અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એલિમેન્ટ કેમિલીક પ્રાઇવેટ લિમિટેડ કંપનીને લીકવીડ બ્રોમીનની જરૂરિયાત ઉભી થતા તેની ખરીદીના ભાગ રૂપે મહારાષ્ટ્રના ખંડા કોલોની નવી પનવેલ રાયગઢ ખાતે આવેલ મનીષા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ નો સંપર્ક કર્યો હતો અને લીકવીડ બ્રોમીન પ્રતિ કિલો 290 નક્કી કરી 5040 કિલો નો ઓડર ગત 13 મી સપ્ટેમ્બર 2021 એડવાન્સ પેમેન્ટ સાથે આપ્યો હતો. જેમાં જીએસટી સાથે 17.24.699 રૂપિયા પેમેન્ટ મનીષા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને વિશ્વાસ પર મોકલી આપ્યું હતું.
ત્યારબાદ 22 મી નવેમ્બર ના રોજ મનીષા કેમિકલ ના રવિકુમાર દ્વારા 2700 કિલો જ બ્રોમીન લીકવીડ મોકલ્યું હતું જેની કિંમત 9.23 લાખ થાય છે. કેમિકલ મોકલ્યું હતું જયારે બાકીનો 2340 કિલો લીકવીડ બ્રોમીનના મોકલી રો મટીરીયલ માંગતા મોકલી આપું છું તમારા રૂપિયા પરત કરી આપું જેવા ઠાલા વચનો છેલ્લા 4 મહિના ઉપરાંતથી બતાવતા કંપની દ્વારા પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતા કંપનીના એચ.આર વિભાગના ધર્મેન્દ્ર ભરતભાઈ પરમાર દ્વારા જીઆઇડીસી પોલીસ મથકે 8 લાખ ઉપરાંત ની છેતરપિંડી અને વિશ્વાસઘાત ની ફરિયાદ નોંધાવતા પોલીસે રવિકુમાર નામ ના ઈસમ સામે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી અને મહારાષ્ટ્ર રાયગઢ નવી પનવેલમાં રવિકુમારને પકડવા માટે ટીમ રવાના કરી હતી.