The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 191

કેવડિયા એકતાનગરના નામકરણને પુનઃ ગ્રહણ લાગ્યું

સ્થાનિક ગ્રામપંચાયતોના વિરોધથી નવો વિવાદ વકર્યો

હાલમાં જ કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલી એકતાનગર કરી દેવાયું હતું. હવે કેવડિયા ગામનું નામ પણ એકતાનગર કરવાની હિલચાલ તેજ કરાતા 2012માં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ 2022માં એકતાનગર નામકરણને લઈ વિવાદ સાથે ગ્રામજનોનો વિરોધ ફરી બેઠો થયો છે.
કેવડીયાના સ્થાનિક ગ્રામજનોના આક્ષેપ મુજબ, સરકાર એક બાજુ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરે છે. બીજી બાજુ આઝાદી કાળથીથી ચાલતા કેવડિયા ગામ અને કેવડિયા કોલોની નું સીધું નામ બદલી એકતા નગર નામ રાખવા જઈ રહ્યા છે. જેમાં કોઈ સ્થાનિક ગ્રામપંચાયતને કે સ્થાનિક આગેવનોની મંજૂરી વગર સત્તામંડળ કામ કરી રહ્યું છે જેવો આક્ષેપ હાલ સ્થાનિકો લગાવી રહ્યા છે.
તાજેતરમાં SSNNL ના MD અને એડિશનલ ચીફ સેક્રેટરી ડો. રાજીવ ગુપ્તાએ એક પત્ર દ્વારા વવિધ વિભાગોને સૂચના આપી છે કે, ગુજરાત સરકારે 20/12/2021 ના GAD ઠરાવ નંબર MIS 102021-GOI-23-GH.1 દ્વારા ગામ “કેવડિયા” નું નામ “એકતા નગર” અને “કેવડિયા રેલ્વે સ્ટેશન” નું નામ બદલીને “એકતાનગર રેલવે સ્ટેશન” કર્યું છે.
પરિપત્ર મુજબ વડોદરા ફોર-લેન રોડ અને રાજપીપળા વગેરેથી અન્ય એપ્રોચ રૂટ પરના વિવિધ સાઈનેજ, હોર્ડિંગ્સ વગેરેમાં આ ફેરફારનો સમાવેશ કરવા માટે સંબંધિત ક્ષેત્રીય કચેરીઓને જરૂરી નિર્દેશો જારી કરવા વિનંતી કરાઈ છે. જેને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવે. આ પરિપત્રને લઈને કેવડિયા વિસ્તારમાં વિરોધ ઉઠ્યો છે.
માત્ર એકતા નગર રેલવે સ્ટેશન માટે કોઠી (કેવડિયા) ગ્રુપ ગ્રામપંચાયતમાં 12 મેં 2021ના રોજ ઠરાવ કરવામાં આવ્યો હતો. જે હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે. જોકે સરકાર હવે કેવડિયાનું નામ જ બદલી નાખવા માંગે છે જેનો ગામે ગામે વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે કેવડીયા એકતા નગર નામકરણ થાય એ પહેલા જ વિવાદનું કેન્દ્ર બન્યું છે.
સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે, જે વર્ષોથી કેવડિયા નામ ચાલે છે તમામ સ્થાનિકોના ઘરમાં ખેતરો સહિત મિલકતો, અન્ય દસ્તાવેજો, આધાર કાર્ડ, લાયસન્સ, પાનકાર્ડ, ચૂંટનીકાર્ડમાં કેવડિયા નામ છે ત્યારે હવે એકતા નગર કરવું કેટલે અંશે વ્યાજબી છે.
ગૂગલ મેપથી લઈને ફોરલેનના સાઈન બોર્ડ અને કેટલું બધું બદલવુ પડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી SOUની એક પ્રતિમા છે, એકતાનો અહેસાસ છે પછી એકતા નગરી કરવાનો શુ મતલબ છે. કેવડિયા સ્ટેશન એકતા નગર રેલવે સ્ટેશનનું થયુ એનો વાંધો નથી પણ આખું કેવડિયાનું નામકરણ બદલી એકતાનગર કરવાને સ્થાનિકો ખોટું ગણાવી રહ્યાં છે અને તેનો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ સ્થાનિકો આપી રહ્યા છે.

અંકલેશ્વરમાં ૪૪ સેન્ટરો ઉપર વેક્સિનેશન મહાઅભિયાન હાથ ધરાયું

ભરૂચ જિલ્લામાં આજરોજ વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત અંકલેશ્વર તાલુકામાં ૪૪ વેક્સિનેશન સેન્ટરો ઉપર ૧૫ થી ૧૭ અને ૧૮ થી વધુ વયજૂથ માટે પ્રથમ ડોઝ તેમજ હેલ્થ વર્કર ફ્રન્ટલાઇન વર્કર અને ૬૦ વર્ષ થી વધુ વયજૂથના વ્યક્તિઓને પ્રીકોસન ડોઝ આપવામાં આવ્યો હતો.

અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેર, ગ્રામ્ય અને જીઆઇડીસી નોટીફાઈડ વિસ્તારોમાં ૪૪ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં આરોગ્ય વિભાગની જુદી જુદી ૩૪ જેટલી ટીમો ને કાર્યરત કરવામાં આવી હતી. વેક્સિનેશન અભિયાનમાં અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સુશાંત કઠોરવાલા દ્વારા તમામ સેન્ટરો ઉપર મોનીટરીંગ હાથ ધરી જરૂરી સૂચનો કર્યા હતા, સાથે નાગરિકોને વેક્સીન લેવા માટે અપીલ કરી હતી.

આ મહાઅભિયાનમાં ૧૫ થી ૧૭ વર્ષ ની વયજૂથના કિશોરો અને કિશોરીઓને વેક્સીનના ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. સાથે શાળામાં જતા અને ન જતા બાળકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. વેક્સિનેશન મહાઅભિયાનમાં ૧૮ થી વધુ વયજૂથ માટે પ્રથમ ડોઝ તેમજ હેલ્થ વર્કર ફ્રન્ટલાઇન વર્કર અને ૬૦ વર્ષ થી વધુ વયજૂથના વ્યક્તિઓને પ્રીકોસન ડોઝ આપવામાં આવ્યો હતો.

ધંધુકામાં હત્યા કરનારને ફાંસીની માંગ સાથે નેત્રંગ મામલતદારને આવેદનપત્ર

  • હિન્દુ સંગઠનના આગેવાનો મોટીસંખ્યામાં જોડાયા

અમદાવાદના ધંધુકા ગામમાં કિશનભાઇ શિવાભાઈ  ભરવાડ દ્વારા એક વિડીયો સોશિયલ મિડીયામાં મુકવામાં આવ્યો હતો.જેના લીધે કેટલાક અસામાજીક તત્વો દ્વારા તેને જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.આ કૃત્યને નેત્રંગ તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના વિવિધ સંગઠનો દ્વારા સખત શબ્દોમાં વખોડી મામલતદરને આવેદન પાઠવ્યું હતું.

Netrang Aveden

સાથે આવા તત્વો સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ આવા કૃત્યો ફરીથી ભવિષ્યમાં નહીં બને તે માટે આવા હત્યારાઓને ફાંસીની સજા થવી જોઈએ તેવી રજુઆત સાથે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલવું જોઈએ તેવી વિવિધ માંગણીઓ સાથે નેત્રંગ મામલતદાર જી.આર.હરદાસાણીને તાલુકાના વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ધંધુકા ખાતે કરપીણ હત્યા બાબતે ન્યાય અપાવવા ભરૂચ કરણી સેનાએ કરી રજૂઆત

ગત તા. ૨૫/૦૧/૨૦૨૨ ના રોજ સ્વ. કિશનભાઈ ભરવાડનું મુસ્લિમ જાતિના લોકોએ જાહેરમાં ગોળી મારીને કરપીણ હત્યા કરી છે અને ભૂતકાળમાં સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ બાબતે બબાલ થતાં કાનૂની કાર્યવાહી અને ત્યારબાદ સમાધાન થયું હોવા છતાં જાતીગત/ધાર્મિક ધ્વેશ રાખીને જાણીજોઈને કાવતરું કરવામાં આવ્યું હતું અને આ રાક્ષસરૂપી નરભક્ષી વ્યક્તિઓને તાત્કાલીક રૂપે ફાંસીની સજા ફટકારવામાં આવે તેમજ આ બાબતે પકડાયેલ વ્યક્તિઓ પાસેથી પૂરતી તપાસ કરવામાં આવે કારણ કે આવું કૃત્ય કરવા પાછળ ઘણા બધા માણસો સામેલ હોઈ શકે છે.

આ ષડયંત્ર કરવામાં તમામ સીધી કે આડકતરી રીતે સાથ આપનાર ગુનેગારોની ધરપકડ કરવામાં આવે સાથે સાથે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે અને તાત્કાલિક તમામ આરોપીઓને ફાંસીએ ચઢાવવામાં આવે જેથી ગુજરાતમાં પણ દાખલો બેસી શકે કે આવું કાર્ય કરવામાં સજા તો મળે જ છે પણ એ ટૂંકા ગાળામાં મળવી જોઈએ અને ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરવાનું વિચાર સુધ્ધા ના કરે એવું ઉદાહરણ આપવામાં આવે એવી અમારી અંતપૂર્વક લાગણી છે, પોલીસ અને સરકારનો આ માધ્યમથી આભાર વ્યક્તિ કરીએ છીએ કે ટૂંકા ગાળામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ સરાહનીય કાર્યવાહી બદલ સમગ્ર ગૃહ વિભાગ તેમજ ગુજરાત પોલીસનો રાષ્ટ્રીય રાજપૂત કરજણીસેનાએ આભાર માન્યો હતો.

ભરૂચમાં તસ્કરોએ ઉજવ્યો સુપર સન્ડે : ચાર સ્થળોએ બની ચોરીની ઘટના

  • તસ્કરો સોના-ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા મળી અંદાજીત ૨ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર
  • શિયાળાની સીઝનમાં ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરોએ પોલીસને પડકાર ફેકયો

ભરૂચ શહેરના કેસુરમામાના ચકલા,નવી વસાહત સહીત આકાશ દર્શન સોસાયટીમાં તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા મળી અંદાજીત ૨ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ભરૂચ શહેરના કેસુરમામા ચકલા વિસ્તારમાં રહેતા દમયંતીબેન જાદવ પોતાનું મકાન બંધ કરી પુત્રીને ત્યાં ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૩૫ થી ૪૦ હજાર અને ચાંદીના ઘરેણા તેમજ મકાન માલીકના નવા સીવડાવેલ ૧૭ જોડી કપડાંની પણ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

જયારે નવી વસાહતના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં તસ્કરોએ નવી વસાહતમાં રહેતા હેમંતભાઈ અરવિંદભાઈ ટેલરના મકાનને નિશાન બનાવી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ ૧૫ હજાર રોકડા અને સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

તો ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ આકાશ દર્શન સોસાયટીના મકાન નંબર-ડી-28માં રહેતા અનિલ ડાહ્યાભાઈ પટેલ પોતાનું મકાન બંધ કરી કલમ ગામ ખાતે પોતાના મામાના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનનો મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડા 3 હજાર તેમજ ઉપરના માળેથી ઘરેણાં મળી અંદાજિત ૬૦ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

