The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 17

મને માફ કરજો…પત્ની-સાસુ-સસરાને સજા આપજો કહી પતિએ આંઠમા માળેથી માર્યો મોતનો ભુસકો

પત્ની અને સાસુ-સસરાના માનસિક ત્રાસથી ભરૂચના 53 વર્ષીય પતિએ વિડીયો બનાવી 8 માં માળેથી કૂદી આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

ભરૂચના જે.બી. મોદી પાર્ક નજીક આવેલી દેવદર્શન રેસિડેન્સીમાં પિતાએ લઈ આપેલા ફ્લેટમાં 53 વર્ષીય અશ્વિનભાઈ અંબાલાલ ચૌહાણ, પત્ની આશાબેન અને બે દીકરીઓ સાથે રહેતા હતા.રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અશ્વિનભાઈના 25 વર્ષના લગ્નજીવનમાં છેલ્લા 3 વર્ષથી વિખવાદ ઉભો થયો હતો. પત્નીએ ચકલામાં ભાડે રહેતા માં-બાપ હીરાલાલ અને અરુણાબેન સોદાગરને રહેવા તેઓનું મકાન આપેની જીદ પકડી હતી.

છેલ્લા 3 વર્ષથી પત્ની ઘરનો સામાન લઈ દીકરીને લઈ અમદાવાદ જતી રહી હતી. એકલવાયું જીવન જીવતા અશ્વિનભાઈને પિતાના ઘરને લઇ પત્ની, સાસુ, સસરાએ માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.આખરે આજે બુધવારે સવારે 6 કલાકે અશ્વિનભાઈએ આખરી વિડીયો બનાવી પોતાના ફ્લેટના 8 માં માળેથી ભુસકો મારી મોતને વ્હાલું કરી દીધું હતું.

પોતાના અંતિમ વીડિયોમાં તેઓના મોત પાછળ પત્ની અને સાસુ-સસરા જવાબદાર હોય, એ લોકોને સજા કરવા અને પોતાને માફ કરવા સાથે ભગવાન બધાને સુખી રાખેની વિનંતી કરી હતી.સાથે મૃતકના પિતાના મકાનમાં તેઓના ભાઈ વિજય ચૌહાણ અને બહેન નૈનાબેનનો હક્ક હોય કાગળિયા કબાટમાં મૂકીને જઈ રહ્યા હોવાનું પણ વીડિયોમાં જણાવ્યું હતું. પોતાના ભાઈ-બહેન માટે તેઓ કઈ કરી શક્યા નહી હોવાનું પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.

પોતાની દીકરીઓને પણ પત્ની અને સાસુ-સસરાએ તેમની વિરુદ્ધમાં કરી દીધી હોય તેઓનું બધું છીનવી લઈ એકલો જીવવા મૂકી દીધો હોવાની મનોવ્યથા વ્યક્ત કરી હતી.મૃતકના ભાઈ વિજય ચૌહાણે અશ્વિનભાઈના મૃત્યુ પાછળ પત્ની અને સાસુ સસરા જવાબદાર હોય એ ડિવિઝન પોલીસ મથકે તેઓ સામે ફરિયાદ નોંધાવી છે.

ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં વૃધ્ધાને બંધક બનાવી લૂંટ

ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં એકલી રહેતી વૃધ્ધાને માર મારી બંધક બનાવી બે લૂંટારુઓએ રોકડા અને સોનાના ઘરેણાં મળી બે લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

ભરૂચ જીલ્લામાં શિયાળો શરૂની ઠંડી શરૂ થતાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે ભરુચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં લૂંટની ઘટના બનવા પામી છે.નવું બની રહેલ મકાનની બાજુમાં એકલા રહેતા રમીલાબેન પટેલના ઘરે મધરાતે મકાનના વાડાના ભાગે આવેલ કાચી દીવાલમાં બાકોરું પાડી બે ઇસમો મકાનમાં પ્રવેશ્યા હતા અને મકાનમાં ચોરી કરી રહ્યા હતા.

તે વેળા વૃધ્ધ મહિલા જાગી જતાં તેણીએ બુમરાણ મચાવવાની કોશિશ કરે તે પહેલા બંને ઇસમોએ મહિલાને બંધક બનાવી તેને કટર જેવા હથિયાર વડે ઘા કરી માર માર્યો હતો અને 5 હજાર રોકડા અને સોનાના ઘરેણાં મળી કુલ 2 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે વૃધ્ધાના સંબંધી શૈલેષભાઈ પટેલે સી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યા હતા અને ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ થકી લૂંટારુઓના પગેરૂ શોધવાની કવાયત હાથ ધરી છે.

બે સગીર બાળાઓને ભગાડી જનાર કિશોર તથા અપહૃત સગીર બાળાઓને શોધી કાઢતી અંકલેશ્વર પોલીસ

અંકલેશ્વર શહેરના નવા બોરભાઠા તથા નવા દિવા વિસ્તારમાં રહેતી બે સગીર બાળાઓને લગ્નની લાલચ આપી ભગાડી જનાર એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા અપહીત સગીર બાળાઓને દાહોદ તથા મુંબઈના વિરાર ખાતે થી અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અંકલેશ્વર શહેર નવા બોરભાઠા તથા નવા દિવા વિસ્તારમાંથી જુદા-જુદા બે બનાવમાં બે સગીરા નાઓનું બે અલગ-અલગ ઇસમો લલચાર્વી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઇ જઇ ગુનો કર્યાની હકીતતના આધારે અંકલેશ્વર શહેર ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.વાળા ના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વલન્સથી આરોપીઓ તથા ભોગ બનનારની માહિતી મેળવી આ ગુનાના કામે સગીરાને ભગાડી જનાર એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા બે ભોગ બનનાર સગીરાઓને દાહોદ તથા મુંબઇના વિરાર ખાતેથી શોધી કાઢી ભોગબનનાર સગીર બાળાઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે લાવી અને સગીર બાળાઓને વુમન કોન્સ્ટેબલ સાથે રાખી કાઉન્સેલીંગ કરી તેના માતા પિતાને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઝઘડિયાના રાજપારડીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને પ્રારંભ

બિરસામુંડા જન્મ જયંતિ જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેથી પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને એક ભવ્ય કાર્યક્રમ નગરની ડી.પી.શાહ શાળાના પટાંગણમાં યોજાયો હતો.

આ કાર્યક્રમ પેહલા તમામ ઉપસ્થિત મહેમાનોએ ચાર રસ્તા ખાતે ભગવાન બિરસામુંડાના સ્ટેચ્યુ પર ફુલહાર અર્પણ કરી દર્શન કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરી તમામ ઉપસ્થિતિઓએ પ્રતિજ્ઞા લીધી હતી. જ્યારે મંત્રી કુંવરજી હળપતિ તેનજ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તારમાં માહિતી આપી.

આ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ પ્રકારની કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમમાં ઝધડિયા ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, નેત્રંગ અને વાલીયા તાલુકા પંચાયતના પ્રમુખો,અગ્રણી પ્રકાશભાઇ દેસાઇ,ઇમ્તિયાઝ અલી સૈયદ,રાજપારડીના સરપંચ કાલિદાસભાઇ વસાવા,રાજપારડી પંચાયતના તલાટી ભરવાડ તેમજ વિવિધ સમિતિઓના સદસ્યો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો તેમજ ભારત સરકાર તરફથી ઉપસ્થિત ડાયરેક્ટર પ્રભારી પ્રશાંત અગ્રવાલ, નિવાસી અધિક કલેકટર એન. આર. ધાંધલ, તેમજ સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ રાજપારડી દક્ષિણ ગુજરાત વિજ કંપનીના અધિકારીઓ અને રાજપારડી અને અન્ય ગામડાઓના મોટી સંખ્યામાં લાભાર્થીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને ધ્યાને લઇ ટ્રાફિકનુ સંચાલન કરવા રાજપારડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ કનુભાઇ મીર સ્ટાફના જવાનો સાથે ખડેપગે ઉભા રહી ટ્રાફિકનુ સુંદર આયોજન કર્યું હતું.

રીપોર્ટર: ફારૂક ખત્રી, ન્યુઝલાઇન.ડીજીટલ,રાજપારડી

ટંકારીયા ગામે ૨૦૦ કીલોગ્રામ ગૌ વંશ માંસ સાથે 3 ઝડપાયા

પાલેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળેલ કે ટંકારીયા ગામે બાબરીયા કોલોનીમાં રહેતો અલ્તાફ યુનુસ બાબરીયા નો એક બંધ બંગલાની પાછળનાં ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં જંગલી બાવળોની ઝાળીની ઓથમાં ગૌ- વંશ જેવા પશુનુ કટીંગ કરે છે. જેથી પાલેજ પોલીસ દ્વારા તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ રેઈડ કરી ૨ આરોપીઓને માસ સાથે ઝડપી પાડયા હતા.જયારે અન્ય ૧ વોન્ટેડ આરોપીને તપાસ દરમ્યાન પકડી પાડ્યો હતો.

પોલીસે આ આરોપીઓ પાસે માંસ કટીંગ કરવાના સાધનો ઇલેક્ટ્રીક વજન કાંટો સહીત તથા આરોપી અલ્તાફ યુનુસ બાબરીયા ઉ.વ.૩૬ રહેવાસી-ટંકારીયા ગામ બાબરીયા કોલોની તા.જી.ભરૂચ, જાવીદ ઈસ્માઈલ ઝીણા રહેવાસી- ટંકારીયા ગામ નવીનગરી તા.જી.ભરૂચ, ઈકબાલ વલી બાબીયેટ રહેવાસી ટંકારીયા ગામ નવીનગરી તા.જી.ભરૂચની અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા, મોબાઇલ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૨૫,૮૭૦/- નો કબ્જે કરી વધુ ૧ આરોપીને વૉન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી ઇન્ડીયન પીનલ કોડ તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ તેમજ પશુ ઘાતકીપણા અધિનિયમની સંલગ્ન કલમો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

આ ગુનામાં આરોપીઓ દ્વારા ગૌ-વંશ વાહતુક કરવામાં ઉપયોગમાં લેવાતા વ્હીકલો જેમાં આરોપી અલ્તાફનુ એક્ટીવા મોપેડ નંબર GJ 16 PK 2917 તથા આરોપી જાવીદની ઇક્કો ફોરવ્હીલ ગાડી નંબર GJ 16 CS 2153 તેમજ આરોપી ઇકબાલની હીરો હોન્ડા પેશન પ્રો.બાઇક નં. GJ 16 AR 3259 ને કબ્જે લેવા તજવીજ ચાલુ છે અને વોન્ટેડ આરોપી ઈમરાન હક્કો ઉંમટા રહેવાસી- ટંકારીયા ગામ સુથાર સ્ટ્રીટ તા.જી.ભરૂચને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

જન નાયક બિરસા મુંડાની 148મી જન્મજયંતિની કરાઇ ઠેરઠેર ઉજવણી

જન નાયક ભગવાન બિરસામુંડાની 148 મી જન્મ જ્યંતી નિમિતે ભરૂચ જિલ્લાકક્ષાની ઉજવણીનું ભવ્ય આયોજન નેત્રંગમાં કરાયું હતું.

આદિવાસી સમાજ અને કોંગ્રેસી આગેવાનો દ્વારા આજે જનનાયક ભગવાન બિરસમુંડાની જન્મ જ્યંતીએ નેત્રંગમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આદિવાસી પેહરવેશ, પરંપરાગત વાધ્યો, નૃત્ય અને ડી.જે. ના તાલે ભરૂચ, નર્મદા ઉપરાંત સમગ્ર આદિવાસી પટ્ટા પરથી માનવમહેરામણ ઉમટી પડતા નેત્રંગ ઉજવણીના રંગે રંગાઈ ગયું હતું.
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, શેરખાન પઠાણ, સંદીપ માંગરોલા સહિત આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં બીરસામુંડાની તસ્વીરને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.
નેત્રંગના 96 ગામો અને કોંગ્રેસ દ્વારા બનવાયેલી સમિતિ દ્વારા બિરસમુંડાની પ્રતીમાને ચાર રસ્તા ખાતે અનાવરણને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો. જેમાં એક ડીવાયએસપી, એક પીઆઈ, 3 પીએસઆઈ અને 117 પોલીસ જવાનોને મુકવામાં આવ્યા હતા.
નેત્રંગ નગરના તમામ માર્ગો ઉપર ઉજવણી અને રેલીના ધમધમાટ વચ્ચે આદિવાસી સમાજનું ઘોડાપુર જોવા મળ્યું હતું. હજારો આદિવાસી ભાઈઓએ કલાકો સુધી મનમૂકીને ઝૂમી જનનાયકની જન્મ જ્યંતીના વધામણાં કર્યા હતા.

