The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 19

ભરૂચ કોંગ્રેસ દ્વારા હોબાળા સાથે કરાયું માંડવા ટોલ ટેક્ષ ખાતે લોકલ ટોલ મુક્તિ આંદોલન

ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝા ખાતે ટોલ સંચાલકો દ્વારા સ્થાનિક પાર્સિંગ ચાલકો પાસે ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવતા વાહન ચાલકો અને ટોલ ટેક્સ સંચાલકો વચ્ચે અવાર નવાર ઘર્ષણ સર્જાઈ રહ્યું છે જેને પગલે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાંની આગેવાનીમાં માંડવા ટોલ ટેક્સ પાસે વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

કોંગ્રેસના આગેવાનો શેરખાન પઠાણ,સંદીપ માંગરોલા,યૂથ કોંગ્રેસ પ્રમુખ સકીલ અકુજી,ભરૂચ શહેર પ્રમુખ હરેશ પરમાર,વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા,જ્યોતિબેન તડવી,શરિફ કાનુગા,ધનરાજ વસાવા,ફતેસિંગ વસાવા સહિતના કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી ટોલ ટેક્સ બંધ કરોના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જી.જે.16ના વાહનોને ટોલ ટેક્ષમાંથી મુક્તિ આપવા સાથે ભાજપ સરકારના શાસનમાં ટોલ નાબૂદીને બદલે ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો છે.જે ઘણી શરમ જનક બાબત ગણાવી વહેલી તકે તેઓનો ઉકેલ નહીં આવે તો સાંસદ અને ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલ સિંહ રાણાની આગેવાનીમાં યોજાયેલ આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ માંડવા ટોલ ટેક્સ ખાતે સમગ્ર મુદ્દાઓને લઈ ભારે સુત્રોચ્ચાર સાથે હોબાળો કરવામાં આવ્યો હતો.

તો બીજી તરફ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પણ ટોલ ટેક્સના સંચાલકોની દાદાગીરી અને તાનાશાહીને પગલે હેરાન પરેશાન થઈ ગયા હોવા સાથે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.જ્યારે ટોલ ટેક્સના સંચાલકે એન.એચ.આઈનું નોટિફિકેશન હોવાથી 20 કિમી અંતરના નાના વાહનોને મહિને રૂપિયા 330નો પાસ કાઢી આપી 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યો છે તો કોમર્શિયલ વાહનોનો ત્રણ વર્ષથી એન.એચ.આઈ મુજબ ફાસ્ટેકનો સર્વે કરી ટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો હોવાનું કહી હાથ ખંચેરી લીધા હતા.જ્યારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલ 45 કોંગ્રેસીઓની અટકાયત કરી હતી.

રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસમાંથી થઈ 21 લાખની ચોરી

દિવાળીના તહેવાર હોય આદિવાસી વિસ્તારમાં પોસ્ટ ઓફિસ દ્વારા જ નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી હોય દિવાળી ટાણે તસ્કરી ગેંગે પોસ્ટ ઓફિસના ટાર્ગેટ કરી મોટી રકમ ની ચોરી કરી પોસ્ટ વિભાગ ને મુશ્કેલીમાં મૂકી દીધો હતો.

જિલ્લાની અન્ય તમામ પોસ્ટ ઓફિસો માં થી રૂપિયાની માંગ ઉઠી હોય સોમવારે જિલ્લાની પોસ્ટ ઓફિસમાં રૂપિયા મોકલવા હોય મુખ્ય પોસ્ટ ઓફિસમાં 21,52,790 જેટલી મોટી રકમ કેસ રાખવામાં આવી હતી.રવિવારે કામથી પોસ્ટ માસ્ટર સહિતનો સ્ટાફ પોસ્ટ ઓફિસમાં આવતા તેમને આ ચોરી થયા ની જાણ થઈ હતી.
જેમાં પોસ્ટ ઓફિસ ખુલતા પાછલી બારી કટર થી કાપી તસ્કરો અંદર પ્રવેશ્યા અને પોસ્ટ ઓફિસમાં સ્ટ્રોંગરૂમમાં મોટી તિજોરીમાં કેશ હતી જેને પણ ગેસ કટર થી કાપી તમામ કેસ ચોરી કરી લઈ ગયા હતા.જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસ હોવા છતાં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી નો અભાવ હોય ચોરી થતા ચોરોનું પગેરૂ શોધવામાં પણ મોટી મુશ્કેલી ઊભી થઈ હતી રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે.

અંકલેશ્વરમાં પેટ્રોલ પુરાવા આવેલો શખ્સ બાઇકની ટાંકી ફૂલ કરાવી ફરાર!

અંકલેશ્વરમાં વાલિયા ચોકડી પર આવેલ શેખ પેટ્રોલિયમ પંપ ખાતે પેટ્રોલ પુરાવા આવેલો શખ્સ બાઇકની ટાંકી ફૂલ કરાવી ફરાર થવાની ઘટના બની હતી.

જ્યાં મોંઘીદાટ બાઈક લઇ આવેલ હેલ્મેટ ધરી ઈસમ બાઈક માં પેટ્રોલ ફૂલ કરાવ્યું હતું. અંદાજે 1000 રૂપિયા ઉપરાંત નું પેટ્રોલ નંખાવ્યા બાદ પેટ્રોલ ના રૂપિયા આપવાના બદલે આ ઈસમે ગાડી સાઈડ પર લેવાના બહાને બાઈક પુરપાટ દોડાવી ભાગતા પેટ્રોલ પંપ કર્મચારી પણ રૂપિયા લેવા માટે તેની પાછળ દોટ મૂકી હતી. જો કે બાઈક ચાલક પુરપાટ બાઈક લઇ ફરાર થઇ ગયો હતો.

આ સમગ્ર ઘટના સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. આ પેટ્રોલ ચોરી ની ઘટના નો સીસીટીવી પણ વાયરલ થયો હતો. ત્યારે નવાબી શોખ ધરાવતા ઈસમો દ્વારા મોંઘીદાટ બાઈક ખરીદ કર્યા બાદ તેમાં પેટ્રોલ પણ ના પુરાવી શકે અને પેટ્રોલ પુરાવાના બહાને ચોરી કરી ભાગી જતા આ ચીંધી ચોરીની ઘટના એ રમૂજ જરૂર ફેલાવ્યું હતું.

શિક્ષણની આવતી કાલ અને આવતી કાલનું શિક્ષણ ભરૂચ જિલ્લાની શાળાના આચાર્યો માટે કાર્યક્રમ યોજાયો

શિક્ષણની આવતી કાલ અને આવતી કાલનું શિક્ષણ આ મધ્યવર્તી વિચાર સાથે પી.પી.સવાણી યુનિવર્સીટી અને ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ભરૂચ અને અંકલેશ્વર જિલ્લાની શાળાના આચાર્યો માટે કાર્યક્રમનું આયોજન તારીખ ૨નવેમ્બર ૨૦૨૩, ગુરૂવારનારોજ હયાત હોટલ ભરૂચમાં થયું હતું.

DEO કે.એફ.વસાવા ભરૂચ અને પી પી સવાણી યુનિવર્સીટીના ડિરેક્ટર સ્નેહ સવાણી તથા કુલપતિ ડો.પરાગ સંઘાણીના માર્ગદર્શન હેઠળ નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં આવી રહેલા પરિવર્તનો અને વધુ કાર્યદક્ષતા હાંસલકરવા માટે ડો.પરેશભટ્ટ અને ડો.છાયાબહેન પારેખ દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે આવનારા સમયના પડકારો અને તકો વિષે પીપી સવાણી યુનિવર્સીટીના કુલપતિડો.પરાગ સંઘાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

યુનિવર્સીટીના ડેપ્યુટી રજીસ્ટર ડો. બિંદેશ પટેલે આ સંદર્ભમાં યુનિવર્સીટીના કાર્યનો ચિતાર રજુ કર્યો હતો. ઉપસ્થિત આચાર્યો દ્વારા કાર્યક્રમના અંતે વધુ સારી કાર્યપ્રણાલી સાથે વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે કટિબધ્ધથવાની અભિવ્યક્તિ દર્શિત થઈ હતી.

