ભરૂચ તાલુકાના મનુબર ગામ થી કંથારીયા ગામ જવાના રોડ ઉપર અમાદાવાદ થીમુંબઇ સુધીના ચાલતા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની સાઇટ ઉપરથી ચોરીમાં ગયેલ સ્પેલન્ડર જેક, TMT સળીયા તથા લોખંડની ટાવર જાળીના ગુનાનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી ગુનામાં વપારયેલ ગાડી તથા મુદ્દામાલ સાથે બે આરોપીઓને ભરૂચ એલ.સી.બી.એ ઝડપી પાડ્યા છે.
ગઇ કાલ તા.૨૭/૦૨/૨૦૨૨ ના રોજ ભરૂચ તાલુકાના મનુબર ગામ થી કંથારીયા જવાના રોડ ઉપર અમદાવાદ થી મુંબઇ સુધીના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની સાઇટ ચાલતી હોય દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમો દ્વારા ફોરવ્હીલ ગાડી નં. GJ 21 M 3650 માં સ્પેલંન્ડર જેક, TMT સળીયા તથા લોખંડની ટાવર જાળીની ચોરી કરી નાશી ગયેલ જે અનુસંધાને ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો હતો.
જે ગુના સંબંધે ભરૂચ એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળેલ કે “ ઉપરોક્ત ગાડી નંબર GJ 21 M 3650 ની મનુબર રોડ ઉપર આવેલ રહેમતપાર્ક સામે રોડની સાઇડમાં ઉભેલ છે. જે આધારે એલ.સી.બી.ટીમ દ્વારા સેન્ટ્રો ગાડી સાથે બે ઇસમો સઇદ ઉર્ફે ભુરો મુસ્તાક યુસુફ પટેલ રહેવાસી. ઇલાહી પાર્ક ડોક્ટર સફીક કંથારીયાવાળાના મકાનમાં ભાડેથી મનુબર રોડ તા.જી.ભરૂચ,અસ્ફાક સુલેમાન ગાયન (પટેલ) મુળ રહેવાસી.દેવલા પાછલી ખડકી તા.જંબુસર જી.ભરૂચ હાલ રહેવાસી. લુકમાન પાર્ક દાઉદભાઇના મકાનમાં ભાડેથી જંબુસર બાયપાસ ચોકડી નજીક તા.જી.ભરૂચને ઝડપી પાડી ક્રોસ પુછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને ગુના કર્યાની કબુલાત કરતા ચોરીમાં ગયેલ ગુનાનો TMT લોખંડના U આકારના સળીયા નંગ-૧૯ કિ.રૂ.૧૧,૪૦૦/-, લોખંડના સ્પેલન્ડર જેક નંગ-૧૩ કિં.રૂ.૨૨,૧૦૦/-, લોખંડની ટાવર જાળી નંગ- ૦૪ કિ રૂ.૧૨,૦૦૦/-, સેન્ટ્રો ગાડી નં GJ 21 M 3650 કિ રૂ.૧,૫૦,૦૦૦/-, મોબાઈલ નંગ-૦૨ કિ.રૂ.૮,૦૦૦/-, અંગ ઝડતીના રોકડા રૂપિયા ૧૫૦૦/-મળી કુલ રૂ.૨,૦૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ મોહસીન ઉર્ફે સુલતાન અલ્લારખા દિવાન રહેવાસી.કંથારીયા તા.જી.ભરૂચ,શેરપુરા ખાતે ભંગારનો ડેલો ચલાવતો સાદ જેનુ પુરૂ નામ કે સરનામું મળી આવેલ નથી તેમને વોંટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.