The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 192

વાગરા : સર્વ ધર્મ સમૂહ લગ્નોત્સવમાં 14 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા

  • હિન્દુ-મુસ્લિમ એકતાની મિસાલ જોવા મળી

ભારતભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે, ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે. આ જ પંક્તિમાં વસ્તી ખંડાલી ગામનું ધી મુસ્લિમ  ટ્રસ્ટ છે. જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન સંસારનું માધ્યમ બને છે. સંસ્થાના સંચાલકો દ્વારા ભરુચ જિલ્લાના વાગરામાં ધાર્મિક એકતાના માહોલમાં સમૂહ લગ્ન મહોત્સવની આજે આયોજન કરવામાં આવ્યું હતું.વાગરામાં આવેલ મરઘાં કેન્દ્રમાં આ ભવ્ય લગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં હિન્દુ-મુસ્લિમ કોમના ગરીબ પરિવારોના 14 યુગલોએ ઘર સંસાર માંડ્યા હતા.

વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામના ઇસ્માઇલભાઈ હાફેજી દ્વારા દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઈસ્માઈલ હાફેજીનું અદમ્ય સાહસ ગરીબો માટે ખુશીનું કારણ બને છે. દાતાઓના દાનથી ગરીબોના જીવનમાં યોગદાન આપે છે. સમૂહ લગ્નમાં એક સ્ટેજ પર દરેક ધર્મના યુગલોએ સાંસારિક જીવનના પ્રારંભનો દસ્તાવેજ પઢી દુનિયા માટે મિસાલ કાયમ કરી હતી.

આ લગ્નોત્સવમાં ઘર સંસાર માંડી રહેલા જોડાઓને કરિયાવરમાં ભેટ સ્વરૂપે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. કન્યાદાન વેળા કન્યાઓના પરિવારોની આંખો ભીની થતાં ભાવુક દ્રષ્યો સર્જાયા હતા. ખાસ દુઆઑ સાથે સમારોહનું સમાપન થયું હતું. હિન્દુ-મુસ્લિમ દરેક સમુદાયના લોકોએ આ કાર્યને બિરદાવી ધાર્મિક એકતાની પ્રશંસા કરી હતી.

આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકેહાજી હુસેન શાહ મલેકપુર અને હજી મજીદ શાહ શાયર અને  હાજી ફારૂકભાઇ પાંચભાયા  અને  સંદીપભાઈ અને હાજી સુલેમાન શેઠ હાજી સબીર  ભાઈ અને હાજી મોહસીન મોહમ્મદભાઈ અને હાજી સાજીદ વાલી અને રજાક ઈસ્માઈલ અને હાજી દાઉદ અને આરીફ મોહમ્મદ અકુબત અને હાજી આદમ દાવિ અને હાજી યાકુબ ભાઈ અને સબીર ભાઈ સરપંચ  અને હાજી અહમદ ઈશા પટેલ હાજી ઈમ્તિયાઝ માનવ સેવા ટ્રસ્ટ ના તમામ સભ્યો અને હાજી સુલેમાન ડોલા  ફેઝલ પટેલ અબ્દુલ કામથી અલી ભોજાણી તથા અબ્દુલ ભાઈ કામથી ની ટીમ અને માનવસેવા તમામ બહેનો આ સર્વધર્મ સમુહ લગ્નમાં હાજર રહ્યા હતા.

ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ ટોયોટા શો-રૂમને તસ્કરોએ બનાવ્યું નિશાન

  • રોકડા રૂ. ૩.૩૧ લાખની ચોરી કરી તસ્કરો ફરાર

ભરૂચ નેશનલ હાઇવે ઉપર વગુશણા ગામની સીમમાં આવેલા ટોયોટા શો રૂમને નિશાન બનાવી ઓફિસમાં રહેલા લોકરને બહાર ઘસડી લાવી તોડીને તસ્કરો રૂપિયા 3.31 લાખથી વધુની રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ભરૂચ નેશનલ હાઇવે ઉપર વગુસણા ગામની સીમમાં ટોયોટા કંપનીનો નાણાવટી મોટર્સ શો રૂમ આવેલો છે. જે શો રૂમને ગત તારીખ ૨૯મી જાન્યુઆરીની મધરાતે તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. તસ્કરોએ વોશિંગ એરિયાના શટરને તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ શો રૂમમાં આવેલી કેશિયર ઓફિસમાં રહેલા લોકરને શો રૂમની બહાર ઢસડી લઈ જઈ લોકરને તોડી અંદર રહેલા રોકડા રૂપિયા ૩ લાખ ૩૧ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી.

આ ઉપરાંત ચોરો શો રૂમમાં રહેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે સીસીટીવી કેમેરામાં પાંચ જેટલા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપવા આવ્યા હોવાનું દેખાઇ રહ્યું છે.

ભરૂચ: ઝનોર ખાતે સ્મશાનને જોડતા રોડનું ધારાસભ્ય અરૂણસિંહ રણા ના હસ્તે કરાયું ખાતમુહૂર્ત

  • રૂપિયા 17 લાખના ખર્ચે રોડ બનશે
  • ધારાસભ્યએ નર્મદા નદીમાં દૂધનો અભિષેક સાથે આરતી ઉતારી પુંજા કરી
  • કુશલ ભારત, કૌશલ ભારત યોજના હેઠળ બ્યુટીપાર્લરની તાલીમ મેળવનાર યુવતીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા એ ઝનોર ખાતે ગામના સ્મશાનને જોડતા અને રૂપિયા 17 લાખના ખર્ચે નિર્માણાધિન રોડનું ખાત મુહૂર્ત કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ ઉભો થયો છે. ધારાસભ્યએ ઝનોર ખાતે નર્મદા નદીમાં દૂધ અને પાણીનો અભિષેક કરવા સાથે નર્મદામૈયાની આરતી ઉતારી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે સરકારના કુશલ ભારત, કૌશલ ભારત યોજના હેઠળ બ્યુટીપાર્લરની તાલીમ મેળવનાર યુવતીઓને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા. દરમ્યાન દેશના વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમ સમૂહમાં નિહાળ્યો હતો.

ભરૂચ તાલુકાના ઝનોર ખાતે નદી કિનારે આવેલ સ્મશાનને જોડતો પાકો રસ્તો ન હોવાથી ગ્રામજનોને હાલાકી ઉઠાવવી પડતી હતી. આ રસ્તા માટે રૂપિયા 17 લાખ મંજુર કરાતા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે માર્ગનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત પહેલા ધારાસભ્ય એ નર્મદા નદીમાં દૂધ અને પાણીનો અભિષેક કરી નર્મદા મૈયાની આરતી ઉતારી હતી. અવસરે કેન્દ્ર સરકારના કુશલ ભારત, કૌશલ ભારત અભિયાન હેઠળ મહિલા આત્મનિર્ભર યોજનામાં ભરૂચ જનશિક્ષણ સંસ્થા સંચાલિત ઝનોર સેન્ટરમાં બ્યુટીપાર્લરની તાલીમ મેળવનાર યુવતીઓને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા.

આ અવસરે ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ ભાજપના તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજ, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, તાલુકા પંચાયત પ્રમુખ મોનાબેન પટેલ, જનશિક્ષણ સંસ્થાનના નિયામક ઝૈનુલ આબેદ્દીન સૈયદ, ઝનોરના સરપંચ સહિતના આગેવાનો સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે ગાંધીજીના નિર્વાણદીન નિમિત્તે સફાઈ કામદાર બહેનોને સાડીનું વિતરણ પણ કરાયું હતું.

નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના પાઇપોની ચોરીનો મુખ્ય સુત્રધાર જેલભેગો : ૧ ફરાર

  • પોલીસે આરોપીને વાલીયા કોટઁમાં રજુ કરતા ૭ દિવસના રિમાન્ડ મંજુર કયૉ
  • રૂ.૭૫.૮૪.૨૫૮ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી

નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના પાઇપોની ચોરીનો મુખ્ય સુત્રધાર જેલભેગો કરી દેવાયો હતો.

ભરૂચ જીલ્લાના નેત્રંગ-વાલીયા તાલુકાના ગામોમાંથી આર.આર ઇંફા પ્રોજેક્ટ લી.કંપનીનું રીજીઓનલ વોટર સપ્લાય-૨ પાઇપોની ચોરી થવાથી નેત્રંગ-વાલીયા પોલીસે ચારથી વધુ ટીમો બનાવી નેત્રંગ-વાલીયા,અંકલેશ્વર,ભરૂચ ટોલનાકા ઉપરના સીસીટીવી ફુટેજ તપાસ કરી જે વિસ્તારમાં કામ ચાલતું હોય ત્યાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગ દરમ્યાન પાટીખેડા ગામ પાસે બે શંકાસ્પદ ઇસમો ચોરી થયેલા પાઇપો આઇસર ટેમ્પામાં ભરતાં હોય અને એક ફોરવ્હીલ ગાડી પાઇલોટીંગ કરતી હોવાની માહિતી મળતા જ પોલીસ બંદોબસ્ત સાથે પાટીખેડા ગામ પાસે કોર્ડન કરી રેડ કરતાં આઇસર ટેમ્પા નંગ – ૫ સાથે  રૂ.૨૩,૧૬,૦૮૦ ઉપરથી ૧૭ જેટલા ઇસમોની ચોરી કરતાં રંગેહાથ પકડી પાડી જેલભેગા કરી દીધા હતા.

પણ સિંચાઈના પાઇપોની ચોરી કરનાર મુખ્ય સુત્રધાર ફરાર થઇ ગયા ઇમરાન રૂસ્તમ મઁવ રહે.રાજસ્થાન અને ઇશૉદ ઇલમદ્દીન મઁવ રહે.હરીયાણા ફરાર થઇ ગયા હતા.જેમાં ઇમરાન રૂસ્તમ મઁવ રહે.રાજસ્થાન ચોરીની ઘટનાને અંજામ આપીને હરિયાણા જતો રહ્યો હતો. ત્યારબાદ થોડા દિવસો બાદ પોતના માણસોની તપાસ અર્થે ફરીવાર નેત્રંગ આવતા જીનબજાર બજારના બસસ્ટેન્ડ પાસેથી પોલીસે પડકી જેલભેગો કરી દીધો હતો.પોલીસે વાલીયા કોટઁમાં રજુ કરાતા ૭ દિવસના રિમાન્ડ મંજુર કયૉ હતા.જ્યારે ફરાર ઇશૉદ ઇલમદ્દીન મઁવ રહે.હરીયાણાના ધરપકડ કરવાના ચક્રોગતિમાન કયૉ હતા.

ભરૂચ: ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરી આમ આદમી પાર્ટીએ મનાવ્યો શહીદ દિવસ

ભરૂચ ખાતે સ્ટેચ્યુ બાગ ખાતે મહાત્મા ગાંધીજી ની પ્રતિમા ને ફૂલહાર,સુત્રોચ્ચાર કરી આમ આદમી પાર્ટીએ શહીદ દિવસ મનાવ્યો હતો.

૩૦મી જાન્યુઆરીનો ગોજારો દિવસ એટલે મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ જેને આપણે “ શહિદ દિવસ” તરીકે ઊજવીએ છે. આ દિવસે વિશ્વશાંતિના પ્રણેતા આપણા વહાલા બાપુને વિકૃત અને હિન માનસીકતા ઘરાવતા લોકોએ આપણાથી છીનવ્યા હતા. આજે દેશપર ગાંધીના હત્યારાઓની માનસિકતા ઘરાવતા લોકોનું સાશન છે ત્યારે ગાંધી શહિદ દિને ગાંધીનો સંદેશ સમગ્ર રાજ્યમાં ફેલાઈ તે હેતુથી અને બાપુ પ્રત્યેની કૃતગ્યતા વ્યક્ત કરવા માટે સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ લઘુમતી સેલ ના પ્રમુખ આરિફભાઈ અંસારી, ગોપાલ રાણા સહિત આમ આદમી પાર્ટીની વિચારધારાને વરેલા કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા.

વાગરા તાલુકાની ૧૪ પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો

દર વર્ષે તા. ૨૪ જાન્યુઆરીએ દેશભરમાં ઉજવાતા ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ અંતર્ગત અદાણી ફાઉન્ડેશન- દહેજ એકમ દ્વારા બાલિકાઓનો ઉત્સાહ વધારવા ઉત્થાન કાર્યક્રમ અંતર્ગત ઉત્થાન સહાયકો દ્વારા વાગરા તાલુકાની ૧૪ શાળાઓમાં બાલિકા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દહેજ કન્યા અને કુમાર, લખીગામ, લુવારા, જાગેશ્વર, અંભેઠા, જોલવા, રહીયાદ, વેગણી, કોલીયાદ અને કલાદરા પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે. ‘મારો હીરો’ અને ‘મારું સપનું’ થીમ પર આયોજિત ઉજવણીમાં ૧૪૧ બાળકો સહભાગી થયા હતા.

