The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 170

ઓપરેશન ગંગા અંતર્ગત સ્વ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ ને સ્વદેશ પરત લવાયા

યુક્રેન રશિયા યુદ્ધ ની સ્થિતિમાં  યુક્રેનમાં ફસાયેલા ભારતીય અને ગુજરાતી યુવા વિદ્યાથીઓ ને ઓપરેશન ગંગા અંતર્ગત પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રયાસોથી સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીથી વોલ્વો બસ મારફતે આજે વહેલી સવારે ગુજરાત પહોંચેલા યુવાઓને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પુષ્પ ગુચ્છ આપીને આવકાર્યા હતા અને તેમના ક્ષેમ કુશળ પૂછયા હતા.

મુખ્યમંત્રીએ આ યુવાઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ  રાજ્ય સરકાર તેમની મદદ માટે તત્પર છે તેનો સધિયારો વાલીઓને આપ્યો હતો. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ અગ્ર સચિવ શ્રી હૈદર,ગાંધીનગર કલેકટર કુલદીપ આર્ય વગેરે આ વેળા એ જોડાયા હતા.

આ વિદ્યાથીઓ અને તેમના માતા પિતાએ  હેમખેમ વતન પરત લાવવાની વ્યવસ્થા માટે પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી નો તેમજ ગુજરાત સુધી પહોંચાડવાની સુવિધા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ નો આભાર વ્યકત કર્યો હતો.

રોમાનિયા એટોપેની ઇન્ટરનેશનલ એરપોર્ટથી મુંબઇ થઈ કાવી ગામની વિદ્યાર્થિની યુક્રેનથી ઘરે પરત આવી

યુક્રેનમાં રશિયાના હુમલા બાદ સર્જાયેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે જંબુસર તાલુકાના કાવી ગામની વતની અને હાલ વડોદરા ખાતે રહેતા મહેબુબભાઇ દેસાઈની પુત્રી મુબસ્સીરા મહેબૂબ દેસાઈ બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી ચેનિઁવિત્સીમાં મેડિકલ અભ્યાસ માટે ગઈ હતી પરંતુ ત્યાં હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે તંગદીલી ભર્યા વાતાવરણને કારણે તેઓને માદરેવતન લાવવા માટે પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોને કારણે તેઓ સલામત રીતે ચેનિવિત્સીથી રોમાનિયાની સરહદ પાર કરીને રોમાનિયા એટોપેની ઇન્ટરનેશનલ એરપોર્ટથી મુંબઇ એરપોર્ટ પર સુરક્ષિત રીતે આવી ગયા હતા. ઘરે પહોંચતાં જ પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી હતી અને સુરક્ષિત રીતે બહાર આવતા પરિવારજનોએ સરકારનો આભાર માન્યો હતો.

કલેકટરની ઉપસ્થિતિમાં ભરૂચથી પલ્સ પોલીયો રસીકરણનો કરાયો પ્રારંભ

પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત ભરૂચના રોટરી કલબ હોલ અને કસક ખાતે જિલ્લા કલેકટર તુષાર સુમેરાના વરદહસ્તે પોલીયો રસીકરણ અભિયાનનો દિપ પ્રાગટય કરી શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે કલેકટરે ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને પોતાના 0થી 5 વર્ષના બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવી રાષ્ટ્રને પોલીયોમુક્ત બનાવવાના અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.

કલેકટરે જિલ્લાનું 0થી 5 વર્ષની વયનું એક પણ બાળક પલ્સ પોલીયોની રસીથી વંચિત ન રહે તેમજ સંબધિત અધિકારીઓને 100 ટકા કામગીરી થાય તે જોવા ખાસ કાળજી અને તકેદારી રાખવા જિલ્લા આરોગ્યતંત્રને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું હતું. જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તા.27મીના રોજ રવિવારે 967 બુથ પરથી બાળકો માટે સઘન પલ્સ પોલીયોની રસીકરણનું અભિયાન પ્રારંભ થયો હતો. ત્યારબાદ સોમવાર અને મંગળવારે ઘરે ઘરે જઈને બાકી રહી ગયેલા બાળકોને પોલીયોના ટીપા રસીકરણ હેઠળ જિલ્લામાં 227301 બાળકોને આવરી લેવાશે. જેમાં ટ્રાન્ઝીટ પોઇન્ટ તથા મોબાઈલ ટીમમાં 486 કર્મચારીઓ અને 54 સુપરવાઈઝર, મળી કુલ 540 જેટલાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓ-કર્મચારીઓ આ અભિયાનમાં તેમની સેવાઓ આપશે.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા, ડો. અનિલ વસાવા, રોટરી કલબ- ભરૂચના હોદેદારો, આરોગ્ય વિભાગના અધિકારીગણ, બાળકો ઉપસ્થિત રહયા હતા.

બીજી ટી-20 મેચમાં ભારતે શ્રીલંકાને આપ્યો 7 વિકેટથી પરાજય

  • ત્રણ મેચની સિરિઝમાં ભારત-2-0થી આગળ
  • ઘરેલુ ઘરતી પર ટી-20 સિરિઝમાં ભારતની સતત સાતમી જીત

હિમાચલના ધર્મશાળામાં રમાયેલી બીજી ટી-20 મેચમાં ભારતે શ્રીલંકાને સાત વિકેટથી પરાજય આપીને સિરિઝ જીતી લીધી છે. ભારત સિરિઝમાં 2-0થી આગળ છે. પહેલા બેટિંગ કરીને શ્રીલંકાએ 20 ઓવરમાં 183 રન બનાવ્યાં હતા. 184 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડીયાએ 17.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 186 રન બનાવી લીધા. શ્રેયર અય્યરે અણનમ (74) અને રવિન્દ્ર જાડેજાએ અણનમ 45(18 બોલ) રન બનાવ્યાં હતા. સંજુ સેમસને 39 રનની પારી ખેલી હતી.

ભારત ઘરેલુ ઘરતી પર ટી-20 ફોર્મેટમાં સતત સાતમી સિરિઝ જીતી લીધી છે. ટી-20 ઈન્ટરનેશનલમાં ભારતની આ સતત 11મી જીત છે. હવે ભારત વર્લ્ડ રેકોર્ડમાં માત્ર એક જીત મેળવી શક્યું છે. અફઘાનિસ્તાને સતત 12 ટી-20 જીતી છે.

ભારતીયોને રોમાનિયાથી લઈને ત્રીજું વિમાન પહોંચ્યું દિલ્હી

  • વિદ્યાર્થીઓના મુખે આનંદ

યુક્રેનથી ભારતીય નાગરિકોને લઈને આવતું વિમાન રવિવારે વહેલી સવારે દિલ્હી એરપોર્ટ પહોંચ્યું હતું. આ ફ્લાઈટમાં 250 ભારતીય નાગરિકો ભારત આવ્યા છે. અત્યાર સુધીમાં 3જી ફ્લાઈટ ભારત પહોંચી છે.

એર ઈન્ડિયાનું વિમાન 250 ભારતીયોને લઈને બુખારેસ્ટથી મુંબઈ માટે રવાના થયું છે. અધિકારીઓએ જણાવ્યું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે એર ઈન્ડિયાની આ પ્રથમ ઈવેક્યુએશન ફ્લાઈટ છે. એરલાઇનની બીજી ઇવેક્યુએશન ફ્લાઇટ સવારે 11.40 વાગ્યે દિલ્હીથી રવાના થઈ હતી અને IST સાંજે લગભગ 6.30 વાગ્યે બુખારેસ્ટ પહોંચવાની અપેક્ષા છે.

ભારતીય નાગરિકો રસ્તા દ્વારા યુક્રેન-રોમાનિયા બોર્ડર પર પહોંચ્યા હતા તેઓને ભારત સરકારના અધિકારીઓ બુખારેસ્ટ લઈ ગયા હતા જેથી તેઓને એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા ઘરે લાવી શકાય. પ્રથમ એક્ઝિટ ફ્લાઇટ AI1944 બુખારેસ્ટથી IST બપોરે 1:55 વાગ્યે રવાના થઈ હતી અને લગભગ 9 વાગ્યા સુધીમાં મુંબઈ એરપોર્ટ પહોંચવાની અપેક્ષા છે.

250 વધુ ભારતીય નાગરિકો સાથે બીજી ઇવેક્યુએશન ફ્લાઇટ AI1942 રવિવારે વહેલી સવારે દિલ્હી પરત ફરે તેવી અપેક્ષા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા એર ઈન્ડિયા શનિવારે બુખારેસ્ટ અને હંગરીની રાજધાની બુડાપેસ્ટ માટે વધુ ફ્લાઈટ્સ ચલાવશે. ગુરુવારે, યુક્રેનિયન સત્તાવાળાઓએ પેસેન્જર વિમાનોના સંચાલન માટે તેમના દેશની એરસ્પેસ બંધ કરી દીધી હતી, તેથી ભારતીયોને ઘરે લાવવા માટે આ ફ્લાઇટ્સ બુખારેસ્ટ અને બુડાપેસ્ટથી ચલાવવામાં આવી રહી છે.

ભરૂચ : જલધારા સોસાયટીના કુખ્યાત બૂટલેગરના ઘરમાંથી ‌ ઝડપાયો રૂ.21 હજારનો દારૂ

  • ઘરના ફર્નિચરોમાં દારૂની બોટલો સંતાડી હતી,એલસીબીએ દરોડો પાડયો, બૂટલેગર ફરાર

ભરૂચ શહેરમાં દારૂની બદીને ડામવા એલસીબીની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભરૂચ શહેરની મિપ્કો ચોકડી પાસે આવેલી જલધારા સોસાયટીમાં દારૂનો ધંધો કરતા કુખ્યાત બુટલેગર મનોજ શંકર કહારે દારૂનો જથ્થો સંતાડ્યો છે. જેના પગલે ટીમે તેના ઘરે દરોડો પાડયો હતો.

જોકે, બુટલેગર મનોજ કહાર ઘરે હાજર ન હોઇ તેના મકાનનો દરવાજો માત્ર સ્ટોપર મારી બંધ કર્યો હોવાનું જણાતાં ટીમે ઘરમાં પ્રવેશી તલાશી હાથ ધરતાં ઘરના ફર્નિચરોના અલગ અલગ ખાનામાં સંતાડેલી અલગ અલગ બ્રાન્ડની કુલ 21 હજાર ઉપરાંતની મત્તાની 75 બોટલો મળી આવી હતી. ટીમે દારૂનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર મનોજ કહારને વોન્ટેડ જાહેર કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાલીયા :એપિસ્કોપલ ઈન્ડીપેન્ડન્ટ ફેલોશિપ ચર્ચીસ ડાયોસિસ દ્વારા બિશપનો દિક્ષા સમારોહ યોજાયો

વાલીયા ખાતે” એપિસ્કોપલ ઈન્ડીપેન્ડન્ટ ફેલોશિપ ચર્ચીસ ડાયોસિસ ” ન્યુ દિલ્હી દ્વારા (ગવર્મેન્ટ રજીસ્ટર) સરકાર માન્ય બિશપ નો દિક્ષા સમારોહ યોજાયો હતો.એપિસ્કોપલ ઈન્ડીપેન્ડન્ટ ફેલોશિપ ચર્ચીસ ડાયોસિસ ” ન્યુ દિલ્હી દ્વારા (ગવર્મેન્ટ રજીસ્ટર) સરકાર માન્ય રેવ.ડૉ.સંદિપ ડી. રજવાડી તેમજ રેવ.સ્ટીવન મેક્વાન ને બિશપ ની દિક્ષા  આપવામાં આવી હતી.

જેમાં  ઉપસ્થિત રાઈટ રેવ.ડૉ. બિશપ બાલામુર્ગેશન જેકબ, રાઈટ રેવ.ડૉ.ટી.એમ.ઓનકાર, રાઈટ રેવ.ડૉ. બિશપ એસ. શ્યામસુંદર, રેવ.ડૉ.સુરેશ સાવંત, રાઈટ રેવ. ડૉ.અમોલ પવાર, રાઈટ રેવ.મોસિસ રાજ ,રાઈટ રેવ.અમરસીંગ, રાઈટ રેવ.ડૉ. બિસપ જ્યોર્જ ફિલિપ ,રેવ. બિશપ સ્ટીવન મેક્વાન તેમજ મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મનાં  સેવકો, આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૫૩મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ
  • વિદ્યાશાખાની ૧૦૧ જેટલી પદવીઓ અને મેડલ્સ ૩૬,૭૬૨ યુવા વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યાં

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૫૩મો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્ય મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ૧૨ વિદ્યાશાખાની ૧૦૧ જેટલી પદવીઓ અને મેડલ્સ ૩૬,૭૬૨ યુવા વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત, ૬૨ પી.એચ.ડી. તથા ૧૩ એમ.ફિલ ધારકોને પદવીઓ એનાયત થઈ હતી.

કવિ નર્મદની પાવન પુણ્યતિથિએ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં ઓનલાઈન દીક્ષાંત પ્રવચન કરતાં રાજ્યપાલએ શિક્ષણનો મહિમા વર્ણવ્યો હતો, અને વિદ્યાર્થીઓને સુશિક્ષિત બની સમાજ-રાજ્ય-દેશના વિકાસમાં યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતું. રાજ્યપાલએ જણાવ્યું કે, પદવી પ્રાપ્ત કરી યુવાનો જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી પોતાના કાર્યક્ષેત્રમાં ડગ માંડી રહ્યા છે, ત્યારે રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેના કર્તવ્યના પાલન દ્વારા યુવાનો ખરા અર્થમાં કર્મયોગી બને. શિક્ષિત એ વ્યક્તિ છે, જે પોતાના કર્તવ્યને જાણીને તેના પાલન માટે પ્રમાણિક પુરૂષાર્થ કરે છે.

રાજ્યપાલએ વધુમાં જણાવ્યું કે, શિક્ષણસંસ્થાઓમાં જ માનવનિર્માણનું કાર્ય થાય છે. પ્રાચીન ગુરૂકુલ શિક્ષાપદ્ધતિમાં ઋષિઓ પ્રકૃતિની ગોદમાં શિષ્યોને શિક્ષણ આપી જીવનના પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવી તેમના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતન કરતા.

રાજ્યપાલએ પ્રાચીન ગુરૂકુલ શિક્ષા પદ્ધતિમાં  દીક્ષાંત સમયે ગુરૂજનો દ્વારા આપવામાં આવતા ઉપદેશનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે,પદવીપ્રાપ્તિ કરનારા વિદ્યાર્થીઓ સત્યના માર્ગ પર પોતાના કર્તવ્યધર્મનું પાલન કરે. સતત અભ્યાસરત રહે, એટલું જ નહી પોતાની જ્ઞાનસંપદાથી અન્યને પણ સમુદ્ધ કરે એમ જણાવી તેમણે યુવાનોને માતા પિતા અને ગુરૂજનોને દેવતુલ્ય ગણી તેમનો આદર કરવાની શીખ પણ આપી હતી.

