The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 161

લો બોલો! ભરૂચ સિવિલ હૉસ્પિટલના કેમ્પસમાંથી જ દેશી દારૂની પોટલીઓ લઈ જતા ૨ ઝડપાયા

ભરૂચની સિવિલ હૉસ્પિટલ કોઈને કોઈ વાતે વિવાદમાં રહે છે. આ વખતે કોઈ અલગ જ મુદ્દાને લઈને હૉસ્પિટલ વિવાદમાં આવી છે. જેમાં ભરૂચ સિવિલ હૉસ્પિટલના કેમ્પસમાં લઇ જવાતી ૨૮ થી ૩૦ પોટલી દેશી દારૂ મળી આવતા હાહાકાર મચી ગયો છે.

જોકે આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે તાત્કાલીક ભરૂચ જનરલ હોસ્પીટલ ખાતે દોડી આવી આ દારૂની પોટલીઓ લઈ ને આવેલ ૩૨ વર્ષીય પ્રકાશ ઉર્ફે ગણેશ મણીલાલ વસાવા રહે માંડવા, રોડ ફળીયું અને માંડવાના વસાવા ફળીયામાં રહેતા ૨૫ વર્ષીય રાકેશ નવીન વસાવાની અટકાયત કરી તેમનીપાસે થેલામાં રહેલ ૨૮ થી ૩૦ દેશી દારૂની પોટલી કબ્જે કરી બંન્નેવ વિરૂધ ૫ લીટર દેશી દારૂના અલગ-અલગ કેસ નોંધી કાર્યવાહી આરંભી છે.

પોલીસ પુછતાછમાં આ બંન્નેવે આ દેશી દારૂ તેમના કોઇ સગા કે જે હાલમાં સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ છે તેમને આપવા લાવ્યા હોવાનો ઘટસ્ફોટ કરતા પોલીસ અને સિવિલ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું.

આમ તો કોઇ સ્વજન કે સગા માંદા પડે અને સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ થાય તો સામન્ય ખબર પુછતા પરિજનો કહેતા કે દવા દારૂ બરાબર કરજે જે ઉક્તી ભરૂચ સિવિલ હોસ્પીટલના આ કિસ્સામાં સાર્થક કરતા હોય તેમ સગાની સહુલીયત માટે દેશી દારૂની પોટલીઓ લઈ કેમ્પસમાં ધૂસવાનો પ્રયાસ આ ઇસમોએ કરવા જતા સિક્યુરીટીની સ્મયસુચકતા અને કડક ચેકીંગના પગલે ઝડપાઇ જવા પામ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ઠેર ઠેર સરળતાથી દેશી અને વિદેશી દારૂ મળી રહે છે. જોકે, સિવિલ હૉસ્પિટલના કેમ્પસમાં દારૂ મળી આવતા ખૂબ ચર્ચા જાગી છે.દારૂ મળી આવવાની ઘટના બાદ ખુદ પોલીસ અને હૉસ્પિટલનું તંત્ર ચોંકી ઉઠ્યું હતું. પોલીસ હાલ એવી તપાસ કરી રહી છે કે શું સિવિલમાં જ નશાનો કારોબાર ચાલી રહ્યો છે કે શું? આવા અનેક સવાલોના જવાબની લોકોને રાહ રહેશે.

ભરૂચ: આશાવર્કર બહેનોએ વિવિધ માંગ સાથે કલેક્ટર કચેરીએ કર્યું વિરોધ પ્રદર્શન

  • વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા વિરોધ

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જ આશાવર્કર બહેનોએ વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશાવર્કર તેમજ આશા ફેસિલિએટર બહેનો એકત્ર થઇ કલેક્ટરને આવેદન પણ આપ્યું હતું.રાજ્યભરમાં સમાન કામ સમાન વેતનની માંગ સાથે આશાવર્કર બહેનો તેમજ આશા ફેસિલિએટર બહેનોની ઘણા લાંબા સમયથી લડત ચલાવી રહી છે.

જેની જિલ્લા – તાલુકા કક્ષાએ અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં વહિવટી તંત્ર દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે કોઇ સકારાત્મક અભિગમ નહીં અપનાવાતાં આજે વિશ્વ મહિલા દિને ભરૂચમાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ સમાન વેતન,ફિક્સ પગાર,કોન્ટ્રકટ પ્રથા બંધ કરવી સહિતના વિવિધ હકની માંગ સાથે રજુઆત કરી હતી.

