ભરૂચ જિલ્લાના એક પોલીસ મથકમાં સગી દીકરી ભોગ બનનારે સગા બાપ ઉપર ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી છે જેમાં સગા બાપે જ પોતાની જ દીકરી ઉપર વારંવાર બળજબરી પૂર્વક દુષ્કર્મ કરી ગર્ભપાત પણ પડાવી નાની ઉંમરમાં જ કોઈપણ જાતના લગ્ન કરાવ્યા વિના બીજે છોકરા સાથે રવાના કરી દેતા અને સગીરા પરત આવતા સગા બાપે ફરી વારંવાર બળાત્કાર ગુજારતા અને સગા બાપ થકી સગી દીકરી ગર્ભવતી બનતા આખરે સાવકી માતાની હિંમતથી પીડિતાએ ભરૂચ પોલીસ મથકમાં સગા બાપ સામે બળાત્કાર અપહરણ પોકસો અને બાળ લગ્ન એક્ટ હેઠળ સગા બાપ સહીત પત્ની બનાવીને રાખનાર યુવક સામે ફરિયાદ નોંધાવી છે.
ભરૂચના પોલીસ મથકમાં ભોગ બનનાર પીડીતાએ નોંધાવેલ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, ગત વર્ષ 2022 ના 10મા મહિનામાં ફરિયાદીને તેના પિતા પાલક માતા સાથે બનતું ન હોય અને તે સમયે ફરિયાદીને હવસખોર પિતા તેના મૂળ વતન મધ્યપ્રદેશ રહેતા જ્યાંથી તેમની સાથે ફરિયાદી તેણીની પાલક માતા ભરૂચ ખાતે રહેતી હતી અને ફરિયાદીના પિતાના બીજા બાળકો અટાલી ખાતે અભ્યાસ કરતા હતા.
દરમિયાન પિતા નરાધમ ફરિયાદીને અમદાવાદથી મહેસાણા વચ્ચે કોઈ જગ્યાએ કડિયા કામની મજૂરી માટે લઈ ગયેલા અને ત્યાં એક મહિના જેટલો સમય પતરાના ઝૂંપડામાં રોકાયા હતા અને તે સમયે સગા પિતાએ જ રાત્રિના સમયે સગી દીકરી ફરિયાદી ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી તેણીને ધમકી આપી હતી કે તું કોઈને આ બાબતે કહીશ તો તને જીવતી નહીં રહેવા દઉં જેથી સગી દીકરી ડરી ગઈ હતી અને સતત અલગ અલગ રાત્રીએ સગા પિતાએ ૮ થી ૧૦ વખત સગી દીકરી ઉપર દુષ્કર્મ આચરી દીકરીને ગર્ભવતી કરી હતી.જ્યારે નરાધમ પિતાને ખબર પડી કે દીકરીના પેટમાં ગર્ભ રહી ગયો છે તો તેણે પુરાવાનો નાશ કરવા માટે નજીકમાંથી દેશી ઝાડના મૂળિયાની દવા પીવડાવી દીકરીનો ગર્ભ પડાવ્યો હતો.
પિડિતાની ફરિયાદમાં એવા પણ આક્ષેપ કરાયા છે કે, તેના બળાત્કારી સગા પિતા મજૂરી કામ કરવા માટે વડોદરા ખાતે એકલા જતા રહેલ અને તેના થોડા દિવસ પછી તેના પિતા પાલક માતા સાથે જામદા ખાતે ફરિયાદી તથા તેની સાવકી માતાને લેવા માટે આવતા ફરિયાદી વડોદરા ખાતે આવી હતી.જ્યાં તેઓ વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી સરકારી મકાનમાં વડોદરા ખાતે ભાડેથી રહેતા હોય ત્યાં પણ ૧૫થી વધુ દિવસ સુધી ફરિયાદી રોકાયેલ અને તે સમયે પણ પાલક માતા રસોડાના કામ કરવા માટે રાત્રીએ બહાર જતા જ સગી દીકરીનો એકલતાનો લાભ લઇ હવસખર પિતાએ સગી દીકરી સાથે શારીરિક સંબંધ બાંધતા ફરી દીકરીને ગભૅ રહી ગયો હતો.જે વાત છુપાવવા માટે સગા બાપે સગીર વયની દીકરી હોવા છતાં તેને દાહોદના સતીશ નરપત મેડાને બોલાવી સગી દીકરીની સાથે કોઈપણ જાતના લગ્ન કરાવ્યા વિના જ પત્ની તરીકે રવાના કરી હતી અને સતીશ મેડા પણ સગીર વયની દીકરીને પત્ની બનાવીને રાખતો હતો.
સમગ્ર પ્રકરણનો ભાંડો તો ત્યારે ફૂટ્યો જ્યારે મધ્યપ્રદેશ ખાતે ફોઈના છોકરાના લગ્નમાં ફરિયાદી આવી હતી.દરમિયાન લગ્નમાં પિડિતાને તેની પાલક માતા સાથે ભેટો થયો અને ભોગ બનનાર ફરિયાદીએ સગા બાપે કરેલું કૃત્ય સાવકી માતાને કહેતા જ સૌપ્રથમ સાવકી માતાની પગ તળેની જમીન ખસી ગઈ હતી અને તેઓ અનુભવ કર્યો હતો.જે બાદ ફરિયાદી થોડા દિવસ માટે સાવકી માતાના ઘરે ભરૂચ આવી હતી અને ત્યારેપણ સતત અલગ અલગ દિવસે સગા બાપે જ દીકરી ઉપર બળાત્કાર કર્યો હતો.
સાવકી માતા ભરૂચની હોસ્પિટલમાંથી નોકરી કરી પરત ઘરે આવી તે દરમિયાન ભોગ બનનાર ઘરમાં રડી રહી હતી અને રડતી દીકરીને સાવકી માતાએ પૂછ્યું શું થયું કેમ રડે છે અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો. જેમાં સગો બાપ જ પોતાની હવસ પોતાની સગી દીકરી ઉપર સંતોષી રહ્યો હોવાની વાત સાવકી માતા અને દીકરીએ પોતાના નરાધમ બાપને કહેતા જ ઉશ્કેરાયેલા બાપે સાવકી માતા અને ભોગ બનનાર દીકરીને ઢોર માર મારી અને અંતે સગીરાના પેટમાં જે ગર્ભ છે તે પણ તેના બાપ થકી જ હોવાનો ખુલાસો થતા આખરે સાવકી માતાની હિંમતથી સગી દીકરીએ ભરૂચના પોલીસ મથકમાં પહોંચી નરાધમ સગા બાપ સામે તથા જે યુવકે ભોગ બનનારને નાની ઉંમરે લગ્ન વિના પત્ની બનાવી હતી તેની તથા સગા બાપ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પણ બંન્નેવ નરાધમો સામે બળાત્કાર પોકસો અપહરણ અને બાળ લગ્ન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.