The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 160

જંબુસર : નન્હી કલી પ્રોગ્રામ હેઠળ ફૂટબોલ લીગ ચેમ્પિયનશીપ યોજાઇ

જંબુસર આમોદ વિસ્તારને સાત હજાર ઉપરાંત નાની બાળાઓને શૈક્ષણિક સહાય નાંદી ફાઉન્ડેશન દ્વારા નન્હી કલી પ્રોગ્રામ હેઠળ  પ્રોગ્રામ ઓફિસર વિશાખાભાલેના માર્ગદર્શન હેઠળ બાળાઓને સી એ   દ્વારા મફત ટ્યુશન આપવામાં આવે છે જેનો ભરૂચ જિલ્લામાં બાર હજાર બાળાઓ આ પ્રોગ્રામ હેઠળ લાભ મેળવે છે  બાળકોને શિક્ષણ સાથે વિવિધ વિષયો પર તજજ્ઞો દ્વારા નાની બાળાઓને રમત ગમતમાં પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

જેથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર થાય  આજરોજ નવયુગ વિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે નાંદી સ્પોર્ટ્સ પ્રેસિડેન્ટ લીઝા મુખર્જીની ઉપસ્થિતીમાં  એન કે એફ એલ ચેમ્પિયનશિપ  નહાર  વેડચ સમની કેરવાડા પીલુદ્રા હાજી કન્યા વચ્ચે રમાઈ હતી. સવારથી  રમાઈ રહેલ ફૂટબોલ રમતમાં નાની બાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ઉપસ્થિતોને રોમાંચિત કરી દીધા હતા  રમતના અંતે ફાઈનલ મેચ પીલુદ્રા અને સમની વચ્ચે યોજાઈ હતી જેમાં તેમની ટીમનો વિજય થયો હતો જયારે પિલુદ્રા ટીમ રનરઅપ રહી હતી  સદર મૅચ દરમ્યાન ફૂટબૉલ કોચ દિશાબેન નેહાબેન તથા કોમ્યુનિકેશન ઓફિસર સોનિતા હાજર રહ્યાં હતાં.

ફાઇનલ મેચના પરિણામ અંતે ફૂટબોલ ટીમના તમામ ખેલાડીઓને મોમેન્ટો તથા વિજેતા ટીમના ખેલાડીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે  ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તે સમયે નન્હીં કલીઓ અનેરો   ઉત્સાહ જોવા મળતો હતો ઇનામ વિતરણ પ્રસંગે ભાજપા ભરૂચ જીલ્લા મંત્રી કૃપાબેન પટેલ  મહામંત્રી  કૌશલ્યાબેન દુબે  સામાજિક કાર્યકર ધનુબેન બુવા  નવયુગ વિદ્યાલય આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર સહિત નન્હી કલી ટીમ સીએ સહિત હાજર રહ્યાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન, જંબુસર

અંક્લેશ્વર : સિલ્વર સેવન હોટલના પાર્કીંગ માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રૂ.૧૨,૧૦,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો

ભરૂચ જીલ્લામાંથી દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવ્રુત્તિ નાબુદ કરવા સારૂભરૂચ જિલ્લા

પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જીલ્લામા દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા સારૂ તથા જીલ્લામા થતી દારૂની ગેરકાયદેસર રીતે હેર-ફેર અટકાવવા સારૂ વોચ રાખી અસરકારક કાર્યવાહી કરવા સુચના અપાઇ હતી.

જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની ટીમ અંક્લેશ્વર વિસ્તારમા પટ્રોલીંગમા હતી. દરમ્યાન બાતમી મળેલ કે અંક્લેશ્વર ને.હા. નં-૪૮ ઉપર અંક્લેશ્વર થી ભરૂચ તરફ જવાના હાઇવે રોડની બાજુમા આવેલ હોટલ સિલ્વર સેવન ની પાછળના ભાગે આવેલ પાર્કીંગમા એક મહારાષ્ટ્ર પાર્સિંગનો બંધ બોડીનો આઇસર ટેમ્પો પાર્ક કરી મુકેલ છે. જે ટેમ્પામા ગેરકાયદેસરનો દારૂનો જથ્થો ભરેલ છે.

