The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 236

ભરૂચ: ત્રિપુરાના મુસ્લિમોને ન્યાય આપવાની માંગ સાથે મુસ્લિમ સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર

ત્રિપુરામાં થયેલ હિંસક હુમલાઓ તેમજ ધાર્મિક સ્થાનોમાં તોડફોડને લઈ ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું. ત્રિપુરામાં વિરોધી સંગઠનો દ્વારા ઉશ્કેરણી જનક ભાષણો ધાર્મિક સ્થાનોમાં તોડફોડ આગજની ઘટનાઓ, લઘુમતી સમુદાયની દુકાનોમાં લૂંટફાટ સહિત જીવલેણ હુમલાઓ બનવા પામ્યા છે.

જેથી ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે કલેકટરને આવેદનપત્ર પાઠવી અસામાજિક તત્વોને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને અસરગ્રસ્તોને વળતર ચૂકવવામાં આવે તથા સમગ્ર ત્રિપુરા રાજ્યમાં રહેતા લઘુમતી સમાજના લોકોને ન્યાય અને તેમની જાનમાલ અને મિલકતની રક્ષા કરવામાં આવે તેવી માંગ સાથે દેશના રાષ્ટ્રપતિને સાબોધતુ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલ કામઠી, હુસેન કામઠી, પટેલ ઈમ્તિયાઝ, મૌલાના જાકિર હુસેન સહિતના અગ્રણીઓએ ઉપસ્થિતિ રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.

દેને કો ટૂકડો ભલો, લેને કો હરિનામ, ભરૂચ જિલ્લામાં જલારામ બાપાની 222 મી જયંતી ઉજવાઇ

અંકલેશ્વ્રરના ગડખોલ સ્થીત જલારામ મંદિર સહિત ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોના જલારામ મંદિરોમાં ૨૨૨મી જલારામ જયંતીની દબદબા પૂર્વક અને ભક્તીસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.

આજથી 222 વર્ષ પહેલા તા. 4-11-1799 અને વિક્રમ સંવંત 1856ના કારતક સુદ 7ના દિવસે ગોંડલ પાસે વીરપુરમાં જેમનો જન્મ થયો અને આજે લાખો લોકોના હૈયે વસતા પૂ.જલારામ બાપાની જન્મજયંતિ તા.૧૧ના કારતક સુદ-૭ના દિવસે ભરૂચ જિલ્લામાં ધામધૂમથી ઉજવાઇ હતી. ગત વર્ષે કોરોના કાળને કારણે આ ઉજવણી થઈ શકી ન્હોતી ત્યારે ભક્તોમાં આ વર્ષે ઉજવણીનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે અને ગામેગામ, શહેરે શહેરમાં મહાપ્રસાદ, શોભાયાત્રા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા છે.

જલારામ બાપાનો મંત્ર હતો, દેને કો ટૂકડો ભલો, લેને કો હરિનામ. સમસ્ત જીવનમાં તેમણે દરેકની આંતરડી ઠારવાનું કામ કર્યું, ભુખ્યાને ભોજન આપ્યું અને જ્યારે લેવાનું આવ્યું ત્યારે માત્ર હરિનામ લીધું. આ જ પરંપરાને આજે વીરપુરમાં જાળવી રખાઈ છે, તેનું જલારામ મંદિર એ રીતે અનોખુ છે જ્યાં એકવીસ વર્ષથી દાન-દક્ષિણા મંગાતી તો નથી, કોઈ આપે તો સ્વીકારવા દાનપેટી પણ નથી અને છતાં મંદિરમાં આવતા તમામ ભક્તોને પ્રેમથી જમાડવાનું સદાવ્રત સદાકાળ ચાલ્યું આવે છે.

