The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચની અમલેશ્વર કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો

ભરૂચની અમલેશ્વર કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો

0
ભરૂચની અમલેશ્વર કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો

ભરૂચ શહેર નજીક પગુથણ ગામની સીમમાંથી પસાર થતી અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
સ્થાનિકો દ્વારા કેનાલમાં મૃતદેહ દેખાતા ચાવજ ગામના સરપંચ પ્રવદિશ પટેલે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.


પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જોકે પ્રાથમિક તબક્કે મૃતકની ઓળખ અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસો ચાલુ છે. પોલીસે આ બનાવ અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર બન્યો છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!