The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 169

ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈનો ૧૨૬મા જન્મદિને માજી મંત્રી ખુમાનસિંહ વાંસિયાએ પ્રાર્થના સભામાં હાજરી આપી

ભારત ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈનો ૧૨૬મો જન્મદિને સતત તેમના સમાધીસ્થળ અમદાવાદના અભયઘાટ ખાતે માજી મંત્રી ખુમાનસિંહ વાંસિયા પ્રાર્થના સભામાં સોમવારે હાજરી આપી હતી.

ભારત દેશમાં સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈની આત્મકથામાં મેરાજીવન વૃતાંત ખુમાનસિંહ વાંસિયા માટે આદર્શરૂપ હોવાથી સતત 26 વર્ષથી આજે પણ તેમના જન્મદિન નિમિત્તે હાજરી આપતા હોય છે.

સોમવારે પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈની ૧૨૬મો જન્મદિને તેમનું જીવન દિશારૂપ હોવાથી તેમને યાદ કરવું ખુબ જ જરૂરી છે.ભારત દેશના ભલે બે વર્ષ મોરારજીભાઈ વડાપ્રધાનપદે રહ્યા પણ તેમના કાર્યકાળમાં વડાપ્રધાન તરીકે શ્રેષ્ઠત્તમ સાબિત થયા હતા.સોમવારે મોરારજીભાઈ દેસાઈના જન્મદિને સમાધી સ્થળ અભયઘાટ ખાતે ભરૂચથી માજી મંત્રી ખુમાનસિંહ વાંસિયા વહેલી સવારે પ્રાર્થના સભામાં આવ્યા હતા.મોરારજીભાઈનું જીવન તેમના માટે આદર્શરૂપ હોવાથી છેલ્લા 26 વર્ષથી સળંગ નિયમિત સમાધી સ્થળે આવે છે.

ઉલ્લેખનીય બાબતએ છે કે માજી મંત્રી ખુમાનસિંહ વાંસિયા જન્મદિને મોરારજીભાઈ દેસાઈ સાથેના જુના સંસ્મરણો તાજા થતા હોય છે.

ભાજપની આંતરીક લડાઈબાજુમાં મુકી ભરૂચની જનતાનું અને ભરૂચનું હિત વિચારો : વિપક્ષે કરી અપીલ

  • ભાજપ ની આંતરીક રાજકીય લડાઈના પાપે ભરૂચને ઉકરડો બનાવવાનું બંધ કરો

ભરૂચમાં સર્જાયેલા કચરા સંકટ મુદ્દે ભાજપની આંતરીક રાજકીય લડાઇને બાજુ પર મુકી પ્રજાનું હિત જોવા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદે ભાજપા પાંખને અપીલ કરી હતી

તેમના જણાવ્યાનુસાર છેલ્લા 15 દિવસની અંદર ફરીવાર ભરૂચ શહેરમાં કચરાનું સંકટ સર્જાયુ છે. શનિવારથી બીજી વાર ડોર ટુ ડોર સેવા બંધ થઈ ગઈ છે. ઠેર ઠેર ગંદકીના ઢગ્લા થઈ ગયા છે. આ તમામ સ્થિતિ સર્જાવા પાછળ ભરૂચ નગર પાલિકાના અધિકારી અને પદાધિકારીઓની અણઆવડત તો જવાબદાર છે જ પરંતુ એનાથી પણ મોટુ કારણ ભાજપની આંતરીક લડાઈ છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાયખા જી.આઈ.ડી.સીમાં ભરૂચ નગર પાલિકાને ડમ્પીંગ સાઈટ માટે જગ્યાની ફાળવણી કરાઈ હતી. નગરપાલીકાએ આ માટે 0000 કર્યા હતાં, આ ડમ્પીંગ સાઈટ શરૂ કરાવવા માટે પાલિકાએ પહેલેથી જ ઘણો વિલંબ કર્યો હતો. અને એમાંય સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા ન હોવાથી સાઈટ કરવાની સાથે જ બંધ કરવી પડી છે. સ્થાનિક લોકો સાયખામાં ડમ્પીંગ સાઈટનો વિરોધ કરી રહ્યા છે. સાયખા વિસ્તારમાં આવેલી આ ડમ્પીંગ સાઈટ પરનો વિરોધ રાજકારણથી પ્રેરીત છે. ભાજપની આંતરીક લડાઈના કારણે ભરૂચ શહેરમાં ઠેર ઠેર ઉકરડા બની ગયા છે.

આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવાના બદલે પાલિકા હંગામી ઉકેલ શોધવાના હવાતીયા કરી રહ્યુ છે.જ્યારે મૂળ ડમ્પીંગ સાઈટ પર કચરો ઠાલવવાના વાંધા છે ત્યારે પાલિકાએ મોદી ગાર્ડન પાસે નગરપાલિકા ના ગેરેજ માં તેમજ થામ ગામમાં પ્રાયમરી ડમ્પીંગ સાઈટ શરૂ કરી, આ રીતે પ્રાયમરી ડમ્પીંગ સાઈટ જ મૂળ ડમ્પીંગ સાઈટ બની ગઈ. અને ત્યાં પણ લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો. આજે પાલિકાએ અમરતપૂરા ગામમાં પણ ખાડામાં કચરો ઠાલલવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાં પણ લોકોએ વિરોધ દર્શાવ્યો છે. આમ પાલિકાએ જ્યાં મનફાવે ત્યાં હંગામી અને કામપૂરતી ડમ્પીંગ સાઈટ ઉભી કરી દેવાના બદલે કાયમી ઉકેલ તરફ ધ્યાન આપવું જોઈએ. ભાજપ પક્ષને પણ અમે અપીલ કરીએ છે કે તમારી આંતરીક લડાઈને અત્યારે બાજુમાં મુકી ભરૂચની જનતાનું અને ભરૂચનું હિત વિચારો.

ભરૂચ : બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની સાઇટ ઉપરથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે બે ઝડપાયા,બે ફરાર

ભરૂચ તાલુકાના મનુબર ગામ થી કંથારીયા ગામ જવાના રોડ ઉપર અમાદાવાદ થીમુંબઇ સુધીના ચાલતા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની સાઇટ ઉપરથી ચોરીમાં ગયેલ સ્પેલન્ડર જેક, TMT સળીયા તથા લોખંડની ટાવર જાળીના ગુનાનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી ગુનામાં વપારયેલ ગાડી તથા મુદ્દામાલ સાથે બે આરોપીઓને ભરૂચ એલ.સી.બી.એ ઝડપી પાડ્યા છે.

ગઇ કાલ તા.૨૭/૦૨/૨૦૨૨ ના રોજ ભરૂચ તાલુકાના મનુબર ગામ થી કંથારીયા જવાના રોડ ઉપર અમદાવાદ થી મુંબઇ સુધીના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની સાઇટ ચાલતી હોય દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમો દ્વારા ફોરવ્હીલ ગાડી નં. GJ 21 M  3650 માં સ્પેલંન્ડર જેક, TMT સળીયા તથા લોખંડની ટાવર જાળીની ચોરી કરી નાશી ગયેલ જે અનુસંધાને ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો હતો.

જે ગુના સંબંધે ભરૂચ એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળેલ કે “ ઉપરોક્ત ગાડી નંબર GJ 21 M  3650 ની મનુબર રોડ ઉપર આવેલ રહેમતપાર્ક સામે રોડની સાઇડમાં ઉભેલ છે. જે આધારે એલ.સી.બી.ટીમ દ્વારા સેન્ટ્રો ગાડી સાથે બે ઇસમો સઇદ ઉર્ફે ભુરો મુસ્તાક યુસુફ પટેલ રહેવાસી. ઇલાહી પાર્ક ડોક્ટર સફીક કંથારીયાવાળાના મકાનમાં ભાડેથી મનુબર રોડ તા.જી.ભરૂચ,અસ્ફાક સુલેમાન ગાયન (પટેલ) મુળ રહેવાસી.દેવલા પાછલી ખડકી તા.જંબુસર જી.ભરૂચ હાલ રહેવાસી. લુકમાન પાર્ક દાઉદભાઇના મકાનમાં ભાડેથી જંબુસર બાયપાસ ચોકડી નજીક તા.જી.ભરૂચને ઝડપી પાડી ક્રોસ પુછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને ગુના કર્યાની કબુલાત કરતા ચોરીમાં ગયેલ ગુનાનો TMT લોખંડના U આકારના સળીયા નંગ-૧૯ કિ.રૂ.૧૧,૪૦૦/-, લોખંડના સ્પેલન્ડર જેક નંગ-૧૩ કિં.રૂ.૨૨,૧૦૦/-, લોખંડની ટાવર જાળી નંગ- ૦૪ કિ રૂ.૧૨,૦૦૦/-, સેન્ટ્રો ગાડી નં GJ 21 M  3650 કિ રૂ.૧,૫૦,૦૦૦/-, મોબાઈલ નંગ-૦૨ કિ.રૂ.૮,૦૦૦/-, અંગ ઝડતીના રોકડા રૂપિયા ૧૫૦૦/-મળી કુલ રૂ.૨,૦૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ મોહસીન ઉર્ફે સુલતાન અલ્લારખા દિવાન રહેવાસી.કંથારીયા તા.જી.ભરૂચ,શેરપુરા ખાતે ભંગારનો ડેલો ચલાવતો સાદ જેનુ પુરૂ નામ કે સરનામું મળી આવેલ નથી તેમને વોંટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.

RSS પુર્વ સરકાર્યવાહ ભૈયાજી જોષીના હસ્તે મગોબ ખાતે નવનિર્મિત નરેન્દ્ર પંચાસરા સ્મૃતિ પરિસરનું લોકાર્પણ

સ્વયંસેવક સંઘના પૂર્વ સરકાર્યવાહ ભૈયાજી જોષીના વરદ્દહસ્તે સુરત જિલ્લાના મગોબમાં ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ‘નરેન્દ્ર પંચાસરા સ્મૃતિ પરિસર’નું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, શહેરી ગૃહ નિર્માણ શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

આ પ્રસંગે ભૈયાજી જોષીએ જણાવ્યું હતું કે, આપણો દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે, ત્યારે સરકાર પ્રજાને ઉત્તમ સુવિધાઓ આપી શકે, પરંતુ સમાજ સુધારણા અને સર્વાંગી પરિવર્તનની જવાબદારી આપણી સહિયારી છે. દેશના વિકાસ અને સેવાકાર્યોમાં તમામ લોકોના સાથસહકારની અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.

ટેકનોલોજી દ્વારા વિશ્વ સાથે જોડતા દેશના વૈજ્ઞાનિકોના આપણે અભારી છીએ એમ જણાવતાં તેમણે ઉમેર્યું કે, સરકારની અનેકવિધ કલ્યાણ યોજનાઓથી ગરીબ-વંચિત અને પીડિત લોકોને લાભો મળી રહે છે, ત્યારે સારા વિચારો અને પરિવર્તનથી દેશને શિખરે પહોંચાડવા જવાબદારી નિભાવીએ.

પ્રસંગે મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઇ પટેલ, ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, સામાજિક અગ્રણી લવજીભાઇ બાદશાહ, પદ્મશ્રી મથુરભાઇ સવાણી, પૂર્વ મેયર ડો.જગદીશભાઇ પટેલ સહિત મહાનુભાવો અને RSS કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

યુક્રેનની યુદ્ધભૂમિથી હેમખેમ પરત ફરેલ જંબુસરની રિયા પટેલની હાલ દિલ્હીથી વતન વાપસી

ભારત સરકારની વ્યવસ્થા હેઠળ હવાઈ માર્ગે યુક્રેનથી હેમખેમ પરત ફરેલ અને દિલ્હી હવાઇ મથકે ઉતરે જંબુસર શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પટેલ ની સુપુત્રી  રિયા પટેલ નો સમાવેશ થયો હતો.મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકારે દિલ્હીથી રીયા પટેલની સાથે આવેલા  ૩૨વિદ્યાર્થી ઓ તમામ માટે ગુજરાતના પ્રવાસને સુવિધાજનક વ્યવસ્થા કરી આરામદાયક વોલ્વો બસ તેમના માટે ફાળવી હતી. રિયા પટેલ દિલ્હીથી અમદાવાદ જંબુસર વતન ખાતે આવવા રવાના થઈ છે અને રિયા પટેલે વોલ્વો બસની મુસાફરી દરમ્યાન ભારત પરત આવવાની વીમાની વ્યવસ્થા ગોઠવવા બદલ  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. અને અન્ય બીજા ભારતીયો હેમખેમ પોતાના વતન પહોંચે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી.

યુક્રેનથી ગુજરાત વાપસી થઈ વિદ્યાર્થીઓમાં ભરુચની ચાર વિદ્યાર્થિનીઓ જેમાં સંજના ચૌહાણ હની કમલેશ પારેખ અને ધ્વનિ જિગ્નેશ પંચાલ સહિત  જંબુસરની રિયા ચંદ્રકાન્ત પટેલ આ ચારેય વિદ્યાર્થિનીઓ સાથે જ અભ્યાસ કરતી હતી  અને તેમની વતન વાપસી પણ એકસાથે થતાં તેમના ચહેરા ઉપર આનંદ છવાયેલો જોવા મળતો હતો   અને તેમના પરિવારજનો પણ દીકરીઓ સુરક્ષિત ઘરે આવી રહી હોઇ પુલકિત થઈ ઊઠ્યા હતા.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

જંબુસર : નર્મદા નહેર લીકેજને કારણે કોટેશ્વરના ખેડુતો ની ખેતી નિષ્ફળ..!

જંબુસર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ હલકી ગુણવત્તાની બનેલ હોય ઠેર ઠેર લીકેજ તૂટી જવાના બનાવો બનતા હોઈ જેને લઈ ખેડૂતોની ખેતી નિષ્ફળ જવાના બનાવો બને છે.કોટેશ્વરના ખેડુતો પણ નર્મદા નહેરનો ભોગ બનતા કપાસ તુવેરની ખેતી નિષ્ફળ જવા પામી છે.

ગુજરાત સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે નર્મદાના નીર ધરતીપુત્રો માટે આશીર્વાદરૂપ બને તે માટે નર્મદા નહેર યોજના અમલમાં આવી  અને ઠેર ઠેર ગામડે ગામડે નર્મદાનાં પાણી પહોંચાડવા કટિબદ્ધ બન્યા પરંતુ  નહેર વિભાગ ના અધિકારીઓ ની અણઆવડત ગણો કે પછી આળસુ પ્રવૃત્તિ  જેનો ભોગ ધરતીપુત્રો બનતા હોય છે  જંબુસર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ હલકી ગુણવત્તાની બનેલ હોય ઠેર ઠેર લીકેજ તૂટી જવાના બનાવો બનતા હોય  જે અંગે તાલુકાના ખેડુતો દ્વારા વારંવાર રજુઆતો કચેરી ખાતે કરવામાં આવતી હોય છે  પરંતુ તેનો કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી  હાલમાં જ કોટેશ્વરના ખેડુતો નહેરના લીકેજ પાણીનો ભોગ બન્યા હોઈ ધરતીપુત્રોના માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.