UPL ગૃપના ચેરમેન રજનીકાંત શ્રોફ પદ્મવિભૂષણથી કરાયા સન્માનિત

યુપીએલ ગ્રુપ ના ચેરમેન રજનીકાંત દેવીદાસ શ્રોફ ને દેશ નો સર્વોચ્ચ એવોર્ડ પદ્મભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યા છે. ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મહારાષ્ટ્ર માટે 2021 ના વર્ષ માં રાષ્ટ્રપતિ ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

130 દેશમાં વિસ્તરણ પામેલી એગ્રો કેમિકલ ક્ષેત્રે ભારતની સૌથી મોટી કંપની યુપીએલ ( યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ) દેશની અગ્રણી કંપની છે. ગુજરાત સહીત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્ય માં પણ યુપીએલ ગ્રુપ ની અનેક કંપની કાર્યરત છે.

ભરૂચમાં ઝઘડીયા, અંકલેશ્વર અને દહેજ તેમજ વલસાડ જિલ્લા માં વાપી ખાતે કાર્યરત યુપીએલ ગ્રુપ ના ચેરમેન રજનીકાંત દેવીદાસ શ્રોફ (રજ્જુ શ્રોફ ) ને ગત રોજ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ના હસ્તે પદ્મ ભૂષણ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

ભરૂચમાં વસતા ઉત્તરભારતીય લોકોએ પોતાના ઘરે જ કરી છઠપૂજા

• કોરોનાને લઇ જાહેર સ્થળોએ છઠપૂજાનું આયોજન કરવાનું ટાળ્યું

ભરૂચ જિલ્લામાં રોજગારી અર્થે સ્થાયી થયેલા ઉત્તરભારતીય લોકોનો કોઈ પવિત્ર તહેવાર હોય તો તે છે દિવાળી ટાણે છઠપૂજા અને છઠપૂજામાં આથમતા સૂર્ય અને ઉગતા સૂર્યની પૂજા-અર્ચના કમર સમા પાણીમાં ઊભા રહીને કરાતી હોય છે. પરંતુ કોરોનાની મહામારીને ધ્યાને રાખી જાહેર સ્થળોએ છઠ પૂજા કરવાના આયોજનો રદ્દ કરવામાં આવ્યા છે. જેના પગલે ભરૂચમાં વસતા ઉત્તર ભારતીય લોકોએ પોતાના ઘરે જ કુત્રીમ જળકુંડ ઉભા કરી તેમાં ઊભા રહીને છઠ પૂજા નિમિત્તે ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી રહ્યા છે.

ભરૂચ જિલ્લામાં ૭ ઓધોગિક વસાહતોના કારણે ઉત્તર ભારતીય લોકો રોજગારી અર્થે ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્થાયી થયા છે અને તેઓનો પવિત્ર તહેવાર લાભ પાંચમ પછીનો છઠ માનવામાં આવે છે. આ દિવસે છઠ પૂજા કરવાનું અનેરૂ મહત્વ રહેલું છે. ઉત્તર ભારતીય લોકો છઠ પૂજા નર્મદા નદીના પવિત્ર જળમાં ઊભા રહી આથમતા સૂર્ય અને ઉગતા સૂર્યની પૂજા-અર્ચના કરી છઠ પૂજાનું સામુહિક આયોજન કરતાં હોય છે. પરંતુ કોરોનાની મહામારીને ધ્યાને રાખી આ વખતે પણ જાહેર સ્થળોએ છઠપૂજાના આયોજનો રદ્દ કરવામાં આવ્યા છે.

જેના કારણે ભરૂચ જિલ્લામાં વસતા ઉત્તરભારતીય ભાઈ-બહેનોએ પોતાના ઘરે જ ધાબા ઉપર તથા મકાનની અગાસી તેમજ અન્ય સ્થળે આથમતા સૂર્ય ની પૂજા અર્ચના કરી હતી. પોતાના મકાનની અગાસી ઉપર જ કુત્રીમ જળકુંડ બનાવી તેમાં ઊભા રહી આથમતા સૂર્યની પૂજા-અર્ચના કરી હતી. જે પૂજાનું આવતીકાલે સવારે ઉગતા સૂર્યની પૂજા-અર્ચના કરી સમાપન કરાશે.

