The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 168

ભરૂચના પાંચબત્તી પાસે કારના સોદાના 1.35 લાખની લેવડદેવડ મુદ્દે યુવાનને મારમારતા થઈ ફરિયાદ

ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતાં એક યુવાન સાથે 6 મહિના પહેલાં તેના મિત્ર સાથે કારનો સોદો થયો હોવા છતાં તેન 1.35 લાખ હજી નહીં આપતાં યુવાને તેની પાસે રૂપિયાની માંગણી કરી હતી. જેના પગલે ઉશ્કરાયેલાં મિત્રએ તેને તમાચા મારી રૂપિયા નહીં આપે તેમ કહીં જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

ભરૂચ શહેરના વેજલપુર ખાતે આવેલાં કુંભારિયા ઢોળાવ ખાતે રહેતા મનોજ જગદિશ ખંભાતાને શહેરના પાંચબત્તી સર્કલ પાસેના બીજી ટ્રેડ સન્ટરમાં ઓફિસ ધરાવતાં ફારૂક ગુલામશા દિવાન સાથે મૈત્રી હતી. દરમિયાનમાં 6 મહિના પહેલાં તેમની વચ્ચે એક કારનો સોદો થયો હતો. જેમાં મનોજ ખંભાતાને ફારૂક દિવાન પાસેથી 1.35 લાખ રૂપિયા લેવાના થતાં હતાં. છેલ્લાં કેટલાંક સમયથી તે રૂપિયા આપવા માટે બહાના કરી રહ્યો હતો મનોજ તેના અન્ય એક મિત્ર સાથે ફારૂકની ઓફિસે ગયો હતો.

જ્યાં તેણે બાકીના રૂપિયા બાબતે વાતચીત કરતાં ફારૂકે ઉશ્કેરાઇ જઇ તેમને અપશબ્દો ઉચ્ચારી તેમની સામે ઝપાઝપી કરી હતી. મામલો ગરમાતાં ફારૂકે મનોજ ખંભાતાને તમાચા મારી દઇ જો હવે રૂપિયાની માંગણી કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર : રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલનો કાફલો અટકાવતાં પોલીસે હેતલ મોદી ની કરી અટકાયત

અંકલેશ્વરના સેલાડવાડ નજીકથી પસાર થઈ રહેલા રાજ્યના કક્ષાના મંત્રીના કાફલાને એક નશામાં ધૂત બનેલ કાર ચાલકે અટકાવી દેતા તંત્ર પણ દોડતુ થઈ ગયું હતુ.જેમાં સુરતથી ગાંધીનગર જતાં રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ જતાં હતા. સાયરના વગાડવા છતાં બબી એમ ડબ્લ્યુ કારના હટાવી રસ્તામાં ઊભી કરી દીધી. કોણ છે મંત્રી કહી પોલીસ સ્ટાફ સાથે પણ માથાકૂટ કરી હતી.

સુરતના ઓલપાડના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ સુરત થી ગાંધી નગર પોતાની સરકારી ગાડીમાં હાસોટ થઈ અંકલેશ્વર શહેર માથી પસાર થઈ રહ્યા હતા.દરમિયાન અંકલેશ્વર સેલાડ વાડ નજીક બી.એમ.ડબ્લ્યુ કાર લઈ પસાર થઈ રહેલા હેતલ મોદી પાયલોટ કરી રહેલ પોલીસની ગાડીના સાયરના વગાડવા છતાં ગાડી આગળ થી ના ખસાડી અચાનક કાર માર્ગ પરજ ઊભી કરી દીધી હતી. અને કોણ તારો મંત્રી છેનું કહી પાયલોટ કરી રહેલ પોલીસ ગાડી ના જવાનો સાથે માથાકૂટ કરી હતી 5 મિનિટ સુધી ચાલેલ આ માથાકૂટ લઈ ગાડીઓની કતાર લાગી હતી.