જે બાતમી આધારે એલ.સી.બી ટીમે હોટલ સિલ્વર સેવન ની પાછળના ભાગે આવેલ પાકીંગમા તપાસ કરતા બંધ બોડીનો આઇસર ટેમ્પા નંબર MH-04-EY-2457  મળી આવ્યો હતો. જેથી પોલીસ ટીમે આ ટેમ્પાના ચાલકની તપાસ કરતા કોઇ હાજર મળી આવેલ નહી અને દરવાજા ઉપર ગેરમાર્ગે દોરવા સારૂ સીલ લગાવેલ હોય જે સીલ તોડી ટેમ્પામાં તપાસ કરતા તેમાં ગેરકાયદેસરના વિદેશી દારૂ તથા બિયરની અલગ-અલગ બ્રાન્ડનો દારૂનો જથ્થો કુલ બોક્ષ નંગ-૧૬૩ અને જેમાં ભરેલ કુલ બોટલો નંગ-૫૭૭૨ કી.રૂ.૦૭,૧૦,૪૦૦/- તથા ટેમ્પા નંબર MH-04-EY-2457 મળી કુલ કી.રૂ.૧૨,૧૦,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે પોલીસ ટીમે ટેમ્પા ચાલક તથા દારૂનો જથ્થો મોકલનાર તેમજ દારૂ નો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમો વિરૂધ્ધમા અંક્લેશ્વર શહેર પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ આરંભી છે.

મહિલા સામખ્ય નર્મદા કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ

દેશની મહિલાઓ ઉત્તમ સમાજના નિર્માણ માટે કટિબધ્ધ બને, મહિલાઓનું ગૌરવ અને સન્માન વધે તે હેતુસર પ્રતિવર્ષ તા. ૮ મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે, જે અન્વયે મહિલા સામાખ્ય નર્મદા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અંતર્ગત  મહિલા સામાખ્યા નર્મદા કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમ માં સુપોષણ પર વધારે ભાર આપવામાં આવ્યો જેમાં નાટક,ગીત સુત્રોચ્ચાર સાથે પ્રદર્શન કરવામાં આવ્યુ મહિલા દિન નિમિત્તે આવેલા બહેનો માં  મહિલા સામાખ્યામાં જોડાયા બાદ થયેલા અનુભવો ચર્ચા બહેનો દ્વારા કરવામાં આવી, બહેનો ને લગતી યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી મહિલા સામાખ્ય સોસાયટી પાંચ મુદ્દા પર બહેનો સાથે કામગીરી કરે છે જેમાં શિક્ષણ, આર્થિક, આરોગ્ય, પંચાયત, કાયદો તથા પર્યાવરણ જાગૃતિ નું કામ કરે છે, જેનો મુખ્ય હેતુ બહેનોનું શિક્ષણ થકી શસક્તિકરણ કરવામાં આવે છે.

હાલ નર્મદા જિલ્લામાં 7000 જેટલી બહેનો સાથે ગ્રામ્ય કક્ષાએ સંઘ બનાવી કામગીરી કરવામાં આવે છે, જેમાં માહીતી કેન્દ્ર પણ બહેનો દ્વારા ચલાવવામાં આવે છે, આજના કાર્યક્રમ માં મહિલા સામાખ્ય નર્મદા જિલ્લામાં જિલ્લા સંકલન અધિકારી રાઠોડ ઋષિતાબેન, જુનિયર રિસોર્સ પર્સન માછી કેતલબેન એસ તથા રાઠવા પ્રજ્ઞાબેન દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું અને જોડાયેલા તમામ બહેનો એ ઉત્સાહ પૂર્વક મહિલા દિનની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે નર્મદા જિલ્લા પ્રમુખ રસમિકાબેન વસાવા, CDPO ઇન્ચાર્જ નિમિષાબેન દેસાઈ , શર્મિલાબેન ગામીત,મંદાબેન તેમજ મહિલા સામખ્ય ની તમામ બહેનો ઉપસ્થિત રહી હતી.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

સાગબારાનાં દેવમોગરા ખાતે કાચા મકાનમાં આગ લાગતાં મકાન સંપૂર્ણ બળીને ખાખ

  • આગજની ની ઘટના માં પરિવારને કુલ ૨,૫૩૦૦૦/- નું નુકશાન

સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આજે સવારે અંદાજિત 10:30 વાગ્યા ની આસપાસ નિતેશભાઈ મોનાભાઈ વસાવા નાં  કાચા મકાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જેમાં એક ઘર આગમાં સ્વાહા થઈ ગયું હતું.

આગના પગલે ગામમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટના ની જાણ સ્થાનિક તંત્ર ને થતાં, તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી,સરપંચ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા, પરંતુ સમગ્ર દેડીયાપાડા તેમજ સાગબારા તાલુકામાં ફાયર બ્રિગેડની કોઈ સુવિધા ન હોવાથી લોકો નિ:સહાય બની ગયા છે.ઘર કાચુ હોવાથી ઘર વખરી નો તમામ ઘરવખરી, અનાજ સંપૂર્ણ સમાન બળીને ખાખ થઈ ગયું હતું. પરિવારનું કુલ મળીને અંદાજે ૨,૫૩૦૦૦/- ની નુકસાની થવા પામી છે.

દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં અવાર- નવાર આગજની ની ઘટના બનતી રહે છે, અને દેડીયાપાડા તાલુકો આટલો મોટો તાલુકો હોવા છતાં આઝાદીથી અત્યાર સુધી એકપણ ફાયર સેફ્ટીની સુવિધા નથી. આ વર્ષે જ અનેક ગામોમાં આગજનીની ઘટનાઓ બની છે. જેમાં અનેક પરિવારો બેઘર બન્યા છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આંતતરાષ્ટ્રિય મહિલા દિનની કરાઇ ભવ્ય ઉજવણી

  • સ્કીલ હબનું લોકાર્પણ, મહિલા ટ્રેનરોનું સન્માન તથા લાભાર્થીઓને પ્રમાણપત્રો અને કિટસનું વિતરણ કરાયું.

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં મધ્યસ્થ ખંડ ખાતે આજરોજ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ આયોજીત કરાયો. ભરૂચ નગરપાલીકાના ઉપપ્રમુખ શ્રીમતીનિનાબા  યાદવના મુખ્ય મહેમાન પદે આયોજીત કાર્યક્રમમાં સ્કીલ હબ કેન્દ્રનું દિપ પ્રાગટય સાથે લોકાર્પણ કરાયું.

સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝયનુલ સૈયદે જણાવ્યું કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનાં સ્વપનને સાકાર કરવા કૌશલ ભારત, કુશલ ભારત કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં ૫૫૦૦ જેટલા સ્કીલ હબ સેન્ટરો શરૂ કરવાનું આયોજન છે. સમગ્ર દેશમાં ફકત ૫૦ જન શિક્ષણ સંસ્થાનો ખાસ કિસ્સામાં પસંદગી પામેલ છે. જેમાં આપણો જિલ્લો સામેલ છે. આ સ્કીલ હબ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં ૪૦ બહેનોને વિના મૂલ્યે એન.એસ.ડી.સી સીલેબસ મુજબ પધ્ધતીસરની આસીસટન્ટ બ્યુટી થેરાપીસ્ટની તાલીમ આપવામાં આવશે. લાભાર્થીઓને તાલીમને અનુરૂપ જરૂરી કિટસનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું. નાયબ કલેકટર ર્ડા.એસ.એમ.ગાંગુલીએ પોતાના વકતવ્યમાં મહિલા મતદાન જાગૃતી વિકસાવવા તથા લોકશાહીમાં મહિલાઓનું પ્રતીનીધીત્વ વધે તે દિશામાં આગળ વધવા હાકલ કરી હતી.