આજે સમગ્ર દેશ સ્વતંત્રતાના ૭૫ વર્ષને “આઝાદીના અમૃત મહોત્સવ” સ્વરૂપે ઉજવી રહ્યો છે એનો સહર્ષ ઉલ્લેખ કરતાં રાજ્યપાલએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા યુવાનો પુરૂષાર્થ કરે તેવું આહવાન કરી જણાવ્યું હતું કે, પરિશ્રમ જ સફળતાની ચાવી છે. ભારત દેશ ભૂતકાળની ભવ્યતા અને ગૌરવની પુન:સ્થાપના માટે પરિવર્તન સાથે ઝડપથી આગળ વધી રહ્યો છે, ત્યારે યુવાનો પરિશ્રમની પરાકાષ્ઠા દ્વારા પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે તેવો આગ્રહ તેઓએ વ્યક્ત કરી પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ સમારોહને ઓનલાઈન સંબોધતા ઉચ્ચ શિક્ષણ બાદના નવા જીવનમાં પગલાં માંડી રહેલા યુનિવર્સિટીના તમામ તેજસ્વી તારલાઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, સમગ્ર ભારતમાં સૌથી વધુ યુનિવર્સિટી ધરાવતાં રાજ્યોમાં ગુજરાત બીજા નંબરે છે. આજે જ્યારે શિક્ષણ જગતમાં જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણો ગુજરાતનો વિદ્યાર્થી પાછો ન પડે, વૈશ્વિક પડકારોનો સામનો કરે, પરિસ્થિતિ પ્રમાણે તે વધુ સુસજ્જ અને સફળ બને એ માટે નવીન અભિગમ ધરાવતી યુનિવર્સિટીઓની સ્થાપના કરવી તે ગુજરાત સરકાર દ્વારા કરાયેલી ખુબ સરાહનીય પહેલ છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં સૌથી વધુ નુકસાન શિક્ષણ ક્ષેત્રને થયું છે. આ મહામારીમાં પણ ગુજરાતનો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે એ માટે ઓનલાઇન માધ્યમથી પણ વિદ્યાર્થીઓને શિક્ષણનું ભાથું મળતું રહે એ માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં સરકાર સફળ રહી છે.

નવી શિક્ષણ નીતિના પ્રોત્સાહક પરિણામો મળશે એમ જણાવતાં મંત્રીએ પ્રત્યેક વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર સતત અને સખત મહેનતથી કારકિર્દીના રાહ પર આગળ વધવાની શુભકામનાઓ પાઠવી હતી.

ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્ય મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે આ પ્રસંગે વર્ચ્યુઅલ સંબોધન કરી સ્નાતક, અનુસ્નાતક ઉપાધિ મેળવનાર ૩૬,૭૬૨ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યાં હતાં. તેમણે કહ્યું કે, શિક્ષણ એ સામાજિક મૂલ્યો સહિત જ્ઞાનનું યોગ્ય મિશ્રણ છે, જે યુવા વિદ્યાર્થીઓને રાષ્ટ્રનિર્માણ તરફ પ્રેરિત કરી શકે છે. જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ તમારે કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં કઠોર પરિશ્રમ-કુશળતા અને સામર્થ્યથી ઉજ્જવળ ભવિષ્ય કંડારવાનું છે એમ જણાવતાં મંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ એન.ચાવડાએ જણાવ્યું કે, યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે. શાળા-કોલેજ અને યુનિવર્સિટીના સુરક્ષિત વાતાવરણમાંથી બહાર નીકળી કારકિર્દીની પડકારજનક સફર તરફ આગળ વધવા માટે સજ્જ બનવાની સાથે તેમણે ઉપસ્થિત યુવાધનને નવા પડકારોનો સામનો કરીને સમાજ-દેશના હિત કાજે લક્ષ્યને હાંસલ કરવાની શીખ આપી હતી.

આ પ્રસંગે કુલસચિવ ડો.જયદીપ ચૌધરી, વિભાગીય વડાઓ, યુનિવસિર્ટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત સિવિલ ડિફેન્સના અમરોલી,લાલગેટ ડિવિઝન દ્વારા લોકજાગૃત્તિ માટે તાલીમ યોજાઈ