વાલિયા: સીંગલાના ૨૯ વર્ષીય યુવાને ઝેરી દવા પી જીવનલીલા સંકેલી

વાલિયા તાલુકાના સિંગલા ગામે એક આશાસ્પદ યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત નિજયું હતું.

વાલિયાના સીંગલા ગામે રહેતો ૨૯ વર્ષીય ચેતન ગુલાબ વસાવા તા.૧૦મીના રોજ દારૂના નશામાં ચુર બની ખેતરે ગયો હતો. જ્યાં તેનું દારૂના નશાના પગલે ગળુ સુકાતા તેણે નશામાં જ ખેતરમાં છાંટવાની દવા ગટગટાવી જતા તેને પ્રથમ સારવાર અર્થે વાલિયા અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન તેનું બપોરે મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ વાલિયા પોલીસ મથકે કરાતા પોલીસે ભરૂચ સિવિલ ખાતે આવી જરૂરી કાર્યવાહી હાથધરી હતી.

ભરૂચ: કિસનાડ ગામે બે મકાનોમાં એકાએક આગથી મચી અફરાતફરી

ભરૂચના કિસનાડ ગામે બે મકાનોમાં મોડી સાંજે એકાએક આગ ભભૂકતા અફરાતફરી મચી જવા પામી હતી.

ભરૂચના કીશનાડ ગામમાં આવેલા પટેલ ફળિયામાં આવેલા હસમુખ મંગળભાઈ પટેલ ના મકાનમાં રાત્રીના ૭.૩૦ વાગ્યાની આસપાસ અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. લાગેલી આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને કરાતા ચાર જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.ભારે જહેમત બાદ કાબુ મેળવવામાં સફળતા મળી હતી. પરંતુ ત્યાં સુધીમાં લાખો રૂપિયાનું નુકસાન થઈ જવા પામ્યું હતું.
જો કે આ આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ રહ્યું છે. પરંતુ આ આગમાં બંન્નેવ મકાનોને ભારે નુકશાન થયાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની ન નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે હાઇવે પર અજાણ્યા વાહનની અડફટે આવેલ દિપડાનું આખરે મોત

• મૂલદ ચોકડીથી ટોલ પ્લાઝા વચ્ચે નેશનલ હાઇવે ક્રોસ કરતી વેળા દિપડો વાહનની અડફટે આવ્યો
ભરૂચ – અંકલેશ્વરની મૂલુદ ચોકડી થી ટોલ પ્લાઝાની વચ્ચે નેશનલ હાઇવે પર ગત રાત્રે અજાણ્યા વાહનની અડફેટે આવેલા દિપડાનું મોત નિપજ્યુ હોવાની ઘટના બની હતી. વાહન અકસ્માતનો ભોગ બનેલા દિપડાને રેસ્ક્યુ કરવા માટે વનવિભાગના વીસ થી વધુ ફોરેસ્ટરોએ ભારે જહેમત ઉઠાવી હતી. જો કે, સારવાર પૂરતી મળે તે અગાઉ તો દિપડાનું મોત નિપજ્યુ હતુ.
ભરૂચની મૂલદ ચોકડીથી ટોલ પ્લાઝા વચ્ચે મંગળવારે રાતે પોણા નવ વાગ્યાના સુમારે સુરતથી ભરૂચ આવતી લેન ઉપર એક દિપડો હાઇવે ક્રોસ કરતા વાહન અડફેટે આવી ગયો હતો. વાહન અડફેટે ગંભીર રીતે ઘવાયેલો કદાવર દિપડો હાઇવે ઉપર પડેલો જોતા પાછળથી આવતા વાહન ચાલકોના પણ શ્વાસ ક્ષણિક થંભી જવા સાથે આપો આપ વાહનને બ્રેક લાગવાની શરૂ થઇ ગઇ હતી. જોતજોતામાં ભરૂચ હાઇવે પર મુલદ નજીક ઘાયલ દિપડો પડ્યો હોવાના મેસેજ અને વીડિયો વાયરલ થઈ ગયા હતા.
ઘટના અંગે વન વિભાગને જાણ કરાતા હાઇવે ઉપર ઘાયલ પડેલા દીપડાને રેસ્ક્યુ કરવા ત્રણ દિશામાંથી ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. મદદનીશ વન સંરક્ષક પરેશ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ઝઘડિયા આરએફઓ એમ.કે.પરમાર સહિત વીસ વ્યક્તિઓની રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે દોડી આવી ઘાયલ દિપડાને બચાવવા પ્રયત્નો શરૂ કર્યા હતા.
સુરતથી ભરૂચ તરફની હાઈવેની એક લેન રોકાઈ જતા ટ્રાફિકજામ વચ્ચે વન વિભાગની ત્રણ રેન્જ દ્વારા ઘાયલ દિપડાનું દિલધડક રેસ્ક્યુ ચાલ્યું હતું. ઘાયલ હોવા છતાં જાળમાં દિપડાને પકડતી વેળા તેની દહાડ માત્રથી જ ટોળે ટોળા વળેલા વાહન ચાલકો પણ ડરના માર્યા દોડતા થઈ ગયા હતા.
વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂર્યા બાદ સારવાર માટે ઝઘડિયા પશુ દવાખાને લાવી તેની સારવાર શરૂ કરી હતી. જો કે રાતે ૧૧.૩૦ કલાકે ઘાયલ દિપડાએ વેટરનીટી દવાખાનામાં જ દમ તોડી દીધો હતો. અઢી કલાકનું રેસ્ક્યુ, હાઈવેનો વાહન વ્યવહાર રોકવા છતાં દિપડાનો જીવ બચી નહિ શકતા વન વિભાગની ટીમ પણ નિરાશ થઈ ગઈ હતી.
ઝઘડિયા આરએફઓ મીનાબેન પરમારે જણાવ્યું હતું કે, ઘાયલ દિપડો પુખ્ત વયનો હતો. નર દીપડાની ઉંમર ૧૦ વર્ષની હતી. તેને માથા અને પેટના ભાગે ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું હતું.

