The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 189

ભરૂચ : બી.પી.એલ કાર્ડ ધારકોને અનાજ ન મળતા જયભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા કરાઇ મામલતદારને રજૂઆત

ભરૂચ જીલ્લામાં બી.પી.એલ કાર્ડ ધારકોને સસ્તું અનાજ ન મળતા આજે જયભારત રિક્ષા એસોસિએશન દ્વારા મામલતદાર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.

આ લેખિતપત્રમાં જણાવ્યા અનુસાર કોરોના કાળમાં સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરી વિનામુલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ કેટલાક સસ્તી અનાજના દુકાનદારો દ્વારા બી.પી.એલ કાર્ડ ધારકોને અનાજ ન આપી સક્ષમ લોકોને આ અનાજ આપતા હોય અને જરૂરિયાતમંદ પરિવારો સસ્તા અનાજથી વંચિત રહી જતાં હોય આ બાબત જયભારત રિક્ષા એસોસિએશનના ધ્યાને આવતા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. બી.પી.એલ કાર્ડ ધારકો સસ્તા અનાજથી વંચિત ન રહે તે માટે મામલતદારને અપીલ કરી હતી. આ પ્રસંગે જયભારત રિક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાજ પટેલ, ઉપપ્રમુખ મિર્જા આબિદ બેગ, મંત્રી અતુલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ: પાલેજમાંથી રીક્ષામાં રૂ. 3 લાખનો ગાંજો લઈ જતા બે ઝડપાયા, ૧ ફરાર

  • જહાંગીર પાર્ક ખાતે અમદાવાદ પાર્સિંગની ઓટો રીક્ષાને આંતરતા ૩૦ કિલો ગાંજો મળી આવ્યો

ભરૂચ તાલુકાના હાઇવે ઉપર આવેલા પાલેજમાંથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે અમદાવાદ પાર્સિંગની રીક્ષામાં માદક પદાર્થ ગાંજાનો વિપુલ જથ્થો લઈ જતા બે નશાના સોદાગરોને પકડી પાડ્યા હતા. બે આરોપીની 30 કિલો ગાંજો કિંમત રૂ. 3 લાખ, બે મોબાઈલ, રીક્ષા સાથે ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરાઈ છે.

ભરૂચ SOGએ પાલેજમાંથી નશાયુકત માદક પદાર્થ ગાંજાનો વિપુલ જથ્થો 30 કિલોગ્રામથી વધારે કિંમત રૂ. 3.06 લાખ સાથે બે યુવાનોને ઝડપી પાડ્યા છે. ભરૂચ એસ.ઓ.જી. જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે, નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા વોચમાં હતી. SOG PI કે.ડી.મંડોરાઓએ પોતાની ટીમને કાર્યરત કરતા PSI પી.એમ.વાળા, એન.જે.ટાપરીયા એસ.ઓ.જી. ટીમના પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અંગે પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇને તેમના બાતમીદારથી મળેલી બાતમી આધારે એસ.ઓ.જી ટીમ દ્વારા હોટલ સીટી પોઇન્ટની બાજુના રોડ ઉપર જહાંગીર પાર્ક સોસાયટી ખાતે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં એક ઑટો રીક્ષા નં. GJ – 01 – TB – 0396માં 2 યુવાનો આવતાં તેમને કોર્ડન કરી રોકી રીક્ષાની ઝડતી લેવાઈ હતી. તેમાં તપાસ કરતા તેમાંથી માદક પદાર્થ ગાંજાનો 30 કીલો 650 ગ્રામ જથ્થો જેની કિંમત રૂ. 3.06 લાખ તથા બંન્નેની અંગઝડતીમાં 2 મોબાઇલ, રીક્ષા મળી કુલ રૂ. 4 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.

ગાંજા સાથે પકડાયેલા અસીમ ઐયુબ સિંધી અને ભરત શંકર માછીની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે નાવેદખાન નાશીરખાન પઠાણને વોન્ટેડ જાહેર કરાયો હતો. પાલેજ પોલીસ મથકે ગુનો દાખલ કરાવી વધુ તપાસ SOG પી.આઈ. ચલાવી રહ્યા છે.

