- ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રૂ.૧૨,૧૦,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો
ભરૂચ જીલ્લામાંથી દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવ્રુત્તિ નાબુદ કરવા સારૂભરૂચ જિલ્લા
પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જીલ્લામા દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા સારૂ તથા જીલ્લામા થતી દારૂની ગેરકાયદેસર રીતે હેર-ફેર અટકાવવા સારૂ વોચ રાખી અસરકારક કાર્યવાહી કરવા સુચના અપાઇ હતી.
જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની ટીમ અંક્લેશ્વર વિસ્તારમા પટ્રોલીંગમા હતી. દરમ્યાન બાતમી મળેલ કે અંક્લેશ્વર ને.હા. નં-૪૮ ઉપર અંક્લેશ્વર થી ભરૂચ તરફ જવાના હાઇવે રોડની બાજુમા આવેલ હોટલ સિલ્વર સેવન ની પાછળના ભાગે આવેલ પાર્કીંગમા એક મહારાષ્ટ્ર પાર્સિંગનો બંધ બોડીનો આઇસર ટેમ્પો પાર્ક કરી મુકેલ છે. જે ટેમ્પામા ગેરકાયદેસરનો દારૂનો જથ્થો ભરેલ છે.
જે બાતમી આધારે એલ.સી.બી ટીમે હોટલ સિલ્વર સેવન ની પાછળના ભાગે આવેલ પાકીંગમા તપાસ કરતા બંધ બોડીનો આઇસર ટેમ્પા નંબર MH-04-EY-2457 મળી આવ્યો હતો. જેથી પોલીસ ટીમે આ ટેમ્પાના ચાલકની તપાસ કરતા કોઇ હાજર મળી આવેલ નહી અને દરવાજા ઉપર ગેરમાર્ગે દોરવા સારૂ સીલ લગાવેલ હોય જે સીલ તોડી ટેમ્પામાં તપાસ કરતા તેમાં ગેરકાયદેસરના વિદેશી દારૂ તથા બિયરની અલગ-અલગ બ્રાન્ડનો દારૂનો જથ્થો કુલ બોક્ષ નંગ-૧૬૩ અને જેમાં ભરેલ કુલ બોટલો નંગ-૫૭૭૨ કી.રૂ.૦૭,૧૦,૪૦૦/- તથા ટેમ્પા નંબર MH-04-EY-2457 મળી કુલ કી.રૂ.૧૨,૧૦,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે પોલીસ ટીમે ટેમ્પા ચાલક તથા દારૂનો જથ્થો મોકલનાર તેમજ દારૂ નો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમો વિરૂધ્ધમા અંક્લેશ્વર શહેર પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ આરંભી છે.