ભરૂચના શ્રવણ ચોકડીના ઉપર બની રહેલ ફ્લાય ઓવરના કારણે ટ્રાફિક સમસ્યામાં એકા એક વધારો થવા પામ્યો હતો.જેને પગલે વાહન ચાલકો ને ભરૂચ શહેર નો મોહમ્મદપુરા રોડ નું ઉપયોગ કરવાની ફરજ પડતી હતી.આ માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકો આવાજાહી માટે ભારે ટ્રાફિક નો સામનો કરી રહ્યા હતા.બીજી તરફ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હતા.આ સમસ્યાને ધ્યાને લઇ નગરપાલિકા વિપક્ષ દ્વારા ભરૂચ ધારાસભ્ય સહીત નગરપાલિકાના સત્તાધીશો ને માર્ગ પહોળો કરવા માટે અસરકારક રજૂઆત કરી હતી.

ટ્રાફિક સમસ્યાની ગંભીરતા ને ધ્યાને લઇ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ,કારોબારી અધ્યક્ષ સહિત ની નગરપાલિકા ની ટીમે વિપક્ષ નેતા સમશાદ સૈયદ તેમજ સભ્યો સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા,ઈબ્રાહીમ કલકલના ઓને સાથે રાખી ટ્રાફિકવાળા માર્ગનું નિરીક્ષણ કર્યું હતુ.અને સદર માર્ગ ને પહોળો કરવા મંજૂરી આપી હતી.આ સાથે માર્ગ પર રહેલ દબાણ સહીત નડતર રૂપ વીજ પોલને હટાવવા આદેશ કર્યો હતો.

નગરપાલિકા ની હકારાત્મક ભૂમિકા ને પગલે ગત રોજ મોડી રાત સુધી રોડની કામગીરી કરાતા વાહન ચાલકોમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.આ માર્ગ પર થી ટ્રાફિક સમસ્યા નું નિરાકરણ થતા વિપક્ષે ભરૂચ ના ધારાસભ્ય અને નગરપાલિકા તંત્ર નો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here