જંબુસર નગરપાલિકા સામે કોંગ્રેસ દ્વારા કરાયું ઉગ્ર વિરોધ પ્રદર્શન

જંબુસર નગરપાલિકાના સફાઈ કર્મીઓ 13 દિવસથી પ્રતીક ધરણાં અને 16 દિવસથી હડતાલ પર હોઈ નગરમાં કચરા અને ગંદકીના ઢગ જામતા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. કોંગ્રેસી અગ્રણીઓ દ્વારા વિરોધ પ્રદર્શનના બેનરો સાથે કચેરી ખાતે આવી. જંબુસર કે ગંદુસર ના નારા લગાવી, કચેરીના મુખ્ય દરવાજા અને પ્રમુખની ચેમ્બર પાસે ગંદકી અને કચરો ઠાલવવામાં આવ્યો હતો.

જંબુસર નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર તેમજ કોઈ જવાબદાર કર્મચારી હાજર ન હોય ચીફ ઓફિસરની ચેમ્બર પાસે નારા લગાવી ધરણા યોજવામાં આવ્યા. સાશકપક્ષ અને જવાબદાર અધિકારી તરફથી કોઈ પ્રતિક્રિયાના મળતા કોંગ્રેસ યુવા પ્રમુખ દ્વારા કચેરીના મુખ્ય દરવાજા અને પ્રમુખ તેમજ ચીફ ઓફિસરની ચેમ્બરને “તાળા “લગાવી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં વધુ ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

અંકલેશ્વર: કોન્ટ્રાક્ટમાં રાખેલી કાર જ ઓંઇયા કરી ડકાર ના મારતા થઈ ફરીયાદ

વડોદરા ઇસમે ગાડી ભાડે રાખવાનો કરાર કરી ગાડી પરત ના કરી અને ભાડું ના ચૂકવી છેતરપિંડી કરી ફરાર થઇ ગયા હોવાની ઘટનાની પોલીસ ફરીયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવા પામી છે.જેમાં  લોનના હપ્તા બાકી પડતા ઓ.એલ.એક્સ પર ગાડી વેચવા કાઢતા ઠગ ભગત ભટકાયા હતા. ૩ વર્ષ નો ગાડીનો ભાડા કરાર કરી મહિને ૧૮૦૦૦ રૂપિયા આપવાનું કહી કરાર મુજબ ભાડું અને ગાડી પરત ના અપાતા આખરે અંકલેશ્વર શહેર પોલીસ મથકે બલેરો ગાડી માલિક છેતરપીંડી દ્વારા ફરિયાદ નોંધાવી હતી.

અંકલેશ્વર ના રામ કુંડ ખાતે આવેલ તપસ્વી નગર ખાતે રહેતા કેયુર પરમાર એ ગાડી હપ્તા બાકી રહેતા ગાડી વેચવા માટે ઓ.એલ.એક્સ પર વેચવા માટે મૂકી હતી તે દરમિયાન વડોદરા શ્રીજી ધામ એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિરલ પટેલ તેમનો સંપર્ક કર્યો હતો. અને ગાડી પ્રાથમિક વેચાણની વાત કર્યા બાદ તેના મિત્ર દિગ્વિરાજસિંહ ચૌહાણ કંપની કોન્ટ્રાક્ટરમાં ગાડી મૂકી આપશે. તેઓ વિશ્વાસ સંપાદન કર્યો હતો અને વડોદરા વાઘોડિયા ખાતે કરાર માટે પણ તેમને બોલાવ્યા હતા.

જે બાદ તેઓ સ્ટેમ્પ ના મળતા પરત આવી ગયા હતા. બીજા દિવસે વિરલ પટેલ અને દિગ્વિરાજસિંહ ચૌહાણ અંકલેશ્વર આવી કરાર કરી ગયા હતા. અને કરાર માં માસિક ૧૮૦૦૦ હજાર રૂપિયા ભાડું નક્કી કર્યું હતું અને ૨ મહિના સુધી રૂપિયા ના આપે તો ગાડી પરત આપવાની નક્કી કરાયું હતું જે મુજબ ઓક્ટોબર ૨૦૨૧ સુધીનું તૂટક તૂટક ભાડું આપ્યા બાદ બંધ કરી દીધું હતું નવેમ્બર સુધી ભાડું ના આપતા કેયુરભાઈ પરમાર એ ફોન કરી ભાડું માંગતા તેને પ્રાથમિક આપવાનું કહી વાયદા બતાવ્યા કર્યા હતાં.

ત્યાર બાદ અંતે ભાડું કે ગાડી પણ પરત ના કરતા અંતે શહેર પોલીસ મથકે કેયુરભાઈ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે વિરલ પટેલ અને દિગ્વિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ આરંભી હતી. અત્રે ઉલેખનીય છે, કે વિરલ પટેલ અને દિગ્વિરાજસિંહ ચૌહાણ અગાવ પણ 3 થી વધુ ઈસમો જોડે આ પ્રમાણે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ પોલીસ થઇ ચુકી છે. ત્યારે બંને ઠગ ભગત ને ઝડપી પાડવાની પોલીસ દ્વારા કવાયત આરંભી છે.

અંકલેશ્વર : નવા દિવા ખાતે નજીવી તકરારમાં બે જૂથ વચ્ચે સર્જાયું હિંસક ઢિંગાણું

અંકલેશ્વરમાં નજીવી તકરારમાં બે જૂથ આમને સામને થતા હિંસક ઢિંગાણું થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં આંબાવાડીમાં લઘુશંકા કરતા યુવકને ઠપકો આપતા મહિલા અને તેમના સસરા પર હુમલો હતો. હુમલાખોરે મહિલા માથામાં ઈંટ મારી તો તેણીના સસરાને સળિયા વડે માર મારતાં ઇજા પહોંચી હતી. અંકલેશ્વર આંબાવાડી ખાતે બનેલી ઘટના બને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી હતી.

અંકલેશ્વરના નવા દિવા ગામ ખાતે રહેતા પુષ્પા વસાવા ઘરના પાછળ કચરો નાખવા ગયા હતા દરમ્યાન અક્ષય નામનો યુવક નજીકમાં લઘુશંકા કરતો હતો, જેને આ બાબતે પુષ્પાબેને ઠપકો આપ્યો હતો. જે વાતની રીસ રાખી અક્ષયે તેના સાથીદારો શહેનશાહ, લક્ષ્મણ અને સંતોષને બોલાવી ઝગડો કર્યો હતો. વાત વધુ વણસતા અક્ષયે પુષ્પાને માથામાં ઈંટ મારી ઇજા પહોંચાડી હતી, જ્યારે ઝગડામાં વચ્ચે પડેલા પુષ્પાના સસરા કાંતીને જમણા હાથ પર સળીયો મારીને ઈજાઓ પહોંચાડીને તમામ ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે પુષ્પાબેન ને શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અક્ષય, શહેનશાહ, લક્ષ્મણ અને સંતોષ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

બીજી બાજુ સામે પક્ષે લક્ષ્મણ ભાઈ તડવી એ પણ પુષ્પા વસાવા, પંકજ વસાવા, ગોમાન વસાવા, પ્રિન્સ વસાવા અને કિશન વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધવી હતી જેમાં લક્ષ્મણ તડવીના પુત્રનો જન્મદિવસ હતો એટલે તેઓ ઘરે હતા દરમ્યાન પુષ્પા, પંકજ, ગોમાન, પ્રિન્સ અને કિશન મારક હથિયાર સાથે ઘસી આવી અક્ષય વસાવાને લઘુશંકા બાબતે બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈ અક્ષયને મારમાર્યો હતો. બાદ લક્ષ્મણને પણ ધારિયા વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી.

આ બનાવની જાણ અંકલેશ્વર શહેર પોલીસ ને થતા પોલીસ કાફલો દોડી આવી મામલો શાંત પડ્યો હતો અને પોલીસે બન્નેંવ પક્ષોની ફરિયાદ નોંધી તેઓ ને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આંબાવાડી ખાતે બનેલી આ ઘટનામાં સામ સામે છૂટા હાથની મારામારી ઉપરાંત લાકડી અને પથ્થરો વડે થયેલ હુમલાના દ્રશ્યો સામે આવ્યા હતા.

