ભરૂચના રીક્ષા ચાલકોએ હવે સિટી બસના લીધે તેઓની રોજગારી છીનવાઈ રહી હોવાનો સુર વ્યક્ત કરી મંગળવારે પાલિકા ઉપર હોબાળો મચાવ્યો હતો. હવે દારૂ વેચવાનું લાયસન્સ આપો કહી, રીક્ષા ચાલકોએ ધારાસભ્ય વિરુદ્ધ નારા લગાવી પાલિકાને રીક્ષાની રમકડાની પ્રતિકૃતિ આપી હતી.
ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના હેઠળ સિટી બસ શરૂ થઈ ગયા બાદ રીક્ષા ચાલકોનો શહેરી બસ સેવા સામે વિરોધનો સુર ઉઠ્યો હતો. પેહલા સિટી બસના સ્ટોપેજો નિયત કરવા અને તે સ્થળે જ બસ થોભાવવાની રજુઆત સાથે માંગણી ભરૂચ રીક્ષા એસોસીએશને કરી હતી. જે અંગે પાલિકા સહિત તંત્રને આવેદનપત્ર પણ પાઠવા હતા.
સિટી બસ તેના નિયત કરેલા સ્ટેન્ડ સિવાય પણ જ્યાં મુસફરો હાથ ઊંચો કરે ત્યાં રસ્તામાં ગમે ત્યાં ઉભી રહી જતી હોય જેના કારણે બસ રીક્ષા ચાલકોના મુસાફરો અને રોજગારી ચીનવાતી હોવાની હૈયાવરાળ કાઢવામાં આવી હતી.
હાલમાં ઝાડેશ્વર વિસ્તારમાં સ્ટોપેજ વિના સિટી બસ ઊભી રાખવામા આવતી હોવાને લઇ રીક્ષા એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે. ઝાડેશ્વર વિસ્તારમાં કોઈપણ શિડ્યુલ વિના સિટી બસ ઊભી કરી મુસાફરોને બેસાડી લેવામાં આવતા હોવાના આક્ષેપ સાથે અગાઉ જય ભારત ઓટો રીક્ષા અસોસિએશન દ્વારા હોબાળો મચાવ્યો હતો. નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડાના મળતા કલ્પનાબેનને આવેદન પાઠવી તેમને રમકડાની રીક્ષા પણ આપી હતી.
ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ વિરુદ્ધ નારેબાજી કરી રોજગારી માટે દારૂ વેચવાનું લાયસન્સ માંગી પાલિકા ખાતે રમકડાંની રિક્ષા અર્પણ કરી વિરોધ નોંધાવ્યો હતો.સાથે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવાની માંગ કરી હતી.