નેત્રંગના RFO 5 લાખનો હપ્તો સ્વીકારતા ઝડપાયા

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં લાંચ રુશવત વિરોધી શાખાએ બે અલગ –અલગ ઘટનામાં ત્રણ લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. 2 નવેમ્બરે બુટલેગરને કેસમાં રાહત આપી માર ન મારનાર બે પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો છે તો 3 નવેમ્બરે રૂપિયા 25 લાખની લાંચના મામલામાં 5 લાખનો હપ્તો સ્વીકારતા નેત્રંગના RFO છટકામાં ઝડપાઇ ગયા છે.

એસીબી ના સૂત્રો તરફથી પ્રાપ્ત સત્તાવાર માહિતી અનુસાર નર્સરી તેમજ કંન્ટ્રકશનનો ધંધો કરતા કોન્ટ્રાકટરે સરકારી કામના ઓનલાઇન ટેન્ડર ભરી કામ મેળવ્યા હતા. ટેન્ડરમાં જણાવેલ કંન્ટ્રકશનને લગતુ કામ પૂર્ણ કર્યું હતું. સને-૨૦૨૨ માં વનવિભાગનું ટેન્ડર ભરતા ટેન્ડર મંજુર થતા ભરૂચ ખાતેથી કામ ચાલુ કર્યું હતું.

આ ટેન્ડરમાં નર્સરીનું કામ તેમજ અલગ-અલગ પ્રકારના સીવીલના કામ કરવાના હતા. આ તમામ કામ અતર્ગત અંદાજે 1.40 કરોડ રૂપિયાના કામનું બીલ ફરીયાદીએ આર.એફ.ઓ નેત્રંગ અને આર.એફ.ઓ. ભરૂચને આપેલ જે કામના બીલ પેટેના 1.21 કરોડ ફરીયાદીને ચેક પેમેન્ટથી મળેલ હતા.બાકીના બીલ પેટે લેવાના થતા નાણા માટે આ કામના ફરીયાદીએ આરોપી સરફરાજ ઘાંચી આર.એફ.ઓ. નેત્રંગ તથા ઇન્ચાર્જ ભરૂચ નાઓને રૂબરૂમાં મળતા આ કામના ફરીયાદીને જણાવેલ કે તમારે જુના અને ચાલુ પેમેન્ટ પાસ કરાવવા હોય તો ઉચ્ચક રૂપિયા 25 લાખ આપવા પડશે. આ લાંચની રકમ મળે તો જ બીલ ઉપર સહી કરી આગળ મોકલવા કહ્યું હતું.

ફરિયાદીએ 25 લાખ પૈકી આરોપી સરફરાજ ઘાંચીને 10 લાખ આપી દીધેલા અને બાકીના રૂપિયા 15 લાખ પાંચ-પાંચ લાખ કરી ત્રણ હપ્તે આપવાનું નક્કી કરાયું હતું. રૂપિયા 5 લાખની લાંચની રકમ ચૂકવવા અંગે ૦૩/૧૧/૨૦૨૩ ના રોજ લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમ્યાન આ કામના આરોપીએ RFO ને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

ઝઘડીયા માલજીપુરા નજીક ફોરવ્હીલ ગાડીમાં વિદેશી દારૂના જથ્થા સાથે ૧ ઝડપાયો,૧ ફરાર

પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ એલ.સી.બી.ભરૂચના માર્ગદર્શન હેઠળ સુચનાઓ અન્વયે પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન પો.સ.ઇ. એમ.એમ.રાઠોડ ની ટીમ ઝઘડીયા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમી મળેલ કે ઝોક્લા ગામનો સુરેશ રામુ વસાવા તેની પાસેની બ્લેક કલરની રૅનોલ્ટ ટ્રાઇબર ગાડી નંબર- GJ-05-RP-5318માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નેત્રંગથી વાલીયા તરફ આવનાર છે.

જે બાતમી આધારે નેત્રંગ ચોકડી ખાતે વોચમાં હતા ત્યારે બાતમી વાળી ફોર વ્હીલ ગાડી આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા ડ્રાઇવરે ત્યાંથી ગાડી ભગાવતા તેનો પીછો કરી માલજીપુરા બસ સ્ટેન્ડ નજીક તેને રોકી લઇ ગાડીમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂની બોટલ નંગ- ૧૨૦૦ કિંમત રૂ. ૧,ર૦,૦૦૦/-ના મુદામાલ સાથે એક આરોપી સુરેશભાઇ રામુભાઇ વસાવા ઉ.વ. ૪ર રહે, ઝોક્લા ગામ ઝરા ફળીયું તા-વાલીયા જી-ભરૂચને પકડી પાડ્યો હતો, જયારે આ ગુનામાં પોલીસે માલ આપનાર ઇસમ હર્ષદભાઇ મદનભાઇ ચૌધરી રહે, અંબે ગ્રીન સોસાયટી ગોટપાડા એસ.બી.આઇ. બેન્કની પાછળ તા.સાગબારા જી-નર્મદાને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબીશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ઝઘડીયા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો સાથે આ ગુનાની જાણ ડેડીયાપાડા પોલીસ મથકે પણ કરવા સાથે ગાડી તેમજ વિદેશી દારૂ સાથે કુલ રૂ.૬,ર૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

અંકલેશ્વરના ધ્રુવ સોલંકીએ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ

અંકલેશ્વર ના ધ્રુવ સોલંકીએ બોક્સિંગ ચેમ્પિયનશિપ માં ગોલ્ડ મેડલ જીતતા અંકલેશ્વર સહિત સમગ્ર મિત્ર વર્તુળમાં ખુશહાલી છવાઇ હતી. ધ્રુવ સોલંકીએ નવી મુંબઈ ખાતે યોજાયેલ સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મૂળ અંકલેશ્વર ના અને હાલ વડોદરા રહેતો ધ્રુવે નેશનલ લેવલે ભાગ લઇ ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મહેચ્છા વ્યક્ત કરી હતી.

ફાઇનલ માં ગુજરાતના અંકલેશ્વર ના ધ્રુવ સોલંકીએ મહારાષ્ટ્રના અંગત સિંહને પછાડી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જેમાં તેમના કોચ મિનેષ સોલંકીએ એમને આ ચેમ્પિયનશીપ માટે તૈયારી કરાવી હતી. ધ્રુવ સોલંકી ગુજરાતના અંકલેશ્વરના નિવાસી છે અને આજે આ રમત માં વિજયી થઈને એમણે ગુજરાત તથા અંક્લેશ્વરની નામ રોશન કર્યું હતું.

ભરૂચ દહેજ પોલીસનું ભેદી મૌન તૂટ્યું, આખરે દહેજ પોલીસે કરી કાર્યવાહી

ભરૂચના અંતરિયાળ વિસ્તારમાંથી દારૂનું નેટવર્ક ચલાવવા બુટલેગરના પ્રયાસ પણ ફરીએકવાર ભરૂચ પોલીસે પાણી ફેરવી દીધું છે. દહેજમાં ભંગારના ગોડાઉનની આડમાં ચાલતા દારૂના નેટવર્ક દહેજ પોલીસે દરોડો પાડી 350 પેટી દારૂના જથ્થાને ઝડપી પડ્યો છે. મામલે હિસ્ટ્રીસીટર કુખ્યાત બુટલેગર તિલક પટેલ સહીત 8 લોકો સામે ગુનો નોંધી પોલીસે ધરપકડનો દોર ચલાવ્યો છે. આ બેનંબરી વેપલો પોલીસ જાસૂસીકાંડમાં વોન્ટેડ બુટલેગર નયન કયસ્થના ઈશારે ચાલી રહ્યો હોવાની પણ પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસ સૂત્રો અનુસાર નારાયણ નામના ભંગારના વેપારીના ગોડાઉનમાં દારૂનું ગોડાઉન ઉભું કરાયું હતું. જોકે નારાયણે રેન્ટ એગ્રીમેન્ટ પોલીસને બતાવી મામલાથી દૂર રહેવા પ્રયાસ કર્યો છે. તેની સંડોવણી અંગે હજુ પોલીસે ચોપડે નામ ચઢાવ્યું નથી પણ મામલો તપાસ હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા,પત્ની સહિત ૮ લોકો સામે ફાયરિંગ,રાયોટિંગ હેઠળ ગુનો દાખલ

આમ આદમી પાર્ટીનાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસે ગુનો નોંધાતા રાજકારણમાં હડકમ્પ મચી પામ્યો છે.

મળતી માહિતી અનુસાર માંડવી તાલુકાનાં કરજવાણ ગામના અને હાલ દેડીયાપાડા ફોરેસ્ટ કોલોનીમાં રહેતા શિવરાજ રુવજી ચૌધરીએ ફોરેસ્ટ વિસ્તારમાં દબાણ ખેતી કરતાં દબાણકર્તાને કાઢ્યા હતા આ બાબતે ગત તારીખ-30મી ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓના ઘરે વન વિભાગના અધિકારી શિવરાજ રુવજી ચૌધરી અને અન્ય કર્મીઓને બોલાવી સરકારી કામગીરીમાં રૂકાવટ ઊભું કરી અપશબ્દો ઉચ્ચારી ધારાસભ્યએ અધિકારીને બે લાફા ઝીંકી દીધા હતા અને વન કર્મીઓને એક લાઇનમાં ઊભા કરી એક રાઉન્ડ હવા ફાયરિંગ કરી ધામ-ધમકી આપી હતી.

જ્યારે ધારાસભ્યના પી.એ.જીતુંએ વન વિભાગના અધિકારીને ફોન ઉપર સર્જરી કામગીરી દરમિયાન કરેલ કામગીરી બાબતે ડુંગરજી ભાંગડા વસાવાની બે પુત્રીઓ અને રમેશ ગીમ્બા વસાવા,રમેશ ગીમ્બા વસાવાની પત્નીને કપાસના પાકની નુકશાનીની રકમ ચૂકવવા ધમકી આપી હતી જ્યારે ડુંગરજી ભાંગડા વસાવાના જમાઈએ 60 હજાર રૂપિયા લીધા હતા.બનાવ અંગે દેડીયાપાડા પોલીસ મથક ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા,તેઓની પત્ની સંકુતલા,પી.એ.જીતુ સહિત આઠ લોકો સામે રાયોટિંગ,આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન નર્મદા જિલ્લા પોલીસે ધારાસભ્યની પત્ની,પી.એ તેમજ ખેડૂતની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનાને લઈ સાંસદ મનસુખ વસાવાએ વખોડી કાઢી હતી અને તહેવાર ટાણે વાતાવરણ નહીં દોહળાય તે માટે લોકોને શાંતિ રાખવા આપી હતી જ્યારે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે ભરુચ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી ઘટના અંગે પ્રતિક્રિયા આપી ઘટનાને વખોળી હતી જ્યારે નર્મદા જિલ્લા એસપી પ્રશાંત શુબ્બેએ કાયદેસરની કાર્યવાહી કરી હોવા સાથે તપાસ શરૂ કરી છે તેમ જણાવ્યુ હતું.

