શુક્લતીર્થ શ્રીમાળી બ્રાહમણ સમાજ સમસ્ત કારોબારી દ્વારા સરપંચ શ્રીમતિ મંજુલાબેન ચંદુભાઈ વસાવાનું સમસ્ત ગામ શુકલતીર્થ અને ભરૂચ જિલ્લાનું કોરાના કાળ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી બદલ અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રીમાળી બ્રાહમણ સમાજ વડોદરાના પ્રમુખ દુષ્યંત ઓઝા અને મંત્રી વિજયભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, શુકલતીર્થ – ભરૂચ જિલ્લાનું અહોભાગ્ય છે કે, સરપંચ શ્રીમતિ મંજુલાબેન ચંદુભાઈ વસાવાએ સમસ્ત ગામ શુકલતીર્થ અને ભરૂચ જિલ્લાનું કોરાના કાળ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી ગુજરાત સરકારની સુચના પ્રમાણે કરીને પ્રશસ્તિ બહુમાન મુખ્યમંત્રી દ્વારા મેળવ્યું છે. તે બદલ બરકાલ -શુક્લતીર્થ શ્રીમાળી બ્રાહમણ સમાજ તેમજ સમસ્ત કારોબારી દ્વારા હર્ષોલ્લસાથી એમનું અભિવાદન કરીએ છીએ.
સરપંચ શ્રીમતિ મંજુલાબેન ચંદુભાઈ વસાવાનું સંસ્કારી અને ચેતા ભેખધારી પરીવારનું યોગદાન શુકલતીર્થ માટે અનન્ય રહયું છે. તે અમે ન બિરદાવીએ તો નગુણા કહેવાઈએ. સ્વ.શ્રી ચંદુભાઈ વસાવા દેશપ્રેમી હતા અને અમે સૌ એમની શહાદતને બિરદાવીએ છીએ. શુક્લતીર્થ આપનું આ રૂણ અવશ્ય સ્વીકારે છે. પ્રભુ આપને વધુ સક્ષમતા અર્પે એવી ભાવના પ્રગટ કરી હતી.
આ અભિવાદનમાં કમલેશભાઈ જયંતીલાલ ઘ્યાની શુકલતીર્થ અને દત્તુભાઈ ઓઝા, બરકાલ આપની સેવાની ખૂબ પ્રસંસા કરી અને તેમને ભાવિ સુખાકારી અને સેવા કૃપા પ્રાપ્ત થાય તેવી કામના કરી હતી.
શુક્લતીર્થ શ્રીમાળી બ્રાહમણ સમાજ દ્વારા સરપંચ મંજુલાબેન વસાવાને પ્રશસ્તિપત્ર કરાયું એનાયત
ભરૂચ:CNG પંપ ઉપર ગેસ રિફીલીંગ દરમિયાન કારમાં થયો બ્લાસ્ટ
ભરૂચ નર્મદા ચોકડી સ્થીત સી.એન.જી પંપ ઉપર ગેસ રિફીલિંગ દરમિયાન એક કારમાં સી.એન.જી ટેન્ક બ્લાસ્ટ થતા કારના ફૂડચા ઉડી જવા પામ્યા હતા.જો કે આ ધટનામાં કોઇ આન હાની કે પંપ ઉપર અન્ય કોઇ નુકશાન નોંધાયું ન હતું.
ભરૂચ નર્મદા ચોકડી ઉપર આવેલ સી.એન.જી. પંપ ઉપર આજે સવારે હોન્ડાની કાર નં, GJ-01-RX-3964 ગેસ રિફીલીંગ કરાવવા આવી હતી.સી.એન.જી. સ્ટેશન ઉપર જયારે કારમાં ગેસ રીફીલીંગ કરાઇ રહ્યો હતો ત્યારે અચાનક જ કારમાં રહેલ સી.એન.જી. ટેન્ક અચાનક બ્લાસ્ટ થતાં કારના ફૂડચા ઉડી જવા પામ્યા હતા. જોકે ગેસ રિફીલીંગ દરમિયાન તકેદારી અને સાવચેતીને પગલે આ ઘટનામાં કોઇ જાનહાની નોંધાવા પામી ન હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
* અવી સૈયદ,ન્યુઝલાઇન, ભરૂચ
ભરૂચ મુલદ ચોકડી પાસે સુરતથી અમરેલી તરક જતી ખાનગી લકઝરી બસમાં લાગી આગ
અંકલેશ્વર નેશનલ હાઇવે પર મુલદ ચોકડી પાસે સુરતથી અમરેલી તરક જતી ખાનગી લકઝરી બસમાં આગ લાગતા 50થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ભરૂચ-અંકલેશ્વરના ત્રણથી વધુ ફાયર ટેન્ડરોએ સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
સુરત ખાતેથી 50થી વધુ મુસાકરોને લઇ ખાનગી લકઝરી બસ અમરેલી તરક જઈ રહી હતી.તે દરમિયાન અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આવેલ મુલદ ચોકડી પાસેથી જ્યારે બસ પસાર થઇ રહી હતી. ત્યારે બસમાં અચાનક જ આગ લાગતા ચાલકે સમય સુચકતા વાપરી બસ થંભાવી દીધી હતી.આ આગને પગલે મુસાકરોએ ગભરાઇને ચીચીયારીઓ મચાવી હતી.
