- કંપનીના હાઇડ્રોજીનેશન પ્લાન્ટ અને વેરહાઉસમાંમાંથી 64 કિલો પેલાડીયમ ઓન કાર્બન ગાયબ થતા પોલીસ ફરિયાદ
દહેજની સનફાર્મા કંપની માંથી રૂપિયા 81.67 લાખનું 64 કિલો કિંમતી ચારકોલ રો મટિરિયલ્સ ચોરી થતા ચકચાર મચી ગઇ છે. દહેજમાં આવેલી સનફાર્મા કંપનીના હાઇડ્રોજીનેશન પ્લાન્ટ અને વેરહાઉસમાં રો મટિરિયલ્સ તરીકે વપરાતા કિંમતી પાઉડર ચારકોલનો 64 કિલોનો જથ્થો પડ્યો હતો. એક કિલોના રૂપિયા 70 હજારની કિંમતનું આ મટિરિયલ્સ પ્લાન્ટ સુપરવાઇઝરે ચેક કરતા ગાયબ જોવા મળતા કંપનીમાં દોડધામ મચી ગઇ હતી.
પ્લાન્ટ સુપરવાઈઝર વુચિલ સુબ્રમણ્યમ એ ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા કુલ 64 કિલો પેલાડિયમ ઓન કાર્બન અને 1.2 કિલો અન્ય રો મટિરિયલ્સ પ્લાન્ટ અને વેરહાઉસમાંથી ચોરી થયું હતું. ઘટના અંગે કંપનીના સ્ટોર મેનેજર અનુપમ ગુપ્તાએ દહેજ પોલીસ મથકે રૂપિયા 81.67 લાખના રો મટિરિયલ્સની કંપનીમાંથી જ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.