- દેત્રાલ ગામે રામજીની મૂર્તી હટાવી ટ્રસ્ટની મિલ્કત પચાવનાર સામે કાર્યવાહીની માંગ કરતા ગ્રામજનો
ભરૂચના દેત્રાલ ગામે રામજી મંદિર હટાવી પોતાનું રેનબસેરા બાંધનાર મહંત પરિવાર પાસે ટ્રસ્ટની મિલ્કત પુન: પરત મેળવી ભગવાન રામજીની મુર્તિ યથાસ્થાને સ્થાપિત કરવા સાથે આવું કૃત્ય આચરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે દેત્રાલના ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
આવેદનમાં જણાવ્યાનુસાર ૨૦૧૦ ના અરસામાં મહંત ગજાનંદ ચતુરદાસ કે જેઓ તથા તેમના પત્ની દેત્રાલ ગામના માજી સરપંચ રહી ચૂકેલ છે. તથા છેલ્લા ૨પ વર્ષથી તેમનો. પરિવાર સરપંચ પદે યથાવત હતો અને મહંત ગજાનંદ હાલ ભારતીય જનતા પાર્ટી ભરૂચ. તાલુકાના મહામંત્રી હોય તેઓની આ ટ્રસ્ટની મિલકતો પર દાનત બગડેલી હતી. જેમણે ભગવાનની મિલકતો પચાવી પાડવા માટે તેઓએ પોતાના સરપંચ પતિ તરીકે હોદ્દાનો દુરપયોગ કરીને બોગસ કાગળો ઊભા કરીને ગ્રામસભામાં પોતાની તરફેણમાં ઠરાવો પસાર કરી, બોગસ કાગળો ઊભા કરીને તેનો સાચા તરીકે સરકારી દફ્તરમાં ઉપયોગ કરીને આ ટ્રસ્ટની મિલકતો પોતાની વ્યક્તિગત હેસિયતે પોતાના નામે દાખલ કરી અને ટ્રસ્ટના પણ પોતાના કુટુંબના મળતીયા સભ્યોને ટ્રસ્ટીઓ બનાવી દીધેલાં છે.આ રીતે ભગવાનશ્રી રામની મિલક્તો પચાવી પાડનાર મહંત ગજાનંદ ચતુરદાસ ભાજપના ભરૂચ તાલુકા મહામંત્રી હોય અને તેઓની રાજકીય લાગવગને કારણે તેઓ વિરુધ્ધ કાર્યવાહી કરવાથી ડરી રહી હોય, તેવા આક્ષેપો સાથે ગ્રામજનોએ આવેદનપત્ર આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો ન હોવાથી ફરી એક વાર આવેદનપત્ર કલેકટર સમક્ષ રજૂ કર્યું હતું.
ભગવાનશ્રી રામની જન્મ ભુમિ માટે ભારત દેશ લાખો લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. અને આપી રહ્યા છે. અને તેનો ગેરલાભ ઉઠાવીને સત્તામાં બેઠેલી ભાજપ સરકારના નેતા અને ભરૂચ તાલુકા મહામંત્રી મહંત ગજાનંદ ચતુરદાસે તો ભગવાનશ્રી રામનું મંદિર હતું તેમાથી ભગવાનથી રામને હટાવી લોકોની ધાર્મિક લાગણીઓ સાથે છેડતી કરી છે. જેથી દેત્રાલ ગામના ગામજનો આ આવેદનપત્ર આપી ભગવાનશ્રી રામની મુર્તિને મંદિરમાંથી ખસેડીને શ્રી રામ મંદિર તોડીને મહંત ગજાનંદ ચતુરદાસે બનાવી દીધેલાં પોતાના ઘરને તોડીને ત્યાં ભગવાનશ્રી રામનું મંદિર સ્થાપિત કરવામાં આવે અને મંદિરમાથી ખસેડેલ ભગવાનશ્રી રામની મુર્તિની સ્થાપના કરવામાં આવેની માંગ કરી હતી.સાથે ગ્રામજનો દ્વારા તેમની તમામ માંગણીઓ તાત્કાલિક ધોરણે પુરી ‘કરવામાં આવે નહીંતો નાછુટકે દેત્રાલ ગામના લોકો અને ભરૂચ જિલ્લાના લોકો દ્વારા ભેગા મળીને ન્યાય મેળવવા માટે આંદોલન કરવાની ફરજ પડશે તેની ગંભીર નોંધ લેવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.