બાળકોએ શાળાઓ અને ગામના ફળિયામાં મહાન ખેલાડીઓ, કલાકારો, રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ, વૈજ્ઞાનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ વિગેરેના ચાર્ટપેપર પ્રદર્શિત કરી તેમના યોગદાન અને સફળતાની સમજ આપી હતી. કાર્યક્રમમાં બાળકોએ પોતાના સ્વપ્ન વિશે લેખનસ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોરોનાની ગાઈડલાઈન મુજબ બાળકોએ સામાજિક અંતર અને માસ્ક પહેરી ઉજવણીમાં જોડાયા હતાં.

રાજકોટ : ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ શહેર વિસ્તારમાંથી પ્રોહી./જુગાર અંગેની પ્રવૃત્તિ સદંતર બંધ રહે તે રીતે અસરકારક કામગીરી કરવા માટે તેમજ રાજકોટ શહેર તિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરી પ્રોહી. ની પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે સુચના આપતા ડી.સી.બી. ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન સંયુકતરીતે મળેલ હકિકત આધારે જુના માર્કેટીંગ યાર્ડના પુલ પાસેના સર્વીસ રોડ ઉપરથી સ્કોડા લોરા કાર નં. જી.જે. ૦૬- ડી.જી.-૮૦૮૫ને બાતમી આધારે અટકાવતા કારનો ચાલકે કાર ઉભી રખેલ નહિ અને પુરઝડપે ભયજનક રીતે કાર લઇને ભાગવા જતા પોલીસ ટીમે કારનો આશરે સાતેક કિલોમીટર પીછો કરતા આજીડેમ પો. સ્ટે. થી આગળના નાયારાના પેટ્રોલ પંપ ની સામે બોલેરો કાર નં. જી. જે. – ૦૪ – સી. જે. -૦૧૨૯ વાળી સાથે અકસ્કમાત કરી કાર મુકી ફરાર થઈ ગયો હતો.

પોલીસે કારમાંથી રૂ. ૩૬,૦૦૦નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવા સાથે સ્કોડા લોરા કાર કિંમત રૂ. ૪ લાખ મળી કુલ ૪,૩૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર કાર ચાલકની શોધ આરંભી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભરૂચ: કાસવા ગામે ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે 80 હજાર લિટરની ઓવરહેડ ટાંકીનું કરાયું ખાતમુહૂર્ત

  • રૂપિયા 78 લાખના ખર્ચે બનશે ઓવરહેડ ટાંકી

વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ કાસવા ગામે વાસ્મો યોજના હેઠળની ઓવરહેડ ટાંકીનું ખાતમુહૂર્ત કરતા ગામની વર્ષો જૂની પીવાના મીઠા પાણીની સમસ્યા હલ થશે.

ભરૂચ તાલુકાનું કાસવા ગામ વર્ષોથી પીવાના મીઠા પાણી માટે વલખા મારતું હતું. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહએ વાસ્મોની જનભાગીદારીની  નલ સે જલ યોજનામાં ઓવરહેડ ટાંકી બનાવવા રૂપિયા 19 લાખ ફાળવતા યોજનાને મંજૂરી મળી હતી. જેમાં કાસવા ગામમાં રૂપિયા 17.78 લાખના ખર્ચે 80,000 લિટરની ક્ષમતાંની ઓવરહેડ ટાંકી બનાવવા માટે ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે ખાતમુહૂર્ત થયું હતું. જેમાં મધ્યબારા જૂથ પાણી પુરવઠા યોજનમાંથી મીઠું પાણી પૂરું પાડવામાં આવશે. આ યોજનાથી કાસવા ગામના 417 ઘરોના 1505 વ્યક્તિઓની પીવાના પાણીની સમસ્યા હલ થશે.

