- પોલીસે ૩ પુરૂષ અને ૧ મહિલાને વિદેશી દારૂનો વેપલો કરતા ઝડપી પાડ્યા
- ગાંધીનગર સ્ટેટ વિજીલન્સે ૧ લાખ ૫૯૦ રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબ્જે
ભરૂચ જિલ્લામાં વધતા જતા વિદેશી દારૂના વેપલા ઉપર અંકુશ લાવવા પોલીસે કમ્મર કસી ઠેર ઠેર છાપામારી શરૂ કરી છે. જેમાં અંકલેશ્વરના જૂના બોરભાઠા ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરે બાતમીના આધારે છાપામારી કરી વિદેશી દારૂનો વેપલાનો પર્દાફાસ કર્યો છે. વિજીલન્સ ટીમે ૩ પુરૂષ બુટલેગરો અને ૧ મહિલાની વિદેશી દારૂ સાથે અટકાયત કરવા સાથે કુલ ૧ લાખ ૫૯૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અંકલેશ્વરના જૂના બોરભાઠા વિસ્તારમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો ધમધમતો હોવાની મળેલ બાતમીને આધારે ગાંધીનગર સ્ટેટ વિજીલન્સ મોનીટરીંગ સેલે ગત રોજ અચાનક છાપામારી કરતા બોરભાઠા બેટના સડક ફળીયામાં પોતાના મકાનમાં દારૂનો વેપલો ચલાવતા ગંગા ઉક્કડ વસાવા અને ઉક્કડ મગન વસાવાને પારસ રાકેશ વસાવા અને પંકજ નરેશ વસાવાને ઝડપી પાડ્યા હતા.
છાપામારી દરમિયાન વિજીન્સ ટીમે અલગ-અલગ બ્રાંડની વિદેશી દારૂની કુલ ૨૭૦ નંગ નાની મોટી બોટલો કિંમત રૂપિયા ૩૯,૦૦૦/-, રૂપિયા ૧૦,૦૨૦/ રોકડા, ૪ એક સી.બીજેડ બાઇક,એક સ્પેન્ડર તથા ૪ મોબાઇલ મળી કુલ ૧ લાખ ૫૯૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને અંકલેશ્વર શહેર પોલીસને હસ્તગત કરવા સાથે લાલા નામના એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ બનાવની વધુ તપાસ અંકલેશ્વર રૂરલ પોલીસને સોંપવામાં આવી છે.