ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ભડકોદરામાં રહેતા રાજુ શાહુ નામના ઇસમને ભરૂચ નજીક નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવાનને નદીમાં ફેંકી દેવાયો હોવાની વિગતો બહાર આવી છે વ્યાજખરોના મળતીયાઓએ યુવાનને વ્યાલે લીધેલ પૈસા પરત ન આપતા નદીમાં ફેંક્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના ભડકોદરામાં રહેતા રાજુ શાહુ નામના ઇસમને ભરૂચ નજીક નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. યુવાનની બાઇક બ્રિજ પર સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જોતા તેણે તાત્કાલિક સ્થાનિકોને મદદ માટે બોલાવ્યા હતા અને યુવાનને નદીમાંથી બહાર કાઢ્યો હતો.આ અંગે યુવાનના આક્ષેપ અનુસાર તેણે એક ઇસમ પાસે વ્યાજે રૂપિયા લીધા હતા. જેની ઉઘરાણી માટે વ્યાજખોરના મળતિયાઓએ તેને બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધો હતો.2 કલાક સધી નદીમાં પાઇપ પકડીને તેણે પોતાનો જીવ બચાવ્યો હતો.

આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.હાલ યુવાનની ઉલટ તપાસ પણ પોલીસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવ બાબતે પ્રાથમિક તપાસ કરતાં બનાવની વિગત ખોટી હોવાનું જણાય આવેલ છે. આ યુવાને જાતે જ ટરકટ રચી  જાતે જ નદી મા કુદ ગયો હોવાની હકીકત પોલીસને આપેલ પોતાના નિવેદન માં જણાવેલ છે. વધુ વિગત તપાસ પુર્ણ કર્યા બાદ જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાશેનું જાણવા મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here