અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતાં લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની બુમો ઉઠવા પામી હતી.
અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમિકલ નિકાલના ભૂતિયા કનેક્શન બાદ ગેસ ગળતરની અવાર નવાર ફરિયાદો ઉઠી રહી છે.ત્યારે ગતરોજ મોડી રાતે અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતાં દોડધામ મચી જવા પામી હતી.
ગેસ ગળતરને પગલે લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠવા પામી હતી.આ અંગેની જાણ ફાયર વિભાગ અને જીપીસીબીને થતાં બંને ટીમો સ્થળ પર દોડી આવી હતી અને ફાયર ફાયટરોએ ગેસ લીકેજ બંધ કરવાની તજવીજ હાથધરી હતી.જોકે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.હાલમાં તો સલ્ફર ટ્રાયોકસાઈડ ગેસ SO3 લીક થયો હોવાનું પ્રાથમીક અનુમાન સેવાઈ રહ્યું છે.