના પગલે પાલિકાના અધિકારીઓ પણ દોડતા થયા હતા. ગામના લોકોએ રજુઆત કરી હતી કે નગર પાલિકાની પાઈપલાઈનમાંથી દૂષિત પાણી લિકેજ થતા તળાવોમાં ભળ્યા છે. આ પાણી પીવાથી પશુઓના મોત થયા છે. અનેક વખત રજૂઆત કરી પણ અધિકારીઓ જવાબદારીમાંથી છટકી રહ્યા હતા.  વેટરનરી તબીબને બોલાવ્યા તો તેઓ સ્થળ પરથી મૃત પશુના સેમ્પલ પણ લઈ ગયા છે.જેના થોડા દિવસમાં રિપોર્ટ પણ આવી જશે.

જવાબદાર તંત્ર પશુપાલકોને યોગ્ય વળતર ચૂકવે અને આ દુષિત પાણી તળાવોમાં વહેતું અટકાવે તેવી અમારી માગણી છે. ત્યારે કેટલાક બેજવાબદાર લોકોના પાપે પશુધનના જીવનો ભોગ લેવાયો છે, ત્યારે આ બાબતે જવાબદાર લોકો પર કાયદેસરની કાર્યવાહી થાય અને પશુપાલકોને વહેલીતકે વળતર ચૂકવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

અંકલેશ્વર : ગાયને બચાવવા જતા રિક્ષા ખાડામાં ખબકતા ચાલકને ઇજા

અંકલેશ્વર માં વાલિયા ચોકડી થી ભડકોદ્રા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો. રોડ ઉપર ગાયને બચાવવા જતા રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને રીક્ષા ખાડામાં ઉતરી ને પલટી મારી ગઈ હતી. રીક્ષા ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તાર પાસે વહેલી સવારે સ્ટેશન થી વાલિયા ચોકડી થી ભડકોદ્રા ગામ તરફ રિક્ષા ડ્રાઈવર લઇ જઇ રહ્યો હતો. દરમિયાન રસ્તા વચ્ચે અચાનક જ ગાય આવી જતાં રિક્ષાચાલકે રીક્ષાના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા ખાડામાં ઉતરી પલ્ટી ગઈ હતી.જો કે સદ્દનસીબે રિક્ષામાં કોઈ પણ પેસેન્જર ના હોવાના કારણે ફક્ત રિક્ષાચાલકને જ ઈજાઓ થતાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

નર્મદા: સાગબારાના સીમા આમલીથી બોગસ ડોક્ટર પકડાયો

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ સુચના મુજબ જીલ્લામાં કોવીડ-19 મહામારીના કપરા સમય દરમ્યાન બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને ઝડપી પાડવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને એલસીબીએ સ્ટાફના માણસોને જીલ્લામાં આવી પ્રવૃતિથી સંકળાયેલ બોગસ ડીગ્રી ધરાવતા ઇસમોની વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અનુસંધાને એલસીબીને બાતમી મળેલ કે સીમઆમલી ગામે ઘરમાં એક ઇસમ દવાખાનુ ચલાવે છે.

જે બાતમી આધારે દેવમોગરા પીએચસી ખાતેથી મેડીકલ ઓફીસર ડો. હેમંત વસાવાને સાથે રાખી સાગબારા પોલીસ મથકના સીમ આમલી ગામે ખાતે સંતોષ દશરથ ઢાણકા પોતાના મકાનમાં તબીબી ડીગ્રી અને લાયકાતના સર્ટી વગર દવાખાનુ ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા હોવાનું જણાયું હતું. જેના રહેણાંકના મકાન ઉપર છાપો મારતા સંતોષ દશરથ ઢાણકા રહે. સીમ આમલી તા.સાગબારા જી.નર્મદા નાનો દવાખાનુ ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે સંતોષ દશરથ ઢાણકા મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં આવા કોઇ સર્ટી નહી હોવાનું જણાવતા એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજ,નીડલો), એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે કિ.રૂ.5 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બોગસ ડોક્ટર વિરૂધ્ધ ઇ.પી.કો. ક્લમ 336 તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ 1940ની કલમ 27(બી)2 તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ- 1963ની કલમ 30 તથા 35 મુજબ સાગબારા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ભરૂચ: શેરપુરા ખાતે લકઝરી ચાલકના મોતના પગલે સ્થાનિકોએ સળગાવી બે બસ

  • એક લકઝરીની અડફેટે બીજા લકઝરી ચાલકે ગુમાવ્યો જીવ
  • ઉશ્કેરાયેલ સ્થાનિકોએ બસમાં તોડફોડ બાદ કરી આગચંપી

ભરૂચના શેરપુરા ખાતે એક લકઝરી બસ ચાલક બસમાંથી ઉતરી ઘરે જવા જતા સામેથી પુર ઝડપે આવતી અન્ય લકઝરીની અડફેટે જીવ ગુમાવવાનો વારો આવતા ઉશ્કેરાયેલા સ્થાનિકોએ અકસ્માત સર્જનાર બસમાં તોડ ફોડ કરી બે લકઝરી સળગાવતા અફરાતફરી મચી જવા પામી હતી.આ ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ ટીમ સહિત ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થીતી પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.

આ ઘટનામાં એક્ષપ્રેસ હાઇવેના ચાલી રહેલા કામમાં માણસોને લાવવા લઇ જવાનો કોન્ટ્રાક્ટ લક્ષ્મી ટ્રાવેલ્સને મળ્યો હતો. જેમાં બસનં. GJ- 03-AW-9810ના ચાલક તરીકે શેરપુરાના ફોકલ ફળીયામાં રહેતા આશરે ૬૫ વર્ષીય  ઇસ્માઇલભાઇ આદમભાઇ માંચવાલા નોકરી કરતા હતા. આજરોજ મોડી સાંજે ૮.૩૦ની આસપાસ તેઓ પોતાની બસના પેસેન્જરો ઉતારી શ્રવણ ચોકડી તરફથી પરત આવી પોતાની બસ શેરપુરા બસ સ્ટેન્ડ પાસે ઉભી રાખી બસનો દરવાજો ખોલી નીચે ઉતરી રહ્યા હતા. ત્યારે સામેથી દહેજ સાઇડ ઉપરથી પુર ઝડપે આવતી જમાદાર ટ્રાવેલ્સની બિરલા કોપરની શીફ્ટ લઈ પુરઝડપે આવતી લકઝરી બસ નં. GJ-01-9367 ના ચાલકે ઇસ્માઇલભાઇને અડફેટે લેતા તેમને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.

અકસ્માત થતાં જ સ્થાનિકો ટોળા ઉમટ્યા હતા અને અકસ્માત સર્જી ભાગવા જતા લકઝરી ચાલકને આંતરી બસને થોભાવી દીધી હતી.ગામના જ વયસ્કના મોતના પગલે ઉસ્કેરાયેલા સ્થાનિકોએ બસમાં તોડ ફોડ કરી અકસ્માત સર્જનાર બસ તેમજ તેની આગળ ઉભેલ જમાદાર કંપનીની બિરલા કોપરની બસને સળગાવી દીધી હતી.

જોતજોતામાં બસની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એકસમયે શેરપુરા રોડ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ ટીમ સહિત ફાયર ટેન્ડરો તાત્કાલીક ધટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા. તો પોલીસે મામલો થાળે પાડવાની સાથે મૃતકની લાસને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

error: Content is protected !!