કોરોના સુરક્ષાચક્રને સુનિશ્ચિત કરવા ખાસ કોવિડ-૧૯ રસીકરણ મેગાડ્રાઈવ અંતર્ગત આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે ભરૂચની જીએનએફસી સ્કુલ ખાતે ૧૫ થી ૧૭ વર્ષ સુધીના બાળકો માટે ચાલતાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે આ વેળાએ વેક્સિન લેનાર ૧૫ થી ૧૭ વર્ષના બાળકોને સ્કુલ બેગ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા કોવિડ-૧૯ વેક્સિનની રસી જ એક માત્ર અમોધ શસ્ત્ર છે. વેક્સિનેસન વધુ થાય અને કોરોના સંક્રમણથી લોકો બચે તે માટે યુવા અનસ્ટોપેબલ સંસ્થા અમદાવાદ દ્વારા અગાઉ સાડાત્રણ લાખ તેલના પાઉચ તેમજ બાળકોને સ્કુલ બેગ ડોનેટ કરી સરાહનીય કાર્ય કરવા બદલ સંસ્થાની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.આ વેળાએ આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓની કામગીરીને પણ બિરદાવી હતી.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.દુલેરા, આરોગ્ય વિભાગના ડૉ. મુનીરા શુક્લા, ડૉ. અનિલ વસાવા, શિક્ષણ વિભાગના દિવ્યેશભાઈ પરમાર, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.