ભરૂચ : ૧૫ થી ૧૭ વર્ષના વેક્સિન લેનાર બાળકોને સ્કુલ બેગ આપી કરાયા પ્રોત્સાહિત

કોરોના સુરક્ષાચક્રને સુનિશ્ચિત કરવા ખાસ કોવિડ-૧૯ રસીકરણ મેગાડ્રાઈવ અંતર્ગત આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે ભરૂચની જીએનએફસી સ્કુલ ખાતે ૧૫ થી ૧૭ વર્ષ સુધીના બાળકો માટે ચાલતાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે આ વેળાએ વેક્સિન લેનાર ૧૫ થી ૧૭ વર્ષના બાળકોને સ્કુલ બેગ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા કોવિડ-૧૯ વેક્સિનની રસી જ એક માત્ર અમોધ શસ્ત્ર છે. વેક્સિનેસન વધુ થાય અને કોરોના સંક્રમણથી લોકો બચે તે માટે યુવા અનસ્ટોપેબલ સંસ્થા અમદાવાદ દ્વારા અગાઉ સાડાત્રણ લાખ તેલના પાઉચ તેમજ બાળકોને સ્કુલ બેગ ડોનેટ કરી સરાહનીય કાર્ય કરવા બદલ સંસ્થાની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.આ વેળાએ આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓની કામગીરીને પણ બિરદાવી હતી.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.દુલેરા, આરોગ્ય વિભાગના ડૉ. મુનીરા શુક્લા, ડૉ. અનિલ વસાવા, શિક્ષણ વિભાગના દિવ્યેશભાઈ પરમાર, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દહેજ: રાલીઝ ઈન્ડિયા કંપનીમાં જ સિદ્ધી કન્સટ્રકશનના સુપરવાઇઝરે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

  • મહિલા સાથેના દુષ્કર્મ કેસમાં સિદ્ધી કન્સટ્રકશનના સુપરવાઇઝર વિરૂધ ગુનો નોંધાયો
  • રાલીઝ ઈન્ડિયા કંપની ના બિલ્ડિંગમાં જ દુષ્કર્મ અંજામ આપ્યો

દહેજની રાલીઝ ઈન્ડિયા કંપની માં ચાલી રહેલ કન્સ્ટ્રકશન સાઈડ ઉપર એક પરપ્રાંતિય મહિલા કડિયા કામે ગઈ હતી. જ્યાં સિદ્ધિ કન્સ્ટ્રકશન કંપનીના સુપરવાઇઝરની તેની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. તે ઉપરાંત ઘટના અંગે કોઇને જાણ ન કરે તે માટે તેના પતિની હત્યા કરી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. તેમજ તેને કંપની માંથી છુટો કરી દેવામાં આવશે તેવું દબાણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ રાવત ઈન્ડિયા કંપની માં કન્સ્ટ્રકશન સાઈડનું કામ ચાલી રહ્યું છે. જેનો કોન્ટ્રાક્ટ સિદ્ધિ કન્સ્ટ્રકશન કંપનીને આપવામાં આવ્યો છે. તેમાં મૂળ રાજસ્થાનનો અને હાલ જોલવા ગામ ની સેફરોન સીટી માં રહેતો રાકેશ ભગીરથ બરૂપાલ સુપરવાઇઝર નું કામ કરતો હતો.

તેને ગત તારીખ ૨૭ ના રોજ કંપનીમાં ચાલી રહેલ કન્સ્ટ્રકશન સાઈડ પર કડિયાકામ ની મજૂરી એ આવેલી એક મહિલાને તેને એક બેગ પોતાની કેબીનમાં મૂકી આવવા જણાવ્યું હતું. દરમિયાન મહિલા તેની ઓફિસમાં મૂકવા ગઈ હતી. આ સમયે એકલતાનો લાભ ઉઠાવી સિદ્ધિ કન્સ્ટ્રકશન ના સુપરવાઇઝર રાકેશ ભગીરથ બરૂપાલ પાછળથી જઈ ઓફિસમાં પ્રવેશ કરી દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ તેને બળજબરીપૂર્વક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું મહિલાએ અનેક વિરોધ કરવા છતાંય તેને મહિલાને ભોગ બનાવી હતી.