ખાતમુહૂર્ત અવસરે ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ ગામના માળખાગત વિકાસ માટે પોતાની કટિબદ્ધતા બતાવી હતી. તો કાસવા ગામના સરપંચ ઘનશ્યામસિંહ રાજે પણ પાણીની સમસ્યા હલ થવાને લઈ આનંદ વ્યક્ત કરી ધારાસભ્ય અરૂણસિંહ રણા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.આ પ્રસંગે કાસવા ગામના આગેવાનોમાં નરેન્દ્રસિંહ પહાડસિંહ રાજ, મનુભા રાજ, નરપતસિંહ રાજ, જશવંતસિંહ રાજ, રણજીતસિંહ ચાવડા તથા ગાંપતસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

નેત્રંગ :સુધાબેન મહિડાની જાદુઇ રમતની કૃતિ આંતરરાષ્ટ્રીય માર્ગદર્શીકા માટે કરાઇ પસંદગી

  • પ્રજાસત્તાક દિને સન્માનપત્ર એનાયત કરાયું.પરિવારજનોમાં આનંદની લાગણી,

નેત્રંગ તાલુકા મથકના ગાંધીબજાર વિસ્તારમાં આવેલ પ્રા.કન્યા શાળામાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતા સુધાબેન છત્રસિંહ મહિડાએ જાદુઇ રમત નામની કૃતિ બનાવી હતી.જે કૃતિને તાલુકા-જીલ્લા અને રાજ્ય કક્ષાએ પસંદગી બાદ રાષ્ટ્રીય માર્ગદર્શીકા માટે પસંદગી કરાઇ હતી.

આજના આધુનિક ઉપકરણો દ્વારા બાળકો પોતાના અભ્યાસના વિવિધ વિષયોના જુદા-જુદા મુદ્દૉઓ જાણવા અને સમજવા મુશ્કેલ પડે છે.જેની વિશેષતા વ્યવ્સયકારો પ્રાણીઓના નામ પક્ષીઓના નામ,ફળના નામ,શાકભાજીના નામ બાળકો આસાનીથી સમજી શકે તેવી જાદુઇ કૃતિ શિક્ષકા ધ્વારા બનાવવામાં આવી છે.બાળકોને ગમ્મત સાથે શિક્ષીત થાય, રમતા-રમતા અભ્યાસ કરવાથી શૈક્ષણિક કાયૅમાં રસ પડે,ભણેલું લાંબા સમય સુધી યાદ રહે તેવી એક જાદુઇ કૃતિ બનાવવામાં આવી હતી.જેની તાલુકા-જીલ્લા અને રાજ્યકક્ષા બાદ રાષ્ટ્રીય માર્ગદર્શીકા માટે પસંદગી થયા બાદ આંતરરાષ્ટ્રીય વેબીનારમાં ૨૨ શિક્ષકોની પસંદગી થઇ  હતી.

જેમાં પ્રા.શાળાની શિક્ષીકા સુધાબેન મહિડાની કૃતિની પણ પસંદગી થઇ  હતી.જેમાં ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં યોજાયેલ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં સુધાબેન મહિડાને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવતા શાળા પરીવાર અને પરીવારના સભ્યોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.નેત્રંગ ભક્ત હાઇસ્કુલના આચાયૅ પ્રમોદસિંહ ગોહિલે અભિનંદન પાઠવ્યા હતા.

ભરૂચ: લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસીની કોલેજની રૂમાના ઇકબાલે કોર્સ ટોપર તરીકે ગોલ્ડ મેડલ મેળવ્યો

ગુજરાત ટેકનિકલ યુનિવર્સીટી દ્વારા આયોજિત પદવીદાન સમારંભમાં ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી કોલેજની છાત્રાએ ગોલ્ડ મેડલ મેળવી કોલેજ તથા ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ભરૂચની લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નિપુણ પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ ઉચ્ચકક્ષાનું શિક્ષણ મેળવી રહ્યા છે. કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃતિઓ તેમજ અભ્યાસમાં પોતાની નિપુણતા સાબિત કરી કોલેજનું ગૌરવ વધારી રહ્યા છે. ગુજરાત ટેકનિકલ યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં ૧૧મો પદવીદાન સમારંભ ગત ૨૭ જાન્યુઆરીના રોજ યોજાયો હતો. જેમાં લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસીની છાત્રા પટેલ રૂમાના ઇકબાલે કોર્સ ટોપર તરીકે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

છાત્રાને ગોલ્ડ મેડલ મળવા પાછળનો શ્રેય તેમના માતા-પિતા, કોલેજના મેનેજમેન્ટ તથા સ્ટાફ તેમજ છાત્રાએ કરેલો પોતાનો અથાગ પરિશ્રમને આપ્યો છે. સંસ્થાના સમસ્ત ટ્રસ્ટીગણ તેમજ કોલેજના આચાર્ય તેમજ સમસ્ત સ્ટાફગણ તરફથી છાત્રાને શુભેચ્છા પાઠવી તેમની સિદ્ધિને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે.

error: Content is protected !!