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે મહિલા દિન નિમિત્તે 11 મહિલાઓ અને સ્કુલ ની શિક્ષિકાઓનું કરાયું સન્માન

અંકલેશ્વર ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં વિશ્વ મહિલા દિન નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપનાર સમાજસેવી મહિલાઓ તેમજ શાળાની શિક્ષિકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિશ્વ મહિલા દિન નિમિત્તે અગ્રણી તબીબ ડો. ઝરીન ફડવાલાના અધ્યક્ષસ્થાને સમાજના શૈક્ષણિક આરોગ્ય સહિતના વિવિધ સમાજ સેવાના કાર્ય કરતી 11 મહિલાઓને પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો આપી ને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ શાળાની મહિલા શિક્ષિકાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં અને સમાજમાં તેમના યોગદાન બદલ તેમને બિરદાવવામાં આવ્યા હતાં.

સાથે સાથે જ આ પ્રસંગે ધોરણ-10 ના વિદાય લેતા વિદ્યાર્થીઓનો પણ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ શાળા પરિવાર તરફથી આપવામાં આવી હતી.વિધ્યાથીઁઓના ઊજ્જવળ ભાવી અને આવનાર સમય માં સારી સફળતા મેળવી આગળ વધો એ માટે સંસ્થા પૃમુખ નાઝુ ફડવાલા એ શુભેચ્છા પાઠવી હતી.

ભરૂચ સી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ લુંટના ગુનામાં ૩ ઝડપાયા

ગઇ તા .૦૭ / ૦૩ / ૨૦૨૨ ના રોજ ‘ સી ‘ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કસક સર્કલ પાસે ફરીયાદી કચ્છ સ્ટેશનરીમાં ફાઇલ લેવા ગયેલ ત્યાંથી ફરીયાદી કસક સર્કલ પાસે આવેલ ઘરડા ઘર પાસે જતા હતા તે વખતે અજાણ્યા રીક્ષા ચાલકે ફરીયાદીને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી રીક્ષામા બેઠેલા પાછળના સીટ ઉપર બેસેલ બે અન્ય ઈસમોએ ફરીયાદી સાથે ઝપાઝપી કરી ફરીયાદીનુ ગળુ દબાવી ફરીયાદીના ખિસ્સામાંથી રૂપિયા ૪૯,૫૦૦/ – કાઢી લઇ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી વોડાફોનના સ્ટોર પાસે રીક્ષામાંથી ઉતારી આ ત્રણેય ઇસમ રીક્ષા લઈને ભાગી જતા ત્રણેવ વિરૂદ્ધ  સી” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવા પામી હતી.

આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલીક ગુનો ડીટેકટ કરવા તથા આરોપીઓની શોધખોળ કરવા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા સુચના આપવામાં આવતા ભરૂચ સી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા ભરૂચ શહેરના રાજ્ય સરકારના મહત્વકાંક્ષી Video integration & State Wide Advance Security પ્રોજેકટના સીસીટીવી કેમેરામાં તપાસ કરતા શંકાસ્પદ ઓટો રીક્ષા આટી.ઓ રજીસ્ટ્રેશન નંબર GJ – 16 – Y – 0957 જણાઈ આવેલ હતી.જે રીક્ષાની વધુ તપાસ માટે ઓટો રીક્ષાના આર ટી.ઓ રજીસ્ટ્રેશન નંબર GJ – 16 – Y – 0957 ને સરકારના ઈ – ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત મળેલા પોકેટ – કોપ મોબાઇલમાં સર્ચ કરતા વાહન બાબતે વધુ તપાસ કરતા જે બાબતે સર્વેલન્સ સ્ટાફ દ્વારા ખાનગી બાતમીદાર મારફતે તપાસ કરાવતા આ ઓટો રીક્ષા વાહન ચાલક અંકલેશ્વર ખાતે રહેતા મકસુદ યાકુબ પટેલ રહે- સુરતી ભાગોળ હાઉસીંગ બોર્ડ અંકલેશ્વર જી ભરૂચની હોવાનું જાણવા મળેલ તે અને તેની સાથે અન્ય બે ઇસમોએ ભેગા મળીને આ લુંટની ઘટનાને અંજામ આપ્યાનું જાણવા મળ્યું હતું.

દરમ્યાન આજરોજ સર્વેલન્સ સ્ટાફને હકીકત મળેલ કે આ ઓટો રીક્ષા લઈ ૩ આરોપીઓ અંક્લેશ્વર થી ભરૂચ તરફ આવવા નિક્ળ્યા છે. જેના આધારે ભરૂચ નર્મદા મૈયા બ્રીજ ઉપર ખાનગી રાહે વોચમાં રહી ઉપરોકત નંબર વાળી ઓટો રીક્ષા આવતા જેને રોકી લઇ ઓટો રીક્ષા સાથે ત્રણેય ઇસમો કાદર ઉર્ફે બટકો અબ્દુલ શેખ ઉ.વ -૫૪ રહે – મુસ્લીમ સોસાયટી કોસંબા ઓવરબ્રીજ નીચે કોસંબા તા – માંગરોલ જી – સુરત, મકસુદ ચૂકુબ પટેલ રહે – સુરતી ભાગોળ હાઊસીંગ બોર્ડ અંકલેશ્વર તા- અંક્લેશ્વર જી – ભરૂચ, મહમંદ રીઝવાન ઉર્ફે સોહેલ અબ્દુલ વહાબ ખલીફા રહે હાલ બાબુભાઈના મકાનમાં બગીચાની પાસે યાવજગામ તા જી ભરૂચ મુળ રહે – લીંબડી ચોક દરગાહ પાસે તા.જી.ભરૂચ ને મુદ્દામાલમાં એક ઓટો રીક્ષા અંદાજીત કિંમત રુપિયા ૩૫,૦૦૦/-, એક વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન જેની અંદાજીત કિંમત રૂપિયા ૬૦૦૦/-, એક નોકીયા કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન જેની અંદાજીત કિંમત રૂપિયા ૫૦૦૦/-, એક આઈટેલ કંપનીનો સાદો કી પેડ વાળી મોબાઇલ જેની અંદાજીત કીંમત રૂપીયા ૫૦૦/- અને રોક્ડા રૂ. ૨૬૦૦૦/- સાથે ઝડપી પાડયા હતા.હાલ આરોપીઓની પુછપરછ ચાલુ છે અને અન્ય ગુનાઓના ભેદ ઉકેલાવાની શકયતા છે.

નેત્રંગ સીએચસીમાં મહિલા દિવસે જીઆઈએલ કંપની દ્વારા વેક્યુમ ડિલિવરી સિસ્ટમ અપાઇ

નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર આજુબાજુના 78 જેટલા ગામના આશરે 96 હજાર લોકો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે .જેમાં સગર્ભા મહિલાઓને સારી આરોગ્ય સુવિધા મળી રહે અને ડિલિવરી નોર્મલ થઈ શકે તેના માટે ઘણા કિસ્સામાં બાળકને ખેંચવું પડતું હોય છે આવી સુવિધા નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નહીં હોવાથી અંકલેશ્વર ગુજરાત ઇનસેકટીસાઈડ કંપનીએ સીએસઆર હેઠળ 1.25 લાખનું વેક્યુમ ડિલિવરી સિસ્ટમ આજના વિશ્વ મહિલા દિવસના દિવસે આપ્યું હતું.

નેત્રંગ સીએચસીની રોગી કલ્યાણ સમિતિની બેઠક ઝઘડિયા પ્રાંત અધિકારી દિપક બારીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી .જેમાં ઈમરજન્સી, ફાયરસેફ્ટી, આઈઈસી ,લેબર રૂમ, ડેન્ટલ ઓપીડી અને એકસ-રે મશીન વગેરેમાં જરૂરી સામાન ખરીદી કરવા બાબતના એજન્ડા રજુ કરતા છ જેટલા મુદ્દા મંજૂર કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ ગુજરાત ઈન્સેકટીસાઈડ લિમિટેડ કંપની અંકલેશ્વર દ્વારા 1.25 લાખનું સગર્ભા ડિલિવરીમાં અતિ ઉપયોગી વેક્યુમ ડિલિવરી મશીન વિશ્વ મહિલા દિવસે બહેનો માટે સામુહિક આરોગ્ય કેન્દ્રને જી.આઈ.એલ કંપની વતી ઝઘડિયા પ્રાંત અધિકારી દિપક બારીયા નેત્રંગ સીએચસી આરકેએસ મેમ્બર અતુલ પટેલ અને મામલતદાર નેત્રંગ ગોપાલ હરદાસણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વેક્યુમ સિસ્ટમ ડિલિવરી વખતે સગર્ભા માતા જોરના કરી શકે અથવા બાળકનું માથું ફસાઈ જાય ત્યારે નોર્મલ ડિલિવરી કરવા અને સગર્ભા મહિલાને રિફંરના કરવી પડે તેના માટે ખાસ ઉપયોગી છે. નેત્રંગ સીએચસી ખાતે વેક્યુમ ડિલિવરી મશીન મળતા દર મહિને સરેરાશ ૮૦ જેટલી ડીલીવરીમાંથી આશરે ૧૦ સગર્ભા માતાને આ સમસ્યા આવતી હોવાથી હવે ખાસ સુવિધા મળી રહેશે. આ તબક્કે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રના ડો.વિજય બાવીસકર અને ટીએચઓ ડો. એ.એન.સિંઘે જી.આઈ.એલ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો .

  • અતુલ પટેલ,ન્યુઝલાઇન,નેત્રંગ.

દેડીયાપાડા પ્રાંત અધિકારીને રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્વારા વિવિધ મુદ્દે અપાયું આવેદન

નર્મદા જીલ્લાના દેડીયાપાડા તાલુકાના ગામોમાં અને સાગબારા તાલુકાના ગામોમાં આગ લાગવા ની ઘટના, એવા આગામી વર્ષોમાં પણ આવી અવાર નવાર ધટનાઓ બનેલ છે.

ત્યારે દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં આવતા દરેક પંચાયતમાં ફાયર બિગ્રેડની ટીમ મુકવામાં આવે. જેથી લોકોના ઘરો સળગતા બચે અને દેડીયાપાડા અને સાગબારા તાલુકાના ગામોમાં પાકા રસ્તા ઓનું બાંધકામ તેમજ હોસ્પિટલમાં સારી સુવિધા, દરેક ગામડાઓમાં લાઇબ્રેરી, સારી સ્કુલો, તેમજ વિદેશી દારૂનો ખુલ્લે આમ ચાલતાં ધંધા,  દેડીયાપાડા અને સાગબારા તાલુકાના ગામોમાં તાપી ડેમ ,નર્મદા ડેમ, કરજણ ડેમ માંથી ખેતી કરવા અને પીવા માટે પાણી આપવામાં આવે.

નહેર થકી લોકોને પાણી આપવામાં આવે. પાર તાપી-નર્મદા નદી જોડાણ યોજના થી ડાંગ, ધરમપુર, તાપી, અને નર્મદા જીલ્લાના ગામો વિસ્થાપિત થાય છે. તેથી આ યોજના પર પ્રતિબંધ મુકવામાં આવે. કેમ કે નર્મદા, કરજણ, તાપી (ઉકાઈ), કડાણા વગેરે ડેમોમાં આદિવાસી સમાજના લોકોનું વિસ્થાપન થયેલું છે, જે ઘરના લોકો વિસ્થાપિત થયા છે એ લોકોનું જીવન હજુ સુધી સુધારો થયો નથી. એ વિસ્થાપિત લોકોને સુવિધાઓ તેમજ ન્યાય આપવામાં આવે. જેથી રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્વારા ગુજરાતના રાજ્યપાલ ને સંબોધીને દેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય લોક અધિકાર મંચના નર્મદા જિલ્લાના પ્રમુખ જેસીંગભાઇ વસાવા, તાલુકા પ્રમુખ ડૉ.અશ્વિન વસાવા, સંગઠન મંત્રી અર્જુન વસાવા, મહિલા પ્રમુખ સર્મિલાબેન વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

ભરૂચમાં ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે પ મહિલાઓનું વિશેષ સન્માન

  • કોરોના વોરિયર્સ, સમાજ સેવક, ડોક્ટર, સામાજિક કાર્યકર સહિત પ મહિલાઓનું કરાયું સન્માન.

ભરૂચમાં પાંચબત્તી વિસ્તારમાં માર્કેટ ની પાછળ આવેલ સોરઠીયા સમાજ ની વાડી માં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજમાં સારી કામગીરી કરનારી પાંચ મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં અન્ય ઉપસ્થિત મહિલાઓને ભેટ વિતરણ કરી તેઓનું સન્માન પણ કરવામાં આવ્યુ હતું.

ભરૂચ જિલ્લામાં કાર્યરત ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટના પરેશભાઈ મેવાડા તથા તેઓની ટીમ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અતિથિવિશેષ તરીકે ડોક્ટર વિક્રમ પ્રેમકુમાર તથા તોરલબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થીત મહાનુભાવોના હસ્તે સારી કામગીરી કરનાર આજની નારીના તંત્રી સંધ્યાબેન માછીનું શાલ ઓઢાડી સન્માનપત્ર કરી તેઓની કામગીરી બિરદાવવામાં આવી હતી.