આ ઘટના આ અંગે કોઈને કહેતો રાત્રે નાઈટ સિક્યુરિટી નોકરી કરતા તેના પતીને મારી નાખવાની ધમકીઓ આપી હતી. મહિલાએ આ સમગ્ર ઘટનાની સત્ય હકીકત તેના પતિને જણાવી હતી તેના પતિએ રાકેશને ફોન કરી ગેટ પર બોલાવ્યો હતો. જ્યાં તેમની વચ્ચે બોલાચાલી થતા રાકેશે તેને હેલ્મેટ થી માર માર્યો હતો. ભોગ બનનાર મહિલા તેને પતિને છોડાવવા વચ્ચે પડતાં તેને પણ ઈજાઓ પહોંચી હતી. રાલીઝ ઇન્ડિયા કંપનીના સંચાલકો દ્વારા ભોગ બનનાર મહિલા અને તેના પતિને સમગ્ર ઘટના ઉપર પડદો પાડી દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

દુષ્કર્મ આચરનારા સુપરવાઇઝર વિરુદ્ધ મહિલા ફરિયાદ ન આપે તે માટે ૧૦,૦૦૦ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી અને એ જ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ માં નોકરી કરતા તેના પતિને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપવામાં આવી હતી. દહેજ ગામ ના સામાજીક આગેવાન દ્વારા કંપનીમાં રજૂઆત કર્યા બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ત્યારબાદ સામાજિક આગેવાન કિશોરસિંહ રાણા અને ગામના આગેવાન દ્વારા સમગ્ર ઘટનાની સત્ય હકીકત પોલીસને જણાવી વાકેફ કર્યા બાદ પોલીસે તાબડતોબ દુષ્કર્મ આચરનાર શખ્સને  દહેજના જોલવા ગામે સેફરોન સીટી માં રહેતો રાકેશ ભગીરથ બરૂપાલ પોલીસે ઝડપી પાડી તેના વિરૂધ બળાત્કારનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચમાં 17 દિવસમાં કોરોનાથી મૃત્યુ પામનાર વૃધ્ધોનો આંક 11 ઉપર પોહચ્યો

  • રવિવારે કોવિડ સ્મશાનમાં વધુ 2 વૃધ્ધોને અપાયા અગ્નિદાહ
  • જિલ્લામાં સંક્રમિત કુલ દર્દીઓનો આંક 5000 ને પાર કરવા નજીક

ભરૂચ જિલ્લામાં ત્રીજી લહેર શરૂઆતના તબક્કામાં માત્ર હોમ આઇસોલેશન સુધી જ સીમિત રહી જતી હતી. લોકો ઘરે જ હોમ કવોરંટાઇન રહીને સ્વસ્થ થઈ કોરોનાને મ્હાત આપી રહ્યાં હતાં. જોકે ઓમિક્રોન વેરિયન્ટ ઘાતક માનવામાં આવતો ન હતો. કોરોના મહામારીની બીજી લહેર ભરૂચ જિલ્લા માટૅ પણ અતિ ઘાતક અને જીવલેણ પુરવાર થઇ હતી.

જેમાં મોટા ભાગે યુવાનો જ મૃત્યુ મોટા પ્રમાણમાં થયા હતા. જોકે વેકસીનેશનના મેગા અભિયાન બાદ શરૂ થયેલી ત્રીજી લહેરને હળવાશથી લેવામાં આવી રહી હતી. હવે કોરોનાની ત્રીજી લહેર પણ વૃધ્ધો માટે ભરૂચ જિલ્લામાં જીવલેણ પુરવાર થઇ રહી છે. છેલ્લા 17 દિવસમાં જ 11 વૃધ્ધોએ ત્રીજી લહેરમાં જીવ ગુમાવ્યો છે. જેમાં મોટાભાગના ભરૂચ અને અંકલેશ્વરના જ છે.

