જંબુસર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ હલકી ગુણવત્તાની બનેલ હોય ઠેર ઠેર લીકેજ તૂટી જવાના બનાવો બનતા હોઈ જેને લઈ ખેડૂતોની ખેતી નિષ્ફળ જવાના બનાવો બને છે.કોટેશ્વરના ખેડુતો પણ નર્મદા નહેરનો ભોગ બનતા કપાસ તુવેરની ખેતી નિષ્ફળ જવા પામી છે.
ગુજરાત સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે નર્મદાના નીર ધરતીપુત્રો માટે આશીર્વાદરૂપ બને તે માટે નર્મદા નહેર યોજના અમલમાં આવી અને ઠેર ઠેર ગામડે ગામડે નર્મદાનાં પાણી પહોંચાડવા કટિબદ્ધ બન્યા પરંતુ નહેર વિભાગ ના અધિકારીઓ ની અણઆવડત ગણો કે પછી આળસુ પ્રવૃત્તિ જેનો ભોગ ધરતીપુત્રો બનતા હોય છે જંબુસર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ હલકી ગુણવત્તાની બનેલ હોય ઠેર ઠેર લીકેજ તૂટી જવાના બનાવો બનતા હોય જે અંગે તાલુકાના ખેડુતો દ્વારા વારંવાર રજુઆતો કચેરી ખાતે કરવામાં આવતી હોય છે પરંતુ તેનો કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી હાલમાં જ કોટેશ્વરના ખેડુતો નહેરના લીકેજ પાણીનો ભોગ બન્યા હોઈ ધરતીપુત્રોના માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.
કોટેશ્વર ખાતે આવેલ અરવિંદભાઈ ઉદેસંગભાઈ ચૌહાણ નાસર્વે નં ૯૦૮ અ સોમાભાઈ વાલજીભાઈ માયાવંશી સર્વે નં ૯૮૯/૯૧૦ અ ભરતભાઇ મફતભાઇ દરબાર સર્વે નં ૯૧૧અ રાજુભાઈ ચંદુભાઈ દરબાર સર્વે નં ૯૧૨ અ આ તમામ જમીનોની બાજુમાં ફીગર માટે ઝીરો કેનાલ પસાર થાય છે જે કેનાલ લીકેજને કારણે ઘણા સમયથી ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હોય અને હાલ પણ લીકેજના પાણી ખેતરોમાં વહી રહ્યા હોય જે અંગે અગાઉ એક વર્ષ પહેલાં પણ આ બાબતની લેખિત મૌખિક રજુઆતો ધરતીપુત્રો દ્વારા કરવામાં આવી હતી અને નહેરના લીકેજ દૂર કરવા જણાવેલ તેમ છતાંય નહેર ખાતાના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી અને ગત માસમાં ફરી આ પ્રશ્ન અંગે રજુઆતો કરવામાં આવી હોવા છતાંય લીકેજ રીપેરીંગ કરાયું નથી.
જેને લઇ આ ધરતીપુત્રોના ખેતરોમાં તુવેર કપાસના પાકને નુકશાન થયેલ હોય ધરતીપુત્રોને અધિકારીઓના પાપે માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે આ સહિત નજીકમાં આવેલ માઇનોર કેનાલમાં પણ સાફ સફાઈ કરવામાં આવી નથી ખુબજ ઝાડી ઝાંખરા જોવા મળી રહ્યાં છે કોટેશ્વરના ખેડુતો નો નહેર લીકેજનો પ્રશ્ન વહેલી તકે દુર કરવામા આવે તેવી ધરતીપુત્રોની માંગ છે.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર