દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આદીવાસી મહિલા તાલીમ કેન્દ્ર દ્વારા સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યકમ ની શરૂઆત ડૉ.મિનાક્ષીબેન તિવારીએ ન્યુટ્રિશનલ કિચન ગાર્ડન અંગે માહીતી આપી હતી, ત્યાર બાદ પ્રિન્સિપાલ ડૉ.એસ.એચ.સેંગર દ્વારા જીવનમાં શિક્ષણની ભૂમિકા, આવક વધારવા માટે તેમના કૌશલ્યમાં સુધારો કરવા વિશે જાગૃતિ વક્તવ્ય આપ્યું હતું.
ડો.પી.ડી.વર્મા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ મહિલાઓને ટેલરિંગ અને અન્ય કોઈપણ ઉદ્યોગ સાહસિકતામાં કૌશલ્ય સુધારવાનું સૂચન કર્યું અને પ્રો.વી.કે.પોશિયાએ ટેલરિંગ એજ આજીવિકાની સલામતીનો વધુ સારો વિકલ્પ છે, તે અંગે માહિતી આપી હતી, પ્રો.નિખિલ ચોધરી એ GKMS માં વપરાતી વિવિધ એપ વિશે તમામ ખેડૂતોને માહિતગાર કર્યા હતા, ત્યારબાદ મહીલાઓ ને સિવણ તાલીમ પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૯૫ મહિલાઓએ ભાગ લીધો હતો.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા