The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 18

ભરૂચમાં બિહારના CM નીતિશ કુમારના પૂતળાનું દહન, નારીશક્તિના અપમાન બદલ રાજીનામાંની માંગ

ભરૂચ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ગુરૂવારે સાંજે શક્તિનાથ સર્કલ ખાતે નારી શક્તિનું અપમાન કરનારા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું પૂતળું ફૂંકી બિહારમાંથી બહાર ફેંકવાના સુત્રોચ્ચારો કરાયા હતા.

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર દ્વારા વિધાનસભા ગૃહમાં મહિલા વિરોધી અપમાનજનક શબ્દો નિવેદન કરતા સમગ્ર ભારતની મહિલાઓ રોષે ભરાય છે. જેના વિરોધમાં ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પ્રફુલ્લાબેન દુધવાલાની આગેવાનીમાં નીતીશ કુમારના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.નારી શક્તિના અપમાન અને મુખ્યમંત્રીની ગરીમાને પણ લજાવતાં નીતીશકુમારના નિવેદન સામે બિહારમાંથી તેમની સરકારને બહાર ફેકવાના સહિતના પ્લેકાર્ડ સાથે હુરિયો બોલાવવામાં આવ્યો હતો. તાત્કાલિક અસરથી બિહારના સી.એમ. પદેથી તેઓ રાજીનામુ આપે માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું.

આ વિરોધ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પ્રફુલ્લાબેન સાથે સંગઠન ઉપપ્રમુખ દક્ષાબેન પટેલ, પ્રતિક્ષાબેન પરમાર, ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ  સહિત મહિલા મોરચા, પાલિકા, તાલુકા પંચાયત, સંગઠનના અન્ય મહિલા સદસ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.

બાકરોલ બ્રીજ નીચે ઇકોમાં ભરેલ વાલ્વના ભંગારના રૂ. ૩,૦૭,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ૩ ઝડપાયા

પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ એલ.સી.બી.ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ મુજબ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલ ગુના શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.

દરમ્યાન આજે ભરૂચની ટીમ ખાનગી વાહનમાં અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, ઇકો ગાડી નંબર- GJ-16-DK-0818માં શંકાસ્પદ એસ.એસ.ના વાલ્વના પાર્ટસ ભરી પાનોલી તરફથી આવી બાકરોલ બીજથી પસાર થનાર છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી ઇકો ગાડી GJ-16-DK-0818 માં ભરેલ એસ.એસ.ના વાલ્વના પાર્ટસ પકડી પાડયા હતા.

પોલીસ ટીમે વાલ્વના પાર્ટસ બાબતે પકડાયેલ આરોપીઓની ઉંડાણપુર્વક પુછપરછ કરતા તેઓએ કબુલાત કરી હતી કે, આ વાલ્વના પાર્ટસ પાનોલી ખાતે આવેલ સર્વાઇવલ ટેક્નોલોજી નામની બંધ કંપનીમાં ચોરી કરેલ છે જેનું વજન ૩૮ કી.ગ્રા. જેની એક કી.ગ્રા.ની કી.રૂ. ૨૦૦ લેખે ૩૮ X ૨૦૦ = ૭,૬૦૦/- તથા ઇકો. ગાડી GJ-16-DK-0818 કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૩,૦૭,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમો દિપક ઉર્ફે વિક્કી પંકજસીંગ સીંગ ઉ.વ. ૨૫ રહે,બાબુ સિરાજ અંસારી ની દુકાન ઉપર પાનોલી તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે, ટોલવા ગાવ તા-હરદોઇ જી-હરદોઇ (ઉત્તર પ્રદેશ),ગોકુલ લાલા શાહુ ઉ.વ. ૩૫ રહે, બાબુ સિરાજ અંસારી ની દુકાન ઉપર પાનોલી તા- અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે, કાલોની તા-રામપુર જી-સતના (મધ્ય પ્રદેશ),બાબુ સિરાજ અસારી ઉ.વ. ૨૫ રહે, જ્યોતિનગર સારંગપુર અંક્લેશ્વર તા-અંક્લેશ્વર જી- ભરૂચને ઝડપી પાડી સી.આર.પી.સી સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી પાનોલી પો.સ્ટે સોપવામાં આવ્યા હતા.

AAP MLA ચૈતર વસાવા સહિત 4 ની જામીન અરજી અંગે કાલે સુનવણી

દેડિયાપાડાના બોગજ કોલીવાડામાં વન કર્મીઓને ધમકાવવા, લાઈનમાં ઉભા રાખી હવામાં ફાયરિંગ કરવા, અને બળજબરીથી 60 હજાર અપવવાના નર્મદા પોલીસે નોંધેલા ગુના બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.

