ભરૂચ જિલ્લામાં આજરોજ વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત અંકલેશ્વર તાલુકામાં ૪૪ વેક્સિનેશન સેન્ટરો ઉપર ૧૫ થી ૧૭ અને ૧૮ થી વધુ વયજૂથ માટે પ્રથમ ડોઝ તેમજ હેલ્થ વર્કર ફ્રન્ટલાઇન વર્કર અને ૬૦ વર્ષ થી વધુ વયજૂથના વ્યક્તિઓને પ્રીકોસન ડોઝ આપવામાં આવ્યો હતો.
અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેર, ગ્રામ્ય અને જીઆઇડીસી નોટીફાઈડ વિસ્તારોમાં ૪૪ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં આરોગ્ય વિભાગની જુદી જુદી ૩૪ જેટલી ટીમો ને કાર્યરત કરવામાં આવી હતી. વેક્સિનેશન અભિયાનમાં અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સુશાંત કઠોરવાલા દ્વારા તમામ સેન્ટરો ઉપર મોનીટરીંગ હાથ ધરી જરૂરી સૂચનો કર્યા હતા, સાથે નાગરિકોને વેક્સીન લેવા માટે અપીલ કરી હતી.
આ મહાઅભિયાનમાં ૧૫ થી ૧૭ વર્ષ ની વયજૂથના કિશોરો અને કિશોરીઓને વેક્સીનના ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. સાથે શાળામાં જતા અને ન જતા બાળકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. વેક્સિનેશન મહાઅભિયાનમાં ૧૮ થી વધુ વયજૂથ માટે પ્રથમ ડોઝ તેમજ હેલ્થ વર્કર ફ્રન્ટલાઇન વર્કર અને ૬૦ વર્ષ થી વધુ વયજૂથના વ્યક્તિઓને પ્રીકોસન ડોઝ આપવામાં આવ્યો હતો.