જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા “વિશ્વ પર્યાવરણ દિન” નિમિત્તે ભરૂચ સીટીઝન કાઉન્સીલનાં સહયોગ અને સંકલનથી રેવાઅરણ્ય બોરભાઠા ખાતે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ રેવાઅરણ્ય ક્ષેત્રમાં અત્યાર સુધીમાં જુદા-જુદા ૮૦ પ્રકારનાં ૨૦ હજારથી વધુ વૃક્ષોનું જતન કરી ઉછેર કરવામાં આવેલ છે. આ વર્ષે બીજા ૩ થી ૪ હજાર વૃક્ષો વાવવામાં આવનાર છે વધુમાં અહીં વાવેલ વૃક્ષોની માહીતી તેમની પ્રજાતી વિશે જાણવા માટે QR Code થી ૨૫૦ વૃક્ષોને સજ્જ કરાયા છે.જેની શુભ શરૂઆત આજે ધારાસભ્યનાં હસ્તે કરાઈ હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, સીટીઝન કાઉન્સીલના પ્રમુખ ડો. જીવરાજભાઈ પટેલ, સેક્રેટરી હરીશભાઈ જોષી, ઉદ્યોગપતી કમલેશભાઈ ઉદાણી તથા ભરૂચ સીટીઝન કાઉન્સીલનાં સભ્યો તેમજ જેએસએસ ભરૂચની ટીમના સભ્યો શ્રીમતી ક્રિષ્ણાબેન કઠોલીયા, શ્રીમતી પ્રિયંકાબેન પ્રજાપતિ, શ્રીમતી નયનાબેન પટેલ તેમજ તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જે.એસ.એસ ભરૂચ દ્વારા આ કાર્યક્રમના આયોજન અને સહયોગ બદલ સીટીઝન કાઉન્સીલનો વિશેષ આભાર વ્યક્ત કરાયો હતો.