દેડિયાપાડાના AAP ધારાસભ્ય, પત્ની સહિત 10 આરોપીઓના વનકર્મીઓ પર હુમલો, ફાયરિંગ સહિતના ચકચારી કેસમાં રાજપીપળા કોર્ટમાં MLA ના આગોતરા અને પત્ની સહિત 3 ની રેગ્યુલર જામીન અંગે આજે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજે વધુ સુનાવણી શુક્રવાર પર મુલત્વી રાખી છે.

દેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય FIR નોંધાયા બાદથી ભૂગર્ભમાં છે. જ્યારે પોલીસે તેમની પત્ની શકુંતલાબેન, PA જીતુ અને એક આદિવાસી ખેડૂત રમેશની ધરપકડ કરી તપાસ અર્થે બે આરોપીના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે પત્નીના એક દિવસના રિમાન્ડ મેળવાયા છે. જોકે તેમની તબિયત બગડતા હાલ તેઓ વડોદરા SSG માં સારવાર હેઠળ છે. જેઓ સ્વસ્થ થતા પોલીસ તેમની પૂછપરછ કરશે.

આગામી લોકસભાની ચૂંટણીને લઈ આ ઘટનાએ રાજકીય રંગ પકડવા સાથે કોંગ્રેસ, આપ અને ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના આદિવાસીઓ પણ ચૈતર વસાવાને સમર્થન આપી BJP ના ઈશારે નર્મદા પોલીસે ખોટો કેસ કર્યો હોવાના આક્ષેપ સાથે રેલીઓ કાઢી તાલુકા તાલુકાએ આવેદન પત્રો આપી રહ્યા છે.ગંભીર ગુનો નોંધાયા બાદ ધરપકડથી બચવા MLA ચૈતર વસાવાએ રાજપીપળા કોર્ટમાં આગોતરા અરજી કરી હતી. સાથે જ ધરપકડ કરાયેલ તેમની પત્ની, PA અને એક ખેડૂતે રેગ્યુલર જામીન અરજી મુકી છે.રાજપીપળા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં આજે ગુરૂવારે MLA ચૈતર વસાવા સહિત 4 આરોપીઓની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ જજ એન.આર.જોષીએ શુક્રવારે જામીન અરજી પર સુનાવણી નિયત કરી છે.

ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં વાગરા તાલુકા આમ આદમી પાર્ટીના આગેવાનોએ આપ્યું આવેદન

આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ સફળતા પૂર્વક કરનાર કરી ક્રાંતિકારી નવયુવાન તરીકે ભરૂચ લોકસભા માં લોકચાહના મેળવનાર ચૈતર વસાવા ઉપર ફોરેસ્ટ ખાતા દ્વારા કરેલ ફરીયાદને ખોટી અને ચૈતરભાઈ ની વધતી પ્રસિદ્ધિ ની અદેખાઈમાં બદનામ કરવા ફોરેસ્ટ અધિકારી દ્વારા ફરીયાદ નોંધાયેલ છે.

જેમાં મધ્યસ્થતા કરવા મુખ્યમંત્રી ને સંબોધેલ આવેદન પત્ર વાગરા મામલતદાર ને આમ આદમી પ્રમુખ કરસનભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું.આજે વાગરા મામલતદાર કચેરી ખાતે ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી, જીલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, જીલ્લા પંચાયત સદસ્ય અરવિંદ વસાવા, ચીમનભાઈ સોલંકી , ડેડિયાપાડા જીલ્લા પ્રભારી તેજસભાઇ પટેલ, યાસીન ભાઈ પટેલ, આસીફભાઈ પટેલ, નગીનભાઈ વસાવા અને મહેબુબ ચાવડા હાજર રહ્યા હતા.

ભરૂચ મુન્શી વિદ્યાધામમાં ભૂલકાઓ માટે બાળ ઉત્સવ મેળો યોજાયો

ભરૂચમાં મુન્શી (મનુબરવાલા) મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ત્રણ દિવસ ઇરફાન મુન્શી શિશુ વિહાર (ગુજરાતી માધ્યમ), ઇરફાન મુન્શી કિડરગાર્ટન (અંગ્રેજી માધ્યમ) અને ઇરફાન મુન્શી શિશુ વિહાર (બહારની બાલવાડી)ના નાના ભૂલકાઓ માટે “બાળ ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બાળ ઉત્સવ મેળામાં ઇરફાન મુન્શી શિશુ વિહાર (ગુજરાતી માધ્યમ), ઇરફાન મુન્શી કિંડરગાર્ટન (અંગ્રેજી માધ્યમ) અને ઇરફાન મુન્શી શિશુ વિહાર (બહારની બાલવાડી)ના કુલ ૧૫૦૦ થી વધુ બાળકોએ આ મેળાનો લાભ લીધો હતો.મેળામાં બાળકોના મનોરંજન માટે વિભિન્ન પ્રકારની ચકડોળ, જમ્પિંગ, મેરીગો રાઉન્ડ તેમજ ખાસ પ્રકારના કાર્ટુન શો અને તિલશ્મિ શો, હોર્સ રાઇડિંગ, મીકી માઉસ, સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઉપરાંત બાળકો માટે વેલકમ ડ્રીંક્સ તેમજ પોપકોર્નની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. બાળકોના સ્વાસ્થય અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામા આવ્યું હતું અને તેના માટે એપેક્ષ હોસ્પીટલ તરફથી એમ્બુલન્સ અને ફાયર બ્રિગેડ તેમજ ડોક્ટર્સની ટીમ તૈનાત રાખવામાં આવી હતી. તદઉપરાંત કુલ ૧૫૦ થી પણ વધુ સ્ટાફ તેમજ ૧૦૦ થી પણ વધુ વોલેંટીયર્સએ બાળકોની દેખરેખ માટે ખડે પગે રહીને પોતાની સેવા બજાવી હતી.

આ બાળ ઉત્સવ મેળાની પૂર્ણાહુતિ સમયે મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો દ્વારા બાળ ઉત્સવ મેળાના સ્થળનું નિરીક્ષણ કરી તેના આયોજકો, વોલેંટીયર્સ, અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના તથા આઇ.ટી.આઇ. અને બી.એડ.ના વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા સ્ટાફ મેમ્બર્સ દ્વારા રોકડ રકમ, બેગ, નોટ બુક, લંચ બોક્સ, કપડાં, રમકડાં વગેરે થયેલ ચેરિટે દ્વારા મુન્શી ટ્રસ્‍ટ સંચાલિત ભરૂચના આર્થિક રીતે પછાત વિસ્તારોમાં ચાલતી ૧૦ બાલવાડીના ૪૮૫ બાળકોને બેગ, સ્લેટ, પેન્સિલ, રબર, માપપટ્ટી, લંચ બોક્સની કીટ એનાયત કરવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં પ્રેક્ષક તરીકે શ્રોતાગણ તેમજ બહારની બાલવાડીના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્ય તથા સ્ટાફ ગણ દ્વારા ઈકબાલભાઇ પાતરાવાલા, જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાકટર , મકબુલભાઈ ચોક્વાલાએ આપેલી સેવાઓ અને તેમના કાર્યોને બિરદાવવા માટે તેમનું સન્‍માન કરવામાં આવ્યું હતું.આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ હતો કે બાળકોમાં સખાવત કરવાની ભાવના ઉદભવે અને બહારની બાલવાડીના જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણને લગતી વસ્તુઓ મળી રહે. પ્રોગ્રામના અંતે મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સૌનો આભાર માન્યો હતો.

ભરૂચ પોલીસે ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂની હેરફેરના વેપલા સાથે એકને ઝડપી પાડ્યો

ભરૂચ પોલીસે ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂની હેરફેરના વેપલાને ઝડપી પાડ્યો છે. એક ખેપિયાની પણ ધરપકડ. બુટલેગરે પોલીસને ચકમો આપવા ટેમ્પોની બોડીમાં એક ચોરખાનું બનાવ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ ચોરખાનું શોધી કાઢી 9368 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટએ પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ.વાળા તથા ટીમ પાલેજ નજીક નેશનલ હાઇવે 48 ઉપર પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે આઇસર ટેમ્પો નંબર GJ 14 7 4214 માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને આ આઇસર ભરૂચ તરફથી આવી વડોદરા તરફ જાય છે. જે મુજબની ચોક્ક્સ બાતમી આધારે પાલેજ નેશનલ હાઇવે પર કોચ ગોઠવવામાં આવી હતી. આ ટેમ્પોમાં ચોરખાનું હોવાની પણ પોલીસને બાતમી મળી હતી. પોલીસે પાલેજ બ્રિજ નજીક આયસરને ઝડપી પાડી તેમાં તપાસ કરતા ચોરખાનુ શોધી કાઢી 9368 બોટલ વિદેશી દારૂ સાથે મુકેશભાઇ જગાભાઇ રાઠોડ ઉ.વ.૩૮ મુળ રહેવાસી, ડોળીયા તા.સાયલા જી.સુરેન્દ્રનગરને ઝડપી પાડ્યો હતો.

