- આગજની ની ઘટના માં પરિવારને કુલ ૨,૫૩૦૦૦/- નું નુકશાન
સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આજે સવારે અંદાજિત 10:30 વાગ્યા ની આસપાસ નિતેશભાઈ મોનાભાઈ વસાવા નાં કાચા મકાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જેમાં એક ઘર આગમાં સ્વાહા થઈ ગયું હતું.
આગના પગલે ગામમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટના ની જાણ સ્થાનિક તંત્ર ને થતાં, તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી,સરપંચ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા, પરંતુ સમગ્ર દેડીયાપાડા તેમજ સાગબારા તાલુકામાં ફાયર બ્રિગેડની કોઈ સુવિધા ન હોવાથી લોકો નિ:સહાય બની ગયા છે.ઘર કાચુ હોવાથી ઘર વખરી નો તમામ ઘરવખરી, અનાજ સંપૂર્ણ સમાન બળીને ખાખ થઈ ગયું હતું. પરિવારનું કુલ મળીને અંદાજે ૨,૫૩૦૦૦/- ની નુકસાની થવા પામી છે.
દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં અવાર- નવાર આગજની ની ઘટના બનતી રહે છે, અને દેડીયાપાડા તાલુકો આટલો મોટો તાલુકો હોવા છતાં આઝાદીથી અત્યાર સુધી એકપણ ફાયર સેફ્ટીની સુવિધા નથી. આ વર્ષે જ અનેક ગામોમાં આગજનીની ઘટનાઓ બની છે. જેમાં અનેક પરિવારો બેઘર બન્યા છે.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા