ભારત સરકારની વ્યવસ્થા હેઠળ હવાઈ માર્ગે યુક્રેનથી હેમખેમ પરત ફરેલ અને દિલ્હી હવાઇ મથકે ઉતરે જંબુસર શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પટેલ ની સુપુત્રી રિયા પટેલ નો સમાવેશ થયો હતો.મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકારે દિલ્હીથી રીયા પટેલની સાથે આવેલા ૩૨વિદ્યાર્થી ઓ તમામ માટે ગુજરાતના પ્રવાસને સુવિધાજનક વ્યવસ્થા કરી આરામદાયક વોલ્વો બસ તેમના માટે ફાળવી હતી. રિયા પટેલ દિલ્હીથી અમદાવાદ જંબુસર વતન ખાતે આવવા રવાના થઈ છે અને રિયા પટેલે વોલ્વો બસની મુસાફરી દરમ્યાન ભારત પરત આવવાની વીમાની વ્યવસ્થા ગોઠવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. અને અન્ય બીજા ભારતીયો હેમખેમ પોતાના વતન પહોંચે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી.
યુક્રેનથી ગુજરાત વાપસી થઈ વિદ્યાર્થીઓમાં ભરુચની ચાર વિદ્યાર્થિનીઓ જેમાં સંજના ચૌહાણ હની કમલેશ પારેખ અને ધ્વનિ જિગ્નેશ પંચાલ સહિત જંબુસરની રિયા ચંદ્રકાન્ત પટેલ આ ચારેય વિદ્યાર્થિનીઓ સાથે જ અભ્યાસ કરતી હતી અને તેમની વતન વાપસી પણ એકસાથે થતાં તેમના ચહેરા ઉપર આનંદ છવાયેલો જોવા મળતો હતો અને તેમના પરિવારજનો પણ દીકરીઓ સુરક્ષિત ઘરે આવી રહી હોઇ પુલકિત થઈ ઊઠ્યા હતા.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર