The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News અંકલેશ્વર GIDCમાં એશિયન પેઇન્ટ ચોકડી નજીક હિટ એન્ડ રન

અંકલેશ્વર GIDCમાં એશિયન પેઇન્ટ ચોકડી નજીક હિટ એન્ડ રન

0
અંકલેશ્વર GIDCમાં એશિયન પેઇન્ટ ચોકડી નજીક હિટ એન્ડ રન

અંકલેશ્વર GIDCમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. એશિયન પેઇન્ટ ચોકડી નજીક રોડ ક્રોસ કરી રહેલા પીકઅપ ચાલકનું અજાણ્યા વાહનની ટક્કરે કરુણ મોત નીપજ્યું હતું.મૃતક યુપીના રસુલપુરના સરિયા બજારના રહેવાસી 34 વર્ષીય સુધીરકુમાર લલનસિંગ હતા. તેઓ જય દુર્ગા રોડલાઇન્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા.


સુધીરકુમાર અંકલેશ્વર GIDCની જૈન પેકેજિંગ કંપનીમાંથી પીકઅપમાં લાકડાનું પાયલેટ ભરી હાલોલ જવા નીકળ્યા હતા.તેમણે પોતાનું વાહન એશિયન પેઇન્ટ ચોકડીથી આગળ મારુતિ ઇલેક્ટ્રિક શોરૂમ સામે પાર્ક કર્યું હતું. આરામ કરવા માટે વાહનમાંથી ઉતરી તેઓ માર્ગ ઓળંગી રહ્યા હતા. તે જ સમયે પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહન ચાલકે સુધીરકુમારને ટક્કર મારી હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઇજાઓને કારણે સુધીરકુમારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર GIDC પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!