મહારાષ્ટ્ર માંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવા માટે બોર્ડર નો જિલ્લો નર્મદા જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સુચનાનાં પગલે સાગબારા અને ડેડીયાપાડા પોલીસ સતર્ક છે.
તાજેતરમાં LCB નર્મદાની ટીમને મળેલ બાતમી અનુસાર અ.હે.કો. અશોકભાઇ તથા વિજયભાઇ સ્ટાફના તથા એલ.સી.બી. પોલીસ માણસો ડેડીયાપાડા વિસ્તારમાં આવેલ માચ ચોકડી ખાતે વોચ તેમજ વાહન ચેકીંગમાં હતા. દરમ્યાન એક ટાટા ટેમ્પો (મીની કન્ટેનર) એક ચાલક લઈને આવતો હતો. એટલે LCB ની ટીમને શંકા જતા તેને રોકી મીની કન્ટેનરના વાહન ચાલકની પૂછ પરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા પોલીસ ટીમે ટેમ્પા પાર ચઢીને જોતા અંદર મહારાષ્ટ્ર બ્રાન્ડ ની વિદેશી દારૂની પેટીઓ નજરે પડી હતી.જેથી એલ.સી.બી. પી.આઇ. પટેલ અનને તેમની ટીમે ચાલક સાથે મુદ્દામાલ પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.