જાણો કેમ ઉજવાય છે કારતક મહિનાના કૃષ્ણ પક્ષના બીજા દિવસે ભાઈદૂજનો તહેવાર

ભાઈ દૂજનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધનું પ્રતીક છે. આ તહેવાર કારતક મહિનામાં ઉજવવામાં આવે છે.હિંદુ કેલેન્ડરમાં, દિવાળી અને ગોવર્ધન પૂજા પછી કારતક મહિનામાં ભાઈ દૂજનો તહેવાર ઉજવવામાં આવે છે. તે દ્વિતિયા તિથિ પર ઉજવવામાં આવે છે. જેને યમ દ્વિતિયા પણ કહેવામાં આવે છે.

આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. રક્ષાબંધનની જેમ ભાઈબીજના દિવસે પણ બહેનો ભાઈના દીર્ઘાયુ માટે કામના કરે છે. ભાઈબીજના દિવસે બહેનો ભાઈના કપાળ પર તિલક કરે છે અને મિઠાઈ ખવડાવીને તેમને નારિયેળ આપે છે. તમામ જગ્યાએ ભાઈબીજ માટેની અલગ અલગ માન્યતાઓ પ્રવર્તી રહી છે. ઉત્તર ભારતમાં બહેનો ભાઈઓને તિલક અને અક્ષત લગાવીને નારિયેળ ભેટમાં આપે છે. પૂર્વીય ભારતમાં બહેનો શંખનાદ પછી તિલક લગાવીને ભેટ આપે છે. આ દિવસે બહેનો ભાઈઓના દીર્ઘાયુ માટે વ્રત કરે છે અને ભોજન કરાવ્યા પછી વ્રત ખોલે છે.

ભાઈબીજના દિવસે ભાઈને તિલક કર્યા પછી ભોજન કરાવવાની ધાર્મિક માન્યતા છે. કહેવામાં આવે છે કે, બહેનો આ દિવસે શ્રદ્ધા અને આદરપૂર્વક તિલક તથા ભોજન કરાવે છે. જે ભાઈઓ બહેનના આતિથ્યનો સ્વીકાર કરે છે, તેમની તમામ ઈચ્છા પૂર્ણ થાય છે અને યમરાજનો ભય રહેતો નથી. આ દિવસે બહેનના ઘરે ભાઈ ભોજન કરે તો અકાળ મૃત્યુનું જોખમ દૂર થાય છે. ઉપરાંત સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે.  આ વર્ષે ભાઈ દૂજનો તહેવાર આજે 15 નવેમ્બરે ઉજવવામાં આવશે.

કારતક મહિનાના કૃષ્ણ પક્ષના બીજા દિવસે ભાઈદૂજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમની શુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જે અત્યંત શુદ્ધ અને દિવ્ય છે. આ દિવસે બહેનો તેમના ભાઈને તિલક લગાવે છે અને આરતી કરે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. પૌરાણિક કથાઓ અનુસાર આ પરંપરા યમરાજ સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આ તારીખે યમરાજે તેમની બહેન યમુનાનું આમંત્રણ સ્વીકાર્યું હતું. આ દિવસે યમુનામાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે, બહેનો તેમના ભાઈની સુખાકારી (મંગલ દોષ ઉપાય) માટે વિધિઓ સાથે પૂજા કરે છે. જેમાં મંગલ પઠન, પર્વ અને પ્રસાદ વગેરેનો સમાવેશ થાય છે.

અમારા ભાજપ સામે મજબૂત ઉમેદવાર મુમતાઝ પટેલ, બાકી ચૈતર ફૈતર તો પાણી ભરે, રીંગણા-બટાકા : મનસુખ વસાવા

ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આપ અને કોંગ્રેસ આગેવાનો સામે ભડાસ કાઢી છે. ચૈતર વસાવા સામે ભાજપના ઈશારે પોલીસે કેસ નથી કર્યો પણ તેમને ગુનો કર્યો અને તેમના જ આપ અને કોંગ્રેસના આદિવાસી વન કર્મીઓને માર્યા એમાં આ વન કર્મીઓએ જ ફરિયાદ નોંધાવી છે.

દેડિયાપાડાના જુના મોઝદા ગામે એક જાહેર કાર્યક્રમમાં ભરૂચ-નર્મદા BJP સાંસદ મનસુખ વસાવાએ હાલ ચૈતર વસાવા સામે ફરિયાદને લઈ આપ અને કોંગ્રેસ દ્વારા ચાલતા આંદોલનોમાં લોકોને સાચો અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદે જાહેર મંચ પરથી AAP ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ તેમના જ આદિવાસી ભાઈઓ એવા વન કર્મચારીઓએ કરી હોવાનો ફોડ પાડ્યો હતો. આ વન કર્મીઓ આપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા હોય ચૈતર  વસાવા સામે ફરિયાદમાં ભાજપનો કોઈ હાથ નહિ હોવાનું કહ્યું હતું.

સાથે જ ધારાસભ્યએ કાનૂની પ્રક્રિયાને અનુસરવા અને વન કર્મીઓની ભૂલ હતી તો કાયદો હાથમાં ન લેવા પણ ટકોર કરી હતી. હાલ તેઓ ભાગતા ફરે છે ત્યારે તેમના સમર્થનમાં દેખાવો કરતા સ્થાનિક કોંગ્રેસી આગેવાનોને પણ BJP સાંસદે આડે હાથ લીધા હતા.કોંગ્રેસના શેરખાન પઠાણ જે બહાર નીકળે છે તે બકરી બની જશે. એમના ગોરખધંધા અમને ખબર છે. શકુર પઠાણ એન્ડ કંપની શેરખાન પઠાણના પરિવારે જંગલો પુરા કરવાનું કામ કર્યું હોવાના પણ સાંસદે બેફામ નિવેદનો કર્યા હતા.

આગામી લોકસભા ચૂંટણી અને ઉમેદવારોની વાત કરતા સાંસદ બોલ્યા હતા કે, ચૈતર વસાવા, સ્વ. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ આવે ભાજપને કોઈ ફેર પડતો નથી.અમારા ભાજપ સામે મજબૂત ઉમેદવાર સંસ્કારી પરિવારની દિકરી મુમતાઝ પટેલ છે. બાકી ચૈતર ફૈતર તો પાણી ભરે, રીંગણા – બટાકા હોવાનું સાંસદે બોલી દીધું હતું. સાથે જ મનસુખ વસાવાએ સ્વ. અહેમદ પટેલના ભરપૂર વખાણ કરી તેમણે ભરૂચ, ગુજરાત અને દેશ માટે ઘણું બધું કર્યું હોવાનું કબુલ્યું હતું.

આપ MLA ચૈતર વસાવાએ દિવાળી અજ્ઞાતવાસમાં જ વિતાવી પડશે..!

આદિવાસી આપ MLA એ દિવાળી અજ્ઞાતવાસમાં વિતાવવી પડે તેવો વારો આવ્યો છે. કોર્ટે ચૈતર વસાવાના આગોતરા અંગે વધુ સુનાવણી 20 નવેમ્બરે નિયત કરી, તો પત્ની, PA અને ખેડૂતની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે.

દેડિયાપાડાના બોગજ કોલીવાડામાં વન  કર્મચારીઓને ધમકી, ₹60 હજાર બળજબરીથી કઢાવવા અને હવામાં ફાયરિંગની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ AAP ધારાસભ્યની મુશ્કેલીઓ વધી ગઈ છે.ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયેલા ચૈતર વસાવાએ દિવાળી અને નવું વર્ષ ગુપ્તવાસમાં જ વિતાવવું પડે તેવો વારો આવ્યો છે.

આજે શુક્રવારે રાજપીપળા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એન.આર.જોષી એ આગોતરા અને રેગ્યુલર જામીન અંગે સુનાવણી હાથ ધરી હતી. ગુરૂવારે સરકારી વકીલ અને ચૈતર વસાવાના વકીલની દલીલો સાંભળીયા બાદ આજે વધુ સુનાવણી હાથ ધરી હતી.ડેડીયાપાડા MLA ના પત્ની શકુંતલાબેન, PA જીતુભાઇ સહિત ઝડપાયેલા 3 આરોપીઓની રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજુર કરી હતી. સરકારી વકીલ જે.જે.ગોહિલે જણાવ્યું હતું કે, કોર્ટે પ્રથમ દ્રષ્ટિના પુરાવા, 60 હજાર અને પિસ્તોલની રીકવરીને લઈ 3 આરોપીઓના રેગ્યુલર જામીન ફગાવી દીધા છે.

જ્યારે ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી અંગે વધુ સુનાવણી દિવાળી વેકેશન બાદ 20 નવેમ્બરે ઉઘડતી કોર્ટે હાથ ધરવા નક્કી કર્યું છે.કોર્ટે એ પણ નોંધ્યું છે કે , આગોતરા અરજી પેન્ડિંગ હોવા છતાં પોલીસ ચૈતર વસાવાની ધરપકડ કરી શકે છે. હવે કોર્ટના આ ઓર્ડરને લઈ સમગ્ર દિવાળી અને નૂતન વર્ષ હજી ભૂગર્ભવાસમાં પોલીસ પકડથી બચીને વ્યતીત કરવાની નોબત આવી છે.

ભરૂચ બ્રહ્મકુમારીઝમાં પ્રભાદીદી બન્યા આબુ-જ્ઞાન સરોવરના ડિરેક્ટર

ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે ભાઈબીજ તિલક ભોગ અને આબુ જ્ઞાન સરોવરમાં પ્રભાદીદીની ડિરેક્ટર તરીકે નિમણુંક બદલ ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો.

ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામનું બી.કે. પ્રભાદીદી છેલ્લા 48 વર્ષથી સંચાલન કરી રહ્યા છે. વર્ષ 1952માં ઉત્તરપ્રદેશના મેરઠમાં તેમનો જન્મ થયો હતો. તેઓ વર્ષ 1975માં તેઓ ભરૂચ કેન્દ્ર પર આવ્યા હતા. સિવિલ એન્જીનીયર પિતાની આંગળી પકડી તેઓ મેરઠમાં બ્રહ્મકુમારીઝ કેન્દ્રમાં જતાં હોય, ત્યારે 12 વર્ષની વયે જ ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કરી તેઓ સેવામાં સમર્પિત થયા હતા. ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ પ્રભા દીદીએ સમર્પિત પદ, એજ્યુકેશનલ વિંગ ઝોનલ કો-ઓર્ડીનેટર બાદ ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ તરીકે 49 વર્ષથી સેવા બજાવી રહ્યા છે.

તેઓએ અનેક પદયાત્રાઓનું નેતૃત્વ, ગ્રામ વિકાસ શિક્ષા પ્રાપ્તિ, નશામુક્તિ ભારત, જલ જન, ગ્રીન ધ અર્થ, ક્લીન ધ મોઇડ, સ્વર્ણિમ ભારત અભિયાનની આગેવાની કરી છે. ભરૂચ જિલ્લાના તમામ ગામે ગામ ફરી શાંતિ, સદભાવના અને પરમાત્મા અવતરણનો સંદેશ પણ તેઓએ આપ્યો છે. પ્રભા દીદીની સેવા, સમર્પણ, યોગ્યતા, પવિત્રતા અને જ્ઞાનને ધ્યાને લઇ તેઓને માઉન્ટ આબુ સ્થિત જ્ઞાન સરોવર એકેડમી ફોર બેટર વર્લ્ડના ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે ગતરોજ ઝાડેશ્વર અનુભૂતિધામ ખાતે પ્રભાદીદીના સન્માન સમારોહ સાથે ભાઈબીજ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા તેમજ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સેન્ટરની સમર્પિત બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!