આખરે અંકલેશ્વર શહેર પોલીસ દોડી આવી નશા ની હાલતમાં રહેલ હેતલ મોદીની અટક કરી હતી તેમજ ગાડી હટાવી કાફલા ને જવા દીધો હતો. પોલીસે હેતલ મોદી નામના ઇસમ સામે સરકારી ગાડી રોકી સરકારી કામ મા અડચણ ઊભી કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. પ્રાથમિક પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટક કરી હતી. ત્યારે હેતલ મોદી એ ક્યા કારણ સર આમ કર્યું તે ચર્ચા નો વિષય બનવા પામ્યો હતો.

તિરંગો અને ઇન્ડિયન પાસપોર્ટ સામે યુદ્ધ વચ્ચે પણ યુક્રેન અને રશિયાની સેના થઈ નતમસ્તક

  • યુક્રેનમાંથી વિશેષ બસમાં રોમાનિયા થઈ લવાતા બસ ઉપર રહેલા ભારતીય ધ્વજને જોઈને બંને દેશમાંથી એક પણ દેશની સેનાએ બસને ક્યાંય રોકી નહીં આ છે ભારતનું વિશ્વ ફલક ઉપર બહુમાન અને ગર્વ.
  • ભરૂચ જિલ્લાના સાત વિદ્યાર્થી યુક્રેન થી ઘરે પરત ફરતા પરિવારજનોએ માન્યો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર.

ઓપરેશન ગંગામાં દક્ષિણની મીની ગંગા નર્મદા તટ ભરૂચની સાત દીકરીઓ અને દીકરા વતન પરત ફરતા પરિવારજનોએ પી.એમ.મોદી નો આભાર માન્યો હતો. સાથે જ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બે વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થીનું સન્માન કરાયું હતું. જ્યારે એક દીકરી ધ્વનિ જીગ્નેશભાઈ પંચાલ બીમાર હોવાથી તેના ઘરે જઈને તેનું સન્માન કરાયું. દીકરીના પરિવારજનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા સાથે આભાર વ્યક્ત કરતી કેક બનાવી દીકરી હેમખેમ ઘરે પરત ફર્યાની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આભાર વ્યક્ત કરી ઉજવણી કરી હતી.

ગુજરાતી અને ભારતીય હોવાનો ગર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપાવ્યો હોય એવો અનુભવ થયો હોવાનું પરિજનોએ જણાવ્યું હતું. યુક્રેનથી ભરૂચ આવેલ વિદ્યાર્થીઓમાં પટેલ રીયા ચંદ્રકાંત, ચૌહાણ સંજના વિરેન્દ્ર, પારેખ હનિબેન કમલેશભાઈ, પંચાલ શ્વનિ જીગનેશભાઈ, શાહ અંગી દીનેશભાઈ, પટેલ મોનાલી, શાહ અંશી આશિષકુમારનો સમાવેશ થાય છે. પારેખ હનિબેન કમલેશભાઈ અને ચૌહાણ સંજના વિરેન્દ્રએ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયા તે સ્થિતિની આપવિતી વર્ણવી હતી.

ભરૂચ: 43 કોન્ટ્રાકટ કર્મીઓને છુટા કરાતા ગુજરાત ગેસ કંપની બહાર કરાયું વિરોધ પ્રદર્શન

  • કોન્ટ્રાકટ કર્મીઓ સવારે કંપની ઉપર આવતા જ ફોન ઉપર નોકરીમાંથી કાઢી મુકાયા
  • નવા કોન્ટ્રકટર પાસે કેન્દ્રના સરકારી નિયમ મુજબ પગાર વધારો માંગ્યો તો નોકરીમાંથી પાણીચુ પકડાવી દેવાયું

ભરૂચની ગુજરાત ગેસ કંપનીમાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા 43 કર્મચારીઓને કોઈ પણ જાતની કારણદર્શક નોટીસ વિના ફોન ઉપર જ ફરજ મોકૂફ કરતા ગુજરાત ગેસ કંપની બહાર કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભરૂચ શહેરના કલેકટર કચેરી રોડ ઉપર ભૃગુરૂષી ભોલાવ બ્રિજ નીચે આવેલી ગુજરાત ગેસ કંપનીમાં રાજદીપ ઇન્ટરપ્રાઈસમાં વર્ષોથી ફરજ બજાવતા 43 જેટલા કર્મચારી કે જેવો સુપરવાઈઝર, ઓફીસ બોય, સફાઈકર્મચારી, માળી તરીકે કામ કરતા હતા. તેવો ને એકી સાથે નવો કોન્ટ્રાકટ આવતા ફરજ પરથી મોકૂફ કરી દેતા કર્મચારીઓ અને તેમના પરિવાર પર આફત આવી પડી છે.