જો કે આગને કારણે બસમાં સવાર તમામ મુસાકરો સમય સુચકતા વાપરી નીચે ઉતરી ગયા હતા.આગ અંગે અંકલેશ્વર ડી.પી.એમ.સી. અને ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમત ઉઠાવી અડધો કલાકમાં આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.આ આગની ઘટનામાં કોઇ પણ જાનહાની નહીં થતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો હતો. બસમાં લાગેલ આગને કારણે હાઇવે પર ટ્રાકિકજામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંન્નિધ્યમાં 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન
લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં કેવડિયામાં ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરાશે. રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ કરવા અખંડ ભારતના શિલ્પીની જન્મજયંતીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો છે. આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેવડિયા ખાતે એકતા પરેડમાં 6 પ્લાટૂન જોડાશે. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળો ના પ્રતિક સ્વરૂપે 54 ફ્લેગ બેરર બીએસએફ, સીઆઇએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂન ભાગ લેશે. વર્ષ 2018 પછી જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે એવા 23 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પરેડમાં ભાગ લેશે.
કચ્છના લખપતથી નીકળેલી બાઈક રેલી ભરૂચ પહોંચતા ઠેર-ઠેર રેલીનું ભવ્ય સ્વાગત કરાયું
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના લખપતથી શરૂ થયેલી બાઇક રેલી આજે સોમવારે ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી. જ્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે રાજ્યના પોલીસ જવાનો દ્વારા લખપતથી કેવડીયા સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બાઇક રેલીમાં 25 બાઈક સવાર સાથે કુલ 75 પોલીસ કર્મીઓ જોડાયા છે. આ રેલી આજે સોમવારે ભરૂચના પાલેજ ખાતેથી પ્રવેશી હતી. જ્યાં તેનું સ્વાગત કાર્ય બાદ ભરૂચ શહેરમાં આવી પહોંચી હતી. ઝાડેશ્વર ખાતે સાઈ બાબાના મંદિર ખાતે ભવ્ય સ્વાગત બાદ આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જ્યાં પોલીસ જવાનોઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલીમાં જોડાયેલા જવાનો દ્વારા સ્ટેચ્યૂ પાર્ક ખાતે પણ તમામ પ્રતિમાઓને ફૂલહાર કરી સુતરની આંટી પહેરાવી હતી.
પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે એક સંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નાયબ દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઇન્ચાર્જ પોલીસ વડા વિકાસ સુંડા, કમાન્ડન્ટ હેતલ પટેલ, ડી.વાયા.એસ.પી. એમ.પી.ભોજાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ આ રેલી અંકલેશ્વર ખાતે રવાના થઇ હતી.
દહેજ અદાણી ફાઉન્ડેશન દ્વારા ૧૪ શાળામાં ઉત્થાન પ્રોજેકટ શરૂ કરાયો
ઉત્થાન પ્રોજેક્ટથી પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે ૨૮૦૦ જેટલા વિદ્યાર્થીઓને લાભ મળશે
દહેજ અદાણી ફાઉન્ડેશન દ્ધારા પ્રાથમિક શિક્ષણમાં નબળા છાત્રો માટે ઉત્થાન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.વાગરા તાલુકાના ૧૨ ગામોની ૧૪ પ્રાથમિક શાળાઓને ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ આવરી લઈ કામગીરી હાથ ધરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.
દહેજ અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રાથમિક શિક્ષણમાં નબળા વિધાર્થીઓ,જેને ઉત્થાન પ્રોજેક્ટમાં “પ્રિય વિધાર્થી” તરીકે સંબોધવામા આવે છે.તેના ઉપર વિશેષ ધ્યાન આપવા વાગરા તાલુકાના ૧૨ ગામોની કુલ ૧૪ પ્રાથમિક શાળાઓમા ઉત્થાન પ્રોજેક્ટ ની શરૂઆત કરવામા આવી રહી છે.આ પ્રોજેક્ટનો શુભારંભ તાજેતરમાં જ લખીગામ પ્રાથમિક શાળામાં યોજાએલ કાર્યક્રમ થી કરવામાં આવ્યો હતો.

