- આદિવાસી વિસ્તારની દીકરીઓ માટે દ્રષ્ટી વસાવા પ્રેરણાસ્ત્રોત : સાંસદ મનસુખભાઇ વસાવા
ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના થવા બેડાકંપની ગામના નાનાલાલ વસાવા અને રંજનબેન વસાવાની દીકરી દ્રષ્ટીએ આઇસ સ્ટોક સ્પૉટઁસ ચેમ્પિયનશીપમાં ભાગ લઇ ઉત્કૃષ્ઠ દેખાવ કરી બ્રોન્ઝ મેડલ મેળવી દેશભરમાં ભરૂચ જીલ્લા-નેત્રંગ તાલુકા અને સમાજનું નામ રોશન કર્યું છે.તે માટે સન્માનિત કરવાનો કાયઁક્રમ ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.જેમાં મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે,આદિવાસી વિસ્તારની તમામ દીકરીઓ માટે દ્રષ્ટી વસાવા પ્રેરણાસ્ત્રોત છે.આદિવાસી સમાજની સાથે દેશભરમાં નેત્રંગ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. દ્રષ્ટીને રમત-ગમત ક્ષેત્રે એક સારુ પ્લેટફોર્મ પુરૂ પાડનાર તેના માતા-પિતાને,શૈક્ષણિક સંકુલ અને દ્રષ્ટી વસાવાના કોચ વિકાશ વર્માને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.સન્માનપત્ર એનાયતા કરીને જીવનમાં વધુ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવું જણાવ્યું હતું.
જેમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, નર્મદા જી.પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા,પુર્વ જી.પંચાયતના પ્રમુખ શંકરભાઈ વસાવા,વાલીયા તા.પંચાયતના પ્રમુખ સેવન્તુભાઈ વસાવા,નેત્રંગ તા.પંચાયતના ઉપપ્રમુખ વંદનભાઈ વસાવા,જીલ્લા-તાલુકા પંચાયતના સભ્યો,સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.