આ 43 કર્મચારીઓની ભૂલ એટલી જ હતી કે તેવો એ તેમનો પગાર વધારો માંગ્યો હતો. જેમાં નવા આવેલ સફલ હોસ્પિલિટી સર્વિસ એન્ડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટરે તેવો ને ફોન પર જ જાણ કરી મંગળવારે ફરજ મોકૂફ કરી દીધા હતા.આ અગાઉ પણ આજ કર્મચારીઓ 4 કોન્ટ્રાકટ માં ફરજ બજાવી ચુક્યા છે.જે કોઈ પણ નવો કોન્ટ્રાકટ આવતો તો તેઓને ફરીથી તેમના કોન્ટ્રાકટમાં ફરજ પર લઈ લેતા પરંતુ હાલ નવો આવેલ કોન્ટ્રાકટ સફલ હોસ્પિલિટી સર્વિસ એન્ડ મેન્ટેનન્સ દ્વારા કોઈ પણ જાતની લેખિત નોટિસ વિના ટેલિફોનિક જાણ કરી ફરજ મોકૂફ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાને લઈ ને પ્રાઇવેટ કંપનીઓ તેમજ અન્ય જગ્યાઓ એ પણ કર્મચારીઓ ઓછા કરી કામ કરાવાઇ છે તો બીજે કોણ નોકરી પર લેશે અમારા પરિવાર નું શુ થશે. તેવા ભય સાથે કર્મચારીઓએ દેખાવો કરતા કંપની સત્તાધીશોએ પોલીસ બોલાવી લઈ પ્રદર્શન કરી રહેલા 8 જેટલા કર્મચારીઓની અટકાયત કરાઇ હતી.

૬ વર્ષ સુધી કોઇપણ મંડળીમાં હોદ્દો લેવા ગેરલાયક કરવા મુદ્દે સંદિપ માંગરોલાને કારણદર્શક નોટીસ

  • વટારીયા સુગરના ડિરેક્ટર પદેથી દુર કરાયા બાદ તત્કાલિન ચેરમેન વિરૂધ્ધ આ બીજા પગલાથી સહકારી ક્ષેત્રે ચકચાર

ભરૂચ જિલ્લાના વટારીયા ખાતે આવેલ ગણેશ સુગરના  તત્કાલિન વહિવટમાં ગેરરિતીઓ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વ્યાપક રજુઆતો કરવામાં આવી હતી, જેને લઇને રાજ્યના ખાંડ નિયામક દ્વારા તપાસ અધિકારીની નિમણુંક કરવામાં આવી હતી.

તપાસ અધિકારી દ્વારા આપવામાં આવેલ અહેવાલમાં કેટલાક મુદ્દાઓમાં સુગરના તત્કાલિન વહિવટ દ્વારા કથિત ગેરરિતીઓ આચરાઇ હોવાનું જણાયુ હતું. ઉપરાંત સુગરના તત્કાલિન ચેરમેન સંદિપ માંગરોલા વિરૂધ્ધ વાલિયા પોલીસ સ્ટેશનમાં રૂ.૮૫ કરોડના કથિત ભ્રષ્ટાચારની ફરિયાદ પણ કરવામાં આવી હતી. દરમિયાન ખાંડ નિયામક દ્વારા સુરજીતસિંહ ઉર્ફે સંદિપસિંહ માંગરોલાને સુગરના ડિરેક્ટર પદેથી દુર કરતો હુકમ કરવામાં આવ્યો હતો.

ત્યારે તાજેતરમાં તા.૨૫ -૨ ના હુકમ મુજબ રાજયના ખાંડ નિયામક દ્વારા સંદિપ માંગરોલાને ગણેશ સુગર વટારીયા તેમજ બીજી કોઇ મંડળીમાં છ વર્ષ સુધીના સમય માટે કોઇ હોદ્દો ધરાવવા કે તે માટેની ચુંટણીમાં ભાગ લેવા ગેરલાયક કેમ ન કરવા, બાબતની કારણદર્શક નોટીસ આપવામાં આવી હતી. અને આ બાબતે લેખિત કે મૌખિક રજુઆત કરવા ઇચ્છતા હોયતો તા.૭ મી માર્ચ નારોજ યોગ્ય આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરવા જણાવાયુ હતું. ખાંડ નિયામક દ્વારા સુગરના તત્કાલિન ચેરમેનને સુગરના ડિરેક્ટર તરીકેથી દુર કરતા હુકમ બાદ આ કારણદર્શક નોટિસ ફટકારાતા તત્કાલિન ચેરમેન સંદિપ માંગરોલાને  આ સતત બીજો ઝટકો લાગતા જિલ્લાના રાજ્કીય તેમજ સહકારી માળખામાં ચકચાર મચી જવા પામી છે.

  • જયશીલ પટેલ,ન્યુઝલાઇન,ઝઘડીયા

ઝઘડિયા તાલુકા ભાજપાના હોદ્દેદારો અને કાર્યકરોએ સાંસદના સમર્થનમાં આપ્યું આવેદન

થોડા દિવસો પહેલાં જ કરજણ તાલુકામાં નારેશ્વર રોડ પર રેતીના ડમ્પરની ટક્કરે ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. આ ઘટનાને લઇને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર અને જવાબદાર કર્મચારીઓનો ઉધડો લીધો હતો.જેમાં ઓવરલોડ વાહનો અધિકારીઓના મેળાપીપણા હેઠળ ચાલતા હોવાનું જણાવી સાંસદ ગુસ્સે થયા હતા. દરમિયાન કેટલાક કર્મચારી સંગઠનોએ આ બાબતે સાંસદ વિરૂધ્ધ આવેદન આપ્યા હતા.

ઝઘડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં આવેદન પાઠવ્યું હતુ. આ આવેદનમાં બેફામ ચાલતા રેતી ખનન અને ઓવરલોડ જથ્થો ભરીને દોડતા વાહનોના કારણે અકસ્માત થતા હોવાની લાગણી વ્યક્ત કરીને ઝઘડીયા તાલુકા ભાજપા અગ્રણીઓએ સાંસદ મનસુખભાઇ વસાવાએ બેફામ દોડતા ઓવરલોડ વાહનોનો વિરોધ કર્યો હતો તેને વ્યાજબી ગણાવી સમર્થન આપ્યુ હતું.

અંકલેશ્વર: ભારણ ગામે ટ્રકમાં ઈંટોની આડમાં લાખોનું વિદેશી દારૂનું કટિંગ ઝડપાયું

  • GIDC પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે બે સ્થળોએથી રૂ.29 લાખનો દારૂ ઝડપી પાડ્યો

અંકલેશ્વરની હિના એન્જીનીયરીંગ કંપનીમાંથી પોલીસે દારૂનો વેપલો ઝડપી પાડ્યો છે. પોલીસની રેડમાં કંપનીના રૂમ અને પીકઅપ વાનમાંથી સગેવગે કરાતો દારૂનો 15.29 લાખના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડયા હતા. જ્યારે LCB એ અંકલેશ્વરના ભરણ ગામે ઈંટોના કવરિંગમાં ટ્રકમાં લવાયેલો અને સીમમાં કટિંગ કરાતો 11 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝબ્બે કર્યો હતો.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની હિના એંજિનિયરિંગ કંપનીમાં વિદેશી દારૂ ભરેલી પિકઅપ ગાડી મળી કુલ રૂ.19.29 લાખનો મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય બુટલેગર સહિત બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે.અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની હિના એંજિનિયરિંગ કંપનીમાં બુટલેગર જિગ્નેશ પરિખે વિદેશી દારૂનો જથ્થો માંગવી સંતાડેલો છે જેવી બાતમી આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂનો જથ્થો પિકઅપ ગાડી નંબર-MH-48-CB-0729માં સગેવગે કરતાં બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.

પોલીસને પિકઅપ ગાડી અને કંપનીના ઓરડામાંથી વિદેશી દારૂની 11 હજારથી વધુ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.15.29 લાખનો દારૂ અને 4 લાખની પિકઅપ ગાડી તેમજ ફોન મળી કુલ રૂ.19.29 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને કંપની ખાતે રહેતા મોટી ભૂરા કટારા અને કાના મોટી પાદરીયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર જિગ્નેશ પરિખ અને કંપનીના માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

જયારે અંકલેશ્વર તાલુકાના ભરણ ગામનો કુખ્યાત બુટલેગર મુકેશ અર્જુન વસાવા ટ્રકમાં ગામની સીમમાં વિદેશી દારૂનું કટિંગ કરવાનો છે. જેવી બાતમીના આધારે એલસીબી પોલીસે ગામની સીમમાં વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી ટ્રકમાંથી વિદેશી દારૂ સગેવગે કરવામાં આવી રહ્યું હતું તે સમયે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે ટ્રકમાંથી ઈંટોના કવરિંગ પાછળ રાખેલી વિદેશી દારૂની 10 હજારથી વધુ બોટલો ઝડપી પાડી હતી. રૂ.11 લાખનો દારૂ અને ટ્રક મળી કુલ રૂ.15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર મુકેશ વસાવા અને ટ્રક ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર GIDC માંથી વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી બેની કરાઇ અટકાયત,બુટલેગર ફરાર

  • GIDC પોલીસે કુલ રૂ.૧૯,૨૯,૫૦૦/- ના મુદ્દામાલ કબ્જે કર્યો

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક તરફથી જિલ્લામાં પ્રોહિ-જુગાર પ્રવૃતિ નાબુદ કરવા ડ્રાઇવ રાખવામાં આવેલ જે ડ્રાઇવ અનુંસધાને પોલીસ ઇન્સ્પેક્ટર તથા અંકલેશ્વર GIDC પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.દરમ્યાન બાતમી મળેલ કે બુટલેગર જીજ્ઞેશ પરીખ અંક્લેશ્વર GIDCમાં આવેલ પ્લોટ નંબર.5145 હિના એન્જીનીયરીંગ કંપનીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા સારૂ લાવી સંતાડેલ છે.

જે આધારે પોલીસ સ્ટાફ સાથે રેડ કરતા વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ-૧૦૧૬૯ તથા બીયર ટીન નંગ-૧૫૪૨ મળી કુલ બોટલ નંગ- ૧૧૭૧૧ જેની કુલ કી.રૂ. ૧૫,૨૯,૦૦૦/- તથા સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી નંબર- [/11-48-0€8-0729 ની કી.રૂ.૪,૦૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-0૦૧ ની કી.રૂ.૫૦૦/- મળી તમામની કુલ કી.રૂ.૧૯,૨૯,૫૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓ મોતિભાઇ ભુરાભાઇ કટારા ઉ.વ.૫૦ ધંધો.મજુરી હાલરહે, પ્લોટ નંબર.5145 હિના એન્જીનીયરીંગ કંપનીની રૂમમાં, અંકલેશ્વર GIDC, તા.અંકલેશ્વર, જી.ભરૂચ અને કાનાભાઇ મોતિભાઇ પાદરીયા ઉ.વ.૪૦ ધંધો.મજુરી હાલરહે, પ્લોટ નંબર.5145 હિના એન્જીનીયરીંગ કંપનીની રૂમમાં, અંકલેશ્વર GIDC, તા.અંકલેશ્વર, જી.ભરૂચને હસ્તગત કરી પ્રોહિબીશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.સાથે પોલીસે મુખ્ય આરોપી જીજ્ઞેશ પરીખને વોન્ટેડ જાહેર કરી તેની શોધ આરંભી છે.

ભરૂચ : રામની સરકારમાં જ રામજી હટાવાતા દેત્રાલના ગ્રામજનોએ આપ્યું આવેદન!

