ભરૂચની હોમી લેબ અને એસ.એમ.સી.પી સંસ્કાર વિદ્યાભવન ઝાડેશ્વર ખાતે સંસ્કાર ભારતી ટ્રસ્ટના ફ્યુચર ઝોનમાં ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું તારીખ-14મી જૂનના રોજ જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને હોમી લેબના ફાઉન્ડર રિજનપાલ સિંહના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે.
જે ફ્યુચર ઝોનની અદ્યતન વિશેષતાઓ અને શૈક્ષણિક સંભાવનાઓ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,વર્ચ્યુયલ રિયાલીટી થકી ભવિષ્યની સફર કરાવવા સાથે સ્પેશમાં વર્ચ્યુઅલી લઈ જવામાં આવશે જે સહિતની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ હતી.જેમાં શાળાના આચાર્ય શૈલજા સિંહ અને હોમી લેબના આગેવાનોએ પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી.
આ પત્રકાર પરિષદમાં પત્રકારો અને શાળાના ટ્રસ્ટી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ લેબનો તમામ શાળાના બાળકો,યુવાનો,વાલીઓ અને વિદ્યાર્થીઓ લાભ લઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,વર્ચ્યુયલ રિયાલીટી થકી ભવિષ્યની સફર કરી શકશે.