રશિયા-યુક્રેન યુદ્ધના ભયજનક માહોલની ચારેતરફ ચર્ચા છે, ત્યારે કેન્દ્ર સરકાર સંચાલિત તથા દેશના લશ્કરની ચોથી પાંખ નાગરિક સંરક્ષણ દળ એટલે કે સિવિલ ડિફેન્સના  સુરત, અમરોલી તથા લાલગેટ ડિવિઝન દ્વારા મોટા વરાછા સ્થિત SMC કોમ્યુનિટી હોલ ખાતે સુદામા ટ્રસ્ટના સહયોગથી મોટા વરાછા, નાના વરાછાના સ્થાનિક નાગરિકો માટે તા.૨૧ થી ૨૫ ફેબ્રુ. દરમિયાન પાંચ દિવસીય ટ્રેનિંગ યોજાઈ હતી. જેમાં સુરતીઓને આગ, પૂર, ભુકંપ, બોમ્બ-વિસ્ફોટ, કેમિકલ એટેક, અકસ્માત, આતંકવાદી હુમલા કે યુદ્ધના કટોકટીના સમયમાં સ્વરક્ષણ તથા આસપાસના નાગરિકોના જાન-માલની રક્ષા અંગે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સુરત સિવિલ ડિફેન્સના ડેપ્યુટી ચિફ મહંમદ નાવેદ શેખ તથા ટ્રેનર વિજય પટેલ દ્વારા આગ, બોમ્બ વિસ્ફોટ, યુદ્ધના પ્રકારો તથા સમયાંતરે સર્જાતી કટોકટી વિશે વિશેષ સમજ પૂરી પાડી હતી. રેસક્રોસના ડો.જગ્ગીવાલાએ ફર્સ્ટ એઇડ અને યુદ્ધ, કુદરતી હોનારતો જેવા આકસ્મિક સંજોગોમાં માનસિક સંતુલન અને હિંમત ટકાવી રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તાલીમના અંતિમ દિવસે શિસ્તબદ્ધ રીતે સિવિલ ડિફેન્સના વોર્ડનોની નિગરાનીમાં તમામ વિષયો પર ૫૦ માર્કસની પરીક્ષા પણ યોજાઈ હતી. આ પ્રસંગે મેયર હેમાલીબેન બોઘાવાલા, ડે.કમિશનર ઉપાધ્યાય, ટ્રાફિક એ.સી.પી. શેખ, સુરત ચીફ ફાયર ઓફિસર જે.જે.પટેલ, સુરત સિવિલ ડિફેન્સ ચીફ કાનજીભાઇ ભાલાળા, અમરોલી ડિવિઝનલ વોર્ડન પ્રકાશકુમાર વેકરીયા, લાલગેટ ડિવીઝનલ વોર્ડન સત્ય દવે, મેહુલ સોરઠીયા, વિજય છૈરા, ડે.ડિવિઝનલ વોર્ડન આશિષ વડોદરીયા અને પ્રવિણ બુટાણી, મોટાવરાછાથી એફ.ઓ રાહુલ બાલાસરા, સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના વિપુલ દેસાઇ,રોનક ઘેલાણી તથા ફાયરના જવાનો હાજર રહ્યા હતા.

આમોદ અને જંબુસરના રોડના કામોનું માર્ગ અને મકાન મંત્રીના વરદહસ્તે થયું લોકાર્પણ

રાજયના માર્ગ-મકાન,વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન,પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસરના રોડના કામોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં માર્ગ અને મકાન વિભાગ ધ્વારા આમોદ તાલુકાના નાહિયેર-તેગવા-નિણમ-ધમણાદ રોડનુ પહોળો અને મજબુતીકરણ કરવાના કામનું તથા જંબુસર તાલુકામાં આવેલા કુંઢળ એેપ્રોચ રોડને રીસરફેસિંગ તથા કનગામ વારેજા રોડનું રેસરફેસિંગ કરવાના કામનો સમાવેશ થાય છે..

મંત્રીએ જણાવ્યું હતું કે આધુનિક યુગમાં ઝડપથી આવન જાવન માટે રોડની કનેકટીવીટી ખૂબ જ જરૂરી છે. અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામોના રોડને પહોળો તથા મજબુતીકરણ કરવા રાજય સરકાર તત્પર છે તેમણે રાજય સરકાર ધ્વારા અંતરિયાળ વિસ્તારમાં રોડના કરેલા કામોની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે મંત્રી સાથે સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલ, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, આગેવાન પદાધિકારી, માર્ગ અને મકાનના અધિકારીગણ વિગેરે ઉપસ્થિત રહયા હતા.

error: Content is protected !!