“લવ યુ જિંદગી”નાં થીમ ઉપર સ્કૂલના આદિવાસી બાળકો દ્વારા કૃતિ રજૂ કરાતા વાલી અને દર્શકો ઝુમી ઉઠ્યા

સાગબારા તાલુકા મથક ને અડીને આવેલ પાટ ગામે સ્થિત વે મેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિક દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી.

લગભગ અઢી કલાકના સમય દરમ્યાન બાળકોએ જુદા જુદા જબરજસ્ત પર્ફોર્મન્સ દ્વારા પોતાની કલાનું કૌવત બતાવીને મહેમાનો તથા વાલીઓને દંગ કરી દીધા હતા. “બેટીયાં બેટો સે કમ નહિ”, “ભગતસિંગ”, “લવ યુ જિંદગી” જેવા એક્ટ અને કોળી ડાન્સ, ભાંગડા તથા આદિવાસી ડાન્સ દ્વારા બાળકોએ દર્શકોને ઝુમાવી દીધા હતા. વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત વિવિધ કૃતિઓને ઉપસ્થિત મહેમાનો, બાળકોના માતા-પિતાઓએ તાળીઓના ગડગડાટ સાથે બિરદાવી હતી.

શાળાના વડા બળવંત પરમાર તથા આચાર્ય મીનાક્ષી પરમાર નું આયોજન અને કોરિયોગ્રાફર ગણેશ, ભાવિન, પાર્થ તથા સ્ટાફગણની મહેનતનું પરિણામ આ કાર્યક્રમમાં જોવા મળ્યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકો અને સ્ટિવન દ્વારા કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં સાગબારા મામલતદાર નિઝામા, આણંદ નોલેજ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન રાજેશ ચૌહાણ, બરોડા સ્થિત ઈમ્પ્રેસીવ ઈમ્પ્રેશનના હિમાંશુભાઈ, આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા ચેરમેન સર્જન વસાવા, આદિવાસી સમાજના અગ્રણી ડો.શાંતિકર વસાવા,ઋષિ સાયન્સ ઝોન આણંદના અર્ચનભાઈ તથા જૈન સમાજ સેલંબાના અગ્રણી દિલીપભાઈ હાજર રહી બાળકોમાં ઉત્સાહ વધાર્યો હતો.

  • રીપોર્ટર : સર્જન વસાવા,ન્યુઝલાઇન ડીજીટલ,સાગબારા,નર્મદા

ભરૂચ નગરપાલિકા ખાતે જલ દિવાલી કાર્યક્રમ (ફેઝ-૧) યોજાયો

ભરૂચ નગર પાલિકા સભા ખંડમાં આજે અમૃત ૨.૦ તેમજ DAY-NULM અંતર્ગત “જલ દિવાલી” (ફેઝ-૧) કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભુતિ યાદવ તેમજ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ દ્વારા કાર્યક્રમને અનુલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા NULMના સેલ્ફ હેલ્પ ગૃપના પ્રત્યેક મહિલા સભ્યનું પુષ્પગુચ્છ થી સન્‍માન કરવા સાથે કીટ વિતરણ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં વોટર વર્કસ વિભાગ દ્વારા વોટર ટ્રીટમેન્ટ પ્રોસેસ, અમૃત યોજના, વોટર ક્વોલીટી મોનીટરીંગ અને પાણીના બગાડ કઈ રીતે અટકાવી શકાય તે મુજબનું પ્રેઝન્ટેશન પણ રજુ કરવામાં આવ્યું હતું. સાથે SHG ગૃપ મેમ્બર્સ (સખી મંડળ મહિલા સભ્યો) ને ભરૂચ નગરપાલિકા દ્વારા અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિઝીટ કરાવવામાં આવી હતી.

આ કાર્યક્રમાં આગામી સમયમાં SHG ગૃપ મેમ્બર્સ (સખી મંડળ મહિલા સભ્યો) ને ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં વોટર ક્વોલીટી મોનીટરીંગ માટેના સેમ્પલીંગની તેમજ પાણીનો બગાડના થાય તે માટે IEC એક્ટીવીટી કરવા અંગેની ટ્રેનિંગ આપવામાં આવશેની જાહેરાત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, કારોબારી ચેરમેન, વોટર વર્કસ અને ગટર કમિટિ ચેરમેન, સમાજ કલ્યાણ કમિટિ ચેરમેન,અન્ય કમિટિના ચેરમેનઓ, સભ્યઓ, SHG ગૃપ મેમ્બર્સ (સખી મંડળ મહિલા સભ્યો), કર્મચારીગણ ઉપસ્થિત રહ્યો હતો.

