દેશની મહિલાઓ ઉત્તમ સમાજના નિર્માણ માટે કટિબધ્ધ બને, મહિલાઓનું ગૌરવ અને સન્માન વધે તે હેતુસર પ્રતિવર્ષ તા. ૮ મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે, જે અન્વયે મહિલા સામાખ્ય નર્મદા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અંતર્ગત મહિલા સામાખ્યા નર્મદા કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમ માં સુપોષણ પર વધારે ભાર આપવામાં આવ્યો જેમાં નાટક,ગીત સુત્રોચ્ચાર સાથે પ્રદર્શન કરવામાં આવ્યુ મહિલા દિન નિમિત્તે આવેલા બહેનો માં મહિલા સામાખ્યામાં જોડાયા બાદ થયેલા અનુભવો ચર્ચા બહેનો દ્વારા કરવામાં આવી, બહેનો ને લગતી યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી મહિલા સામાખ્ય સોસાયટી પાંચ મુદ્દા પર બહેનો સાથે કામગીરી કરે છે જેમાં શિક્ષણ, આર્થિક, આરોગ્ય, પંચાયત, કાયદો તથા પર્યાવરણ જાગૃતિ નું કામ કરે છે, જેનો મુખ્ય હેતુ બહેનોનું શિક્ષણ થકી શસક્તિકરણ કરવામાં આવે છે.
હાલ નર્મદા જિલ્લામાં 7000 જેટલી બહેનો સાથે ગ્રામ્ય કક્ષાએ સંઘ બનાવી કામગીરી કરવામાં આવે છે, જેમાં માહીતી કેન્દ્ર પણ બહેનો દ્વારા ચલાવવામાં આવે છે, આજના કાર્યક્રમ માં મહિલા સામાખ્ય નર્મદા જિલ્લામાં જિલ્લા સંકલન અધિકારી રાઠોડ ઋષિતાબેન, જુનિયર રિસોર્સ પર્સન માછી કેતલબેન એસ તથા રાઠવા પ્રજ્ઞાબેન દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું અને જોડાયેલા તમામ બહેનો એ ઉત્સાહ પૂર્વક મહિલા દિનની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે નર્મદા જિલ્લા પ્રમુખ રસમિકાબેન વસાવા, CDPO ઇન્ચાર્જ નિમિષાબેન દેસાઈ , શર્મિલાબેન ગામીત,મંદાબેન તેમજ મહિલા સામખ્ય ની તમામ બહેનો ઉપસ્થિત રહી હતી.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા