ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને જેમના મકાનો તૂટે છે તેઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.તો કલેકટર ઓફિસ તરફથી સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની બાહેધરી પણ આપવામાં આવી છે.
બનાવની વિગત એવી છે કે ગઈકાલે તારીખ ૨૦/૦૬/૨૦૨૪ ના રોજ બપોરે ૧૨.૦૦ વાગ્યાના સોમવારે જેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ મહંમદપુરા વિસ્તારમાં જેલની બાજુમાં આવેલા ભરૂચ નગર યોજના નંબર-૩ ના અંતિમ ખંડ નંબર ૯૪-૯૫ ઉપર દિવાલ બનાવવા માટે લાઈન દોરી કરવામાં આવેલ. તે સમયે લાઈન દોરી કરતી વખતે સંતોષી વસાહતના મકાન નંબર ૧૫૪/૨ થી ૬૫/૧ સુધીના ૧૦-મકાનોને એવી ધમકી આપવામાં આવી કે તમારા મકાનો નો અમુક હિસ્સો અમે બુલડોઝર લઈને તોડવા આવીશું તો તમો ઘર ખાલી કરી આપજો.
કોઈપણ જાતની નોટીસ વગર આ મકાનો ના રહીશોને મકાનો તોડવાનું અલ્ટીમેટમ અપાતા સંતોષી વસાહતના મકાન ધારકો હતપ્રભ થઈ ગયા છે, ડરી ગયા છે અને કલેક્ટર પાસે એમના તૂટતા મકાનો બચાવવાની ગુહાર લઈને પહોંચ્યા હતા.જ્યાં કલેક્ટર ઓફિસમાં આર.ડી.સી. ધાંધલે તેઓને શાંતિથી સાંભળ્યા અને યોગ્ય તપાસ કરી ઘટતું કરવા બાહેધરી આપતા હાલા મામલો થાળે પડયો છે.