The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 2

ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબ ભરૂચની S.M.C.P સંસ્કાર વિદ્યાભવન ખાતે શરૂ થશે

0

ભરૂચની હોમી લેબ અને એસ.એમ.સી.પી સંસ્કાર વિદ્યાભવન ઝાડેશ્વર ખાતે સંસ્કાર ભારતી ટ્રસ્ટના ફ્યુચર ઝોનમાં ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું તારીખ-14મી જૂનના રોજ જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને હોમી લેબના ફાઉન્ડર રિજનપાલ સિંહના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે.

જે ફ્યુચર ઝોનની અદ્યતન વિશેષતાઓ અને શૈક્ષણિક સંભાવનાઓ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,વર્ચ્યુયલ રિયાલીટી થકી ભવિષ્યની સફર કરાવવા સાથે સ્પેશમાં વર્ચ્યુઅલી લઈ જવામાં આવશે જે સહિતની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ હતી.જેમાં શાળાના આચાર્ય શૈલજા સિંહ અને હોમી લેબના આગેવાનોએ પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી.

આ પત્રકાર પરિષદમાં પત્રકારો અને શાળાના ટ્રસ્ટી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ લેબનો તમામ શાળાના બાળકો,યુવાનો,વાલીઓ અને વિદ્યાર્થીઓ લાભ લઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,વર્ચ્યુયલ રિયાલીટી થકી ભવિષ્યની સફર કરી શકશે.

કાશ્મીરમાં હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો અને હત્યાના વિરોધમાં ભરૂચ કલેકટરને અપાયું આવેદન

0

કાશ્મીરના રિયાસીમાં હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો અને હત્યાના વિરોધમાં રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદન પાઠવાયું હતું.

જેમાં જણાવાયું કે જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં 10 શ્રદ્ધાળુ મુસાફરોના મોત થયા છે અને 32 યાત્રાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આતંકવાદીઓ ભારતમાંથી આવેલા હિન્દુ તીર્થયાત્રીઓ પર હુમલો કરે છે.આ હુમલો એ સ્પષ્ટ સંકેત છે કે આજે પણ હિન્દુ ધાર્મિક યાત્રાળુઓ સુરક્ષિત નથી. ભૂતકાળમાં પણ આવી જ ઘટનાઓ બની છે.

મણિપુરની હિંસા, વધતી જતી આતંકવાદ, પંજાબમાં આતંકવાદ અને જમ્મુ રિયાસીની તાજેતરની ઘટનાથી આ સ્પષ્ટ થાય છે. દેશમાં આતંકવાદીઓનું મનોબળ વધી રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે. ઈન્ટરનેશનલ હિંદુ કાઉન્સિલ/રાષ્ટ્રીય બજરંગ દળ આ ઘટનાથી દુઃખી અને ગુસ્સે છે, જેથી હિંદુઓની સુરક્ષાને લઈને ચિંતિત થઈ કેન્દ્ર સરકારે જમ્મુ રિયાસીના મૃતકો અને ઘાયલોને યોગ્ય ન્યાય આપવો જોઈએ અને આ ઘટનાને અંજામ આપનારા આતંકવાદીઓની ઓળખ કરવી જોઈએ.ફાંસીની સજા લાદવી જેથી દેશમાં આતંકવાદની ઘટનાઓને રોકી શકાય અને આતંકવાદીઓને આ દેશમાંથી પ્રતિબંધિત કરવામાં આવે. આ સાથે જ મૃતક શ્રદ્ધાળુઓના પરિવારજનોને 50-50 લાખ રૂપિયા અને ધાર્મિક શ્રદ્ધાળુઓ સહિત ઘાયલોને 10 લાખ રૂપિયા આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ પણ ઈન્ટરનેશનલ હિંદુ કાઉન્સિલ/રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા કરવામાં આવી હતી.

ભરૂચમાં વ્યાજખોરોના મળતીયાઓએ યુવાનને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ફેંક્યો..!

0

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ભડકોદરામાં રહેતા રાજુ શાહુ નામના ઇસમને ભરૂચ નજીક નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવાનને નદીમાં ફેંકી દેવાયો હોવાની વિગતો બહાર આવી છે વ્યાજખરોના મળતીયાઓએ યુવાનને વ્યાલે લીધેલ પૈસા પરત ન આપતા નદીમાં ફેંક્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના ભડકોદરામાં રહેતા રાજુ શાહુ નામના ઇસમને ભરૂચ નજીક નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. યુવાનની બાઇક બ્રિજ પર સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જોતા તેણે તાત્કાલિક સ્થાનિકોને મદદ માટે બોલાવ્યા હતા અને યુવાનને નદીમાંથી બહાર કાઢ્યો હતો.આ અંગે યુવાનના આક્ષેપ અનુસાર તેણે એક ઇસમ પાસે વ્યાજે રૂપિયા લીધા હતા. જેની ઉઘરાણી માટે વ્યાજખોરના મળતિયાઓએ તેને બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધો હતો.2 કલાક સધી નદીમાં પાઇપ પકડીને તેણે પોતાનો જીવ બચાવ્યો હતો.

આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.હાલ યુવાનની ઉલટ તપાસ પણ પોલીસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવ બાબતે પ્રાથમિક તપાસ કરતાં બનાવની વિગત ખોટી હોવાનું જણાય આવેલ છે. આ યુવાને જાતે જ ટરકટ રચી  જાતે જ નદી મા કુદ ગયો હોવાની હકીકત પોલીસને આપેલ પોતાના નિવેદન માં જણાવેલ છે. વધુ વિગત તપાસ પુર્ણ કર્યા બાદ જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાશેનું જાણવા મળી રહ્યું છે.

પાલેજમાંથી નશાકારક કફ સીરપના મોટો જથ્થા સાથે ૨ ઝડપાયા

0

ભરૂચ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના આધારે પાલેજ પોલીસને મહત્વની સફળતા મળી છે. જેમાં ભરૂચની પાલેજ પોલીસે નશાકારક કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ કરતા ૨ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂપિયા 75000 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ભરૂચ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના આધારે પાલેજ પોલીસને મહત્વની સફળતા હાંસલ થઈ છે. પાલેજ પોલીસના સૂત્રોને માહિતી મળી હતી કે પાલેજના જહાંગીર પાર્કમાં કેટલાક ઈસમો ગેરકાયદેસર કફ સીરપનું વેચાણ કરી રહ્યા છે. જેના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડા પાડ્યા હતા જ્યાં પોલીસને મકાન અને દુકાનમાંથી નશાકારક કફ સીરપની 510 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે આ મામલામાં જહાંગીર પાર્કમાં રહેતા રિઝવાન પટેલ અને સુરતના વેર રોડ પર રહેતા ભાવેશ ખીજડીયાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે રૂપિયા 75,990નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ કફ શિરપ તેઓ ક્યાંથી લાવ્યા હતા તે સહિતની વિગતો મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ કસક ઓવારા નજીકથી એકા તરૂણનો મૃતદેહ મળ્યો

0

ભરૂચ ના ગુરુદ્વારા કસક ઓવારા પાસે નદી ના પાણી માં એક અજાણ્યા આશરે ૧૩ થી૧૪ વર્ષના તરૂણનો મૃતદેહ પાણી માં તરતી હાલત માં સ્થાનિકોએ જોતા સ્થાનિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી.

જેથી ધર્મેશ સોલંકી અને તેની ટીમે સ્થળ પર પહોંચી નદીના પાણી માંથી મૃતદેહને બહાર કાઢયો હતો. જે બાદ ધર્મેશ સોલંકી એ આ ઘટનાની જાણ પોલીસને કરતા,પોલીસ ટીમ પણ દોડી આવી હતી.પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી મૃતકના વાલીવારસો તેમજ યુવક કોણ છે ની તપાસ હાથ ધરી છે.હાલમાં ચાલી રહેલી અસહ્ય ગરમીમાં ઠંડક મેળવવા માટે અનેક લોકો નદી-નાળામાં નાહવા માટે પડતા હોય છે. જેમાં અમુક વખતે ઊંડા પાણીનો ખ્યાલ નહિ આવતા પાણીમાં ડૂબી જવના પણ બનાવો નોંધાતાં હોય છે.ત્યારે આવો જ એક બનાવ ભરૂચના કસક ગુરુદ્વારાના નર્મદા નદીના ઓવારા પાસે બન્યો હતો.જેમાં ગતરોજ એક અંદાજીત 13 થી 14 વર્ષીય સગીર નર્મદા નદીમાં નહાવા પાડયો હતો.જે અચાનક ઊંડા પાણીમાં ગરક થઈ જતા ડૂબી ગયો હતો.

ભરૂચ વિપક્ષની મુહિમ રંગ લાવી: ફાટા તળાવ,ઢાલ થી મોહમ્મદપુરા વચ્ચે નો રસ્તો બનતા ખુશહાલી

0

ભરૂચના શ્રવણ ચોકડીના ઉપર બની રહેલ ફ્લાય ઓવરના કારણે ટ્રાફિક સમસ્યામાં એકા એક વધારો થવા પામ્યો હતો.જેને પગલે વાહન ચાલકો ને ભરૂચ શહેર નો મોહમ્મદપુરા રોડ નું ઉપયોગ કરવાની ફરજ પડતી હતી.આ માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકો આવાજાહી માટે ભારે ટ્રાફિક નો સામનો કરી રહ્યા હતા.બીજી તરફ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હતા.આ સમસ્યાને ધ્યાને લઇ નગરપાલિકા વિપક્ષ દ્વારા ભરૂચ ધારાસભ્ય સહીત નગરપાલિકાના સત્તાધીશો ને માર્ગ પહોળો કરવા માટે અસરકારક રજૂઆત કરી હતી.

ટ્રાફિક સમસ્યાની ગંભીરતા ને ધ્યાને લઇ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ,કારોબારી અધ્યક્ષ સહિત ની નગરપાલિકા ની ટીમે વિપક્ષ નેતા સમશાદ સૈયદ તેમજ સભ્યો સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા,ઈબ્રાહીમ કલકલના ઓને સાથે રાખી ટ્રાફિકવાળા માર્ગનું નિરીક્ષણ કર્યું હતુ.અને સદર માર્ગ ને પહોળો કરવા મંજૂરી આપી હતી.આ સાથે માર્ગ પર રહેલ દબાણ સહીત નડતર રૂપ વીજ પોલને હટાવવા આદેશ કર્યો હતો.

નગરપાલિકા ની હકારાત્મક ભૂમિકા ને પગલે ગત રોજ મોડી રાત સુધી રોડની કામગીરી કરાતા વાહન ચાલકોમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.આ માર્ગ પર થી ટ્રાફિક સમસ્યા નું નિરાકરણ થતા વિપક્ષે ભરૂચ ના ધારાસભ્ય અને નગરપાલિકા તંત્ર નો આભાર માન્યો હતો.

પર્યાવરણ દિવસે જ ભરૂચમાં વૃક્ષોનું નિકંદન..!

0

ભરૂચ શહેરના રચનાનગરના મક્તમપુરથી ધર્મનગરને જોડતા મુખ્ય માર્ગ પર કૃષિ યુનિવર્સિટી દ્વારા 15થી વધુ વૃક્ષનું નિકંદન કરાતાં પર્યાવરણ પ્રેમીઓમાં નિરાશા જોવા મળી હતી.

આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ભરૂચ શહેરમાં પણ કૃષિ યુનિવર્સિટી કૃષી વિષયમાં આવનાર યુવાધનને કૃષી અને પર્યાવરણનું શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. તેવામાં વિશ્વ પર્યાવરણ દિવસના રોજ આ જ કૃષી યુનિવર્સિટી દ્વારા કોઇપણ જાતની મંજૂરી વિના વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું છે. રચનાનગરના મક્તમપુરથી ધર્મનગરને જોડતા મુખ્ય માર્ગ પર દિવાલ બનાવવાના હેતુથી વૃક્ષનું નિકંદન કરવામાં હતું, ત્યારે સ્થાનીકો દ્વારા ઉછેરવામાં આવેલ વૃક્ષનું જ નિકંદન કરાતા વિરોધ ઉઠ્યો હતો. બનાવના પગલે પોલીસે સ્થળ પર આવી સ્થાનિકોની રજૂઆતના પગલે કામગીરી અટકાવી હતી.

અંકલેશ્વર GIDCમાં સ્ટાર્ક કલર કંપનીમાં ભીષણ આગ

0

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર્ક કલર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

આ આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ઉંચે ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા. આ બનાવની જાણ થતાં જ પાંચથી વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોચ્યા હતા, જ્યાં ફાયર ફાઇટરોએ પાણી અને ફર્મનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરી હતી. તો બીજી તરફ બનાવના પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.હાલમાં તો આ આગમાં કંપનીને કેટલું નુકશા થયું તેમજ આ આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી કે ના તો કોઇ જાનહાની થયાના સમાચારા પ્રાપ્ત થઈ રહ્યા છે.

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રેવાઅરણ્ય ભરૂચ બોરભાઠા ખાતે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

0

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા “વિશ્વ પર્યાવરણ દિન” નિમિત્તે ભરૂચ સીટીઝન કાઉન્સીલનાં સહયોગ અને સંકલનથી રેવાઅરણ્ય બોરભાઠા ખાતે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ રેવાઅરણ્ય ક્ષેત્રમાં અત્યાર સુધીમાં જુદા-જુદા ૮૦ પ્રકારનાં ૨૦ હજારથી વધુ વૃક્ષોનું જતન કરી ઉછેર કરવામાં આવેલ છે. આ વર્ષે બીજા ૩ થી ૪ હજાર વૃક્ષો વાવવામાં આવનાર છે વધુમાં અહીં વાવેલ વૃક્ષોની માહીતી તેમની પ્રજાતી વિશે જાણવા માટે QR Code થી ૨૫૦ વૃક્ષોને સજ્જ કરાયા છે.જેની શુભ શરૂઆત આજે ધારાસભ્યનાં હસ્તે કરાઈ હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, સીટીઝન કાઉન્સીલના પ્રમુખ ડો. જીવરાજભાઈ પટેલ, સેક્રેટરી હરીશભાઈ જોષી, ઉદ્યોગપતી કમલેશભાઈ ઉદાણી તથા ભરૂચ સીટીઝન કાઉન્સીલનાં સભ્યો તેમજ જેએસએસ ભરૂચની ટીમના સભ્યો શ્રીમતી ક્રિષ્ણાબેન કઠોલીયા, શ્રીમતી પ્રિયંકાબેન પ્રજાપતિ, શ્રીમતી નયનાબેન પટેલ તેમજ તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જે.એસ.એસ ભરૂચ દ્વારા આ કાર્યક્રમના આયોજન અને સહયોગ બદલ સીટીઝન કાઉન્સીલનો વિશેષ આભાર વ્યક્ત કરાયો હતો.

ભરૂચના યોગી એક્ષટેન્શનની કન્ટ્રક્શનની સાઇટ પર થયેલી લોખંડની પ્લેટોની ચોરીનો ભેદ ઉકેલાયો:૨ ઝડપાયા

0

ભરૂચ શહેરના યોગી એક્ષટેન્શનમાંથી 2 જી જુનની રાત્રીના લોખંડની પ્લેટોની ચોરીનો ભેદ ભરૂચ એ ડીવીઝન પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે બે ઈસમોને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના યોગી એક્ષટેન્શનની કન્ટ્રકશનની સાઇટ પર 2 જી જૂનના રાત્રીમાં બે તસ્કરોએ ત્રાટકી ત્યાં રહેલી લોખંડની પ્લેટોની ચોરી કરી હતી.જેની ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ભરૂચ એ ડીવીઝનના પીઆઈ વી.યુ.ગડરીયા અને તેમની ટીમે તેમના વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા.

આ સમયે પોલીસ કોન્સ્ટેબલ ધવલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ તગ્દીરસિંહને સંયુક્ત માહિતી મળી હતી કે, યોગી એક્ષટેન્શનમાંથી ચોરી કરનાર બંને ઈસમો દહેજ બાયપાસ શીલ્પી સ્કવેરની પાસે રોડ ઉપર ઉભેલા છે અને તેઓ બીજી ચોરી કરવાની પેરવીમાં છે.

ટીમે માહિતી મળતા જ સર્વેલન્સ ટીમના માણસોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મદીના પાર્કમાં રહેતા સહેજાદ દાઉદભાઇ રાજ અને સફરી પાર્કમાં રહેતા મહંમદ ઇસ્લામ મહંમદ હનીફ રાણા નામના બે ઈસમોને પકડી લીધા હતાં.બંન્નેની પુછતાજમાં તેમણે ચોરી કરેલી લોખંડની સ્લેબ ભરવાની પ્લેટો નજીકમાં અવાવરૂ જગ્યાએ સંતાડી રાખી હોવાની કબૂલાત કરી હતી.ત્યાર બાદ પોલીસે સંતાડી રાખેલી લોખંડની પ્લેટો નંગ-40 કબ્જે કરી રૂ.40 હજાર બે મોબાઈલ કિંમત રૂ.15 હજાર મળી રૂ.55 હજાર મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!