ભરૂચ નગર પાલિકાની ચૂંટણીની મત ગણતરી યોજાતા ભારતીય જનતા પાર્ટી એ 29 બેઠક પર વિજય મેળવી સત્તા જાળવી રાખી છે .જયારે કોંગ્રેસ ને માત્ર 10 બેઠકો થી સંતોષ માનવો પડ્યો છે .AIMIM ની આખે આખી પેનલ પ્રથમ વખત વિજેતા થતા તેઓની સભ્ય સંખ્યા ચાર થઈ છે. ઉમેદવારને વિજય પ્રાપ્ત થતા AIMIM નૉ ભરૂચ નગરના રાજકારણમાં પ્રવેશ થયો હતો અને અપક્ષને એક બેઠક મળી હતી.

ભરૂચ નગર પાલિકાની સત્તા ભારતીય જનતા પાર્ટીએ જાળવી રાખી હતી પૂર્વ પ્રમુખો, વિભૂતિ બા યાદવ, સુરભિબેન તબાકુવાળા, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અન્ય મુખ્ય નેતાઓ ફરી ચૂંટાઈ આવ્યા હતા . ભરૂચ પાલિકા ની ચૂંટણી ની મતગણતરી કે જે પોલીટેકનિક કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે થઈ હતી.જેમાં પ્રથમ કોંગ્રેસ ના ગઢ સમા વવોર્ડ નંબર 1અને 2માં કોંગ્રેસના ઉમેદવાર ફરી એકવાર જીત્યા હતા.
જે બાદ ભાજપ ના ગઢ સમા વોર્ડ નંબર ત્રણ થી સાત સુધી સતત ભાજપ ની પેનલ વિજેતા થતા કેસરિયા છાવણી માં ઉત્સાહ નો સંચાર થયો હતો.ચર્ચાસ્પદ બનેલ વોર્ડ નંબર આઠ નું પરિણામ જાહેર થતા ભાજપ ની પેનલ તૂટી હતી પણ ધનજી ગોહિલ બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યા હતા.વોર્ડ નંબર નવમાં માં અપક્ષ સતીશ મિસ્ત્રી એ ભાજપ પેનલ ને ટક્કર આપી વિજય મેળવતા ભાજપે ત્રણ બેઠક થી સંતોષ માનવો પડ્યો હતો.દસમા વોર્ડમાં AIMIM ની આખે આખી પેનલ વિજેતા થતા કોંગ્રેસ પણ હાથ ઘસતી રહીં ગઈ હતી અને અંતિમ વોર્ડ નંબર 11 માં ભાજપ ના ગઢ માં ગાબડું પડવાની કોંગ્રેસ ની કોશિશ સફળ ના થતા ભાજપ ના ચિરાગ ભટ્ટ, ગણેશ કાયસ્થ તેમજ સ્વાતિ જાદવ અને કાજલ વસાવા ની પેનલ વિજેતા થતા ભાજપ ની સભ્ય સંખ્યા 29 પર પોહચી હતી.જે સાથે 44 બેઠકો ધરાવતી ભરૂચ પાલિકા માં પુનઃ ભાજપ ના ભગવો લહેરાયો છે.

