The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 159

ભરૂચ :આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીએ થવા ગામની દ્રષ્ટિબેન વસાવાનું સન્માન

ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી અવસરે નેત્રંગ તાલુકાના થવા ગામની દિકરી દ્રષ્ટિબેન નાનાલાલ વસાવાને પ્રમાણપત્ર આપી મહિલા આગેવાન બહેનો ધ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. દ્રષ્ટિબેન વસાવા ૮ મી રાષ્ટ્રીય આઈસ્ટોક સ્પોર્ટસ ચેમ્પિયનશીપ શ્રીનગર ખાતે યોજાયેલ જેમાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્ય તથા જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

રાજપીપળા : ચૂનંદા ૨૬ જેટલા સંબંધિત અધિકારીઓ,કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરતા કલેકટર

નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.એ.શાહે આજે  કલેકટર કચેરીની ચેમ્બરમાં જ વિવિધ શાખાઓના કુલ-૨૬ જેટલાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ-કર્મચારીઓને વિશિષ્ટ સેવાઓ બદલ સરપ્રાઇઝ સાથે પ્રશસ્તિપત્રના રૂપમાં ગૌરભર્યુ વિશિષ્ટ સન્માન પ્રદાન કર્યુ છે. આમ, જિલ્લા કલેક્ટર શાહે અન્ય કર્મયોગીઓમાં પણ આ પ્રકારની કાર્યપ્રણાલી વિકસે તે દિશાની એક અનોખી પહેલ કરી છે.

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે આ પ્રસંગે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો એ એસ્પિરેશનલ જિલ્લો છે. ભરૂચમાંથી નર્મદા જિલ્લો ૧૯૯૮ થી અલગ થયો તેના લગભગ ૨૨ વર્ષ થવા આવ્યાં છે. ત્યારે અનેક એવા પણ કામો હતા કે જે કોઇને કોઇ કારણોસર થઇ શક્યા ન હતાં તેવા મોટાભાગના કામો રાજ્યના મુખ્યમંત્રી, ચીફ સેક્રેટરી, જિલ્લાના પ્રભારી સચિવઓના સતત માર્ગદર્શનને લીધે આ જિલ્લાને  અનેક નવી ઉપલબ્ધિઓ  ટૂંક જ સમયમાં પ્રાપ્ત થઇ છે જેનો શ્રેય જિલ્લાના ચુંનદા અધિકારીઓ-કર્મચારીઓના ખૂબ ઉત્સાહનને લીધે આ શક્ય બન્યું છે.

આવનારા પાંચ વર્ષમાં જિલ્લાને  આનો મોટાપાયે લાભ થશે તેમ શાહે જણાવ્યું હતું. આ ૨૬ જેટલાં અધિકારીઓ-કર્મચારીઓને શાહે હ્રદયપૂર્વકના અભિનંદન આપી તેમની પીઠ થાબડી હતી.

આ વેળાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત, મદદનીશ કમીશનર આદિજાતી વિકાસના એસ.એમ.ગરાસીયા, ગરૂડેશ્વર મામલતદાર મિતેશ પારેખે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ અનેકક્ષેત્રે આ જિલ્લાએ વિકાસ સાધ્યો છે અને આવનાર સમયમાં પણ જિલ્લો વિકાસક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરશે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.

ભરૂચ : વિધાનસભાની ચૂંટણીમાં 5 માંથી 4 રાજ્યમાં કેસરિયો લહેરાતા મનાવાયો વિજયોત્સવ

  • ભરૂચ જિલ્લા ભાજપાના કસક કાર્યાલય ખાતે ફટાકડા ફોડી જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો એકબીજા ની મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવ્યો
  • 5 રાજ્યમાં સુપડાસાફ થઈ જતાં કોંગ્રેસીઓમાં માતમ છવાયો

