નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ સુચના મુજબ જીલ્લામાં કોવીડ-19 મહામારીના કપરા સમય દરમ્યાન બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને ઝડપી પાડવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને એલસીબીએ સ્ટાફના માણસોને જીલ્લામાં આવી પ્રવૃતિથી સંકળાયેલ બોગસ ડીગ્રી ધરાવતા ઇસમોની વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અનુસંધાને એલસીબીને બાતમી મળેલ કે સીમઆમલી ગામે ઘરમાં એક ઇસમ દવાખાનુ ચલાવે છે.
જે બાતમી આધારે દેવમોગરા પીએચસી ખાતેથી મેડીકલ ઓફીસર ડો. હેમંત વસાવાને સાથે રાખી સાગબારા પોલીસ મથકના સીમ આમલી ગામે ખાતે સંતોષ દશરથ ઢાણકા પોતાના મકાનમાં તબીબી ડીગ્રી અને લાયકાતના સર્ટી વગર દવાખાનુ ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા હોવાનું જણાયું હતું. જેના રહેણાંકના મકાન ઉપર છાપો મારતા સંતોષ દશરથ ઢાણકા રહે. સીમ આમલી તા.સાગબારા જી.નર્મદા નાનો દવાખાનુ ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે સંતોષ દશરથ ઢાણકા મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં આવા કોઇ સર્ટી નહી હોવાનું જણાવતા એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજ,નીડલો), એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે કિ.રૂ.5 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બોગસ ડોક્ટર વિરૂધ્ધ ઇ.પી.કો. ક્લમ 336 તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ 1940ની કલમ 27(બી)2 તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ- 1963ની કલમ 30 તથા 35 મુજબ સાગબારા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.