આમોદ: કિશોરીના શંકાસ્પદ મોતના મુદ્દે થયો મોટો ખુલાસો

• પીએમ રિપોર્ટમાં દુષ્કર્મ કર્યા પછી હત્યા કરાઈ હોવાનો ખુલાસો
ભરૂચના આમોદ તાલુકાના સરભાણ ગામમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલી સગીરાની લાશના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સગીરા પર દુષ્કર્મ આચર્યા બાદ ગળુ દબાવી હત્યા નિપજાવાઈ હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ગુનાને અંજામ આપનારા શખ્સની શોધખોળ શરૂ કરી છે.

આમોદ તાલુકાના સરભાણ ગામે સીમમાં લાકડા વીણવા ગયા બાદ ગુમ થયેલી 14 વર્ષીય સગીરાની આપત્તીજનક હાલતમાં લાશ મળી આવી હતી. માતાએ દીકરીના આપત્તીજનક હાલતમાં મૃતદેહને જોતા જ તેની સાથે અઘટિત કૃત્ય આચર્યા બાદ હત્યા કરાઈ હોવાની પ્રબળ શંકા સેવી હતી.અત્યંત ગંભીર અને સંવેદનશીલ ઘટનામાં જિલ્લા પોલીસ એલર્ટ થઇ કિશોરીના મૃતદેહને મંગળવારે પેનલ પોસ્ટમોર્ટમ માટે સુરત ખસેડાયો હતો.

બુધવારે આવેલા રિપોર્ટમાં કિશોરી સાથે રેપ વીથ મર્ડરની ઘટના ઘટી હોવાના ઘટસ્ફોટ સાથે જિલ્લામાં અરેરાટી ફેલાઇ ગઈ છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાએ અતિ સંવેદનશીલ આ ઘટનામાં ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ જંબુસર ડિવિઝન ઇન્ચાર્જ DYSP જે.સી. નાયક, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાથે આમોદ પોલીસની ટીમો બનાવી નરાધમ હત્યારાને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. ગામના જ કોઈ સ્થાનિક શખ્સે કિશોરી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરી હોવાની આશંકા સાથે તપાસનો ધમધમાટ શરૂ કરવામા આવ્યો છે.