ભરૂચમાં ધાબા પર સોલાર પેનલ ધોવા જતા કરંટ લાગતાં યુવાનનું મોત

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલાં અરૂણોદય બંગલોઝ ખાતે રહેતાં દિનેશ છગનલાલ મિસ્ત્રી ભરૂચ પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ નિભાવી નિવૃત્ત થયાં છે. તેમના પુત્ર હિરેનની પત્નિ દોઢેક વર્ષ પહેલાં મૃત્યુ પામી હતી. તેઓ તેમના સંતાનો સાથે રહેતાં હતાં.

દરમિયાનમાં તેમના ઘરના ધાબા પર સોલાર પેનલ લગાવેલ હોઇ તેમનો પુત્ર હિરેન સોલાર પેનલ ધોવા માટે તેઓ ધાબા પર ગયો હતો. જેના માટે તેમણે મોટર પણ ચાલુ કરી હતી. સોલાર પેનલ ધોયા બાદ તેઓ મોટર બંધ કરવા પ્લગમાંથી પીન કાઢી રહ્યાં હતાં. ત્યારે કરંટ લાગતાં તેઓ પડી ગયાં હતાં. તેમના પુત્ર વૈદે તુરંત નીચે આવી તેમના દાદા દિનેશ મિસ્ત્રીને ઘટનાથી વાકેફ કરતા તેઓએ તુરંત હિરેનને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તબીબે તેની ચકાસણી કરતાં તેનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

ભરૂચ જિલ્લાના 28 ગામોમાં ખેડૂતો લોકસભાની ચૂંટણીમાં નેતાઓને પ્રવેશ બંધી સાથે ચૂંટણીનો કરશે બહિષ્કાર

ભરૂચ જિલ્લામાંથી પસાર થનાર મુંબઇ – વડોદરા એક્સપ્રેસ વેમાં જમીનો ગુમાવનાર ખેડૂતોને અત્યંત ઓછું વળતર મળવાને લઇને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર 28 ગામના ખેડૂતો સોમવારે કલેક્ટર કચેરીએ એકત્ર થયાં હતાં. તેમણે જો તેમને યોગ્ય વળતર ચુકવવામાં નહીં આવેતો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવો સુર ઉઠાવ્યો હતો.

મુંબઇ વડોદરા એક્સપ્રેસ વેની કામગીરીમાં ભરૂચ જિલ્લાના 28 ગામોની જમીન સંપાદિત થઇ છે. ત્યારે દહાણુ, સેલવાસ, સુરત, વલસાડ તેમજ નવસારી જિલ્લામાં જમીન સંપાદિનમાં સારી રકમ ચુકવાઇ છે.જોકે, ભરૂચ જિલ્લાના ખેડૂતોને અત્યંત ઓછી રકમ ચુકવવામાં આવી રહ્યો હોવાનો રોષ ખેડૂતોએ વ્યક્ત કર્યો છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીનો તમામ 28 ગામોમાં બહિષ્કાર કરવામાં આવશે તેમ ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે. તેઓએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગત વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપના બાહધરા આપા ખડૂતાના ભાવનાઆ અને વિશ્વાસ સાથે રમત રમી ગયાં હતાં.

ચૂંટણી પૂરી થયાં બાદ પહેલાં જે 660થી 852નો એવોર્ડ જાહેર કરાયો હતો.તેના બદલે માત્ર 15થી 55 રૂપિયાનો એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેથી આ વર્ષે ભરૂચ જિલ્લાના તમામ 28 ગામોમાં લોકસભાની ચૂંટણી ટાણે નેતાઓને પ્રવેશ બંધી સાથે બુથ પણ મુકવા દેવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચીમકી ખેડૂતોએ આપી હતી. ઉપરાંત પોતાની માંગણી અને લાગણીનું આવેદન ચૂંટણી કમિશ્નરને સંબોધીને કલેક્ટરને આપ્યું હતું.

બે વર્ષમાં 52 આવેદન આપ્યાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેમની જમીનો સંપાદન થઇ ત્યારથી સારા વળતરને લઇને તેમનો વિરોધ ચાલી રહ્યો છે. છેલ્લાં બે વર્ષમાં 52 વખત આવેદન પત્ર આપ્યું હોવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. જેના પગલે અમે વારંવાર રજૂઆત કરી વળતરમાં વધારો કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યાં હોવાનું તેમજ વહીવટીતંત્ર અને સરકારના પેટનું પાણી હલતું નથી. એટલે અમે ચૂંટણી બહિષ્કાર કરી રહ્યાં છીએનું પિલુદરાના અરવિંદ કટારિયા સહિતનાઓ એ જણાવ્યું હતું.

error: Content is protected !!