દેશમાં 5 રાજ્યની ચૂંટણી બાદ મણિપુર, ઉત્તર પ્રદેશ, ગોવા, ઉતરાખંડમાં ભાજપનો ભગવો તો દેશની સૌથી મોટી પાર્ટી કહેવાતી કોંગ્રેસના સુપડા સાફ થતા કહી ખુશી, કહી ગમ જેવો માહોલ દેશભરમાં જોવા મળી રહ્યો છે. તાજેતરમાં દેશ 5 રાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ  થયા બાદ આજરોજ પાંચે રાજ્યોની ચૂંટણીની મતગણતરી શરૂ કરવામાં આવી હતી સવારથી જ પાંચ રાજ્ય પેકી પંજાબ છોડીને તમામ ચાર રાજ્યોમાં મણિપુર ઉતરાખંડ ઉત્તર પ્રદેશ અને ગોવામાં ભાજપે પૂર્ણ બહુમતી સાથે પોતાની સત્તા હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસ જે દેશની સૌથી મોટી પાર્ટી કહેવાતી હતી તેના પાંચ રાજ્યોમાં સુપડા સાફ થયા છે.

પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યોમાં ભાજપે પૂર્ણ બહુમત મેળવી સફળતા મેળવી હતી. 4 રાજ્યની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત મળતા ગુજરાત રાજ્યમાં ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવાય રહ્યો છે. ભરૂચના કસક સર્કલ નજીક આવેલા ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી, એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરતસિંહ પરમાર, દિવ્યેશભાઈ પટેલ, નીરલભાઈ પટેલ,  રમેશભાઈ મિસ્ત્રી, વિરલભાઈ પટેલ, ધર્મેશભાઈ મિસ્ત્રી, અમિતભાઈ ચાવડા સહિત જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, નીનાબેન યાદવ સહિત મોટી સંખ્યામાં મહિલા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી ભાજપાના ભવ્ય વિજય બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

આગમાં સ્વાહા થયેલ ૧૮ ઘરોના પરિવારને હ્યુમન એલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા દ્વારા કરાયું રાશન વિતરણ

દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે થોડા દિવસ અગાઉ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ૧૮ પરિવારોઓના ઘર અગમ્ય કારણસર આગ લાગતા બળીને ખાખ થયા ગયા હતા. અને એ સમગ્ર પરિવાર ઘર વિહોણા થયા હતા. સાથે જ એ પરીવારનો ઘર વપરાશનો સામાન સહિત ૧૨(બાર) મુંગા પશુઓના મૃત્યુ થયા હતા. જે ઘટનાને લઈ સમગ્ર આદિવાસી વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

આખે આખા ઘર દેખ દેખતામાં જ બળીને રાખ થઈ ગયા હતા. જેના સમાચાર તાપી જિલ્લાના વ્યારા ખાતે હ્યુમન એલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારાના પ્રમુખ અંકિત ગામીતને સોશિયલ મીડિયા તેમજ સ્થાનિક સમાચાર પત્રના માધ્યમથી મળતા એ ગરીબ આદિવાસી પરિવારને ચિંતા કરી તરત ફંડ ઉભુ કરી પાટવલી ગામે આગમાં બળી ગયેલ કુલ ૧૮ ઘરના પરિવારો કુલ ૪૮ સભ્યોને ફાઉન્ડર અંકિત ગામીતે તેમના માતા-પિતા તેમજ વોલેન્ટીયર્સ સાથે રાખી, પાટવલી ગામે આવી રાશન માં ૩૦ કિલો ચોખા, ઘઉં , દાળ , ૧૦ લિટર તેલ તેમજ અન્ય કરિયાણું અને કપડાં વગેરેનું સામાન વિતરણ કર્યું હતું.

વધુમાં ઘટના સ્થળે ગંભીર પરિસ્થિતિ જોતા પરિવારને આશ્વાસન આપ્યું છે, કે નવા ઘર બનાવવા માટે આદિવાસી સમાજના સેવાભાવી લોકોના સહયોગથી હજુ બનતી મદદરૂપ કરિશુ એવું જણાવ્યું હતું.

આદિવાસી સમાજમાં પેલી કહેવત છે. ને  એક છેડે આગ લાગે તો બીજે છેડેથી લોક દોડી આવી તરત આગ હોલવે આવું જ કંઈક ઉત્તમ ઉદાહરણ આ ફાઉન્ડેશનના નવ યુવાનોએ આપ્યું છે. આ કરૂણ ઘટના તેમજ આવા નવયુવાનો પરથી કંઈક શીખીએ. ફુલ નહિ તો ફુલની પાંખડી સ્વરૂપે આવા ગરીબ અને આદિવાસી પરિવારને મદદરૂપ થાય તો ગરીબ પરિવારની દુવા અને આશીર્વાદ જિંદગીભર માટે ઉપયોગી સાબિત થતા હોય છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

નેત્રંગમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો, હજુ 2 વોન્ટેડ

વિશ્વ મહિલા દિનની ઊજવણીના દિવસે જ નેત્રંગ ટાઉનના એક જ ફળિયામાં વસવાટ કરતા ચાર છોકરીઓના પિતાએ પોતાની દીકરીની ઉંમરની અન્ય 14 વર્ષિય સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મની ધટના બાદ લોકોએ નરાધમ ઉપર ફિટકાર વરસાવ્યો હતો. બીજી તરફ નેત્રંગ પોલિસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો હતો. નાયબ પોલિસ અધિક્ષકે તપાસ આરંભી આગળ ની કાર્યવાહી હાથધરી હતી. અન્ય બે આરોપીઓને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં.

નેત્રંગ પોલીસ સ્ટેશનથી આરોપી મુકેશ રાજા ભરવાડને ભરૂચ સબ જેલમાં ધકેલી દિધો હતો. બીજી તરફ નેત્રંગ પંથકમાં આ ધટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જ્યાં રેપની ધટનાનામાં પીડિતાને વ્હેલી તકે ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય એ માટે ભારતીય ટ્રાયબલ પાર્ટી આગળ આવી છે. નેત્રંગ મામલતદાર અને કલેકટર તેમજ ગૃહમંત્રીને ઉદ્દેશીને આજે આવેદનપત્ર આપવામાં આવશે. બીટીટીએસના પ્રમુખ વનરાજ વસાવા એ ધટના ને વખોડી કાઢી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સમાજમા આવા પ્રકારની માનસિકતા ધરાવતા લોકો સમાજ માટે કલંક રૂપ છે. જેમને સમાજમાં દાખલો બેસે એવી કડકમાં કડક સજા જ થવી જોઈએ તેવી લોકો માગણી કરી રહ્યાં છે.

પર પુરુષ સાથે રહેતી માતાનું શંકાસ્પદ મોત થતાં આમોદ તાલુકાના ઘમણાદ ગામે પુત્રએ નોંધાવી ફરિયાદ

આમોદ તાલુકાના ઘમણાદ ગામે પરાયા પુરુષ સાથે રહેતી મહિલાનું કોઈ કારણોસર શંકાસ્પદ મોત થતા આમોદ પોલીસ દોડતી થઈ ગઈ હતી.પુત્રની ફરિયાદને પગલે પોલીસે હાલ અકસ્માત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.તેમજ મોતનું સાચું કારણ જાણવા આમોદ પોલીસે સામુહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે મૃતક મહિલાનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને લાશ પરત કરી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના ઘમણાદ ગામે રહેતા સંજય જયંતીભાઈ વસાવાની માતા જીવીબેનને તેના પિતા સાથે અણબનાવ રહેતો હતો જેથી જીવીબેન ગામમાં જ રહેતા પરાયા પુરુષ ભરત છોટુભાઈ વસાવાના ઘરે લગભગ એક વર્ષથી રહેતી હતી.ત્યારે આજ રોજ જીવીબેનના પુત્ર સંજયને ગામલોકોના કહેવાથી જાણ થઈ હતી કે તારી માતાનું ગઈ કાલ રાતથી અવસાન થયું છે.ત્યારે મહિલાનો પુત્ર સંજય વસાવા ભરત વસાવા ના ઘરે તેના ભાઈ સાથે જોવા ગયો હતો.જ્યાં સ્થળ ઉપર કોઈ લોહીના ડાઘ કે અન્ય શરીર ઉપર કોઈ શંકાસ્પદ નિશાન જેવું મળ્યું નહોતું તેમજ તેમને કોઈ બીમારી પણ નહોતી.આમોદ પોલીસ મથકે સંજય વસાવાએ તેના માતાના સાચા મોતની તપાસ કરવા માટે ફરિયાદ આપતા આમોદ પોલીસે જીવીબેન વસાવાનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

