- રવિવારે કોવિડ સ્મશાનમાં વધુ 2 વૃધ્ધોને અપાયા અગ્નિદાહ
- જિલ્લામાં સંક્રમિત કુલ દર્દીઓનો આંક 5000 ને પાર કરવા નજીક
ભરૂચ જિલ્લામાં ત્રીજી લહેર શરૂઆતના તબક્કામાં માત્ર હોમ આઇસોલેશન સુધી જ સીમિત રહી જતી હતી. લોકો ઘરે જ હોમ કવોરંટાઇન રહીને સ્વસ્થ થઈ કોરોનાને મ્હાત આપી રહ્યાં હતાં. જોકે ઓમિક્રોન વેરિયન્ટ ઘાતક માનવામાં આવતો ન હતો. કોરોના મહામારીની બીજી લહેર ભરૂચ જિલ્લા માટૅ પણ અતિ ઘાતક અને જીવલેણ પુરવાર થઇ હતી.
જેમાં મોટા ભાગે યુવાનો જ મૃત્યુ મોટા પ્રમાણમાં થયા હતા. જોકે વેકસીનેશનના મેગા અભિયાન બાદ શરૂ થયેલી ત્રીજી લહેરને હળવાશથી લેવામાં આવી રહી હતી. હવે કોરોનાની ત્રીજી લહેર પણ વૃધ્ધો માટે ભરૂચ જિલ્લામાં જીવલેણ પુરવાર થઇ રહી છે. છેલ્લા 17 દિવસમાં જ 11 વૃધ્ધોએ ત્રીજી લહેરમાં જીવ ગુમાવ્યો છે. જેમાં મોટાભાગના ભરૂચ અને અંકલેશ્વરના જ છે.