આમંત્રિત મહેમાનોના હસ્તે સંસ્થામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ટ્રેનર્સ / રિસોર્સ પર્સનો શ્રીમતી મીનાબેન પુરોહીત, શ્રીમતી ઇલાબેન પટેલ, કુ. રસીદાબેન ગોહીલ, શ્રીમતી છાયાબેન પાટીલ વગેરેને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા. જયારે સ્કીલ હબમાં જોડાયેલ તાલીમાર્થી બહેનોને કીટબેગ, જર્નલ, એપ્રન વગેરે અર્પણ કરાયા હતા અને ગત બેચોમાં પાસ થયેલ તાલીમાર્થીઓને મંચસ્થ મહાનુભાવો નિનાબા યાદવ મહીલા મોરચાના પ્રમુખ અંબાબેન પરીખ, નગરપાલીકા સેનેટરી સમિતિનાં ચેરમેન ચિરાગભાઇ ભટ્ટ, શહેર ભાજપના ઉપપ્રમુખ અમીતભાઇ પટેલ તથા બેન્ક ઓફ બરોડા તરફથી આવેલ સંદીપ પટેલ દ્વારા પ્રમાણપત્રો વિતરણ કરાયા હતા.

ભરૂચ : લીંકરોડ વ્રજવિહાર કોમ્પલેક્ષ નીચે ઈંડાની લારી પાસે વિદેશી દારૂ વેચતો ૧ ઝડપાયો

એલ.સી.બી ભરૂચના પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બીની સુચના આધારે પોલીસ સ્ટાફના માણસો ભરૂચ શહેર વિસ્તારમા ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે શંભુ ડેરી વ્રજવિહાર કોમ્પલેક્ષ નીચે ઈંડાની લારી પાસે મોન્ટુ રાણા નામનો ઈસમ તેના મળતીયા માણસો રાખી વિદેશી દારૂનુ વેચાણ કરે છે.

જે બાતમી મળતા પોલીસે બાતમીવાળી જગ્યા લિંકરોડ ઉપર વ્રજવિહાર કોમ્પલેક્ષ નીચે આવેલ ઈંડાની લારીએ આવતા લારી પાસે છાપો મારતા ત્યાં હાજર ઈસમનુ નામઠામ પુછતા પોતાનુ નામ મયુરસિંહ માધવસિંહ પરમાર રહે.ઈન્દીરા આવાસ ભોલાવ તા.જી. ભરૂચનો હોવાનુ જણાવેલ તેને સાથે રાખી લારીની આજુ બાજુ તપાસ કરતા સફેદ કલરનો મીણીયા થેલો મળી આવેલ જેમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો ૨૨ નંગ કુલ કિ.રૂ ૫૮૦૦ નો મુદ્દામાલ મળી આવતા જપ્ત કાર્યો હતો.

લારી પાસે ઝડપાયેલ આરોપી મયુરસિંહ માધવસિંહ પરમારની પુછતાછમાં આ વિદેશી દારૂ મોન્ટુ રાણાનાએ વેચાણ કરવા આપેલ હોય જેથી એ ડિવિઝન પોલીસે બંનેવ વિરૂધ્ધ પ્રોહી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

દેડીયાપાડા : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આદીવાસી મહિલા તાલીમ કેન્દ્ર દ્વારા મહિલા દિવસ ઉજવાયો

દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આદીવાસી મહિલા તાલીમ કેન્દ્ર દ્વારા સંયુક્ત ઉપક્રમે  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યકમ ની શરૂઆત ડૉ.મિનાક્ષીબેન તિવારીએ ન્યુટ્રિશનલ કિચન ગાર્ડન અંગે માહીતી આપી હતી, ત્યાર બાદ પ્રિન્સિપાલ ડૉ.એસ.એચ.સેંગર દ્વારા જીવનમાં શિક્ષણની ભૂમિકા, આવક વધારવા માટે તેમના કૌશલ્યમાં સુધારો કરવા વિશે જાગૃતિ વક્તવ્ય આપ્યું હતું.

ડો.પી.ડી.વર્મા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ મહિલાઓને ટેલરિંગ અને અન્ય કોઈપણ ઉદ્યોગ સાહસિકતામાં કૌશલ્ય સુધારવાનું સૂચન કર્યું અને પ્રો.વી.કે.પોશિયાએ ટેલરિંગ એજ  આજીવિકાની સલામતીનો વધુ સારો વિકલ્પ છે, તે અંગે માહિતી આપી હતી, પ્રો.નિખિલ ચોધરી  એ GKMS માં વપરાતી વિવિધ એપ વિશે તમામ ખેડૂતોને માહિતગાર કર્યા હતા, ત્યારબાદ મહીલાઓ ને સિવણ તાલીમ પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૯૫  મહિલાઓએ ભાગ લીધો હતો.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

ભરૂચ: ધારાસભ્ય વિરુધ્ધ નારા લગાવી રમકડાંની રિક્ષા આપી રીક્ષા ચાલકોએ કર્યો વિરોધ

ભરૂચના રીક્ષા ચાલકોએ હવે સિટી બસના લીધે તેઓની રોજગારી છીનવાઈ રહી હોવાનો સુર વ્યક્ત કરી મંગળવારે પાલિકા ઉપર હોબાળો મચાવ્યો હતો. હવે દારૂ વેચવાનું લાયસન્સ આપો કહી, રીક્ષા ચાલકોએ ધારાસભ્ય વિરુદ્ધ નારા લગાવી પાલિકાને રીક્ષાની રમકડાની પ્રતિકૃતિ આપી હતી.

ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના હેઠળ સિટી બસ શરૂ થઈ ગયા બાદ રીક્ષા ચાલકોનો શહેરી બસ સેવા સામે વિરોધનો સુર ઉઠ્યો હતો. પેહલા સિટી બસના સ્ટોપેજો નિયત કરવા અને તે સ્થળે જ બસ થોભાવવાની રજુઆત સાથે માંગણી ભરૂચ રીક્ષા એસોસીએશને કરી હતી. જે અંગે પાલિકા સહિત તંત્રને આવેદનપત્ર પણ પાઠવા હતા.

સિટી બસ તેના નિયત કરેલા સ્ટેન્ડ સિવાય પણ જ્યાં મુસફરો હાથ ઊંચો કરે ત્યાં રસ્તામાં ગમે ત્યાં ઉભી રહી જતી હોય જેના કારણે બસ રીક્ષા ચાલકોના મુસાફરો અને રોજગારી ચીનવાતી હોવાની હૈયાવરાળ કાઢવામાં આવી હતી.

હાલમાં ઝાડેશ્વર વિસ્તારમાં સ્ટોપેજ વિના સિટી બસ ઊભી રાખવામા આવતી હોવાને લઇ રીક્ષા એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે. ઝાડેશ્વર વિસ્તારમાં કોઈપણ શિડ્યુલ વિના સિટી બસ ઊભી કરી મુસાફરોને બેસાડી લેવામાં આવતા હોવાના આક્ષેપ સાથે અગાઉ જય ભારત ઓટો રીક્ષા અસોસિએશન દ્વારા હોબાળો મચાવ્યો હતો. નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડાના મળતા કલ્પનાબેનને આવેદન પાઠવી તેમને રમકડાની રીક્ષા પણ આપી હતી.

ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ વિરુદ્ધ નારેબાજી કરી રોજગારી માટે દારૂ વેચવાનું લાયસન્સ માંગી પાલિકા ખાતે રમકડાંની રિક્ષા અર્પણ કરી વિરોધ નોંધાવ્યો હતો.સાથે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવાની માંગ કરી હતી.

જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને JCIના સંયુક્ત પ્રયાસથી યોજાયો કેન્સર જાગૃતિ કાર્યક્રમ

મહિલા દિન નિમિત્તે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જેસીઆઈના સંયુક્ત પ્રયાસથી કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ અનેક રોગોનો ભોગ બને છે, પરંતુ જો તે રોગોની યોગ્ય સમયે નિદાન ન થાય તો મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. આ પ્રસંગે મહિલા દિન નિમિત્તે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જેસીઆઈના સંયુક્ત પ્રયાસથી લોકોના લાભાર્થે કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચનું જાણીતું નામ ડો.ભાવનાબેન શેઠ વિવિધ કેન્સરની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આ સાથે ઈન્ડિયન ગ્રેટ વુમન ડ્રેસ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા બહેનોને જેસીઆઈ દ્વારા પ્રમાણપત્ર અને જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વિજેતાઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે સોનલબેન શાહ અને સ્મિતાબેન સોની ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જેસીઆઈ ભરૂચ તરફથી દિશા ગાંધી, જેસીઆઈ પ્રમુખ, હેમાની શાહ ડાયરેક્ટર જેસીઆઈ લેડીઝ વિંગ અને જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ ના જીજ્ઞાશા ગોસ્વામી ઉપપ્રમુખ, અને કિન્નરીબેન બારોટ, ખુશ્બુ રાણા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

અંકલેશ્વર: એલિમેન્ટ કેમિલીક કંપની સાથે કેમિકલના બહાને થઈ રૂ.8 લાખની ઠગાઈ!

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એલિમેન્ટ કેમિલીક પ્રાઇવેટ લિમિટેડ કંપનીને લીકવીડ બ્રોમીનની જરૂરિયાત ઉભી થતા તેની ખરીદીના ભાગ રૂપે મહારાષ્ટ્રના ખંડા કોલોની નવી પનવેલ રાયગઢ ખાતે આવેલ મનીષા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ નો સંપર્ક કર્યો હતો અને લીકવીડ બ્રોમીન પ્રતિ કિલો 290 નક્કી કરી 5040 કિલો નો ઓડર ગત 13 મી સપ્ટેમ્બર 2021 એડવાન્સ પેમેન્ટ સાથે આપ્યો હતો. જેમાં જીએસટી સાથે 17.24.699 રૂપિયા પેમેન્ટ મનીષા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને વિશ્વાસ પર મોકલી આપ્યું હતું.

ત્યારબાદ 22 મી નવેમ્બર ના રોજ મનીષા કેમિકલ ના રવિકુમાર દ્વારા 2700 કિલો જ બ્રોમીન લીકવીડ મોકલ્યું હતું જેની કિંમત 9.23 લાખ થાય છે. કેમિકલ મોકલ્યું હતું જયારે બાકીનો 2340 કિલો લીકવીડ બ્રોમીનના મોકલી રો મટીરીયલ માંગતા મોકલી આપું છું તમારા રૂપિયા પરત કરી આપું જેવા ઠાલા વચનો છેલ્લા 4 મહિના ઉપરાંતથી બતાવતા કંપની દ્વારા પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતા કંપનીના એચ.આર વિભાગના ધર્મેન્દ્ર ભરતભાઈ પરમાર દ્વારા જીઆઇડીસી પોલીસ મથકે 8 લાખ ઉપરાંત ની છેતરપિંડી અને વિશ્વાસઘાત ની ફરિયાદ નોંધાવતા પોલીસે રવિકુમાર નામ ના ઈસમ સામે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી અને મહારાષ્ટ્ર રાયગઢ નવી પનવેલમાં રવિકુમારને પકડવા માટે ટીમ રવાના કરી હતી.

error: Content is protected !!