ભરૂચ નગર પાલિકા સભા ખંડમાં આજે અમૃત ૨.૦ તેમજ DAY-NULM અંતર્ગત “જલ દિવાલી” (ફેઝ-૧) કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભુતિ યાદવ તેમજ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ દ્વારા કાર્યક્રમને અનુલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા NULMના સેલ્ફ હેલ્પ ગૃપના પ્રત્યેક મહિલા સભ્યનું પુષ્પગુચ્છ થી સન્માન કરવા સાથે કીટ વિતરણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં વોટર વર્કસ વિભાગ દ્વારા વોટર ટ્રીટમેન્ટ પ્રોસેસ, અમૃત યોજના, વોટર ક્વોલીટી મોનીટરીંગ અને પાણીના બગાડ કઈ રીતે અટકાવી શકાય તે મુજબનું પ્રેઝન્ટેશન પણ રજુ કરવામાં આવ્યું હતું. સાથે SHG ગૃપ મેમ્બર્સ (સખી મંડળ મહિલા સભ્યો) ને ભરૂચ નગરપાલિકા દ્વારા અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિઝીટ કરાવવામાં આવી હતી.
આ કાર્યક્રમાં આગામી સમયમાં SHG ગૃપ મેમ્બર્સ (સખી મંડળ મહિલા સભ્યો) ને ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં વોટર ક્વોલીટી મોનીટરીંગ માટેના સેમ્પલીંગની તેમજ પાણીનો બગાડના થાય તે માટે IEC એક્ટીવીટી કરવા અંગેની ટ્રેનિંગ આપવામાં આવશેની જાહેરાત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, કારોબારી ચેરમેન, વોટર વર્કસ અને ગટર કમિટિ ચેરમેન, સમાજ કલ્યાણ કમિટિ ચેરમેન,અન્ય કમિટિના ચેરમેનઓ, સભ્યઓ, SHG ગૃપ મેમ્બર્સ (સખી મંડળ મહિલા સભ્યો), કર્મચારીગણ ઉપસ્થિત રહ્યો હતો.