કોટેશ્વર ખાતે આવેલ અરવિંદભાઈ ઉદેસંગભાઈ ચૌહાણ નાસર્વે નં ૯૦૮ અ સોમાભાઈ વાલજીભાઈ માયાવંશી સર્વે નં ૯૮૯/૯૧૦ અ  ભરતભાઇ મફતભાઇ દરબાર સર્વે નં ૯૧૧અ રાજુભાઈ ચંદુભાઈ દરબાર સર્વે નં ૯૧૨ અ આ તમામ જમીનોની બાજુમાં ફીગર માટે ઝીરો કેનાલ પસાર થાય છે જે કેનાલ લીકેજને કારણે ઘણા સમયથી ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હોય અને હાલ પણ લીકેજના પાણી ખેતરોમાં વહી રહ્યા હોય જે અંગે  અગાઉ એક વર્ષ પહેલાં પણ આ બાબતની લેખિત મૌખિક રજુઆતો ધરતીપુત્રો દ્વારા કરવામાં આવી હતી અને નહેરના લીકેજ દૂર કરવા જણાવેલ  તેમ છતાંય નહેર ખાતાના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી અને ગત માસમાં ફરી આ પ્રશ્ન અંગે રજુઆતો કરવામાં આવી હોવા છતાંય  લીકેજ રીપેરીંગ કરાયું નથી.

જેને લઇ આ ધરતીપુત્રોના ખેતરોમાં તુવેર કપાસના પાકને નુકશાન થયેલ હોય  ધરતીપુત્રોને અધિકારીઓના પાપે માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે  આ સહિત નજીકમાં આવેલ માઇનોર કેનાલમાં પણ સાફ સફાઈ કરવામાં આવી નથી ખુબજ ઝાડી ઝાંખરા જોવા મળી રહ્યાં છે કોટેશ્વરના ખેડુતો નો નહેર લીકેજનો પ્રશ્ન વહેલી તકે  દુર કરવામા આવે તેવી ધરતીપુત્રોની માંગ છે.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

તિલકવાડા સરકારી હોસ્પિટલના ડોક્ટરોની વધુ એક નિષ્કાળજી આવી સામે !

  • ગરીબ મહિલા ની કલાકો સુધી ટ્રીટમેન્ટ ન થતા પ્રાઇવેટ માં પૈસા ખર્ચી ને ઈલાજ કરાવવા માટે મજબુર

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા મથકે  આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અવાર નવાર ડોક્ટરોની નિષ્કાળજીના કિસ્સા સામે આવતા હોય છે, જેમાં વધુ એક કિસ્સો સામે આવતા તાલુકા વાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટ ખાતે દેશ- વિદેશ થી લાખો પ્રવાસીઓ આવતા હોય છે, સરકાર તરફથી આ વિસ્તારમાં વિકાસ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવા માં આવે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની નજીક આવેલા તિલકવાડા તાલુકા મથક નું ગામ છે. તાલુકાના લોકો અહીં સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ ડોકટરો ની લાપરવાહી ને લીધે ઘણીવાર લોકોને હાલાકી નો સામનો કરવો પડે છે, આરોગ્યલક્ષી સુવિધા માટે સરકાર તરફથી લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ડોક્ટરોને  પગાર પણ સારા પ્રમાણ માં આપવામાં આવે છે, તેમ છતાં ઘણી વાર આ ડોક્ટરો ગરીબ આદિવાસી જનતાના જીવન સાથે ખેલવાડ કરતાં હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે, હાલ થોડા સમય અગાઉ જ તિલકવાડા આરોગ્ય વિભાગની એક મહિલાની ટ્રીટમેન્ટ કરવામાં નિષ્કાળજી ની ઘટના ને હજી સમય પણ નથી થયો, ત્યારે વધુ એક કિસ્સો તિલકવાડા સરકારી હોસ્પિટલનો સામે આવ્યો છે.

