The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 188

અંકલેશ્વર : મોદી નગર મિશ્રશાળામાં અચાનક છત ધરાશાયી થતાં ૧ ઘાયલ

અંકલેશ્વર તાલુકાનાની મોદી નગર મિશ્રશાળામાં અચાનક છત ધરાશાયી થતા શાળાની ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારીના માથા પરના ભાગે ગંભીર ઇજાઓ પોહોંચવા પામી હતી.

આજરોજ વહેલી સવારે પોતના નિત્યકર્મ પ્રમાણે ભારતીબેન રાણા કે જેઓ શાળામાં પટાવાળા તરીકેની ફરજ બજાવે છે તે શાળામાં પોતાનું કાર્ય કરી રહ્યા હતા.આ દરમિયાન જ છત ધરાશાયી થતા ભારતી બેનને માથા ભાગે ગંભીર ઇજાઓ પોહોંચવા પામી હતી.

આ શર્મનાક ઘટના આજરોજ અંકલેશ્વર તાલુકાની મોદીનગર મિશ્રશાળા નંબર ૧૮ માં બની હતી. આ શાળામાં આજુબાજુના ગરીબ બાળકો પોતાનું ભાવિ બનાવા ઉદ્દેશથી આવતા હોય છે ત્યારે આવી ઘટના અંકલેશ્વર નગરપાલિકાની શિક્ષણ અંગેની ઉદાસીનતા દર્શાવી રહી છે. આ ઘટનામાં સદ્નસીબે બાળકો ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે જન્મ દિન નિમિત્તે ગૌ માતાનું પૂજન સાથે કરી ઉજવણી

ભરૂચના પાંજરાપોળ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મ દિન નિમિત્તે ગૌ માતાનું પૂજન કરી ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચના જેબી મોદી પાર્ક વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મ દિન નિમિત્તે ગૌ માતાનું પૂજન અર્ચન કરી ઉજવણી કરવામાં આવી હતી અને કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. સાથે બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તેઓને શુભેચ્છકો અને મિત્રો તેઓને જન્મ દિનની શુભકામના પાઠવી હતી આ કાર્યક્રમમાં નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તેમજ યુવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વાગરા : ઓપેલ કંપનીના કિંમતિ કેટાલીસ્ટ પાવડર ચોરીનો ભેદ ઉકેલાયો, 5 ઝડપાયા

  • પોલીસે પાંચ આરોપી સાથે કુલ રૂપિયા પઆંચ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ જિલ્લામાં કેમિકલ ચોરી અટકાવવા અપાયેલ સુચના અંતર્ગત વાગરા પોલીસ ટીમ મુલેર ચોક્ડી ખાતે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. દરમિયાન બાતમી મળી હતી કે દહેજ બાજુથી એક બાઇક ચાલક કે જેણે કાળા કલરનું જેકેટ પહેરેલ છે તે એક થેલીમાં ચોરીનો સફેદ પાવડર લઈને આવે છે.

જેથી વાગરા પોલિસ ટીમે બાતમીના આધારે વોચ ગોઠવતા કંપનીમાં પ્રોસેસમાં વપરાતો મોંધો કેટાલીસ્ટ પાવડર સાથે મહંમદ ફૈજાન ઇરફાન પટેલ, ઉ.૨૧, રહે. મુલેર મસ્જીદ ફળીયું ફળીયું,વાગરાને અટકાવી તપસતા તેની પાસે રહેલ થેલીમાંથી દોઢ કિલોગ્રામ જેટલો કેટાલીસ્ટ પાવડર કિંમત આશરે ૧ લાખ ૫૦ હજાર મળી આવ્યો હતો.