દેડીયાપાડાના નિવાલ્દા ગામે પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષામાં પાસ થયેલા ભાઈઓ-બહેનો માટે નિશુલ્ક તાલીમનો થયો શુભારંભ

દેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામે દેડીયાપાડા અને સાગબારા તાલુકાના પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષામાં પાસ થયેલા ભાઈઓ -બહેનોને નર્મદા જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, માજી મંત્રી મોતીસિંહ વસાવા,નિવાલ્દા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી રવિનાબેન ધરમભાઈનાં સહયોગથી એક માસ માટે નિશુલ્ક તાલીમ ટ્રેનરો દ્વારા આપવામાં આવશે. ત્યારે આજે  નિવાલ્દા ગામે આ ક્લાસીસનો  શુભારંભ કરવામાં આવ્યો હતો, અને આ ક્લાસીસના ટ્રેનર વત્સલભાઈ ઓઝા અને એમની ટીમ દ્વારા બાળકોને તાલીમ આપવામાં આવશે

આ શુભારંભ માં નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, માજી મંત્રી મોતીસિંહ વસાવા,નિવાલ્દા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી રવિનાબેન ધરમભાઈ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી શાંતાબેન, ભારતીય જનતા પાર્ટીના દેડીયાપાડા પ્રમુખ ઇશ્વરભાઇ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રણજીતભાઈ ટેલર, દેડીયાપાડા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રીમતી દક્ષાબેન રોહિતભાઈ વસાવા, એસ.સી.મોર્ચાના પ્રમુખ જીવણભાઈ પરમાર,સામાજિક કાર્યકર પ્રતાપભાઈ, લક્ષ્મણભાઈ વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

જંબુસર તાલુકાના વેડચ ગામે વિશ્વ મહિલા દિવસ ઉજવાયો

  • સ્થાનિક બેહનોએ પોતાના અનુભવો અને જીવન માં આવેલ બદલાવ ની વાત કરી

ભરૂચ જિલ્લાના જંબુસરના વેડચ ગામે આતાપી સેવા ફાઉન્ડેશન ધ્વારા વિશ્વ મહિલા દિવસ ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં વેડચ ગામના સરપંચ, નાબાર્ડના એલડીએમ,વાસ્મો ના દર્શનાબેન પટેલ,આતાપીના સીઇઓ ડૉ. નંદિનીબેન શ્રીવાસ્તવ,પ્રોગ્રામ ડિરેક્ટર ચંદ્રિકાબેન મકવાણા અને બીઓબી ગજેરાના મેનેજર તેમજ આજુબાજુના ગામોની બહેનો મળી ત્રણસો થી વધુ લોકો જોડાયા હતા.

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે  સ્થાનિક બેહનોએ પોતાના અનુભવો અને જીવન માં આવેલ બદલાવ જેમકે આગેવાની,મહિલા સશક્તિકરણ,મહિલા ખેડૂત,પશુપાલન,મહિલા ડેરી જેવા વિષયો પર વાત કરી ઉપસ્થિત બેહનોને વિસ્તૃત જાણકારી આપી હતી.

બેહનોને BOB ના LDM અને ગજેરા બેંક મેનેજર એ યોજનાઓ વિષે માહિતી આપી હતી.શિક્ષણ કાર્યક્રમ સાથે સંકળાયેલા બાળકોએ અધિકારો અંગે રોલ પ્લે કરીને માહિતી આપી.