દહેજમાં ભંગારની આડમાં ચાલતું દારૂનું ગોડાઉન ઝડપાયું

ભરૂચ : અંકલેશ્વર તાલુકામાં દારૂના ગોડાઉન બનાવી દક્ષિણ ગુજરાતમાં દારૂનો વેપલો ચલાવવાના રેકેટ પર અંકલેશ્વર પોલીસે સપાટો બોલાવી કોમ્બિંગ અને મોટી માત્રામાં દારૂના જથ્થાને ઝડપી પાડવાની કાર્યવાહી બાદ લિકર માફિયાઓ અંકલેશ્વર છોડી પલાયન થયા છે.

ભરૂચના અંતરિયાળ વિસ્તારમાંથી દારૂનું નેટવર્ક ચલાવવા બુટલેગરના પ્રયાસ પણ ફરીએકવાર ભરૂચ પોલીસે પાણી ફેરવી દીધું છે. દહેજમાં ભંગારના ગોડાઉનની આડમાં ચાલતા દારૂના નેટવર્ક દહેજ પોલીસે દરોડો પાડી 350 પેટી દારૂના જથ્થાને ઝડપી પડ્યો છે. મામલે હિસ્ટ્રીશીટર કુખ્યાત બુટલેગર તિલક પટેલ સહીત 8 લોકો સામે ગુનો નોંધી પોલીસે ધરપકડનો દોર ચલાવ્યો છે. આ બેનંબરી વેપલો પોલીસ જાસૂસીકાંડમાં વોન્ટેડ બુટલેગર નયન કયસ્થના ઈશારે ચાલી રહ્યો હોવાની પણ પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસ સૂત્રો અનુસાર નારાયણ નામના ભંગારના વેપારીના ગોડાઉનમાં દારૂનું ગોડાઉન ઉભું કરાયું હતું. જોકે નારાયણે રેન્ટ એગ્રીમેન્ટ પોલીસને બતાવી મામલાથી દૂર રહેવા પ્રયાસ કર્યો છે. તેની સંડોવણી અંગે હજુ પોલીસે ચોપડે નામ ચઢાવ્યું નથી પણ મામલો તપાસ હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અગાઉ ભરૂચ જિલ્લામાં ક્રાઇમ બ્રાન્ચ , અંકલેશ્વર પોલીસ અને ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અંકલેશ્વરમાં દરોડા પડી અલગ -અલગ સ્થળોએથી દારૂના ગોડાઉન ઝડપી પાડ્યા હતા. અહીંથી દારૂ દક્ષિણ ગુજરાતમાં ઘુસાડવાનો વેપલો ચલાવતો હતો. સુરત રૂરલ પોલીસે ઝડપી પડેલા દારૂના નેટવર્કના મામલાઓની તપાસમાં પણ પાનોલી અને આસપાસના વિસ્તારનો દારૂના કટિંગમાં ઝડપાયેલા બુટલેગરોએ ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું.

તત્કાલિક એસપી ડો. લીના પાટીલે બુટલેગરો સામે કરેલી કડક કાર્યવાહીઓ બાદ લિકર માફિયાઓએ અંકલેશ્વરમાં દારૂનું કટિંગ બંધ કરાયું હતું. સલામત સ્થળની શોધમાં બુટલેગરોએ ભરૂચનો અંતરિયાળ દહેજ વિસ્તાર પસંદ કર્યો હતો. દહેજ પોલીસને આ બાબતની જાણ થઈ જતા દરોડો પડી 2 નવેમ્બરની મોડી રાતે 350 પેટી દારૂ એક ભંગારના ગોડાઉનમાંથી રિકવર કરાયો છે. આ સાથે એક ટેમ્પો પણ કબ્જે લેવાયો છે.

error: Content is protected !!