ભરૂચ જિલ્લામાંથી પસાર થનાર મુંબઇ – વડોદરા એક્સપ્રેસ વેમાં જમીનો ગુમાવનાર ખેડૂતોને અત્યંત ઓછું વળતર મળવાને લઇને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર 28 ગામના ખેડૂતો સોમવારે કલેક્ટર કચેરીએ એકત્ર થયાં હતાં. તેમણે જો તેમને યોગ્ય વળતર ચુકવવામાં નહીં આવેતો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવો સુર ઉઠાવ્યો હતો.
મુંબઇ વડોદરા એક્સપ્રેસ વેની કામગીરીમાં ભરૂચ જિલ્લાના 28 ગામોની જમીન સંપાદિત થઇ છે. ત્યારે દહાણુ, સેલવાસ, સુરત, વલસાડ તેમજ નવસારી જિલ્લામાં જમીન સંપાદિનમાં સારી રકમ ચુકવાઇ છે.જોકે, ભરૂચ જિલ્લાના ખેડૂતોને અત્યંત ઓછી રકમ ચુકવવામાં આવી રહ્યો હોવાનો રોષ ખેડૂતોએ વ્યક્ત કર્યો છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીનો તમામ 28 ગામોમાં બહિષ્કાર કરવામાં આવશે તેમ ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે. તેઓએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગત વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપના બાહધરા આપા ખડૂતાના ભાવનાઆ અને વિશ્વાસ સાથે રમત રમી ગયાં હતાં.
ચૂંટણી પૂરી થયાં બાદ પહેલાં જે 660થી 852નો એવોર્ડ જાહેર કરાયો હતો.તેના બદલે માત્ર 15થી 55 રૂપિયાનો એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેથી આ વર્ષે ભરૂચ જિલ્લાના તમામ 28 ગામોમાં લોકસભાની ચૂંટણી ટાણે નેતાઓને પ્રવેશ બંધી સાથે બુથ પણ મુકવા દેવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચીમકી ખેડૂતોએ આપી હતી. ઉપરાંત પોતાની માંગણી અને લાગણીનું આવેદન ચૂંટણી કમિશ્નરને સંબોધીને કલેક્ટરને આપ્યું હતું.
બે વર્ષમાં 52 આવેદન આપ્યાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેમની જમીનો સંપાદન થઇ ત્યારથી સારા વળતરને લઇને તેમનો વિરોધ ચાલી રહ્યો છે. છેલ્લાં બે વર્ષમાં 52 વખત આવેદન પત્ર આપ્યું હોવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. જેના પગલે અમે વારંવાર રજૂઆત કરી વળતરમાં વધારો કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યાં હોવાનું તેમજ વહીવટીતંત્ર અને સરકારના પેટનું પાણી હલતું નથી. એટલે અમે ચૂંટણી બહિષ્કાર કરી રહ્યાં છીએનું પિલુદરાના અરવિંદ કટારિયા સહિતનાઓ એ જણાવ્યું હતું.