  • ઝફર ગડીમલ,ન્યુઝલાઇન,વાગરા

ભરૂચ: ગાંધીબજારના રસ્તાનો જશ ખાટવા મુદ્દે કોંગ્રેસ અને AIMIM વચ્ચે થયું ઢિંગાણું

  • બંન્નેવ પાર્ટીના કોર્પોરેટર અને આગેવાનોએ કહ્યું રસ્તો અમે બનાવડાવ્યો

ભરૂચના ગાંધીબજારના રસ્તાને લઈ હવે કોર્પોરેટરો અને કોંગ્રેસ – AIMIM વચ્ચે જસ ખાટવામાં મુદ્દે ગત મધરાતે ધીંગાણું સર્જાયું હતું. ભરૂચ ગાંધીબજારનો રસ્તો પાલિકા, વેપારીઓ, ભાજપ, કોંગ્રેસ અને AIMIM માટે જશ ખાટવાનું કેન્દ્ર બની રાજકીય પ્રસિદ્ધિનો મુદ્દો બની ગયો છે.

સોમવારે ગાંધીબજારમાં રસ્તાની ચાલતી કામગીરી વચ્ચે કોંગ્રેસ અને AIMIM ના કોર્પોરેટર તેમજ આગેવાનો મોડી રાતે ભેગા થયા હતા. રસ્તો પાસ કરાવવા બદલ બંન્નેવ પાર્ટી બોલાચાલીથી વાત મારામારી પર આવી જતા સામ સામે બંનેવ પાર્ટીના 14 લોકો ગાળા ગાળી અને મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. જે ઘટનામાં AIMIM ના શાહબુદ્દીન ભટ્ટી અને કોંગ્રેસના અરબાઝ શેખને ઇજાઓ પોહચી હતી.

હાલમાં તો બંન્નેવ પક્ષે બી ડિવિઝન પોલીસ મથકે કોંગ્રેસી કોર્પોરેટર યુસુફ મહેમુદ ઉર્ફે કાળિયો મલેક, હમજા મલેક, ઊવેશ ઉર્ફે સલામ મલેક, વસીમખાન પઠાણ, ફૈઝલ બમ્બૈયા, અરબાઝ શેખ તેમજ બીજી ફરિયાદમાં AIMIM ના કોર્પોરેટર ફહીમ શેખ, સાહિલ મલેક, શાહનવાઝ કોન્ટ્રકટર, શાહબુદ્દીન ભટ્ટી, સોએબ બાવડી અને ઈરફાન કાપડિયા સામે ગુનો નોંધાવ્યો હતો.

વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિહ ચુડાસમા તરફથી જિલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃત્તી ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય તથા પ્રોહી/જુગારની ડ્રાઇવ ચાલુ હોય જે અનુસંધાને ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન બાતમી મળેલ કે નબીપુર તરફથી ભરૂચ ABC સર્કલ તરફ વિદેશી દારૂ ભરેલ એક ફોર વ્હીલ ગાડીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી જનાર છે. જે બાતમી આધારે નર્મદા ચોકડી ખાતે વોચમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી મુજબની સ્વીફ્ટ ડીઝાયર ફોર વ્હીલ ગાડી નંબર GJ-05-RM-4865 આવતા એક ઈસમ આલોક સીંગ 5/0 ચંદ્રવલી સીંગ જાતે રાજપુત ઉ.વ.૨૦ રહેવાસી અશોક નગર સચીન પોલીસ સ્ટેશન પાસે સુરતને પકડી લઈ સ્વીફ્ટ ગાડી માથી પાછળના ભાગે તપાસ કરતા ઈંગ્લીસ દારૂની ૭૫૦ મી.લીની બોટલો નંગ ૬૦ મળી આવી હતી.જેથી પોલીસે પ્રતીબંધીત સેગ્રામ માસ્ટર બ્લેન્ડ સીલેક્ટેડ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની કાચની બોટલ નંગ ૬૧૦ કિ.રૂ.૩૩,૬૦૦/-કે સ્વીફ્ટ ડીઝાયર ફોર વ્હીલ ગાડી 6:-05-૨1/-4865 ની કીમત રૂપીયા ૪,૦૦,૦૦૦/- કે આરોપીની અંગ ઝડતી માથી મળી આવેલ રોકડા રૂ ૧,૨૦૦/- મળી કુલ્લે કિંમત રૂપીયા ૪,૩૪,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

error: Content is protected !!