વાગરા પોલીસે પાવડર સાથે ઝડપાયેલા મહંમદ ફૈજાન પટેલની સઘન પુછતાછ કરતા તેની સાથે પાવડર ચોરીમાં સંકડાયેલા અન્ય આરોપીઓ પ્રફુલ્લ ગોવીંદ પરમાર, રહે. મુલેર મસ્જીદ ફળીયું, સુધીર વિરમ વસાવા રહે. અંભેર, નવી નગરી, કિશન વિરમ વસાવા, રહે, અંભેર,નવી નગરી ,ધર્મેશ બુધેસંગ પરમાર, રહે. પાલડી,ભાથીજી મંદીર,તા. વાગરાને પણ ઝડપી પાડી તેમની પાસેથી ૩ કિલો કેટાલીસ્ટ પાવડર કિંમત આશરે રૂ.૪,૫૦,૦૦૦/- જપ્ત કર્યો હતો. પોલીસે પાંચેવ આરોપીઓની અટકાયત કરી બાઇક, મોબાઇલ સહિત કુલ રૂપિયા ૫,૦૦,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી દહેજ જી.આઇ.ડી.સી ઓપેલ કંપનીમાં થી ચોરાયેલ પાવડરનો ભેદ ઉકેલ્યો હતો.

સાબરમતી રિવરફ્રન્ટથી SOU સુધી સી પ્લેન સેવા નવી પોલિસી સાથે ફરી શરૂ થશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2020ના દિવસેથી શરૂ કરેલી સી પ્લેન ની સેવા છેલ્લા 1 વર્ષથી બંધ છે.સી પ્લેન ક્યારે શરુ થશે એની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

સી પ્લેન માટે કેવડીયાનું વોટર એરોડ્રામ ધૂળ ખાઈ રહ્યું હોવા છતાં એમાં નવી છત અને પ્રોટેક્શન વોલ, સુરક્ષા પોઇન્ટ બનાવવામાં આવી છે.એ જોતાં ટૂંક સમયમાં જ સી પ્લેન સેવા ફરી શરૂ થશે એવા એંધાણ વર્તાઈ રહ્યાં હતાં.તો આ તમામની વચ્ચે સરકારે સી પ્લેન સેવા નવી પોલિસી સાથે ફરી શરૂ કરવાનું નક્કી કર્યું છે. જેથી હવે ટૂંક જ સમયમાં પ્રવાસીઓ “સી” પ્લેનનો લાભ લઈ શકશે. હાલ કેવડિયાના વોટર એરોડ્રામને નવરૂપ રંગ કરી નવો લુક આપવામાં આવ્યો છે.​​​​​​​હવે આગામી સમયમાં “સી” પ્લેન સેવા નવી પોલિસી સાથે સરકાર શરૂ કરવા જઈ રહી છે. બંધ થયેલી “સી” પ્લેન સેવા ફરી શરૂ કરવા સરકારે રસ દાખવી બીડિંગ મંગાવ્યા હતા.

બીડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુંબઈની એક કંપનીને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે “સી” પ્લેન સર્વિસ ઓપરેટ કરવાનો કોન્ટ્રાકટ અપાયો છે. આ સેવાનો ફરી ફિયાસ્કો ન થાય એ માટે નવી પોલિસી મુજબ “સી” પ્લેન ચલાવવાનું નક્કી કરાયું છે.​​​​​​​ગુજરાતના ટુરિઝમને વેગ મળે એ માટે શિવરાજપુરથી દ્વારકા વચ્ચે “સી” પ્લેન શરૂ કરવા આગામી સમયમાં નવા બિડિંગ ઓપન કરશે. આ સાથે ગુજરાતના બંદરોને પણ “સી” પ્લેન સાથે જોડવાની સરકારની વિચારણાઓ છે. અગાઉ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે “સી” પ્લેન સર્વિસ શરૂ થઈ હતી. પણ 50 વર્ષ જૂના “સી” પ્લેનને વારંવાર મેન્ટેનન્સ માટે માલદીવઝ મોકલવામાં આવી રહ્યુ હતું. જો કે હવે પછી એવું ન બને એની સરકાર દ્વારા પૂરેપૂરી કાળજી પણ રાખવામાં આવશેનું જાણવા મળી રહ્યું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ આ “સી” પ્લેન સેવાને પ્રવાસીઓ મોટી સંખ્યામાં પ્રતિસાદ મળવો જોઈએ એ મળતો ન્હોતો.”સી” પ્લેનને અમુક કલાક ઉડાન બાદ મેન્ટેનન્સની જરૂરિયાત હોય છે પરંતુ એ મેન્ટેનન્સ માટે કેવડિયાથી અમદાવાદ વચ્ચે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે અમુક કલાકોની ઉડાન બાદ તેને મેન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલવામાં આવતું હતું.તો સરકાર “સી” પ્લેનના મેન્ટેનન્સ માટે પણ કોઈ વ્યવસ્થા કરે એ જરૂરી બન્યું છે.

