ભરૂચમાં મુન્શી (મનુબરવાલા) મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસ ઇરફાન મુન્શી શિશુ વિહાર (ગુજરાતી માધ્યમ), ઇરફાન મુન્શી કિડરગાર્ટન (અંગ્રેજી માધ્યમ) અને ઇરફાન મુન્શી શિશુ વિહાર (બહારની બાલવાડી)ના નાના ભૂલકાઓ માટે “બાળ ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બાળ ઉત્સવ મેળામાં ઇરફાન મુન્શી શિશુ વિહાર (ગુજરાતી માધ્યમ), ઇરફાન મુન્શી કિંડરગાર્ટન (અંગ્રેજી માધ્યમ) અને ઇરફાન મુન્શી શિશુ વિહાર (બહારની બાલવાડી)ના કુલ ૧૫૦૦ થી વધુ બાળકોએ આ મેળાનો લાભ લીધો હતો.મેળામાં બાળકોના મનોરંજન માટે વિભિન્ન પ્રકારની ચકડોળ, જમ્પિંગ, મેરીગો રાઉન્ડ તેમજ ખાસ પ્રકારના કાર્ટુન શો અને તિલશ્મિ શો, હોર્સ રાઇડિંગ, મીકી માઉસ, સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઉપરાંત બાળકો માટે વેલકમ ડ્રીંક્સ તેમજ પોપકોર્નની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. બાળકોના સ્વાસ્થય અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામા આવ્યું હતું અને તેના માટે એપેક્ષ હોસ્પીટલ તરફથી એમ્બુલન્સ અને ફાયર બ્રિગેડ તેમજ ડોક્ટર્સની ટીમ તૈનાત રાખવામાં આવી હતી. તદઉપરાંત કુલ ૧૫૦ થી પણ વધુ સ્ટાફ તેમજ ૧૦૦ થી પણ વધુ વોલેંટીયર્સએ બાળકોની દેખરેખ માટે ખડે પગે રહીને પોતાની સેવા બજાવી હતી.
આ બાળ ઉત્સવ મેળાની પૂર્ણાહુતિ સમયે મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો દ્વારા બાળ ઉત્સવ મેળાના સ્થળનું નિરીક્ષણ કરી તેના આયોજકો, વોલેંટીયર્સ, અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના તથા આઇ.ટી.આઇ. અને બી.એડ.ના વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા સ્ટાફ મેમ્બર્સ દ્વારા રોકડ રકમ, બેગ, નોટ બુક, લંચ બોક્સ, કપડાં, રમકડાં વગેરે થયેલ ચેરિટે દ્વારા મુન્શી ટ્રસ્ટ સંચાલિત ભરૂચના આર્થિક રીતે પછાત વિસ્તારોમાં ચાલતી ૧૦ બાલવાડીના ૪૮૫ બાળકોને બેગ, સ્લેટ, પેન્સિલ, રબર, માપપટ્ટી, લંચ બોક્સની કીટ એનાયત કરવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં પ્રેક્ષક તરીકે શ્રોતાગણ તેમજ બહારની બાલવાડીના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્ય તથા સ્ટાફ ગણ દ્વારા ઈકબાલભાઇ પાતરાવાલા, જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાકટર , મકબુલભાઈ ચોક્વાલાએ આપેલી સેવાઓ અને તેમના કાર્યોને બિરદાવવા માટે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ હતો કે બાળકોમાં સખાવત કરવાની ભાવના ઉદભવે અને બહારની બાલવાડીના જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણને લગતી વસ્તુઓ મળી રહે. પ્રોગ્રામના અંતે મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સૌનો આભાર માન્યો હતો.