નેત્રંગ: સાંસદ દ્વારા આઇસ સ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતતા દ્રષ્ટી વસાવાનું કરાયું સન્માન

  • આદિવાસી વિસ્તારની દીકરીઓ માટે દ્રષ્ટી વસાવા પ્રેરણાસ્ત્રોત : સાંસદ મનસુખભાઇ વસાવા

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના થવા બેડાકંપની ગામના નાનાલાલ વસાવા અને રંજનબેન વસાવાની દીકરી દ્રષ્ટીએ આઇસ સ્ટોક સ્પૉટઁસ ચેમ્પિયનશીપમાં ભાગ લઇ ઉત્કૃષ્ઠ દેખાવ કરી બ્રોન્ઝ મેડલ મેળવી દેશભરમાં ભરૂચ જીલ્લા-નેત્રંગ તાલુકા અને સમાજનું નામ રોશન કર્યું છે.તે માટે સન્માનિત કરવાનો કાયઁક્રમ ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.જેમાં મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે,આદિવાસી વિસ્તારની તમામ દીકરીઓ માટે દ્રષ્ટી વસાવા પ્રેરણાસ્ત્રોત છે.આદિવાસી સમાજની સાથે દેશભરમાં નેત્રંગ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. દ્રષ્ટીને રમત-ગમત ક્ષેત્રે એક સારુ પ્લેટફોર્મ પુરૂ પાડનાર તેના માતા-પિતાને,શૈક્ષણિક સંકુલ અને દ્રષ્ટી વસાવાના કોચ વિકાશ વર્માને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.સન્માનપત્ર એનાયતા કરીને જીવનમાં વધુ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવું જણાવ્યું હતું.

જેમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, નર્મદા જી.પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા,પુર્વ જી.પંચાયતના પ્રમુખ શંકરભાઈ વસાવા,વાલીયા તા.પંચાયતના પ્રમુખ સેવન્તુભાઈ વસાવા,નેત્રંગ તા.પંચાયતના ઉપપ્રમુખ વંદનભાઈ વસાવા,જીલ્લા-તાલુકા પંચાયતના સભ્યો,સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વાગરા : BOBના ATMમાં ચોરીનો પ્રયાસ તો ગ્રામ પંચાયતમાંથી થઈ રોકડની ચોરી

  • સરપંચનું 5 હજાર ભરેલું પર્સ, માઉસ લઇ ગયા
  • દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ

વાગરાના જોલવા ગામની પંચાયત કચેરીનું તસ્કરોએ તાળું તોડી સરપંચની કેબિનમાંથી તેમનું રહી ગયેલું રૂપિયા 5 હજાર ભરેલું પર્સ ચોરી ગયાં હતાં. ઉપરાંત પંચાયત કચેરી નીચે આવેલાં બેન્ક ઓફ બરોડાના એટીએમ રૂમનું શટરનું તાળું તોડી ત્યાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. દહેજ પોલીસે ગુનોનોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાગરાના જોલવા ગામના સુરેશ ઘનશ્યામ રાઠોડ છેલ્લાં 10 વર્ષથી સરપંચ તરીકે સેવા આપી રહ્યાં છે. શુક્રવારે સાંજે તેઓએ તેમની ગ્રામ પંચાયતની કચેરીને બંધ કરી ઘરે ગયાં હતાં. જોકે, તેઓ તેમનું રૂપિયા 5 હજાર ભરેલું પાકિટ તેમના ટેબલ પર જ ભુલી ગયાં હતાં. જે બાદ તેઓ અને અન્ય લોકો રાત્રીના 10 વાગ્યા સુધી ગ્રામ પંચાયત કચેરીની બહાર બેઠાં હતાં. બીજા દિવસે સવારે તેમને જાણ થઇ કે, ગ્રામ પંચાયતનું તાળું તુટેલું છે. જેના પગલે તેમણે સ્થળ પર જઇ તપાસ કરતાં કચેરીની સ્ટોપર તુટેલું તેમજ તમામ કાગળો વેરવિખેર પડેલું જણાયાં હતાં. ઉપરાંત તેમની કચેરીની નીચે આવેલાં બીઓબીના એટીએમ રૂમના શટરનું તાળું પણ તુટેલું જણાતાં બેન્ક મેનેજરને ઘટનાથી વાકેફ કરી બોલાવ્યાં હતાં.

error: Content is protected !!