  • વિશાલ મિસ્ત્રી, ન્યુઝલાઇન, રાજપીપળા

ધંધુકા:કિશન ભરવાડની હત્યા મામલે ATS દ્વારા કરાયું રિકન્સ્ટ્રક્શન

ગુજરાત ATSની ટીમે બે આરોપીઓને સાથે રાખીને ધંધુકા કે જ્યાં કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી ત્યાં લઇ જઇને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ છે.

કિશન ભરવાડ હત્યા કેસમાં પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે, આ હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવેલા દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માનીનું પાકિસ્તાન સાથે કનેક્શન છે. પરંતુ હવે એટીએસએ જણાવ્યું છે કે, આ હત્યા કેસમાં પકડાયેલા આઠ આરોપીઓનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. આ ઉપરાંત એટીએસ એ તે પણ જણાવ્યું છે કે, મૌલાના ઉસ્માનીના કરાંચીની દાવત-એ-ઈસ્લામી સંસ્થા સાથે સંપર્કની કોઈ વિગતો મળી નથી.

એટીએસની ટીમે જણાવ્યું છે કે, મૌલાનાએ લખેલા પુસ્તકોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ અધિકારી ડીવાયએસપી, એટીએસ બી.એચ.ચાવડાએ જણાવ્યું હતુ કે, દાવત-એ-ઈસ્લામી જેવું સંગઠન આમાં સંડોવાયેલું છે કે નહીં તે અંગે અમે ઘણી પૂછપરછ કરી છે પરંતુ એવી કોઈ વિગત ખુલી નથી. મૌલાના અયુબે પુસ્તકો લખેલા બોક્સ મળી આવ્યા છે. અત્યાર સુધી પાકિસ્તાન સાથેનું કોઈ કનેક્શન નીકળ્યું નથી. અંડરવર્લ્ડ સાથે પણ કનેક્શન હોય તેવી કોઈ વિગત હાલમાં સામે આવી નથી રહી.

એટીએસે માહિતી આપતા જણાવ્યું હતુ કે, મૌલાના કમરગનીની કોલ ડિટેઈલ્સની પણ અમે તપાસ કરી છે પરંતુ હજી સુધી દેશ બહારના તેના સંપર્કો અંગે કોઈ વિગત મળી આવી નથી. મૌલાના કમરગનીનું ટીએફઆઈ નામનું સંગઠન છે. અમે કમરગનીની પૂછપરછ કરી છે તેમાં તેમણે એવું કહ્યું છે કે, મારું સંગઠન કોઈ આવી ગુસ્તાખી કરે તેના વિરુદ્ધ કાયદાકિય લડાઈ લડવી તે માટેનું છે. તેમના ફન્ડિંગ વિશે જણાવતા અધિકારીએ કહ્યું હતું કે, અમે તેમના ફન્ડિંગ વિશે તપાસ કરી છે અને તેમની પાસે બેન્ક ડિટેઈલ્સ પણ માંગી છે. જોકે, પૂછપરછ દરમિયાન તેમણે કહ્યું હતું કે, અમે મેમ્બર્સ બનાવતા હતા અને પ્રત્યેક મેમ્બર પાસે દરરોજની એક રૂપિયો ફી રાખતા હતા એટલે દર વર્ષે એક મેમ્બરની 365 રૂપિયા ફી થતી હતી.

સાપુતારા : માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઘાટમાં ટ્રક ખાઈમાં ખાબકી

સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઘાટ માં સંગમનેરથી રાજકોટ ગોળનો જથ્થો ભરી જઈ રહેલા ટ્રકની એકાએક બ્રેક ફેલ થતા બેકાબુ ટ્રક માર્ગ સાઈડે પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાલક,ક્લીનરને ઇજા પહોંચતા 108 દ્વારા સારવાર આપી હતી.

સાપુતારા માલેગામ ઘાટમાર્ગ અવારનવાર અકસ્માતોની હારમાળા સર્જાય છે.હાઇવે ઓથોરિટી દ્વારા માર્ગ સાઈડે સંરક્ષણ દીવાલ મ કે તૂટેલા એન્ગલની મરામતની તસ્દી લીધી નથી.જેના પગલે અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાનું ચાલકોમાં ચર્ચાય રહ્યું છે. મહારાષ્ટ્ર ના સંગમનેર થી ગોળનો જથ્થો ભરી રાજકોટ જઈ રહેલા ટ્રક ન Gj 01 HT 6917 ની સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં અચાનક બ્રેક ફેલ થતા ટ્રક બેકાબુ બની હતી,જોકે ચાલકે સમયસૂચકતા થી ટ્રકને માર્ગ સાઈડે પલટી મારી દેતા ટ્રક ઊંડી ખીણમાં ખાબકતા બચી ગઈ હતી.જોકે ટ્રક પલટી જતા ચાલક ક્લીનર ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, તેમજ ટ્રકમાં રહેલ ગોળનો જથ્થો ખીણમાં વેરવિખેર થતા નુકસાન થયું હતું. સાપુતારા પોલીસે અકસ્માત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • શૈલેષ સોલંકી,ન્યુઝલાઇન, સાપુતારા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કરશે ડિફેન્સ એક્સ્પો 2022નું ઉદ્ઘાટન

  • 100 કરતા વધારે ડિપ્લોમેટ્સને આમંત્રિત કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાત ના પ્રવાસે આવશે. આગામી 10મી માર્ચે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. ખૂબ જ મહત્વની ગણાતી ડિફેન્સની ઇવેન્ટ ગાંધીનગરમાં યોજાવા જઇ રહી છે. ત્યારે આ દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવીને આ ડિફેન્સ એક્સ્પો 2022નું ઉદ્ઘાટન કરશે.

ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ પહેલા 10થી 12 માર્ચે ત્રણ દિવસ ડિફેન્સ એક્સપો યોજાશે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે વર્ષ 2021માં કેવડિયા કોલોની ખાતે આ મામલે એક બેઠક યોજાઇ હતી. જેમાં રક્ષાપ્રધાન રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં MOU પણ થયા હતા. આ બેઠકમાં ‘સર પ્રોજેક્ટ’ અને ડિફેન્સને લગતા પ્રોજેક્ટ પર ચર્ચા કરવામાં આવી હતી અને MOU કરવામાં આવ્યા હતા.

આગામી 10થી 12 માર્ચે રક્ષા પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્સ્પો યોજાવાનો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ એક્સ્પોનું ઉદઘાટન કરાવાશે. એટલું જ નહીં આ એક્સપો માટે વિશ્વના 100થી વધુ દેશનો ડેલીગેટ્સ ડિપ્લોમેટ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. વીઆઇપી ડેલિગેટ્સને ધ્યાનમાં રાખીને અહીં ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. પોલીસ આગામી સપ્તાહથી આ માટેની વ્યવસ્થાની કામગીરી શરૂ કરી દેશે, આ ઉપરાંત વડાપ્રધાનના આગમનને લઇને પણ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ થઇ જશે.

રાજપીપળા: નાંદોદના ધમણાચાથી ધાનપોર ગામ વચ્ચે પુલ બનાવવા ગ્રામજનોની માંગ

  • વર્ષો પહેલા ધાનપોર અને ધમણાચા ગામ વચ્ચે બસ વ્યવહાર હતો પણ કરજણ ડેમના પાણીને લીધે રસ્તો ધોવાઈ જતા ગ્રામ જનોને મુશ્કેલી: ગ્રામ જનોની વેદના
  • ગુજરાત સરકાર રોડ રસ્તા બનાવી વિકાસ કરે છેમહનર તો સરકાર અમારી માટે એક પુલ પણ બનાવી આપે તો આસપાસના 15-20 ગામોને એનો ફાયદો થાય: ગ્રામજનોની માંગ

નર્મદા જિલ્લાના ધમણાચાથી ધાનપોર ગામ વચ્ચે પુલ બનાવવા ગ્રામજનો માંગ કરી રહ્યાં છે.ગ્રામજનોનું એવું કેહવું છે કે જો સરકાર અમને પુલ બનાવી આપે તો આસપાસના 15-20 ગામોને એનો સીધો ફાયદો થાય એવો છે.ગ્રામજનોએ એવો આક્ષેપ લગાવ્યો છે કે કરજણ ડેમ દ્વારા છોડવામાં આવતા પાણીને લીધે રસ્તો ધોવાતો ગયો અને ધાનપોર અને ધમણાચા ગામ વચ્ચેનો વર્ષો જૂનો વ્યવહાર તૂટી ગયો છે.

