- નવી ચુંટાયેલ વ્યવસ્થાપક કમિટીને એક વર્ષ પુર્ણ
ચાસવડ દુધ મંડળીની વ્યવસ્થાપક સમિતિને એક વર્ષ પુર્ણ થતાં તમામ સભાસદોને રૂ.૫ લાખની મેડીક્લેમ પોલીસીથી સુરક્ષા-કવચ પુરૂ પડાવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકાના ગામે-ગામ વસવાટ કરતાં પશુપાલકો-દુધ ઉત્પાદકો માટે ચાસવડ ડેરી આશિવૉદરૂપ છે.ગતવર્ષ યોજાયેલ વ્યવસ્થાપક સમિતિની ચુંટણીમાં આદિવાસી સમાજ સમપઁણ પેનલનો વિજય થયો હતો.ઇતિહાસમાં પ્રથમવાર ચાસવડ ડેરીમાં સત્તાનું સુકાન આદિવાસીઓના હાથમાં આવ્યું હતું.જેમાં પ્રમુખ કવિભાઇ વસાવા અને ઉપપ્રમુખ અરવિંદભાઈ વસાવાએ સભાસદો- પશુપાલકોના હિતને કેન્દ્રમાં રાખીને વહીવટ કરતાં દુધના ભાવ પ્રતિ લીટરે રૂ.૩૦.૨૭ પૈસા રહેવા પામેલ છે.હિસાબી વર્ષ ૨૦૨૦-૨૧ નો ભાવફેર પ્રતિ લીટરે ૫.૧૫ પૈસા દુધ ઉત્પાદકોને ચુકવવામાં આવેલ છે. દૈનિક દુધ સંપાદન અંદાજીત ૪૭,૦૦૦ લીટર થવા પામેલ છે.
જેમાં મુખ્યત્વે ચાસવડ ડેરીના તમામ સભાસદોને પ્રોત્સાહન ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સભાસદોની રૂ.૨.૫૦લાખ ની ગ્રુપ અકસ્માત વિમા પોલીસીની રકમ વધારીને રૂ.૪ લાખ ની ગ્રુપ અકસ્માત વિમા પોલીસી ની સાથે રૂ.૧ લાખની મેડીક્લેમ પોલીસી મળી રૂ. ૫ લાખની વિમા પોલીસી લેવામાં આવેલ છે.તમામ કર્મચારીઓં માટે રૂ.૫ લાખની મેડીક્લેમ પોલીસી થકી સુરક્ષા કવચ પુરૂ પાડવાનો અગત્યનો નિર્ણય કરવામાં આવતા સભાસદોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.જ્યારે પશુપાલકો માટે કે.સી.સી ધિરાણ યોજનાનો સભાસદ જાગૃતિ શિબિરનું આયોજન કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે,નવી ચુંટાયેલ વ્યવસ્થાપક કમિટીને એક વર્ષ પુણઁ થતાં ચુંટણીમાં સભાસદોને આપેલ વચનો પુર્ણ કરવા પ્રમુખ-ઉપપ્રમુખે તૈયારી બતાવી હતી.