ભરૂચ: પેરોલ જમ્પ કરી નાસતો ફરતો કાચા કામનો કેદી ઝડપાયો

ભરૂચ સબજેલમાંથી વચગાળાના જામીન પરથી નાસતો ફરતો ફરાર કેદીને ઝડપી પાડવામાં પેરોલ ફ્લો સ્કોર્ડને સફળતા મળી છે.

ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો નાસતા-ફરતા આરોપી તથા પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાના જામીન પરથી ફરાર કેદી પકડવા સારૂ પાલેજ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી બાતમી હકિકત મળેલ કે ઝગડીયા પોલીસ મથકના ગુનાનાનો આરોપી કિશનભાઇ શનીયાભાઇ વસાવા રહે – ઉમરખેડા, જુની નિશાળ ફળીયું, તા-નેત્રંગ જી.ભરૂચનો કાચા કામના આરોપી તરીકે સબ જેલ ખાતે હતો.
જે આરોપીને કોવીડ-૧૯ કોરોના વાયરસ સામે સાવચેતી સબબ નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા વૈશ્વિક મહામારીને ધ્યાને રાખીને જેલમાં રહેલ કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આપવામાં આવેલ ડાયેકરેક્શન મુજબ તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટની ગાઇડલાઇન મુજબ નામદાર ચીફ જ્યુડી મેજી કોર્ટ ભરૂચનાઓના હુકમ મુજબ તા.૧૩/૦૫/ર૦ર૧ના રોજ ત્રણ મહિનાના ટેમ્પરરી જામીન પર મુક્ત કરવામાં આવેલ હતો.
જે વચગાળા જામીનનો સમયગાળો પુર્ણ થતા આરોપીને તા.૧૩/૦૮/૨૦૨૧ નારોજ ભરૂચ સબ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતું હાજર થયેલ નહિ અને ફરાર થઈ ગયેલ. જે આરોપીને પેરોલ ફ્લો સ્કોર્ડ દ્વારા તા.૦૯/૧૧/૨૦૨૧ નારોજ ગામ ઘોડી ખાતેથી હસ્તગત કરવામાં આવ્યો છે. તેમજ આગળની કાર્યવાહી કરવા પાલેજ પોલીસ મથકે સુપ્રત કર્યો છે.

ભરૂચ શહેરમાં રીલીફ ટોકીઝ સામે ધોળે દીવસે લૂટ કરનાર ૩ લૂટારૂ ઝડપાયા

ભરૂચ શહેરના પાંચ બત્તી વિસ્તારમાં ધોળે દહાડે એક યુવકને લૂંટી લેવાની ઘટના બનવા પામી હતી. જે ગુનામાં પોલીસે ૩ આરોપીઓની અટક કરી લૂંટમાં ગયેલ મુદ્દામાલ જપ્ત કરેલ છે.

ગત રોજ ભર બપોરે પાંચબત્તી નજીકની રિલિફ ટોકીઝ સામે લૂંટનો ભોગ બનનાર તિલક ગુપ્તા પાસેથી રૂ. બે હજાર રોકડા તેમજ એમ.આઇ. કંપનીનો મોબાઈલ મળી કુલ રૂ. પાંચ હજારની મત્તાની લૂંટનો બનાવ બન્યો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ ડી.પી. ઉનડકટેએ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતાં ગણતરીના સમયમાં ત્રણ આરોપીઓ કે જેમાં શૈલેષ અરવિંદ વસાવા વિજય સોમાભાઇ વસાવા દિવ્યેશ અનિલ વસાવા, તમામ રહે. વસંત મિલની ચાલની અટક કરી હતી. તેમજ લૂંટના બનાવમાં ગયેલ રૂ. બે હજાર રોકડા તેમજ એમ.આઇ. કંપનીનો મોબાઈલ કિં.રૂ. ત્રણ હજાર મળી કુલ રૂ. પાંચ હજારનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

error: Content is protected !!