નાંદોદ તાલુકાના ધમણાચા ગામના મનહર પટેલે જણાવ્યું હતું કે આજથી 20 વર્ષ પહેલાં ગામ વચ્ચે બસનો પણ વહેવાર હતો.પરંતુ કરજણ ડેમ માંથી અવાર નવાર લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા રસ્તાની સાથે સાથે આસપાસનો વિસ્તાર પણ ધોવાઈ ગયો, જેથી હવે અમારે સામેના ગામ ગામ જવા માટે પણ 20-25 કિમીનો ફેરો પડે છે.ધમણાચા વાળા ખેતી કરવા ધાનપોર અને ધાનપોર વાળા ખેતી ધમણાચા આવતા હતા, પણ રસ્તો ધોવાઈ જતા લાંબો ફરો પડવાને લીધે કેટલાક ખેડૂતોએ ખેતી દાણે આપી દીધી તો કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરો વેચી દીધા.અમારે લગ્ન મરણ પ્રસંગે પણ જવાતું નથી.સરકારને અમારી અરજ છે કે આ બે ગામ વચ્ચે એક પુલ બનાવી આપે.

જ્યારે રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કરોડો રૂપિયાના ખર્ચ રોડ રસ્તા બને છે.તો સરકાર અહીંયા એક નાનકડો પુલ જો બનાવી આપે તો આસપાસના વાઘેથા, વરખડ, ઓરી, નિકોલી, કાંદરોજ, નાવરા, રાજપરા, રાજુ વાડિયા, સિસોદરા, ધાનપોર, રસેલા, તોરણા, ભદામ, રાજપીપળા, જેસલપોર, કોઠારા, પોઈચા, નરખડી, રૂંઢ, સેગવા સહિત અનેક ગામોને એનો સીધો ફાયદો થાય એમ છે.

ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં ઘણી જગ્યાએ રોડ રસ્તાઓ, પુલની જ્યાં ખરેખર જરૂરિયાત છે ત્યાં બનાવાતા જ નથી.જ્યાં જરૂર નથી ત્યા જ બનાવાય છે.ત્યારે જિલ્લાના અધિકારીઓ જિલ્લાનો સર્વે કરી ત્યાર બાદ જ્યાં જરૂર લાગે ત્યાં જ રોડ-રસ્તાઓ અને પુલ બનાવવા મંજૂરી આપે એવી લોકમાંગ ઉઠી છે.

  • વિશાલ મિસ્ત્રી,ન્યુઝલાઇન, રાજપીપળા

ઝઘડીયા : કપલસાડી પાટિયા નજીક ધોરીમાર્ગનું કામ કરતા કોન્ટ્રાક્ટરના જ સામાનની થઈ ચોરી

  • કુલ રૂ.૬૦,૦૦૦ જેટલી કિંમતનું મટિરીયલ ચોરાયું

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કપલસાડી પાટીયા નજીક ધોરીમાર્ગનું કામ કરતા કોન્ટ્રાક્ટરના સામાનની ચોરી થઇ હોવાની ઘટના બનવા પામી છે. મળતી વિગતો મુજબ ઉંઝા તાલુકાના કામલી ગામના  મનોજકુમાર ડાયાભાઈ બારોટ અન્ય કોન્ટ્રાક્ટરો પાસેથી  પેટા કોન્ટ્રાક્ટ લઇને કામ કરાવે છે.  હાલમાં અંકલેશ્વરથી રાજપીપલાના સ્ટેચ્યુ ઓફ યુનિટી  ધોરીમાર્ગ પર કપલસાડી પાટીયા નજીક કલવટ (નાળુ) બનાવવાની કામગીરી તેઓ કરે છે.

મનોજ બારોટના કોન્ટ્રાક્ટમાં  કામ કરતાં માણસો સાઇટ પર જ પડાવ નાખીને  રહેતા હોય છે. દરમિયાન ગત રવિવારે મજૂરોની રજા હોવાથી કામ બંધ હતું. સોમવાર  સવારે મનોજ બારોટનો  સિકંદર નામનો માણસ  સ્થળ ઉપર ગયો  ત્યારે ત્યાંથી કેટલાક સામાનની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. તપાસ કરતા નાનીમોટી પ્લેટ કુલ નંગ ૨૧, લોખંડની પાઇપના યુ-જૈક નંગ ૧૦, ટાઇરોડ ચકનટ સાથે નંગ ૧૫ તેમજ રનર પાઇપ નંગ ૧૦ ચોરાયા હોવાનું જણાયું  હતું.

આ ચોરાયેલ  સામાનની અંદાજિત કિંમત રૂપિયા ૬૦,૦૦૦ જેટલી થતી હતી. કોઈ અજાણ્યા તસ્કરો હાથફેરો કરી ગયા હોવાની ખાતરી થતા કોન્ટ્રાક્ટર  મનોજકુમાર ડાયાભાઈ બારોટે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ  લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

  • ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

વિજ સમસ્યા દુર કરાતા ઝઘડીયાના રાજપારડી વીજ કચેરીના નાયબ ઇજનેરનું કરાયું સન્માન

  • નવા વીજ ટ્રાન્સફોર્મર વીજ રેષાઓનુ વિસ્તૃતીકરણ કરાતા સન્માનિત કરાયા

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ડી.જી.વી.સી.એલ.ની કચેરીમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર ડેવીડ વસાવાનુ સ્થાનિક ગામલોકો તેમજ ખેડૂતો દ્વારા સન્માન કરાયું હતુ નાયબ ઇજનેર દ્વારા ખેતી વિષયક તેમજ ઘરૈલુ વપરાશ માટે વિજ પ્રવાહ રાબેતા મુજબ મળે તે માટે કરેલ વિવિધ કામગીરી બાબતે તેઓને સન્માનિત કરાયા હતા.

રાજપારડીના ખેડૂત કુંતેસભાઇ પટેલના જણાવ્યા મુજબ ડી.જી.વી.સી.એલ.રાજપારડી કચેરીમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર ડેવીડ વસાવા તેમજ તેઓની ટીમ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં સ્થળ નિરિક્ષણ કરી લો વોલ્ટેજ,વારંવાર ફોલ્ટ સર્જાવા,વિજળીનો પ્રવાહ ખોરવાય તેવા પ્રશ્નો બાબતે લોકોની રજુઆત સાંભળી તાકીદે નવા વિજ ટ્રાન્સફોર્મર ગોઠવી નવા વિજ વાયરો નાંખી સ્થાનિક લોકોની સમસ્યા દુર કરી હતી તદઉપરાંત નવનિર્મિત વણાકપોર સબ સ્ટેશનમાંથી જયોતિગ્રામ તથા ખેતીવાડી વિજલાઇનો અલગ કરી હતી જેનાથી ખેડૂત વર્ગને વિજ પ્રવાહ નિયમો મુજબ મળતો થયોછે નગરમાં વિવિધ સ્થળોએ નવા વિજ ટ્રાન્સફોર્મર તેમજ નવી વીજલાઇનો નંખાતા નગરજનોને પણ રાબેતા મુજબ વિજ પુરવઠો મળી રહ્યોછે.આ બાબતે નાયબ ઇજનેર ડેવીડ વસાવાએ જણાવ્યું હતુ કે તમામ લોકોની સમસ્યા દુર કરવી એ મારી ફરજમાં આવેછે લોકોને વિજ પ્રવાહ બાબતે કોઇપણ પ્રકારે મુશ્કેલીઓ હોઇતો ડી.જી.વી.સી.એલ.રાજપારડી કચેરીનો સંપર્ક કરવા જણાવ્યુ હતુ હજુ આગળના દિવસોમાં વિવિધ પ્રકારના સુધારા વધારા લોકોને પડતી મુશ્કેલીઓનુ નિરાકરણ કરવા ઘટતું કરાશે તેમ જણાવ્યુ હતુંં.

* ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

error: Content is protected !!