ભરૂચ જિલ્લા કક્ષાના આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ગુજરાત યોગ બોર્ડના સ્વયંમ સેવકો, સંસ્થાઓ, એનજીઓ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જોડાઈને યોગ કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા, યોગાસન અને તેનાથી થતાં ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત્ત થાય,યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી. ભરૂચમાં આજ ઉદ્દેશ્ય સાથે જિલ્લાકક્ષાએ તેમજ જિલ્લાની તમામ નગર પાલિકાકક્ષાઓ,તાલુકાકક્ષાએ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગની ઉજવણી કરાઇ હતી.
આ તબક્કે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા,જિલ્લા પ્રાયોજના વહીવટદાર યોગેશ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા,R.A.C એન. આર. ધાંધલ,અને વિવિધ સંસ્થાઓ,શાળાઓના યોગ સાધકો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.