તિલકવાડા તાલુકાના દેવલ્યા ગામે રહેતા રાજુભાઇ વાળંદ ના જણાવ્યા મુજબ ગત તારીખ 16 ના રોજ તેમની પત્ની ને લઈ ડિલિવરી માટે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા હતા, હોસ્પિટલમાં કલાકો સુધી તેમની પત્નીને કોઈ પણ ટ્રીટમેન્ટ કર્યા વગર બેસાડી રાખવામાં આવ્યા પછી કલાકો બાદ રાજુભાઇ વાળંદે ડોકટરો ને ટ્રીટમેન્ટ માટે કહેતા આરોગ્ય કર્મચારીએ ઉદ્ધત વર્તન કરતા મહિલાને આગળ ની હોસ્પિટલ માં લઇ જવા માટે જણાવ્યુ હતું અને છેલ્લે રાજપીપળા ખાનગી હોસ્પિટલમાં પૈસા ખર્ચીને મહિલાની ડિલિવરી કરવા માટે મજબૂર થવું પડ્યું હતું, આરોગ્ય સુવિધા માટે સરકાર તરફ થી લાખોની ગ્રાન્ટ ફાળવવા છતાં ગરીબ ભોળી જનતા ને પૈસા ખર્ચીને પ્રાઇવેટ હોસ્પિટલમાં ઈલાજ કરાવવા મજબૂર થવુ પડે છે, આવા કિસ્સા ઘણી વાર સામે આવતા હોય છે, છેલ્લા ઘણા વર્ષોથી આ ડોકટરો તિલકવાડા આરોગ્ય કેન્દ્ર માં હોવા છતાં તેમની બદલી કરવામાં આવતી નથી, ઉપલા અધિકારીઓ આ ડોકટરોને સેવી રહ્યા હોઈ તેમ લાગી રહ્યું છે, તો શું આ ડોકટરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તે પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

અંકલેશ્વર: બાકરોલ બ્રિજ નીચેથી નશાના 3 સોદાગરો 2.73 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયા

ભરૂચમાં અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી રૂપિયા 2.73 લાખના મ્યાઉ મ્યાઉ એમ.ડી.ડ્રગ્સ સાથે નશાના 3 સોદાગરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 5 લાખના મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરી છે.

ભરૂચ SOG પોલીસે જયારે ઇકો કારને કોર્ડન કરી રોકી ત્યારે તેમાં અંકલેશ્વરના પીર પારડીનું શેખ દંપતી પણ કારમાં બેઠેલું હતું. પોલીસે તેમની ઉલટ તપાસ કરતા તેઓ મુસાફર તરીકે એરપોર્ટ પરથી કારમાં બેઠા હોવાનું જણાવ્યું હતું. પોલીસે દંપતીની વિગતો પણ મેળવી હતી. તેમના નિવેદનો લઇ પ્રાથમિક તેમની પાસે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તેમને જવા દેવામાં આવ્યા હતા.

ભરૂચ SOGને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચે પાર્ટી ડ્રગ્સના સપ્લાયર અને કેરિયર ભેગા થવાના હોવાની બાતમી મળી હતી. જેના આધારે વોચ ગોઠવતા ઇકો કારમા ડિલિવરી આપવા આવેલા બે આરોપી અને ડિલિવરી લેનાર કેરિયરને SOGએ પકડી પાડ્યો હતો.

કાર નંબર જીજે 5 આર.ઇ. 6509 માં દઢાલના મદનીનગરના રિઝવાન અબ્દુલ સૈયદ અને નવાગામ કરારવેલનો શરીફ ઉર્ફે સદામ ચૌહાણ એમ.ડી. ડ્રગ્સ મેફોડ્રિન મ્યાઉ મ્યાઉ ડ્રગ્સનો 27 ગ્રામ 380 મિલિગ્રામ જથ્થો ઝઘડિયાના દઢેડા ગામનો સાદાબોદીન ઉર્ફે સાદાબ શેખ લેવા આવ્યો હતો. એસ.ઓ.જી. એ ત્રણે ડ્રગ્સના સોદાગરોને ઝડપી પાડી રૂ.2.73 લાખનું એમ.ડી.ડ્રગ્સ, ઇકો કાર, 4 મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.5 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

રાજપીપળાના આદિવાસી રીક્ષા ચાલકની 16 વર્ષીય દીકરીએ જીમનાસ્ટિકમાં 7 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા

નર્મદાના રાજપીપળાના આદિવાસી રીક્ષા ચાલકની 16 વર્ષીય દીકરીની જેણે પોતાની અતૂટ મેહનતના જોરે જીમનાસ્ટીકમાં મેળવ્યા 7 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવી પોતાના પરિવારની સાથે સાથે નર્મદા જિલ્લાનું નામ પણ દેશમાં રોશન કર્યું છે.

રાજપીપળામાં રેહતા મહેશ વસાવા રીક્ષા ચલાવી પત્ની, એક પુત્રી-એક પુત્રના નાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. પોતાની પુત્રી પ્રીતિને રમત ગમતમાં રુચિ હોવાનું પિતાને લાગતા એમણે પ્રીતિને ભણતરની સાથે સાથે રમત ગમત ક્ષેત્રે આગળ વધારવાનું નક્કી કર્યું. તેમણે પ્રીતિને ભણાવી પણ ખરી અને જિમનાસ્ટીકની ટ્રેનિંગ પણ અપાવી.હાલ પ્રીતિ વસાવા ધોરણ 10 માં અભ્યાસ પણ કરે છે અને સાથે સાથે આર્ટીસ્ટીક જિમનાસ્ટીકમાં પણ પોતાની કારકિર્દી બનાવી રહી છે.

દેશના અલગ અલગ રાજ્યોમાં થયેલી કોમ્પિટિશનમાં પ્રીતિએ અત્યાર સુધી 30 જેટલા સર્ટિફિકેટ, 7 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે, એ અગાઉ નેશનલ કક્ષાએ પણ સિલેક્ટ થઈ ચૂકી છે.પ્રીતિએ આર્ટીસ્ટીક જિમનાસ્ટીકમાં નામના મેળવી રાષ્ટ્રીય કક્ષાએ નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે.હાલ પ્રીતિ વસાવાને સરકાર દ્વારા પ્રોત્સાહનના ભાગ સ્ટાઈપેન્ડ મળી રહ્યુ છે.

દારૂ પીવા રૂપિયા નહીં આપતાં ભરૂચમાં પુત્રનો માતા પર ચપ્પુથી હુમલો

ભરૂચમાં મક્તમપુરના સિદ્ધિ વિનાયક મંદિર પાસે રહેતી જશુબેન મંગુભાઇ માછી માછલી વેંચી પોતાનુ અને પરવારનું ગુજરાન ચલાવે છે. તેમની બે પુત્રીઓના લગ્ન થઇ ગયાં હોઇ તેઓ તેમની સાસરીમાં રહે છે. જ્યારે તેઓ તેમના પતિ અને પુત્ર ઉપેન્દ્ર ઉર્ફે ઉપેન સાથે રહે છે. તેમનો પુત્ર ઉપેન્દ્ર ઉર્ફે ઉપેન કોઇ પ્રકારનો કામધંધો કરતો ન હોઇ તેની માતા પાસેથી જ દારૂ પિવા તેમજ અન્ય જરૂરિયાત માટે રૂપિયાની માંગણી કરે છે.

છેલ્લાં એક અઠવાડીયામાં જ થોડા થોડા કરી પાંચ હજાર રૂપિયા ઉપેન્દ્ર લઇ ગયો હતો. તે બાદ પણ ઉપેન્દ્રએ તેની માતા પાસેથી 300 રૂપિાયની માંગણી કરી હતી. જેના પગલે તેની માતાએ તુ અને તારા પિતા કાંઇ કામધંધા કરતાં નથી કરતાં હું મચ્છી વેચી ઘર ચલાવું છું આટલાં રૂપિયા ક્યાંથી લાવું તેમ કહેતાં તેની રીસ રાખી ઉપેન્દ્રએ તેની માતા પર ચપ્પુથી હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેઓ ફરિયાદ આપવા જતાં તેના પુત્રએ તેમને ફોન કરી કેસ કરશે તો જેલમાંથી છુટ્યાં બાદ તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!