  • દેત્રાલ ગામે રામજીની મૂર્તી હટાવી ટ્રસ્ટની મિલ્કત પચાવનાર સામે કાર્યવાહીની માંગ કરતા ગ્રામજનો

ભરૂચના દેત્રાલ ગામે રામજી મંદિર હટાવી પોતાનું રેનબસેરા બાંધનાર મહંત પરિવાર પાસે ટ્રસ્ટની મિલ્કત પુન: પરત મેળવી ભગવાન રામજીની મુર્તિ યથાસ્થાને સ્થાપિત કરવા સાથે આવું કૃત્ય આચરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે દેત્રાલના ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

આવેદનમાં જણાવ્યાનુસાર ૨૦૧૦ ના અરસામાં મહંત ગજાનંદ ચતુરદાસ કે જેઓ તથા તેમના પત્ની દેત્રાલ ગામના માજી સરપંચ રહી ચૂકેલ છે. તથા છેલ્લા ૨પ વર્ષથી તેમનો. પરિવાર સરપંચ પદે યથાવત હતો અને મહંત ગજાનંદ હાલ ભારતીય જનતા પાર્ટી ભરૂચ. તાલુકાના મહામંત્રી હોય તેઓની આ ટ્રસ્ટની મિલકતો પર દાનત બગડેલી હતી. જેમણે ભગવાનની મિલકતો પચાવી પાડવા માટે તેઓએ પોતાના સરપંચ પતિ તરીકે હોદ્દાનો દુરપયોગ કરીને બોગસ કાગળો ઊભા કરીને ગ્રામસભામાં પોતાની તરફેણમાં ઠરાવો પસાર કરી, બોગસ કાગળો ઊભા કરીને તેનો સાચા તરીકે સરકારી દફ્તરમાં ઉપયોગ કરીને આ ટ્રસ્ટની મિલકતો પોતાની વ્યક્તિગત હેસિયતે પોતાના નામે દાખલ કરી અને ટ્રસ્ટના પણ પોતાના કુટુંબના મળતીયા સભ્યોને ટ્રસ્ટીઓ બનાવી દીધેલાં છે.આ રીતે ભગવાનશ્રી રામની મિલક્તો પચાવી પાડનાર મહંત ગજાનંદ ચતુરદાસ ભાજપના ભરૂચ તાલુકા મહામંત્રી હોય અને તેઓની રાજકીય લાગવગને કારણે તેઓ વિરુધ્ધ કાર્યવાહી કરવાથી ડરી રહી હોય, તેવા આક્ષેપો સાથે ગ્રામજનોએ આવેદનપત્ર આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો ન હોવાથી ફરી એક વાર આવેદનપત્ર કલેકટર સમક્ષ રજૂ કર્યું હતું.

ભગવાનશ્રી રામની જન્મ ભુમિ માટે ભારત દેશ લાખો લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. અને આપી રહ્યા છે. અને તેનો ગેરલાભ ઉઠાવીને સત્તામાં બેઠેલી ભાજપ સરકારના નેતા અને ભરૂચ તાલુકા મહામંત્રી મહંત ગજાનંદ ચતુરદાસે તો ભગવાનશ્રી રામનું મંદિર હતું તેમાથી ભગવાનથી રામને હટાવી લોકોની ધાર્મિક લાગણીઓ સાથે છેડતી કરી છે. જેથી દેત્રાલ ગામના ગામજનો આ આવેદનપત્ર આપી ભગવાનશ્રી રામની મુર્તિને મંદિરમાંથી ખસેડીને શ્રી રામ મંદિર તોડીને મહંત ગજાનંદ ચતુરદાસે બનાવી દીધેલાં પોતાના ઘરને તોડીને ત્યાં ભગવાનશ્રી રામનું મંદિર સ્થાપિત કરવામાં આવે અને મંદિરમાથી ખસેડેલ ભગવાનશ્રી રામની મુર્તિની સ્થાપના કરવામાં આવેની માંગ કરી હતી.સાથે ગ્રામજનો દ્વારા તેમની તમામ માંગણીઓ તાત્કાલિક ધોરણે પુરી ‘કરવામાં આવે નહીંતો નાછુટકે દેત્રાલ ગામના લોકો અને ભરૂચ જિલ્લાના લોકો દ્વારા ભેગા મળીને ન્યાય મેળવવા માટે આંદોલન કરવાની ફરજ પડશે તેની ગંભીર નોંધ લેવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

ભરૂચના સાત વિદ્યાર્થીઓનું યુક્રેનથી સુખદ પુનરાગમન

યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતના અન્ય રાજ્યો સહિત ગુજરાતના વિદ્યાર્થીઓને એર ઇન્ડિયાની ખાસ ફ્લાઈટ દ્વારા હેમખેમ વતન પરત લાવવામાં આવ્યાં હતાં. જે પૈકી ભરૂચના સાત વિદ્યાર્થીઓનું યુક્રેનથી સુખદ પુનરાગમન થયેલ છે. સંતાનો સાથે સુખદ પુન:મિલન થતાં વાલીઓના આનંદની કોઈ સીમા ન રહી હતી. સંતાનો પરત ફરતા જ પરિવારજનોને હાશકારો થયો હતો, અને સૌ વાલીઓએ ભારત પરત આવવાની વિમાની વ્યવસ્થા ગોઠવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.

પરત આવેલા સાત વિદ્યાર્થીઓ પૈકી બે દીકરીઓ ચૌહાણ સંજનાબેન વિરેન્દ્ર, પારેખ હનીબેન કમલેશભાઈ તેમજ અગાઉ આવેલા રાજ અબરાકને આવકારવા કલેક્ટર કચેરી ભરૂચ ખાતે ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા કલ્કેટર તુષાર સુમેરા, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા સહિત મહાનુભાવો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સૌએ વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ વેળાએ નાયબ મુખ્યદંડ દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારના વિદેશ મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલય સતત સંપર્કમાં રહી યુક્રેનથી ભારતના નાગરિકો-વિદ્યાર્થીઓને પરત લાવવાનું કપરૂ કાર્ય ચાલી રહ્યું છે. મુંબઈ અને દિલ્હી એમ બે ફલાઈટોમાં નાગરિકોને લઈને સલામત રીતે આવી ચૂકી છે. હજુ પણ જે વિદ્યાર્થીઓ યુક્રેનથી આવવાના બાકી છે, તેમને ઝડપથી ભારત લાવવા માટે સરકાર પ્રયાસરત હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે આ તકે ભારત સરકાર અને કેન્દ્ર સરકારનો હદયપૂર્વક આભાર માન્યો હતો.

તે જ રીતે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયાએ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિદેશનીતિ અને કુટનીતિને પરિણામે ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપશી માટે રશિયા અને યુક્રેન સહિતના દેશો સાથે વાતચીત શક્ય બની છે. જેના પરિણામે આપણે આપણા વિદ્યાર્થીઓને પરત લાવી શક્યા છે. બન્ને દેશોમાં ભારતનો ધ્વજ બતાવી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. એ ભારતની તાકાત અને વૈશ્વિક ઓળખને પરિણામે શક્ય બન્યુ છે.

જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભારત સરકાર ધ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવાની સંપૂર્ણ વ્યવસ્થા સાથે કાર્યવાહી કરેલ છે જે સરાહનીય હોવાનું જણાવી નાગરિક તરીકે ગર્વ લેવા જેવી બાબત છે તેમ જણાવ્યું હતું.

યુક્રેનથી ભરૂચ આવેલ વિદ્યાર્થીઓમાં પટેલ રીયા ચંદ્રકાંત, ચૌહાણ સંજના વિરેન્દ્ર, પારેખ હનિબેન કમલેશભાઈ, પંચાલ શ્વનિ જીગનેશભાઈ, શાહ અંગી દીનેશભાઈ, પટેલ મોનાલી, શાહ અંશી આશિષકુમારનો સમાવેશ થાય છે.

પારેખ હનિબેન કમલેશભાઈ અને ચૌહાણ સંજના વિરેન્દ્રએ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયા તે સ્થિતિની આપવિતી વર્ણવી હતી. તા.૨૮મીએ સોમવારે ભરૂચના સાત વિદ્યાર્થીઓને ભરૂચમાં પરત લાવવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી હતી.

error: Content is protected !!