સાથે ડોમેસ્ટિક નો ભોગ બનેલ પ્રેમીલાબેન વરમોરા કે જેવો હજારો સ્ત્રીઓ ને ન્યાય અપાવી સારી કામગીરી કરી રહ્યા છે અને તેઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પણ સન્માનિત કરવામાં આવ્યા છે તેમને પણ સાલ ઓઢાડી સન્માનપત્ર એનાયત કર્યું હતું. તો સાથે કોરોના કાળમાં ખડે પગે સેવા આપતા ડોકટર સફીકા પટેલ તેમજ નર્સ તરીકે સેવા આપતા નયવંતી ગડરીયાનો પણ વિશેષ સન્માન કરાયું હતું. સાથે જરૂરિયાત મંદ અને ફાટા તળાવ વિસ્તારમાં બાળકોને વિનામૂલ્યે શિક્ષણ પ્રદાન કરનાર ચંદ્રિકાબેન પરમારનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.વિશ્વ મહિલા દિવસે ૫ મહિલાઓએ સમાજ માં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેઓનું સન્માન કરવામાં આવતા અન્ય મહિલાઓ પણ પગભર બને અને આગળ આવે તેવા શુભ આશયથી વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ હતી.

ભરૂચના નિમિષા પટેલે દિવ્યેશ ઘેટિયા સાથે સહ્યાદ્રી પર્વતમાળાનું અતિ દુર્ગમ ગણાતું વજીર શિખર સર કર્યું

  • મહારાષ્ટ્રના મેહુલગઢ ખાતે આવેલ અતિ દુર્ગમ ગણાતા વજીર શિખર સર કર્યું

મંજિલ ઉનહી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, સિર્ફ પંખો સે કુછ નહિ હોતા, બુલંદ હોંસલો સે ઉડાન હોતી હૈ. આ પંક્તિને ભરૂચની 43 વર્ષીય મહિલા નિમિષા પટેલે સાર્થક કરી છે. નિમિષા પટેલે ભરૂચના દિવ્યેશ ઘેટિયા સાથે મળી સહ્યાદ્રી કલાઈમબિંગ ગ્રુપ સાથે અતિ દુર્ગમ ગણાતા 280 ફૂટ ઊંચાઈ ધરાવતા અતિ દુર્ગમ એવા વજીર શિખરના કપરા ચઢાણ કરી પોતાની સાહસિકતાનો પરિચય આપી ગુજરાતની યુવતીઓને એક મિશાલ આપી છે કે મહિલાઓ પણ ધારે તો ગમે તેવા પડકારોને પણ પાર કરી શકે છે.

ભરૂચના બાયપાસ રોડ પર મંગલતીર્થ સોસાયટીમાં રહેતા 43 નિમિષા પટેલ પોતે બ્યુટી પાર્લર ચલાવે છે. તેમના પતિ હિરેન પટેલ ગલ્ફ કન્ટ્રીમાં છે. ભરૂચમાં તેઓ તેમના બે સંતાનો સાથે રહે છે. મોટો દિકરો દેવ પટેલ કોલેજમાં અભ્યાસ કરે છે. સ્કૂલ લાઈફમાં તેઓ સ્પોર્ટ્સમાં ખૂબ રસ ધરાવતા દોડ અને ખોખોની રમતમાં તેમને વિશેષ રુચિ હતી. પરંતુ ધોરણ 12 પછી અભ્યાસ છૂટી જતા રમત ગમત ક્ષેત્રના સપનાઓ અકાળે નંદવાયા હતા.

નેત્રંગ : વિશ્વ મહિલા દિવસે જ 14 વર્ષીય બાળકીને નરાધમે પિંખી નાંખી આચર્યું દુષ્કર્મ!

  • પોલીસે ફરિયાદનાં આધારે તપાસ શરૂ કરી;

ભરૂચ – નર્મદા જિલ્લામાં સગીરાઓ અસલામત બની હોય તેમ વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચ્યો છે, નેત્રંગ પંથકના એક વિસ્તારમાં રહેતી આશરે ૧૪ વર્ષીય સગીરા ગત સોમવારના રોજ રાત્રીના સમયે પોતાના ઘરમાં ન હોય જે બાદ પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.

સગીરાના પિતાની શોધમાં તે મકાન નજીક જ આવેલ એક ધાબા ઉપર મળી આવી હતી જે સગીરાની સાથે તેઓની મકાન પાસે જ રહેતો એક યુવક દુષ્કર્મ આચરતો હોવાનું માલુમ પડતા સગીરાના પિતાને જોઈ યુવક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો, બાદમાં સગીરાના પિતા યુવકને કહેવા જતા ઉલ્ટા ચોર કોતવાલ કો દાટે જેવો ઘાટ થયો હતો. જે બાદ નરાધમ યુવક સહિત તેના પરિવારજનોએ સગીરાના માતા, પિતા પર હુમલો કર્યો હતો.

આ ઘટનામાં ઇજાગ્રસ્ત સગીરાના પિતાને નેત્રંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાના પરિવારે નેત્રંગ પોલીસ મથકે અરજી આપતા પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરી ઘટનામાં સામેલ આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

ભરૂચ ભાજપા દ્વારા જિલ્લાની 501 બાળકીઓને અપાયો સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ

ગુજરાત પ્રદેશ ભાજપાના (પૂર્વ મહામંત્રી) અને પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારના પ્રયાસોથી ભરૂચ ભાજપાના હોદ્દેદારોએ 1000/- લેખે રૂ.5,00,001/- લાખનો ચેક પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટને સુપરત કરી 501 દીકરીઓના ખાતા ખોલાવ્યા.

વિશ્વ મહિલા દિન ના શુભ અવસર પર ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા દિવ્યાંગ, કોરોનામાં માતાપિતા અથવા બે માંથી એક ગુમાવનાર, અને આર્થિક રીતે પછાત જેની ઉંમર 10 વર્ષથી ઓછી છે, એવી 501 બાળકીઓના ખાતામાં  1000-1000₹ ડિપોઝીટ કરવામાં આવ્યા.

ભરૂચ જિલ્લાની સામાજિક સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સર્વે કરાયો હતો. જેમાં ભરૂચ ભાજપા દ્વારા 501 બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતા ખોલવા માટે ₹5,00,001/- લાખની રકમનો ચેક પોસ્ટ સુપ્રિટેનડેન્ટ આર.બી.ઠાકોરને સુપ્રત કર્યો હતો. જેમાં 10 વર્ષથી નીચેની દિવ્યાંગ બાળકીઓ, કોરોનામાં માતાપિતા ગુમાવ્યા હોઈ એવી બાળકીઓ, આર્થિક રીતે નબળા પરિવારની બાળકીઓ તેમજ માતા અથવા પિતા ગુમાવ્યા હોઈ તેવી બાળકીઓને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની “સુકન્યા સમૃદ્ધિ યોજના” નો લાભ અપાવવા માટે આયોજનબદ્ધ રીતે 1000 બાળકીઓને આ યોજનાનો લાભ મળે તે હેતુસર આજરોજ 501 બાળકીઓને આ યોજનાનો લાભ પૂર્વ (પૂર્વ મહામંત્રી) અને પૂર્વ સાંસદ (RS)ના ભરતસિંહ પરમારના હસ્તે આપવામાં આવ્યો હતો.

ગરીબ પરિવારની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ ગરીબ પરિવાર પર દીકરી મોટી થાય અને તેના ભણતર તેમજ લગ્ન પ્રસંગમાં આર્થિક ભારણ ન આવે એવા શુભઆશયથી ભાજપાના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર દ્વારા લેવાયેલ સંકલ્પ થકી આ યોજના નો લાભ 10વર્ષની નીચેની ઉંરની 1000 બાળકીઓને હાલ તો આપવામાં આવશે. તેમજ 2022 માં 17 સપ્ટેમ્બર ના રોજ 72 માં જન્મદિવસ સુધી વધુ વધુમાં 7200 જેટલી બાળકીઓને લાભ આપવાના પ્રસાયો ભરૂચ જિલ્લા ભાજપ, અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા તેમજ વિવિધ સેવાભાવી સંગઠનો દ્વારા કરવામાં આવશે.

આ પ્રસંગે ભાજપાના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મંત્રી નિશાંતભાઈ મોદી, ભરૂચ નગર જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, ફતેસિંહ ગોહિલ સહિત અસ્મિતા વિકાસના પ્રમુખ યશવંતભાઈ પટેલ, મેનેજીંગ ટ્રસ્ટી સમીરભાઈ પટેલ સહિત ભરૂચ પોસ્ટ ઓફિસના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ મુકેશ કુમારે હાજરી આપી હતી.

error: Content is protected !!