ભરૂચ : જીલ્લા પંચાયતના પ્રાંગણની સાંકડી ગટરમાં માતા શ્વાન ગલુડિયા સાથે ફસાઇ

  • મહિલા રેસ્ક્યુઅરે બન્નેંવ બહાર કાઢી બચાવ્યાં

મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના મહિલા રેસ્ક્યુઅર શીલાબહેને સાંકડી ગટરના પાઇપમાં ફસાયેલ ગલુડિયાને બચાવવા જાતે ગટરમાં ઉતરી બહાર કાઢ્યાં હતાં. આ ઘટનામાં તા. ૩૧મી જાન્યુઆરીએ સવારે જીલ્લા પંચાયતમાંથી વિપુલ ભાઈ નામે જીવદયા પ્રેમી સેવાકર્મીનો જીલ્લા પંચાયતના પ્રાંગણમાં સાંકડી ગટર માં પડી ગયેલા ગલુડિયાને બચાવવામાં મદદ માંગતો ફોન સંસ્થાની હેલ્પ લાઈન ઉપર મળતા પ્રમુખ જાસમીન બહેન દલાલ સાથે રેસ્ક્યુર શીલા બહેન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ઘટના સ્થળે જોતા સાંકડી ગટરમાં નાના પાઈપમાં વચ્ચે ફસાયેલું ગલુડિયું કેવી રીતે બચાવી શકાય તેની તપાસ આદરી શીલા બહેને ગલુડિયા ને રેસ્ક્યુ કરવા મહામુશ્કેલી થી ગટર માં ઉતરવા પ્રયત્ન કર્યા હતા. ગલુડિયા ની માં પણ પોતાના બચ્ચા ને સહી સલામત પાછું મેળવવા આકળવિકલ બની ઊંચીનીચી થવા ઉપરાંત સાથે વેદનામય ચિત્કાર કરતી હતી. છેવટે કોઈ માર્ગ ના મળતાં ભરૂચ ફાયર બ્રિગેડની મદદ માંગવા માં આવી અને લાશકરો એ જહેમત ઉઠાવી ગલુડિયા ને સહી સલામત બાહર કાઢી મૂક્યું ત્યારે ગલુડિયાની માં ઉપરાંત સંસ્થા ના પ્રતિનિધિઓ તેમજ અન્ય ઉપસ્થિત લોકોએ રાહત અનુભવી શાંતિ નો શ્વાસ લીધો હતો.

અંકલેશ્વરમાંથી બિનવારસી હાલતમાં મળ્યું કન્ટેનર : રૂ. 10.13 લાખના મુદ્દામાલની ચોરી

  • કન્ટેનરમાં રહેલા ટાયર, ટ્યુબ સહિત રૂપિયા 13 લાખના મુદ્દામાલની ચોરી

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલી સિલ્વર સેવન હોટલના કમ્પાઉન્ડમાંથી એક કન્ટેનર બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. જે ટાયર, ટ્યુબ સહિત 10.13 લાખનો મુદ્દામાલ કન્ટેનરમાં ભરેલ મુદ્દામાલની ચોરી થઈ ગઈ હતી. ત્યારે ટ્રક ચાલક અને ક્લીનરે તમામ જથ્થો સગેવગે કર્યો હોવાની અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

તારીખ-25મી જાન્યુઆરીના રોજ યુપીના મોઉઆજમાં રહેતો ટ્રક ચાલક રમેશલાલ રમલાલ યાદવ અને કંડકટર બોમ્બે હરિયાણા રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટની ટ્રક નંબર-એમ.એચ.43.બી.જી.2278 લઈ તમિલનાડુના પેરામ્બૂરમાં આવેલા એમ.આર.એફ કંપનીના ત્રિચી પ્લાન્ટ પરથી ટાયર, ટ્યુબ અને લંગોટ મળી 10.13 લાખનો મુદ્દામાલ કન્ટેનરમાં ભરી તમિલનાડુથી અમદાવાદ જવા નીકળ્યા હતા.

દરમિયાન ગત તારીખ-31મી જાન્યુઆરીના રોજ ટ્રકની જી.પી.એસ ટ્રેક કરતાં તે બલેશ્વર ખાતે આવેલી સહયોગ હોટલમાં હોવા સાથે ચાલકનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. જેની તપાસ કરતાં કામરેજ ટોલનાકા પાસે ગત તારીખ-30મી જાન્યુઆરીએ ટ્રક પસાર થઈ હતી. જે ટ્રક અંકલેશ્વર હાઇવે પસાર નહીં કર્યો હોવાનું જણાતા ટ્રાન્સપોર્ટના કર્મચારીને ટ્રક અંકલેશ્વરની સિલ્વર સેવન હોટલના કમ્પાઉન્ડમાંથી બિનવારસી હાલતમાં મળી આવી હતી અને તેમાં રહેલા ટાયર, ટ્યુબ અને લંગોટ મળી 10.13 લાખથી વધુનો મુદ્દામાલનો તમામ સામાન સગેવગે થયો હોવાનું માલૂમ પડ્યું હતું. જેને લઈ ચોરી અંગે શહેર પોલીસે ટ્રક ચાલક અને ક્લીનર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત આઇસસ્ટોક ફેડરેશનના પ્રમુખપદે મહેશભાઇ વસાવાની વરણીથી ખુશહાલી

  • થવા ગામના રંજનબેન વસાવાની મહામંત્રી નિમણુંક

ગુજરાત આઇસસ્ટોક ફેડરેશનના પ્રમુખપદે મહેશભાઇ વસાવાની વરણી થતાં આદિવાસી વિસ્તારમાં આનંદ વ્યાપી જવા માંડયો હતો.

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના થવા બેડાકંપની ગામના નાનાલાલ વસાવા અને રંજનબેન વસાવાની દીકરી દ્રષ્ટીએ આઇસ સ્ટોક સ્પૉર્ટસ ચેમ્પિયનશીપમાં ભાગ લઇ ઉત્કૃષ્ઠ દેખાવ કરી બ્રોન્ઝ મેડલ મેળવી દેશભરમાં ભરૂચ જીલ્લા-નેત્રંગ તાલુકા અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું હતું. દ્રષ્ટી વસાવાનું ઠેર-ઠેર સન્માન કરાઇ રહ્યું છે.જેમાં ગુજરાત સરકારના આદિજાતી વિકાસમંત્રી નરેશભાઇ પટેલ,ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી,મંત્રી મુકેશભાઇ પટેલે સન્માન કરીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

જેમાં ગુજરાત રાજ્યમાં આઇસસ્ટોક નામની રમત લાવનાર અને તે રમતની જનમાણસમાં પ્રચલીત કરનાર નેત્રંગ તાલુકાના થવા ગામના મુળ વતની મહેશભાઇ વસાવાને ગુજરાત આઇસસ્ટોક ફેડરેશનના પ્રમુખ અને રંજનબેન વસાવાને મહામંત્રી તરીકા વરણી થતાં આદિવાસી વિસ્તારમાં આનંદ લાગણી પ્રસરી જવા માંડી હતી.

  • ઇકરામ ,દિવ્યાંગ મિસ્ત્રી,ન્યુઝલાઇન.નેત્રંગ

દહેજની સનફાર્મા કંપનીમાંથી ચારકોલ સહિત કુલ રૂ.81.67 લાખના રો મટિરિયલ્સની ચોરી

  • કંપનીના હાઇડ્રોજીનેશન પ્લાન્ટ અને વેરહાઉસમાંમાંથી 64 કિલો પેલાડીયમ ઓન કાર્બન ગાયબ થતા પોલીસ ફરિયાદ

દહેજની સનફાર્મા કંપની માંથી રૂપિયા 81.67 લાખનું 64 કિલો કિંમતી ચારકોલ રો મટિરિયલ્સ ચોરી થતા ચકચાર મચી ગઇ છે. દહેજમાં આવેલી સનફાર્મા કંપનીના હાઇડ્રોજીનેશન પ્લાન્ટ અને વેરહાઉસમાં રો મટિરિયલ્સ તરીકે વપરાતા કિંમતી પાઉડર ચારકોલનો 64 કિલોનો જથ્થો પડ્યો હતો. એક કિલોના રૂપિયા 70 હજારની કિંમતનું આ મટિરિયલ્સ પ્લાન્ટ સુપરવાઇઝરે ચેક કરતા ગાયબ જોવા મળતા કંપનીમાં દોડધામ મચી ગઇ હતી.

પ્લાન્ટ સુપરવાઈઝર વુચિલ સુબ્રમણ્યમ એ ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા કુલ 64 કિલો પેલાડિયમ ઓન કાર્બન અને 1.2 કિલો અન્ય રો મટિરિયલ્સ પ્લાન્ટ અને વેરહાઉસમાંથી ચોરી થયું હતું. ઘટના અંગે કંપનીના સ્ટોર મેનેજર અનુપમ ગુપ્તાએ દહેજ પોલીસ મથકે રૂપિયા 81.67 લાખના રો મટિરિયલ્સની કંપનીમાંથી જ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.

પાંચ માસથી વોન્ટેડ બુટલેગર આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂ/જુગાર ની પ્રવુતિ અટકાવવા દારૂ/જુગાર ની પ્રવુતિ સાથે સંકળાયેલ બુટલેગરો ઉપર વોચ રાખી ગુના બનતા અટકાવવા તેમજ દારૂ/જુગાર ના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ

જેથી ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સપેક્ટર જે.એન. ઝાલાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન ભરૂચ શહેર “બી” ડીવી તથા દહેજ મરીન પોલીસમા નોંધાયેલ દારૂબંધી અંગેના બે અલગ-અલગ કેશોમા સંડોવાયેલ આરોપી છેલ્લા પાંચ માસથી પોલીસની નજર ચુકવી નાસતો ફરતો હતો જેને ભરૂચ એલ.સી.બી ની ટીમ ને મળેલ ચોક્કસ હકિકત આધારે વોન્ટેડ આરોપી વિશાલભાઇ ઠાકોરભાઇ પરમાર રહે- કસક ગુરૂદ્વારા મંદિર પાસે ભરૂચ શહેર જી-ભરૂચ ને અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર પોલીસ મથકે સોપવામાં આવ્યો છે.

error: Content is protected !!